• Gujarati News
  • Dvb original
  • The Case Is Now Over, The Families Of The Farmers Who Lost Their Lives Are Also Satisfied, They Reached The Spot First Without Any Hindrance And Settled It.

લખીમપુર ખીરી હત્યાકાંડ પર ટિકૈતનો દાવો:મામલો હવે ખત્મ, જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવાર પણ સંતુષ્ટ, કોઈ પણ પ્રકારની રોકટોક વગર સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચીને સમાધાન કરાવ્યું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે દેખાવકાર ખેડૂતો પર ગાડી ચલાવવાના મામલામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે આ મામલાનું હવે સમાધાન થઈ ચુક્યું છે. પ્રશાસન સાથે થયેલી વાતચીતથી તે અને પીડિત ખેડૂતોના પરિવાર સંતુષ્ટ છે. ખેડૂતોને પ્રશાસનિક અધિકારોના વાયદા પર ભરોસો છે.

ઘટનાસ્થળ પર માત્ર ટિકૈત પહોંચી શક્યા, આવું શાં માટે? આ સવાલના જવાબમાં ટિકૈતે જણાવ્યું કે તે પોલીસ તહેનાત થાય તે પહેલા જ લખીમપુર માટે નીકળી ગયા હતા. ટિકૈતે આ વાત ભાસ્કર સાથે થયેલી વિશેષ વાતચીતમાં કહી. તો ચાલો જાણીએ ટિકૈતે બીજું શું-શું કહ્યું...

સવાલઃ લખીમપુર ખીરી મામલામાં સરકાર સાથે થયેલા સમાધાનથી તમે સંતુષ્ટ છો?
જવાબઃ પીડિત ખેડૂતોના પરિવારના સભ્યો અને પ્રશાસન સાથે વાત કરી રહેલી કિસાનોની કમિટી સંતુષ્ટ થવાથી મામલો ખત્મ થયો છે. સરકારના મોટા અધિકારીઓ પણ હાજર હતા. જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયા, તેમના પરિવારના એક-એક વ્યક્તિને સરકારી નોકરી તથા ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે. મંત્રી અજય મિશ્ર અને તેના પુત્રની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની ન્યાયિક તપાસ તપાસ થશે. આવા મામલામાં તમામ મુદ્દા પર વાત થાય છે. UP પ્રશાસને તમામ માંગ પર સહમતિ વ્યક્તિ કરી છે અને તેને પુરી કરવા માટે આઠ દિવસનો સમય માંગ્યો છે.

સવાલઃ શું ખેડૂતો અને પ્રશાસનની વચ્ચે આ કરાર લેખિતમાં થયો છે?
જવાબઃ આ નિર્ણય લેખિતમાં થયો નથી. આ મામલામાં FIR નોંધાઈ છે. કલમ 302ની સાથે બીજી પણ ઘણી કલમ લગાવવામાં આવી છે. મૃતકોના પરિવારને વળતર અને ઘાયલોને આર્થિક મદદ બેથી ત્રણ દિવસની અંદર મળશે. તે બે-ત્રણ દિવસની અંદર ખાતામાં પહોંચશે.

સવાલઃ શું એ સત્ય છે કે સરકારે લખીમપુર ખીરી જવાની પરવાનગી માત્ર તમને જ આપી હતી બીજા કોઈને પણ નહિ?
જવાબઃ ઘટના બનતા જ હું ગાજીપુરથી લખીમપુર જવા નીકળી ગયો હતો. પોલીસ તહેનાત થાય તે પહેલા જ અમે નીકળી ગયા હતા. હું લગભગ 2 વાગ્યે બરેલી પહોંચ્યો હતો. તો ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. સરકારે નેતાઓની જગ્યાએ કદાચ ખેડૂતોને જ રસ્તો આપવાની અનુમતિ આપી હોય.

સવાલઃ આ ઘટનાનું મુખ્ય કારણ શું રહ્યું?
જવાબઃ દસ દિવસ પહેલા જ એક સભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રએ ખેડૂતોની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેના કારણે ખેડૂતોમાં ગુસ્સો હતો, જ્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે મંત્રીની સભા થવાની છે તો તે લખીમપુરના હેલીપેડ પર પહોંચ્યા. વિરોધ કર્યા પછી ખેડૂતો પરત ઘટનાસ્થળે જઈ રહ્યાં હતા. તો પાછળથી મંત્રીના પુત્રએ પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા. જેમાં ચાર ખેડૂતોના મૃત્ય થયા અને દસ ખેડૂતો ઘાયલ થયા. જ્યારે મંત્રીના પુત્રની ગાડી ખેડૂતોને કચડી રહી હતી તો લોકો તેની પાછળ ભાગ્યા. સ્પીડ વધુ હોવાના કારણે ગાડી ઉંધી વળી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. ગાડીમાં ત્રણ લોકો હતા.

સવાલઃ મંત્રી અજય મિશ્રાએ કહ્યું છે કે તેમના ચાર કાર્યકર્તાઓની હત્યા થઈ છે અને તેમાં કાર્યવાહી કરાવશે?
જવાબઃ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના લોકો અને તેમનો પુત્ર ખેડૂતોને મારવા માટે ગાડી લઈને આવ્યા તો માત્ર ખેડૂતો વિરોધ કહી રહ્યાં હતા. સવાલ એ છે કે મંત્રીનો પુત્ર અને તેના સાથી ખેડૂતોની વચ્ચે ગયાં શાં માટે હતા? તેમણે ખેડૂતોને માર્યા. તે પછી ખેડૂતોની સાથે તેમનો ઝધડો પણ થયો. આ મામલામાં ખેડૂતોએ ઘણા લોકોને પકડીને પોલીસને સોંપ્યા છે. શું તે મોટા લોકો છે, મંત્રી છે, તેમની સરકાર છે તો કઈ પણ કરાવી શકે?

સવાલઃ આ સમગ્ર મામલામાં સરકારની ભૂમિકા વિશે શું કહેશો?
જવાબઃ અમે પ્રશાસનના અધિકારીઓથી સંતુષ્ટ છે, જોકે મંત્રી પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે સરકારમાં છે તો પોતાના પદોનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. અમે એ પણ માંગણી કરી હતી કે મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવે, જોકે પ્રશાસને કહ્યું કે આ મામલો તેમના હાથમાં નથી. મંત્રીને પોલીસે અપરાધિક ષડયંત્રની કલમ 120Bમાં સામેલ કર્યા છે. મંત્રીની વિરુદ્ધ અમે તમામ પુરાવા ઝડપથી જ પોલીસને સોંપીશું.

સવાલઃ હવે આ મામલામાં ખેડૂતોનું આગામી પગલુ શું હશે?
જવાબઃ આ મામલો તો એક પ્રકારે પુરો જ થઈ ગયો છે. પ્રશાસન અને અમારી વચ્ચે વાતચીત થઈ છે. અમે પ્રશાસનને પોતાનો વાયદો પુરો કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો છે.

સવાલઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે તાજેતરમાં જ ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું છે, તેની પર તમે શું કહેશો?
જવાબઃ ભાજપ નેતા આ બધુ એક સ્ટ્રેટેજી મુજબ કરી રહ્યાં છે. તે લોકોની વચ્ચે ઝધડો કરાવવા માંગે છે. સરકાર પણ ખેડૂતો ઝધડે તેવું ઈચ્છે છે. પછી તે જાતીય ઝધડા હોય કે બીજા મુદ્દા. જ્યારે દેશના ગૃહ રાજ્યમંત્રી અને તેમના પરિવારના લોકો આવુ કામ કરશે તો સામાન્ય માણસોને તો ભગવાન જ બચાવશે.

અન્ય સમાચારો પણ છે...