• Gujarati News
  • Dvb original
  • BJP Vs Congress Party: Assembly Election States List 2022 | Upcoming Chunav In Rajasthan Madhya Pradesh Gujarat Uttar Pradesh Punjab

જાણવું જરૂરી છે:જે રાજ્યોમાં કોંગ્રેસે ગયા વખતે BJPને ધૂળ ચટાડી હતી, હવે તે ત્યાં પણ કમજોર; આવનારા 2 વર્ષોમાં 16 રાજ્યોમાં ચૂંટણી, પરંતુ કોંગ્રેસના 500+ પદ ખાલી

એક મહિનો પહેલાલેખક: જનાર્દન પાંડેય
  • કૉપી લિંક

આવનારા બે વર્ષોમાં 16 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. તેમાંથી 10 રાજ્યોમાં BJP અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. આ સમયે 16 માંથી 9 રાજ્યોમાં BJPની સરકાર છે અને 2માં BJP સહયોગી દળોની. બાકી વધેલા 5 રાજ્યોમાંથી 3માં કોંગ્રેસ અને 2મા બીજી પાર્ટીઓ સત્તામાં છે. જોકે, જ્યારે આજ 16 રાજ્યોમાં અગાઉ ચૂંટણી થઈ હતી તો કોંગ્રેસે 4 રાજ્યોમાં સરકાર બનાવી હતી અને 1મા તેના સહયોગી દળે, પરંતુ બાદમાં BJPએ 2 રાજ્યો, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં સત્તા પલટી નાખી.

ચૂંટણીમાં જીત કોઈ સરકારને પાડીને પોતાની સરકાર બનાવવી, આનાથી નક્કી થાય છે, તે પાર્ટીનું સંગઠન કેટલું મજબૂત છે. જે 16 રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે, તેમાં BJP પ્રદેશ કારોબારીમાં એક પણ પદ ખાલી નથી. જ્યારે આજ 16 રાજ્યોમાંથી 4માં કોંગ્રેસ પદાધિકારીઓની ચૂંટણી નથી કરી શકતી. 500થી વધુ પદ ખાલી છે. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યાં ગયા વર્ષે કોંગ્રેસે BJPને બરાબરની ટક્કર આપી હતી અથવા હરાવી દીધી હતી, ત્યાં પણ 300થી વધુ પદ ખાલી છે.

આજે અમે જે 16 રાજ્યોમાં ચૂંટણી થવાની છે, તેમાંથી 10 મોટા રાજ્યો વિશે વાત કરી રહ્યા છે. તેમાં રાજસ્થાન, MP, છત્તીસગઢ, UP, ગુજરાત અને પંજાબ પણ છે.

1. રાજસ્થાન:
ચૂંટણી ડિસેમ્બર 2023માં, કોંગ્રેસમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા કાર્યકર્તાઓની સમિતિઓ ભંગ થઈ ચૂકી છે, બીજેપી ત્યાંજ સૌથી વધુ મહેનત કરી રહી છે

ભાજપ આગામી ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. તેમાં 26 મુખ્ય પદાધિકારી, 93 રાજ્ય કાર્યકારી સમિતિના સભ્યો અને 50 વિશેષ આમંત્રિત સભ્યો છે, એટલે કે, 170થી વધુ લોકોની સ્થિર ટીમ છે. આ ઉપરાંત તાજેતરમાં જિલ્લા, મંડળ, મોરચા, સેલમાં નવી ભરતીઓ કરવામાં આવી છે. આગામી ચૂંટણી યુવા મોરચા, મહિલા મોરચા, એસસી મોરચા, એસટી મોરચા, કિસાન મોરચામાં પ્રમુખો અને સંપૂર્ણ કારોબારી બનાવીને ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગત ચૂંટણીમાં ભાજપને હરાવનાર કોંગ્રેસની હાલની સ્થિતિ 14 જુલાઈ, 2020થી તમામ સેલ, વિભાગો, 39 જિલ્લા અને 400 બ્લોક પ્રમુખો, જિલ્લા અને બ્લોક એક્ઝિક્યુટિવ સચિન પાઇલટના બળવા બાદ વિખેરાઈ ગઈ છે. ત્યારથી કોંગ્રેસ માત્ર 39 હોદ્દેદારો સાથે ચાલી રહી છે.

2.મધ્ય પ્રદેશ: ચૂંટણી ડિસેમ્બર 2023મા, કોંગ્રેસે છેલ્લી વખત 2018માં પદાધિકારી ચૂંટ્યા હતાં, બીજેપીના દરેક પદ ભરેલા

ભાજપે તેના 59 મુખ્ય કાર્યકરો સાથે મળીને 180થી વધુ ટીમોનું નામ અને સરનામાં-સંપર્ક નંબર વેબસાઇટ પર શેર કર્યો છે. જ્યારે અમે ત્રણ નંબર પર ફોન કર્યો ત્યારે તેમની સામે જેમના નામ લખવામાં આવ્યા હતા તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો હતો.

ગત ચૂંટણીમાં ભાજપને હરાવનાર અને બાદમાં વિભાજનને કારણે સરકાર ગુમાવનારી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 જૂલાઈ 2018માં 84 પદાધિકારી નિયુક્ત કર્યા હતાં, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા બાદ હવે આમાંના ઘણા હોદ્દેદારોએ પાર્ટી બદલી નાંખી છે. કોંગ્રેસ હાલમાં હોદ્દેદારોની હાલની સ્થિતિનો જવાબ આપી રહી નથી.

3. ગુજરાત: ચૂંટણી ડિસેમ્બર 2022માં, BJPએ CM સહિત મંત્રીમંડળ બદલી નાખ્યું અને 160 પદાધિકારીઓનું સંગઠન, ત્યાંજ કોંગ્રેસમાં માત્ર 3 કાર્યકારી અધ્યક્ષ

ચૂંટણીના 15 મહિના પહેલા BJPએ CM બદલીને ભૂપેન્દ્ર પટેલને કમાન સોંપી છે. સંગઠનની રીતે પાર્ટીમાં 160 લોકોની મુખ્ય કારોબારી છે. તેમાં 40 મુખ્ય પ્રદેશ પદાધિકારી, 80 પ્રદેશ કાર્ય સમિતિ સભ્ય અને 40 વિશેષ આમંત્રિત સભ્યો છે. તેના સિવાય 100થી વધુ જિલ્લા અને મંડલ સ્તરના પદો પણ ભરેલા છે.

કોંગ્રેસનું પ્રદેશ સંગઠનનું પૂરુ સ્ટ્રક્ચર 6 મહિનાથી અસ્થવ્યસ્થ છે. સ્થાનિક નેતા હાઈ કમાન્ડના આદેશની રાહ જોઈ રહ્યા છે. પ્રદેશમાં હાલ માત્ર 3 કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, કરસનદાસ સોનેરી અને ડો. તુષાર ચૌધરી જ પાર્ટી ચલાવી રહ્યા છે. પહેલા અહીં 234 પદાધિકારીઓની ટીમ હતી.

અગાઉની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી BJPએ 99 અને કોંગ્રેસે 77 સીટો જીતી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસના 12 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું. BJP પાસે હાલ 115 ધારાસભ્યો થઈ ગયા છે.

4. છત્તીસગઢ:ચૂંટણી ડિસેમ્બર 2023માં, કોંગ્રેસ અને BJP બંનેના પદો ભરેલા, પરંતુ કોંગ્રેસમાં બીજી ટીમ પણ

ભાજપે દોઢ વર્ષ પહેલા ચૂંટણી કરીને તમામ 81 સભ્યોની પસંદગી કરી હતી, કોઈ પદ ખાલી નથી. તાજેતરમાં એક બેઠકને સંબોધતા રાજ્યના પ્રભારી પુરંદેશ્વરી દેવીએ કહ્યું હતું કે, જો ભાજપના કાર્યકરો પક્ષ બદલી નાંખો તો બઘેલ સરકાર પડી ભાંગશે. બંને તરફથી ચૂંટણી મોડ ચાલુ થઈ ગયો છે. ગત ચૂંટણીમાં કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસે 67 અને ભાજપને 15 બેઠકો મળી હતી.

છત્તીસગઢ કોંગ્રેસમાં 40 સભ્યોની કારોબારી છે. તમામ નિમણૂકો માર્ચ 2020ની છે, પરંતુ ઓગસ્ટમાં પાર્ટીમાં CM બદલવાની ચર્ચા જોર પકડ્યા પછી ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવને દિલ્હી બોલાવમાં આવ્યા હતાં, ત્યારે મામલો થાળે પડ્યો હતો., પરંતુ મહિના પછી જ ફરી અંદરોઅંદર લડાઈ પર બેઠક ચાલી રહી છે.

5. ઉત્તર પ્રદેશ: ચૂંટણી ફેબ્રુઆરી 2022માં. BJPની 172ની ટીમ, કોંગ્રેસ કમિટીમાં 114 સભ્ય

યુપી ભાજપના સંગઠનમાં એક પણ પદ ખાલી નથી. પ્રદેશ પ્રમુખથી લઈને ઓફિસ કોન્ટેક્ટ ઇન્ચાર્જ સુધી કુલ 172 પદો ભરેલા છે. યુપી ભાજપની વેબસાઇટ તમામ જિલ્લા કલેક્ટરોના ફોટા, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી સાથે અપડેટ કરવામાં આવી છે. અમે તેમાંથી કેટલાક રેન્ડમ નંબરો પસંદ કર્યા અને ફોન કર્યો, તે નંબરો ચાલુ હતાં, તે જ અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતાં જેમના નામ વેબસાઇટ પર દેખાતા હતા.

કોંગ્રેસમાં હવે વેબસાઇટ્સની સિસ્ટમ નથી. 24 અકબર રોડ કોંગ્રેસ મુખ્યાલયમાંથી મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (UPSC)માં કુલ 114 સભ્યો છે. તેમાંથી મોટા ભાગની પસંદગી પ્રિયંકા ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કરી હતી. હા, 2020માં પણ કેટલીક ભરતીઓ થઈ છે.

આ 114 સભ્યો ઉપરાંત કોંગ્રેસે હમણાં જ 15 સપ્ટેમ્બરે 'સ્પેશિયલ 26 મીડિયા પેનલ' શરૂ કરી છે. આ 26 લોકો યોગી સરકારમાં કૌભાંડો શોધશે અને તેને મીડિયા સુધી લઈ જશે. ગત ચૂંટણીમાં કુલ 403 બેઠકોમાંથી ભાજપે 312 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.

6. પંજાબ: ચૂંટણી ફેબ્રુઆરી 2022માં, કોંગ્રેસની 208 સભ્યોમાં બે ટીમ, BJPમાં 29 પદાધિકારીઓ પહેલાથી, હવે 200 નવા પદો ભરવાનો દાવો

પંજાબમાં ગત ચૂંટણીમાં કુલ 117 બેઠકોમાંથી ભાજપે માત્ર 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર 3 બેઠકો જીતી હતી. જોકે, પાર્ટીએ રાજ્યના તમામ 29 હોદ્દેદારોના હોદ્દા ભર્યા છે. પાર્ટીનો દાવો છે કે 200 નવા હોદ્દેદારોની રચના કરવામાં આવી છે. તેમને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા મોકલવામાં આવ્યા છે પરંતુ તેમની માહિતી હજી જાહેર કરવામાં આવી નથી.

117માંથી 77 બેઠકો જીતનારી પંજાબ કોંગ્રેસમાં તેની પ્રદેશ કારોબારીમાં 208 સભ્યો છે, પરંતુ તે બે જૂથોમાં વિભાજિત છે. એક પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ચલાવે છે અને બીજા સીએમ અમરિન્દર સિંહ છે. બે દિવસ પહેલા સિદ્ધુ કેમ્પના 40 ધારાસભ્યોએ અમરિંદર સિંહ વિરુદ્ધ સોનિયા ગાંધીને પત્ર મોકલ્યો હતો.

7. ઉત્તરાખંડ: ચૂંટણી ફેબ્રુઆરી 2022માં, BJPએ CM બદલી 34 પદાધિકારિઓની ટીમ તૈનાત કરી, કોંગ્રેસે નવી ટીમ બનાવી છે, પરંતુ પદાધિકારીઓની ચૂંટણી નથી થઈ

ઉત્તરાખંડ ભાજપની વેબસાઇટ પર રાજ્યના ૩૪ કાર્યકરોની યાદી આપવામાં આવી છે. જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને કિસાન મોરચા, મહિલા મોરચા અને એસસી મોરચાના અધિકારીઓ છે. તેમનો સંપર્ક કરવા વિશે પણ માહિતી છે. 3 જુલાઈએ મુખ્યમંત્રી બદલીને ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં આવી ગઈ છે.

જ્યારે કોંગ્રેસ પ્રદેશ રાજ્યની નવી કારોબારીની પસંદગી કરી શકી નથી. જૂની કારોબારીમાં 150થી વધુ લોકો હતા. તે ઓફિસમાં છે કે નહીં તે હજી સુધી તેને સ્પષ્ટ થયું નથી. ચૂંટણી ખાતર નવી ટીમ બનાવવામાં આવી છે પરંતુ હાલ પાર્ટી હરીશ રાવત અને પ્રીતમ સિંહના બે કેમ્પમાં વહેંચાઈ ગઈ છે.

ગત ચૂંટણીમાં ભાજપને 46.5 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 33.5 ટકા મત મળ્યા હતા. જોકે કુલ 70 બેઠકોમાંથી ભાજપે 57 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી.

8. ગોવા: ચૂંટણી ફેબ્રુઆરી 2022માં, BJPના 142 પદાધિકારી મોરચા પર તૈનાત, 200થી વધુ નવા પદાધિકારી પણ ભરતી કરવામાં આવે, કોંગ્રેસે માત્ર ચિંદબરમને મોકલીને માહિતી મેળવી હતી

ગોવા ભાજપ ચૂંટણી મોડમાં છે. પ્રદેશ કારોબારીમાં 142 હોદ્દેદારોને મોરચા પર મૂકવામાં આવ્યા હોવા છતાં 200થી વધુ મહિલાઓ અને યુવા કાર્યકરો ચૂંટાયા છે.

જ્યારે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસ સંગઠન ભાંગી પડ્યું છે. હાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કમિટીની સંખ્યા અંગે કોઈ નક્કર માહિતી નથી.

આની પાછળનું કારણ ગત ચૂંટણી બાદ બનેલી ઘટનાઓ છે. કુલ 40 બેઠકોમાંથી 17 બેઠકો કોંગ્રેસે અને 13 બેઠકો પર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. 10 બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી. આ તમામ 10 ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા હતા અને સરકાર બનાવશે તેવી અપેક્ષા હતી પરંતુ તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રજા પર હતા. પાર્ટી સીએમ ઉમેદવાર નક્કી કરી શક્યા ન હતા.

આ દરમિયાન ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર ગોવા પહોંચ્યા હતા અને અન્ય તમામ 10 ધારાસભ્યોની તરફેણ કરી હતી. ત્યારબાદ શપથ પહેલા જ કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

2019 સુધીમાં કોંગ્રેસના બાકીના 15 માંથી 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. હવે કોંગ્રેસ પાસે માત્ર 5 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે આ વર્ષે ઓગસ્ટમાં પી ચિદમ્બરમને નિરીક્ષક તરીકે ગોવા મોકલ્યા હતા. તેમના અહેવાલની રાહ જોવાઈ રહી છે.

9. હિમાચલ પ્રદેશ: ચૂંટણી ડિસેમ્બર 2022માં, BJPએ CMને દિલ્હી બોલાવી હિસાબ માગ્યો

ગુજરાતમાં સીએમ બદલ્યા બાદ ભાજપે હિમાચલના સીએમ જયરામ ઠાકુરને દિલ્હી બોલાવ્યા હતા. ભાજપના હિમાચલ પ્રદેશની સત્તાવાર વેબસાઇટ હજી કાર્યરત થઈ નથી. ઓફિસોમાંથી મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં ભાજપ પ્રદેશ કારોબારીમાં 34 હોદ્દેદારો છે. આ ઉપરાંત જિલ્લા, મંડળ, મોરચા, અલગ અલગ સેલ અને કાયમી આમંત્રિતો સહિત 225થી વધુ લોકોની ટીમ કાર્યરત છે.

કોંગ્રેસનો દાવો છે કે પાર્ટી પાસે 150 રાજ્યના કાર્યકરો છે. તેમાંથી 2019માં ચૂંટાયેલા 40 હોદ્દેદારોની યાદી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

10. મણિપુર: ચૂંટણી ફેબ્રુઆરી 2022માં, બંને પાર્ટીઓના પદાધિકારીઓની યાદી સાર્વજનીક જગ્યાઓથી​​​​​​​

ભાજપની મણિપુરની વેબસાઇટ કામ કરી રહી નથી. ગયા વર્ષે જૂનમાં નવ ધારાસભ્યોએ સીએમ બિરેન સિંહને પોતાનું સમર્થન પાછું ખેંચવા જણાવ્યું હતું. પછી તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા. પૂર્વોત્તર ભાજપના ચહેરા હિમંતા બિસ્વા શર્માને મણિપુર મોકલવામાં આવ્યા હતા અને સરકારને બચાવી લેવામાં આવી હતી.

હાલ કોંગ્રેસ તરફથી કોઈ ચર્ચા નથી. ગત ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વહેઠળના ગઠબંધને 37 બેઠકો જીતી હતી. એકલા ભાજપને 24 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ ગઠબંધનમાં માત્ર 17 બેઠકો મળી હતી, જેમાંથી કોંગ્રેસ પાસે 16 બેઠકો હતી.

અલ્હાબાદ યુનિવર્સિટીના મીડિયા સ્ટડીઝના એચઓડી ધનંજય ચોપરા કહે છે કે જ્યાં સુધી અહમદ પટેલ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી સંગઠન સ્વસ્થ રહ્યું હતું, પરંતુ હાલમાં કોંગ્રેસમાં એવો કોઈ નેતા નથી જે સંગઠનનો કબજો લે, જ્યારે ભાજપમાં સંગઠનની વાત આવે ત્યારે સૌથી પહેલા અમિત શાહ તરફ જોવમાં આવે છે.

જો તમારી પાસે પરામર્શ અથવા વિષય ચર્ચા વિશે કોઈ અભિપ્રાય હોય, તો તે આવકારદાયક છે. અમને કેવી રીતે મોકલવું, અહીં અમારું ઇમેઇલ આઇડી છે- curationteam@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...