મણિપુર બોર્ડરથી રિપોર્ટ:મ્યાનમાર જવા પાસપોર્ટની જરુરત નહીં, ત્યાંથી 35 હજારમાં સ્કૂટી અને 70 રુપિયામાં લોકો પેટ્રોલ ખરીદી લાવે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

13 નવેમ્બરે આસામ રાઈફલ્સના 5 જવાનોની શહીદી બાદ સેનાએ મ્યાનમાર બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. જણાવામાં આવી રહ્યું છે કે ઉગ્રવાદીઓ હુમલો કર્યા બાદ મ્યાનમાર ભાગ્યા છે. મ્યાનમારથી 398 કિમીની બોર્ડર શેર કરનારા મણિપુરનું મોરેહ ટાઉન એ જગ્યા છે, જ્યાંથી મ્યાનમારનું અંતર 50 મીટરથી પણ ઓછું છે.

અહીં એક બાજુ મ્યાનમારમાં રહેનારા લોકો નજરે આવે છે, તો બીજી બાજુ ભારતીય. મોરેહમાં કુકી, મૈતિય, બિહારી, તામિલ, મારવાડી અને નેપાળી રહે છે. ત્યાં ઈન્ડિયા-મ્યાનમાર ફ્રેન્ડશિપ ગેટ બનેલો છે, જેના દ્વારા કોઈ જાતના પાસપોર્ટ તથા વિઝા વગર મ્યાનમારના લોકો આ ટાઉનમાં આવી શકે છે અને અહીંના લોકો મ્યાનમાર જઈ શકે છે. જોકે કોરોનાના કારણે આ ગેટ આશરે બે વર્ષથી બંધ છે. આ ગેટ સિવાય ટાઉનમાં જ એક બ્રિજ પણ છે, જ્યાથી બંને દેશોના લોકો આવન-જાવન કરે છે. અત્યારે તે બ્રીજ પણ બંધ છે.

આ ઈન્ડિયા મ્યાનમાર ફ્રેન્ડશિપ રોડ છે. અહી કોઈપણ જાતની રોકટોક કર્યા વગર લોકો આવન-જાવન કરે છે
આ ઈન્ડિયા મ્યાનમાર ફ્રેન્ડશિપ રોડ છે. અહી કોઈપણ જાતની રોકટોક કર્યા વગર લોકો આવન-જાવન કરે છે

મોરેહના લોકો કહે છે કે બ્રિજ અને ગેટ ખુલવાના હતા પરંતુ આ દરમિયાન આપણા જવાનો પર હુમલો થઈ ગયો અને સેનાએ કડકાઈ વધારી દીધી. જોકે, ગેટ બંધ થયા બાદ પણ બંને તરફના લોકોનું આવન-જાવન થઈ રહ્યું છે. મ્યાનમારના લોકો મોરેહ આવે છે, તેમને સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કિંમતે પાછુ જવુ પડે છે.

સસ્તો સામાન ખરીદવા મોરેહના લોકો મ્યાનમાર જાય છે
મોરેહ ટાઉનના લોકો સસ્તો સામાન ખરીદવા મ્યાનમાર જતા હોય છે, કેમકે જે સ્કૂટી ભારતમાં 70થી 80 હજાર રુપિયામાં આવે છે તે જ સ્કૂટી મ્યાનમારમાં 35થી 40 હજાર રુપિયામાં મળી જાય છે. તે જ પ્રમાણે ભારતમાં જે પેટ્રોલ 100થી 110 રુપિયા લીટર સુધી મળી રહ્યું છે, તે જ પેટ્રોલ મ્યાનમારમાં 70થી 80 રુપિયા લીટરમાં મળી જાય છે.

મ્યાનમારમાં સામાન સસ્તો મળતો હોવાથી મોરેહના લોકો સામાન ખરીદવા મ્યાનમાર જાય છે
મ્યાનમારમાં સામાન સસ્તો મળતો હોવાથી મોરેહના લોકો સામાન ખરીદવા મ્યાનમાર જાય છે

મોરેહના રહેવાસી વિક્કી કહે છે કે અહીં દરેકની પાસે બર્મા પાસેથી લાવેલી સ્કૂટી છે. તેનું રજિસ્ટ્રેશન અને નંબર પ્લેટ નથી મળી શકતી. તેથી અમે તેને માત્ર લોકલમાં જ ફેરવીએ છીએ. વિક્કી પ્રમાણે મોરેહથી ઈંફાલ 110 કિમીના અંતર પર છે. ટાઉન હિલ્સ પર વસેલુ છે. તેથી ત્યા આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. ઈંફાલ સિવાય મ્યાનમાર નજીકમાં જ વસેલુ છે. તેથી દરેક નાની-મોટી જરુરિયાતો અમે લોકો મ્યાનમારથી પુરી કરીએ છીએ. સ્કૂટી, પેટ્રોલ સિવાય ત્યાં ફળ-ફ્રુટ અને કપડા પણ સસ્તા મળી જાય છે.

મ્યાનમારના લોકો મોરેહમાં દરરોજ દુકાન લગાવા જાય છે
મ્યાનમારના લોકો દરરોજ સવારે 7થી 8 વાગ્યાની આસપાસ મોરેહમાં દુકાન લગાવા આવી જાય છે. અહીં તેઓ ફુટપાથ પર બેસીને સામાન સસ્તા ભાવે વેચે છે. ત્યાના એક રહેવાસીએ કહ્યું અમે બંને દેશોના લોકો એકબીજાના ત્યા સામાન લેવા આવીએ છીએ પરંતુ અત્યારે બધા સંબંધ બંધ છે.

મ્યાનમારના લોકો પોતાનો સામાન વેચવા મોરેહ ગામમાં આવે છે
મ્યાનમારના લોકો પોતાનો સામાન વેચવા મોરેહ ગામમાં આવે છે

બોર્ડર પર તણાવ વધતા તેની અસર ગામ પર થાય છે. હાલની પરિસ્થિતિમાં પરિસ્થિતિ થોડી ખરાબ છે. બંને દેશોના નાગરિકોમાં ગુસ્સો નથી પરંતુ ઉગ્રવાદીઓના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.

દરેક સામાન ચેક થઈ રહ્યો છે, પૂરી ગાડી ખાલી કરવામાં આવે છે
બોર્ડર પર તણાવ વધતાની સાથે ઈઁફાલથી મોરેહ જતી વખતે આવતી બે ચેક પોસ્ટ પર સુરક્ષા વધી છે અને દરેક ગાડીઓની ચેંકીગ કરીનેજ આગળ જવા દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...