• Gujarati News
  • Dvb original
  • BJP Distracted Uddhav From MLC Polls, Helped Shinde To Get Out Overnight ... Find Out What Happened Next

મહારાષ્ટ્ર સંકટની સંપૂર્ણ કહાની:ભાજપે MLCની ચૂંટણીમાં હોબાળો કરીને ઉદ્ધવનું ધ્યાન ભટકાવ્યું, શિંદેને રાતોરાત નીકળવામાં મદદ કરી... જાણો આગળ શું થયું

મુંબઈ14 દિવસ પહેલાલેખક: આશિષ રાય, અંકિતા જોશી
  • શિંદે તેમના મંત્રાલયમાં CM અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની દખલગીરીથી નારાજ હતા.

શિવસેનાના બીજા નંબરનાં નેતા શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ બળવો કરવા માટેનો એક ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાનની ગુપ્તતા એ વાત પરથી સમજી શકાય છે કે સુરત જતી વખતે શિંદેએ પોતાની સાથે સુરક્ષા પણ લીધી ન હતી. જ્યારે શિંદે સાથે રાતોરાત મુંબઈ છોડેલા 40 ધારાસભ્યો (શિવસેનાના 33 અને 7 અપક્ષ) સુરતની લા મેરિડિયન હોટલ પહોંચ્યા ત્યારે લોકોને તેની જાણ થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના એક મોટા નેતાએ આ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી સુરત પહોંચાડવામાં મદદ કરી છે.

ભાસ્કરને એક્સક્લુસિવ માહિતી મળી છે કે કેટલાક બળવાખોર ધારાસભ્યો સ્પેશિયલ પ્લેન દ્વારા અને કેટલાક રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી દેનારા આ મામલાનો એક્સક્લુઝિવ રિપોર્ટ તમે પણ વાંચો.

MLCની ચૂંટણી પહેલા સુરતની સ્ક્રિપ્ટ તૈયાર હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જવાની સમગ્ર સ્ક્રિપ્ટ સોમવારે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના બે દિવસ પહેલા જ લખવામાં આવી હતી અને ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા હોબાળો થયા બાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. મતગણતરી દરમિયાન ભાજપ દ્વારા ક્રોસ વોટિંગની આશંકા વ્યક્ત કરતાં થોડો સમય હોબાળો પણ કરવામાં આવ્યો હતો. આ પછી મહાવિકાસ આઘાડીના નેતાઓનું ધ્યાન તે તરફ ગયું અને તેનો લાભ લઈને શિંદે અને તેમના સમર્થિત ધારાસભ્યો તેનો ફાયદો ઉઠાવતા ધીમેથી સુરત જવા નીકળી ગયા હતા.

શિંદે-ફડણવીસની મિત્રતાએ પણ બળવો કરવામાં ભૂમિકા ભજવી!

'ઓપરેશન લોટસ'ના સૌથી મોટા પાત્ર એટલે કે એકનાથ શિંદે અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની મિત્રતા જાણીતી છે. ફડણવીસ સરકારમાં તેમણે PWD મંત્રાલય સંભાળ્યું હતું. બાળાસાહેબના ગયા પછી શિંદેને, ભાજપ અને શિવસેના વચ્ચેની કડી તરીકે જોવામાં આવતા હતા. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ દરમિયાન એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની રાજકીય મિત્રતા વધુ મજબૂત થઈ હતી. તે જ મિત્રતાના પરિણામને આજે બળવો ગણવામાં આવી રહ્યો છે.

ઉદ્ધવથી નારાજગીનાં કારણ પણ જાણો

  • એક સમયે શિવસેનાના ખૂબ નજીક હતા અને હાલમાં તેમને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની થિંક ટેન્ક કહેવામાં આવતા એક વરિષ્ઠ પત્રકાર વાગીશ સારસ્વતે કહ્યું કે શિંદેનો વિદ્રોહ એક દિવસનું પરિણામ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે દ્વ્રારા સતત તેમની કરવામાં આવી રહેલી ઉપેક્ષા અને અવગણનાને કારણે થયું છે.
  • શિવસેના પ્રમુખનું મુખ્યમંત્રી બનતા પહેલા મહાવિકાસ અઘાડીના મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેનું નામ સામે આવ્યું હતું. બાદમાં તેમને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે તેમના મંત્રાલયમાં CM અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની દખલગીરીથી નારાજ હતા. તેમની નજીક લોકોએ કહ્યું હતું કે બિલ્ડર લોબી સાથે સંકળાયેલા લોકો સીધા સીએમને મળીને તેમના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે.

ઉદ્ધવ સરકારમાં અવગણનાથી પણ ધારાસભ્ય નારાજ
સારસ્વતે જણાવ્યું હતુ કે શિંદેની સાથે હોટલમાં રોકાયેલા અન્ય તમામ ધારાસભ્યો મહારાષ્ટ્રનાં ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે. તેઓ તે વિસ્તારમાંથી આવે છે, જ્યાં શિવસેનાના નામનો તેમને કોઈ જ ફાયદો થયો નથી. તેઓ પોતાના દમ પર કોઈપણ પાર્ટીમાં રહેવા દરમિયાન પણ ચૂંટણી જીતી શકે છે.

એવામાં મહાવિકાસ આઘાડીનાં મંત્રીઓ દ્વારા કરવામાં આવી રહેલી અવગણનાથી પણ નારાજ હતા. અનેક વખત મીટિંગમાં પણ તેમણે પોતાના વિસ્તારને ફંડ ન આપવાની પણ વાત કરી હતી. શિંદેને શિવસેનાના દિગ્ગજ નેતા તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે તેઓ પણ નારાજ થઈને શિંદેની સાથે ચાલ્યા ગયા છે.

શિંદે જુથના નેતાઓનું માનવું છે કે શિવસેના હવે CM ઉદ્ધવ ઠાકરે, મુંબઈ, સંજય રાઉત અને આદિત્ય ઠાકરે સુધી જ સમેટાઈને રહી ગયું છે. CM શિવસેનાના નેતાઓ કરતા NCPનાં મંત્રીઓ અને ધારાસભ્યોનું વધું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

પાર્ટીમાં શિંદે સૌથી વધું શક્તિશાળી નેતા​​​​​​​
એકનાથ શિંદેને ઠાકરે પરિવાર બાદ સૌથી વધું શક્તિશાળી શિવસેનાના સૈનિક માનવામાં આવે છે. 1980માં શિવસૈનિક બનેલા એકનાથ શિંદે સતત ચાર વખત થાણેના કોપરી- પાંચપખાડી બેઠક પરથી ધારાસભ્ય છે. 2019ની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે શિવસેના ભાજપથી જુદુ પડ્યું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમને ધારાસભ્ય દળનાં નેતા બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...