ભાસ્કર એનાલિસિસ:ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં ભાજપની અગ્નિપરીક્ષા, દાવ પર 38 બેઠકો; 4 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર

લખનઉ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.પ્રદેશની 55 બેઠકો પર આજે મતદાન, 9 માંથી 2 જીલ્લામાં મુસ્લિમ બહુમતી

યુપી ચૂંટણીના બીજા તબક્કાને ભાજપ માટે સૌથી પડકારજનક માનવામા આવી રહ્યું છે. કારણ- 9 જીલ્લાની 55 બેઠકો પર સોમવારે મતદાન થશે, જેમાંથી 38 બેઠકો ભાજપ પાસે છે. આ બેઠકો જાળવી રાખવી એ ભાજપ માટે અગ્નિપરીક્ષા રહેશે. કારણ કે, મોટાભાગની બેઠકો પર મુસ્લિમ મતો અસરકારક રહેશે.

મુરાદાબાદ અને રામપુરમાં 50% થી વધુ મુસ્લિમ વસ્તી છે. જેલમાં બંધ નસપા ઉમેદવાર આઝમ ખાન રામપુરથી મેદાનમાં છે. બીજા તબક્કાની 55 બેઠકો પર કુલ 586 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 78 મુસ્લિમ ઉમેદવારો 4 જુદા-જુદા મોટા પક્ષમાંથી લડી રહ્યા છે. જેમાં સપા ગઠબંધનના 18, બસપાના 23, કોંગ્રેસના 21 અને ઔવેસીના પક્ષના 15 મુસ્લિમ ઉમેદવાર છે.

ભાજપ સરકારના 4 મંત્રીઓ શાહજહાંપુરથી- નાણાં મંત્રી સુરેશ ખન્ના, બિલાસપુરથી જળસંશાધન મંત્રી બલદેવ સિંહ ઓલખ, બદાયૂંથી શહેરી વિકાસ રાજ્ય મંત્રી મહેશચંદ્ર ગુપ્તા, ચંદૌસીથી શિક્ષા મંત્રી ગુલાબ દેવી મેદાનમાં છે.

ક્યાં-કોની અસર... મુરાદાબાદમાં સૌથી વધુ પ્રભાવ

જીલ્લોમુસ્લિમ વસ્તી
સહારનપુર41.95%
બિજનૌર43.04%
અમરોહા40.04%
સંભલ32.88%
મુરાદાબાદ50.80%
રામપુર50.57%
બરેલી34.54%
બદાયૂં23.26%
શાહજહાંપુર17.55%

​​​​​​​ભાજપ માટે બીજો તબક્કો પડકારજનક છે. કારણ કે, વિધાનસભા બેઠકો માટે મુરાદાબાદની 6 માંથી 5 બેઠકો પર 50-55 ટકા, બિજનૌરની 8 બેઠકો પર 40 થી 50 ટકા, રામપુરની 5 બેઠકો પર 50 ટકા, સંભલની 4 બેઠકો પર યાદવ અને મુસ્લિમ મત 60 ટકા, બરેલીમાં 8 બેઠકો પર 40 ટકા, અમરોહાની 4 બેઠકો પર 50 ટકા, બદાયૂંની 6 બેઠકો પર 40 થી 45 ટકા મુસ્લિમ મતદારો છે.

મોટી ટક્કર.... ભાજપથી ગયેલા મંત્રીઓ મેદાને

  • નાણા મંત્રી સુરેશ ખન્ના નવમી જીત મેળવવા શાહજહાંપુર સદરથી ઉમેદવાર.
  • સહારનપુરની નકુડ બેઠક છોડી ભાજપમાંથી સપામાં આવેલા રાજ્ય મંત્રી ધર્મ સિંહ સૈની તથા ચંદ્રોસી બેઠક પરથી યોગી સરકારમાં રાજ્ય મંત્રી રહેલ ગુલાબ દેવીની પ્રતિષ્ઠા દાવ પર છે. { રામપુર બેઠક પર જેલમાં બંધ આઝમ ખાન સપાના ઉમેદવાર છે. તે 1980 થી 2017 સુધી સતત જીત્યા છે. રામપુર યુપીમાં મુસ્લિમ બહુમતીનો જીલ્લો છે. { 2017માં ધારાસભ્ય બન્યા બાદ આઝમ ખાનના દીકરા અબ્દુલ્લાનું સભ્ય પદ ખોટી ઉંમર દર્શાવવાને કારણે રદ કરાયું હતું. રામપુર યુપીનો મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. તે સપાની ટિકિટ પર સવાલ બેઠક પરથી લડી રહ્યા છે. અપના દળના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર હૈદર અલી ખાન સામે લડશે. { 586 ઉમેદવારોમાંથી 147 સામે અપરાધિક કેસ. 113 વિરુદ્ધ ગંભીર આરોપ.
અન્ય સમાચારો પણ છે...