• Gujarati News
  • Dvb original
  • Bhavnagar's Progressive Farmer Successfully Cultivates Strawberries, Earns A Profit Of Rs.12 Thousand

આજની પોઝિટિવ સ્ટોરી:ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી, 1.5 વીઘા જમીનમાં 12હજારના ખર્ચ સામે 50 હજારનો નફો મેળવ્યો

ભાવનગર7 મહિનો પહેલાલેખક: મહેશ ડાભી
રમેશભાઈએ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને મીઠા ફળ મેળવ્યા છે.
  • ડ્રેગન ફ્રૂટની ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીની સફળતાપૂર્વક ખેતી કરી

સ્ટ્રોબેરી માટે હિમાચલ, કુલ્લૂ અને મહારાષ્ટ્ર જાણીતું છે. તે સ્ટ્રોબેરીનું હવે ગુજરાત પણ હબ બન્યું છે. ગુજરાતના ભાવનગર જિલ્લાના વાવડી ખાતે પ્રગતીશીલ ખેડૂત રમેશભાઈએ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને મીઠા ફળ મેળવ્યા છે. આ જાગૃત ખેડૂતે અન્ય ખેડૂતો માટે એક દાખલો બેસાડ્યો છે. આ ખેડૂતે આશરે શરૂઆતમાં 1.5 વીધા જમીન પર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને સારો પાક મેળવ્યો છે. હવે રમેશભાઈ વધુ 3 વીઘા જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરવા જઈ રહ્યા છે.નો પ્રયોગ સફળતા પુર્વક કર્યો હતો.

શરૂઆતમાં 1.5 વીધા જમીન પર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને સારો પાક મેળવ્યો
શરૂઆતમાં 1.5 વીધા જમીન પર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને સારો પાક મેળવ્યો

500 રોપાથી શરૂઆત
ગોહિલવાડમાં સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત થઈ છે. ભાવનગરના ખેડૂત રમેશભાઈએ સ્ટ્રોબેરીની ખેતી કરી નવી પહેલ કરી છે. ​​​​​​​ખેતીમાં કંઈક નવું કરવાની અને ટેકનોલોજીના ઉપયોગ કરી ખેતી કરવામાં રમેશભાઈ માને છે. રમેશભાઈએ આ અગાઉ પણ ડ્રેગન ફ્રુટની ખેતી કરી હતી. ત્યારબાદ સ્ટ્રોબેરીની ખેતીમાં ઝંપલાવ્યું છે. ભાવનગરના જિલ્લામાં સૌ પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું નવતર સાહસ કરાયું છે. વાવડી ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ સ્ટ્રોબેરીના 500 રોપાઓ તેમની વાડી રોપ્યા છે.

જિલ્લામાં સૌ પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું નવતર સાહસ કરાયું છે
જિલ્લામાં સૌ પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું નવતર સાહસ કરાયું છે

ઓછા ખર્ચે વધુ આવક
ખેતીમાં નવા જ પ્રયોગ કરી ઓછા ખર્ચામાં વધુ આવક મેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.ભાવનગર જિલ્લાના વાવડી ગામના એવા એક ખેડૂતો છે કે, જેમણે ખેતીમાં કંઈકને કંઈક નવું કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી નવા પ્રયોગો કરી કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યો છે. આ અગાઉ તેવો ડ્રેગન ફ્રુટની ખેતી કરી ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના વાવડી ગામના એક ખેડૂત રમેશભાઈ મકવાણાએ સ્ટોબેરીની ખેતી કરી કમાણી કરવાનો નવો સ્ત્રોત ઉભો કરી રહ્યાં છે.

સ્ટોબેરીની ખેતી કરી કમાણી કરવાનો નવો સ્ત્રોત ઉભો કરી રહ્યાં છે
સ્ટોબેરીની ખેતી કરી કમાણી કરવાનો નવો સ્ત્રોત ઉભો કરી રહ્યાં છે

ત્રણ વર્ષ સુધી આવક મેળવી શકાય
ભાવનગર જિલ્લાનું વાતાવરણ સ્ટ્રોબેરીના પાકને અનુકૂળ સાબિત થયું છે. અહીંના ખેડૂતો ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી સ્ટ્રોબેરીની ખેતી સારી રીતે કરી શકે છે. જે સ્ટ્રોબેરી માટે હિમાચલ, કુલ્લૂ અને મહારાષ્ટ્ર જાણીતું છે. તે સ્ટોબેરીનું હવે ગુજરાત પણ હબ બન્યું છે. કારણ કે, હવે ભાવનગરના ખેડૂત પણ આ ખેતી કરી રહ્યા છે. એક વખત રોપ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી તે જ વાવેતરમાંથી સ્ટ્રોબેરી લણી શકાય છે.

500 રોપા પુનાથી મંગાવ્યા હતા
500 રોપા પુનાથી મંગાવ્યા હતા

મલ્ચિંગ પદ્ધતિ અપનાવી
ખેડૂત રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, 500 રોપા પુનાથી મંગાવ્યા હતા. જેનો અંદાજે 10,000નો ખર્ચ જેવો થયો હતો. કાળુ પ્લાસ્ટિક મલ્ચિંગ પેપર રાખવા માટે 1200થી 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. 2 ફૂટ પાળો કરી 2*2ના ગાળે રોપા રોપ્યા હતા. તેને ત્રણ-ચાર દિવસે પાણી ડીપ પદ્ધતિથી આપવામાં આવે છે. રોપાની સાઈઝ 2 ફૂટ વેલાની જેમ થાય છે.સ્ટ્રોબેરીનું ફળ આવે ત્યારે ખરાબ ન થાય તે માટે મલ્ચિંગ પેપર લગાડવામાં આવે છે. જેના કારણે સ્ટોબેરી ખરાબ ન થાય અને સારી રહે તે માટે આમ કરવામાં આવે છે.

મલ્ચિંગ પેપર રાખવા માટે 1200થી 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે
મલ્ચિંગ પેપર રાખવા માટે 1200થી 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે

મલ્ચિંગથી ભેજ જળવાઈ રહે
સ્ટ્રોબેરી માટે ઊંડા આકારનો ખાડો કરી તેના મૂળ ખાડાની દિવાલને અડકી રહે તથા નીચે તરફ લટકતા રહે તેમજ ગૂંચળું વળીને ઉપરની બાજુ ન રહે તેમ ગોઠવીને માટીથી સારી રીતે દાટી દેવામાં આવે છે. આ સમયે એ ખાસ ધ્યાન રાખવું કે, મૂળ જયાંથી ફુટેલ હોય તે ભાગ જમીનની બહાર ન રહે તથા વધુ પડતો જમીનમાં ઊંડો પણ ન રહે તેમ રોપણી કરવી. જો આમ ન કરવામાં આવે તો છોડ મરી જવાની શકયતાઓ રહે છે. રોપણી પૂરી થયા બાદ કાળુ પ્લાસ્ટિક મલ્ચ અથવા અન્ય મલ્ચનો ઉપયોગ કરી ખુલ્લી જમીન ઢાંકી દેવી જેથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે, નીંદણ ઓછું થાય અને ફળો બેસે ત્યારે ફળો બગડે નહી.

અન્ય સમાચારો પણ છે...