6 વર્ષમાં 7 રાજ્યોમાં ઓપરેશન લોટસ:MP-કર્ણાટક સહિત 4 રાજ્યોમાં ભાજપને સફળતા મળી, રાજસ્થાન-મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં નિષ્ફળ રહ્યું

13 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી/નીરજ સિંહ

મહારાષ્ટ્રમાં શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ સંપુર્ણ પ્લાનિંગની સાથે બળવો કર્યો છે. પહેલા મંગળવારે સુરતમાં રોકાયેલા વઙનાખોર ધારાસભ્યો બુધવારે સવારે ગુવાહાટી પહોંચી ગયા છે. 25 બળવાખોર ધારાસભ્યોથી શરૂ થયેલી સિલસિલો 40 ધારાસભ્યો સુધી પહોંચી ગયો છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ નહીં થાય.

'ઓપરેશન લોટસ' ભાજપની તે સ્ટ્રેટેજી માટે ઘડવામાં આવેલો એક શબ્દ છે, જેમાં પાર્ટી સીટો પુરતી ન હોવા છતાં સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન ભાજપે 7 રાજ્યોમાં 'ઓપરેશન લોટસ' હાથ ધર્યું હતુ. જેમાંથી ભાજપને 4 વખત સફળતા મળી છે. જ્યારે 3 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ભાસ્કર એક્સપ્લેનરમાં 7 રાજ્યોના 'ઓપરેશન લોટસ'ની સંપૂર્ણ કહાની જાણો...

1. મધ્યપ્રદેશમાં ભાજપનું સત્તા ઉથલાવવાનું અભિયાન પાસ

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

કોંગ્રેસના અસંતુષ્ટ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક ધારાસભ્યોને ભાજપમાં સામેલ કર્યા અને કમલનાથની સરકારને ઉથલાવી હતી.

શું-શું થયું:

2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. કોંગ્રેસે બસપા અને અપક્ષની સાથે સરકાર બનાવી હતી. એક તરફ સરકાર પાસે મજબૂત સંખ્યાબળ ન હતું, તો બીજી તરફ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીમાં પોતાની અવગણના થવાથી નારાજ હતા.

'ઓપરેશન લોટસ' માટે તે સૌથી અનુકુળ સ્થિતિ હતી. ભાજપનાં મોટા નેતાઓએ સિંધિયાનો સંપર્ક કર્યો અને 9 માર્ચ 2022નાં રોજ સિંધિયાએ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે બળવો કર્યો હતો. આ ધારાસભ્યોને ચાર્ટર પ્લેનથી બેંગ્લુરુ લઈ જવામાં આવ્યા હતા.

તમામ પ્રયાસો પછી પણ સિંધિયા સહમત ન થયા અને કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ. 20મી માર્ચ 2022ના રોજ માત્ર 15 મહિના મુખ્યમંત્રી રહ્યા બાદ કમલનાથે રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી. શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા હતા.

હવે આ કહાનીની સૌથી શક્તિશાળી તસવીર જુઓ...

રાજીનામું આપતા પહેલા કમલનાથની પ્રેસ કોન્ફરન્સની તસવીર. પત્રકારો સાથે વાત કરતા કમલનાથે કહ્યું કે અમારા 22 ધારાસભ્યોને લાલચ આપીને બંધક બનાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય આનું સાક્ષી છે. રાજ્યની જનતા સાથે છેતરપિંડી કરીને આ લાલચુઓને જનતા ક્યારેય માફ નહીં કરે.
રાજીનામું આપતા પહેલા કમલનાથની પ્રેસ કોન્ફરન્સની તસવીર. પત્રકારો સાથે વાત કરતા કમલનાથે કહ્યું કે અમારા 22 ધારાસભ્યોને લાલચ આપીને બંધક બનાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય આનું સાક્ષી છે. રાજ્યની જનતા સાથે છેતરપિંડી કરીને આ લાલચુઓને જનતા ક્યારેય માફ નહીં કરે.

2. રાજસ્થાનમાં અશોક ગેહલોતની સિંહાસન હલાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો​​​​​​​

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

રાજસ્થાનના CM નહીં બની શકવાને કારણે નારાજ સચિન પાયલટ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને અશોક ગેહલોતની સરકાર પાડવી.

શું- શું થયું હતું:

રાજસ્થાનમાં 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ 100 સીટોં જીતીને મુશ્કેલીથી બહુમતનાં આંકડેના સ્પર્શી હતી. બસપા અને અપક્ષોને કોંગ્રેસે પોતાની સાથે જોડીને CM અશોક ગેહલોતે પોતાની ખુરશી મજબુત કરવાનાં પ્રયાસ કર્યા હતા. જ્યારે, વિધાનસભામાં કોંગ્રેસનો ચહેરો રહેલા સચિન પાયલટે CM બનવા માટેનાં પોતોના પ્રયાસો ચાલું રાખ્યા હતા.

એવામાં ભાજપનાં 'ઓપરેશન લોટસ' માટે સચિન પાયલટ સૌથી મોટો ચહેરો હતો. રાજસ્થાન ભાજપના નેતાઓએ તેમની નારાજગીને ધ્યાનમાં લેતા તેમનો સંપર્ક કર્યો. 11 જુલાઈ 2020 સચિન પાયલટે ગેહલોત સામે મોરચો માંડ્યો અને કોંગ્રેસનાં 18 ધારાસભ્યોની સાથે ગુરુગ્રામની એક હોટલમાં પહોંચ્યા હતા.

ગેહલોત પણ પોતાની ખુરશી બચાવવા માટે એક્ટિવ થઈ ગયા હતા. સૌથી પહેલા તેમણે પોતાના સમર્થક ધારાસભ્યોને એક હોટલમાં રાખ્યા.આ પછી પ્રિયંકા ગાંધી વાડ્રાએ 10 ઓગસ્ટ 2020ના રોજ સચિન પાયલટ સાથે વાત કરીને તેમને સમજાવ્યા. ગેહલોત અહીં ભાજપ પર ભારે પડ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ભાજપની રણનીતિ નિષ્ફળ ગઈ હતી.

હવે આ કહાનીની સૌથી શક્તિશાળી તસવીર જુઓ…

સચિન પાયલટના બળવા પછી અશોક ગેહલોત કોંગ્રેસના બાકીના ધારાસભ્યોને જયપુરની હોટેલ ફેયરમાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા, જેથી તેમને તોડવાનો કોઈ પ્રયાસ ન કરી શકે. બીજી તરફ સચિન પાયલટને મનાવવાના પ્રયાસ ચાલુ રહ્યા હતા.
સચિન પાયલટના બળવા પછી અશોક ગેહલોત કોંગ્રેસના બાકીના ધારાસભ્યોને જયપુરની હોટેલ ફેયરમાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા, જેથી તેમને તોડવાનો કોઈ પ્રયાસ ન કરી શકે. બીજી તરફ સચિન પાયલટને મનાવવાના પ્રયાસ ચાલુ રહ્યા હતા.

3. કર્ણાટકમાં કુમારસ્વામીને સત્તા પરથી હટાવવાનો પ્લાન પાસ

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોને પોતાના પક્ષમાં જોડીને વિધાનસભામાં બહુમતનો આંકડો ઘટાડવો અને ભાજપની સરકાર બનાવવી.

શું- શું થયું:

2017ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ સીએમ તરીકે શપથ લીધા હતા, પરંતુ તેઓ ફ્લોર ટેસ્ટ પાસ કરી શક્યા ન હતા. સરકાર પડી ગઈ.

આ પછી કોંગ્રેસના 80 ધારાસભ્યો અને JDSના 37 ધારાસભ્યોએ મળીને સરકાર બનાવી. તેને 2 વર્ષ પણ પુરા નહોતા થયા કે રાજકીય સંકટ શરૂ થયું. જુલાઈ 2019માં કોંગ્રેસના 12 અને JDSના 3 ધારાસભ્યોએ બળવો કર્યો હતો.

કોંગ્રેસ-JDS સરકારને 101 સીટો રહી હતી. જ્યારે ભાજપે 105 બેઠકો જાળવી રાખી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાંથી ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો હતો. સરકાર ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ ગઈ અને સીએમ કુમારસ્વામીએ રાજીનામું આપી દીધું.

હવે આ કહાનીની સૌથી શક્તિશાળી તસવીર જુઓ…

કર્ણાટકના તે સમયનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર પછી 26 જુલાઈ 2019 ના રોજ, બીએસ યેદિયુરપ્પાએ ફરી એકવાર કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
કર્ણાટકના તે સમયનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર પછી 26 જુલાઈ 2019 ના રોજ, બીએસ યેદિયુરપ્પાએ ફરી એકવાર કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

4. મહારાષ્ટ્રમાં અજિત પવારને તોડવાનો દાવપેચ નિષ્ફળ ગયો​​​​​​​​​​​​​​

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે જવાના પ્લાનને અજિત પવારની સાથે મળીને બરબાદ કરવો. ભાજપ તેના બદલામાં, અજીત પવાર પરના તમામ આરોપો પાછા ખેંચી લેશે.

શું- શું થયું:

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ-શિવસેના ગઠબંધન માટે સ્પષ્ટ બહુમતી મળી હતી. ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. જ્યારે NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેના સીએમ પદને લઈને અલગ થઈ ગયા હતા.

આ પછી શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ એક દિવસ પછી દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બર 2019ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા. ડેપ્યુટી સીએમ તરીકે અજિત પવારે પણ તેમની સાથે શપથ લીધા હતા.

NCPના વડા શરદ પવારે પાર્ટીના ધારાસભ્યોને અજિતની સાથે જતા અટકાવ્યા હતા. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપ્યો. જ્યારે ફડણવીસને લાગ્યું કે તેઓ બહુમતી મેળવી શકશે નહીં, ત્યારે તેમણે 72 કલાકની અંદર સીએમ પદ પરથી રાજીનામું આપ્યું. અહીં ભાજપની રણનીતિ NCPને તોડીને સરકાર બનાવવાની હતી. પરંતુ તે નિષ્ફળ ગઈ હતી.

5. ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે, છતાં ભાજપની સરકાર બની છે

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

ઓછી બેઠકો હોવા છતાં સૌ પ્રથમ સરકાર બનાવવાનો દાવો કરવો.

શું- શું થયું:

ફેબ્રુઆરી 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી ન હતી, પરંતુ કોંગ્રેસ 17 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. સત્તાની ચાવી નાના પક્ષો અને અપક્ષોના હાથમાં હતી.

મનોહર પર્રિકરે 21 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ મૃદુલા સિંહાએ તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ગોવામાં ભાજપે કોંગ્રેસની બહુમતીનું હરણ કરી લીધું. કોંગ્રેસે દલીલ કરી હતી કે સૌથી મોટી પાર્ટી હોવાને કારણે તેમને સરકાર બનાવવા માટે પહેલા બોલાવવા જોઈતા હતા.

6. અરુણાચલ પ્રદેશમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ બળવો કર્યો​​​​​​​

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

કોંગ્રેસના બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યોને તોડીને નવી સરકારની રચના.

શું- શું થયું:

2014ની ચૂંટણી બાદ કોંગ્રેસે અરુણાચલ પ્રદેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી. જો કે કોંગ્રેસના નેતાઓની વચ્ચેની દુશ્મનાવટ ખુલ્લેઆમ સામે આવતી રહી.

આખરે 16 સપ્ટેમ્બર 2016ના રોજ કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને 42 ધારાસભ્યોએ પાર્ટી છોડીને પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશમાં જોડાયા હતા. PPAએ ભાજપની લાથે મળીને સરકાર બનાવી.

7. ઉત્તરાખંડમાં સુપ્રીમ કોર્ટના કારણે ભાજપની સ્ટ્રેટેજી નિષ્ફળ ગઈ

'ઓપરેશન લોટસ'ની સ્ટ્રેટેજી:

સીએમ પદ પરથી હટાવવામાં આવેલા કોંગ્રેસના નેતા વિજય બહુગુણાની નારાજગીનો લાભ ઉઠાવીને કોંગ્રેસને તોડીને વિધાનસભામાં બહુમતી મેળવવાની હતી.

શું- શું થયું:

ઉત્તરાખંડમાં 2012ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રહી હતી. જ્યારે કોંગ્રેસ 32 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી ભાજપને 31 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં ભાજપ આ હારને પચાવી શક્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે કેદારનાથ દુર્ઘટના બાદ વિજય બહુગુણાને હટાવીને 2014માં હરીશ રાવતને સીએમ બનાવ્યા, ત્યારે ભાજપને અહીં આશાઓ દેખાવા લાગી હતી.

બહુગુણાની નારાજગીનો ભાજપે ફાયદો ઉઠાવ્યો. 18 માર્ચ 2016ના રોજ બહુગુણા સહિત કોંગ્રેસના 9 ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જો કે, ઉત્તરાખંડના સ્પીકરે કોંગ્રેસના 9 બળવાખોરોને ગેરલાયક ઠેરવ્યા ત્યારે કેન્દ્ર સરકારે તે જ દિવસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું.

આ પછી સુપ્રીમ કોર્ટના આદેશ પર બળવાખોર ધારાસભ્યોને દૂર રાખીને ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 11 મે 2016ના રોજ બહુમત પરીક્ષણમાં રાવતે જીત મેળવી. સુપ્રીમ કોર્ટના કારણે અહીં પણ ધારાસભ્યોને તોડવા માટે ભાજપના દાવપેચ સફળ રહ્યો નહીં.

હવે સૌથી મોટો સવાલ: આ વખતે મહારાષ્ટ્રમાં શું થશે?

છેલ્લા સાત રાજ્યોનો અભ્યાસ દર્શાવે છે કે 'ઓપરેશન લોટસ' હેઠળ ભાજપ બે પ્રકારની સ્ટ્રેટેજી અપનાવે છે. પ્રથમ- વિરોધ પક્ષના નારાજ જૂથને પોતાના પક્ષમાં કરીને સરકાર બનાવવી. બીજું- નાના પક્ષો અને અપક્ષોને પોતાની તરફેણમાં કરીને સરકાર બનાવવી. મહારાષ્ટ્રમાં પ્રથમ સ્ટ્રેટેજી દેખાઈ રહી છે. 40થી વધુ ધારાસભ્યોનો બળવો કરવાનો સીધો અર્થ છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ભારે મુશ્કેલીમાં છે.

અન્ય સમાચારો પણ છે...