• Gujarati News
 • Dvb original
 • Bhaskar Explaner Khalistan Re Discussed, Learn The Story Of Sikh Terrorism That Killed People From PM, CM And Army Chief

ભાસ્કર એક્સપ્લેનર:ખાલિસ્તાન ફરી ચર્ચામાં, જાણો શીખ આતંકની એ કહાની, જેણે PM, CM અને આર્મી ચીફ સુધીના લોકોને મારી નાખ્યા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં ખાલિસ્તાન ફરી ચર્ચામાં છે. આ વખતે પંજાબના પટિયાલામાં ખાલિસ્તાનીવિરોધી માર્ચ વિશે શીખ અને હિન્દુ સંગઠન આમને-સામને આવી ગયાં છે. આ દરમિયાન ખૂબ હિંસા થઈ હતી.

આ પહેલાં પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલના બહાને ખાલિસ્તાન અને ખાલિસ્તાનીઓ ચર્ચામાં આવ્યા હતા. ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમા પર એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન દરમિયાન પણ સોશિયલ મીડિયા ખાલિસ્તાનથી જોડાયેલા હેશટેગથી ભરાઈ ગયું હતું. સત્તા સાથે જોડાયેલા તમામ લોકોએ ખેડૂત આંદોલનને ખાલિસ્તાનીઓનું આંદોલન ગણાવ્યું હતું.

જોકે ખાલિસ્તાની આંદોલન હવે ઈતિહાસ બની ગયું છે. અમુક ગણતરીના લોકોને બાદ કરી દઈએ તો શીખો વચ્ચે આ આંદોલનના સમર્થકો ગુમ થઈ ગયા છે.

ખાલિસ્તાની આતંકીઓ અને તેમના સમર્થકોએ દેશનાં પૂર્વ PM ઈન્દિરા ગાંધી, પંજાબના પૂર્વ CM બિયંત સિંહ અને પૂર્વ આર્મી ચીફ જનરલ એએસ વૈદ્યની પણ હત્યા કરી દીધી હતી.

જોકે ખાલિસ્તાન આંદોલન હવે ઈતિહાસ બની ચૂક્યું છે. ગણતરીના લોકોને છોડી દઈએ તો શીખોની વચ્ચે આ આંદોલનનું સમર્થન ગુમ થઈ ચૂક્યું છે.

એવામાં આવો, જાણીએ કે શું હતું ખાલિસ્તાની આંદોલન? એની માગ શી હતી અને એ કેવી રીતે સમાપ્ત થયું?

સવાલ 1ઃ શું હતું ખાલિસ્તાન આંદોલન

 • ખાલિસ્તાન આંદોલનની કહાની 1929માં શરૂ થાય છે. કોંગ્રેસની લાહોર સેશનમાં મોતીલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ રાખ્યો. આ દરમિયાન ત્રણ પ્રકારના સમૂહોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો.
 • પ્રથમ-મોહમ્મદ અલી જિન્નાહની આગેવાનીમાં મુસ્લિમ લીગ. બીજો સમૂહ દલિતોનો હતો, જેની આગેવાની ડો. ભીમરાવ આંબેડકર કરી રહ્યા હતા. આંબેડકર દલિતો માટે અધિકારોની માગણી કરી રહ્યા હતા. ત્રીજું જૂથ માસ્ટર તારા સિંહની આગેવાનીમાં શિરોમણિ અકાલી દળનું હતું.
 • તારા સિંહે પ્રથમવાર શીખો માટે અલગ રાજ્યની માગણી કરી. 1947માં આ માગણી આંદોલનમાં બદલાઈ ગઈ. એને નામ આપવામાં આવ્યું પંજાબી સૂબા આંદોલન.
 • આઝાદીના સમયે પંજાબને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યું. શિરોમણિ અકાલી દળ ભારતમાં જ ભાષાના આધારે એક અલગ શીખ સૂબો એટલે કે શીખ પ્રદેશની માગ કરી રહ્યું હતું. સ્વતંત્ર ભારતમાં બનેલા રાજ્ય પુનર્ગઠન આયોગે આ માગણી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો.
 • સમગ્ર પંજાબમાં 19 વર્ષ સુધી અલગ શીખ પ્રદેશ માટે આંદોલન અને પ્રદર્શન થતાં રહ્યાં. આ દરમિયાન હિંસાની ઘટનાઓ વધવા લાગી. આખરે 1966માં ઈન્દિરા ગાંધીએ પંજાબને ત્રણ હિસ્સામાં વહેંચવાનો નિર્ણય કર્યો.
 • શીખોની બહુમતીવાળું પંજાબ, હિન્દી ભાષા બોલનારા માટે હરિયાણા અને ત્રીજો હિસ્સો ચંડીગઢ હતો.
 • ચંડીગઢને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો. એને બંને નવા પ્રદેશોની રાજધાની બનાવી દેવાઈ. આ ઉપરાંત પંજાબના કેટલાક પહાડી વિસ્તારોને હિમાચલ પ્રદેશમાં સામેલ કરી દેવાયા.
 • આ મોટા નિર્ણય પછી પણ અનેક લોકો આ વિભાજનથી ખુશ નહોતા. કેટલાક લોકો પંજાબને અપાયેલા વિસ્તારોથી નાખુશ હતા તો કેટલાક સહ રાજધાનીના વિચારથી રોષિત હતા.

સવાલ 2ઃ આનંદપુર સાહિબ રિઝોલ્યુશન શું હતું?

 • પંજાબી આંદોલનથી અકાલી દળને ખૂબ રાજકીય ફાયદો મળ્યો. તેના પછી પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વમાં પાર્ટીએ કોંગ્રેસને 1967 અને 1969ની વિધાનસભા ચૂંટણીઓમાં આકરી ટક્કર આપી.
 • જોકે 1972ની ચૂંટણી અકાલીઓના વધતા રાજકીય ગ્રાફ માટે ખૂબ ખરાબ સાબિત થઈ. કોંગ્રેસ સત્તામાં આવી. તેણે શિરોમણિ અકાલી દળને વિચારવા મજબૂર કર્યું.
 • 1973માં અકાલી દળે પોતાના રાજ્ય માટે સ્વાયત્તતા એટલે કે વધુ અધિકારોની માગણી કરી. આ સ્વાયત્તતાની માગ આનંદપુર સાહિબ રિઝોલ્યુશન દ્વારા કરવામાં આવી હતી.
 • આનંદપુર સાહિબ પ્રસ્તાવમાં શીખોએ વધુ સ્વાયત્ત પંજાબ માટે અલગ બંધારણ બનાવવાની માગણી રાખી. 1980 સુધી આનંદપુર સાહિબ પ્રસ્તાવના પક્ષમાં શીખો વચ્ચે સમર્થન વધતું ગયું.

સવાલ 3ઃ કોણ હતો જરનૈલસિંહ ભિંડરાંવાલા?

 • આનંદ સાહિબ રિઝોલ્યુશનનો જ એક કટ્ટર સમર્થક હતો જરનૈલ સિંહ ભિંડરાવાલા. એક રાગી તરીકે સફર શરૂ કરનારો ભિંડરાંવાલા આગળ વધીને આતંકી બની ગયો.
 • જાણીતા શીખ પત્રકાર ખુશવંત સિંહે કહ્યું હતું કે ભિંડરાંવાલા દરેક શીખને 32 હિન્દુઓની હત્યા કરવા ઉશ્કેરતો હતો. તે કહેતો હતો કે એનાથી શીખોની સમસ્યાનો હલ હંમેશાં માટે આવી જશે.
 • 1982માં ભિંડરાંવાલેએ શિરોમણિ અકાલી દળ સાથે હાથ મિલાવ્યો અને અસહકાર આંદોલન શરૂ કરી દીધું. આ જ અસહયોગ આંદોલન આગળ જઈને સશસ્ત્ર વિદ્રોહમાં બદલાઈ ગયું.
 • આ દરમિયાન જેણે પણ ભિંડરાંવાલેનો વિરોધ કર્યો એ તેના હિટ લિસ્ટમાં આવી ગયા, જેને કારણે ખાલિસ્તાની આતંકીઓએ પંજાબ કેસરીના સ્થાપક અને એડિટર લાલ જગત નારાયણની હત્યા કરી નાખી. આતંકીઓએ અખબાર વેચનારા હૉકરને પણ ન છોડ્યા.
 • કહેવાય છે કે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ એ સમયે અકાલી દળના વધતા રાજકીય પ્રભાવનો મુકાબલો કરવા માટે ભિંડરાંવાલેને સમર્થન આપ્યું હતું.
 • એના પછી સુરક્ષાદળોથી બચવા માટે ભિંડરાંવાલે સુવર્ણ મંદિરમાં ઘૂસી ગયો. બે વર્ષ સુધી સરકારે કોઈ કદમ ન ઉઠાવ્યાં. એ દરમિયાન ભિંડરાંવાલે સુવર્ણ મંદિર પરિસરમાં બનેલા અકાલ તખ્ત પર હાવી થઈ ગયો.

સવાલ 4ઃ ભારતીય સેનાને કેમ બોલાવવી પડી?

 • પ્રથમ અન્ય વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી. PM ઈન્દિરા ગાંધીએ ભિંડરાંવાલેને પકડવા માટે એક ગુપ્ત ‘સ્નેચ એન્ડ ગ્રેબ’ ઓપરેશનને લગભગ મંજૂરી આપી દીધી હતી. આ ઓપરેશન માટે 200 કમાન્ડોને તાલીમ પણ આપવામાં આવી હતી.
 • જ્યારે ઈન્દિરા ગાંધીએ પૂછ્યું કે આ દરમિયાન સામાન્ય લોકોને કેટલું નુકસાન થઈ શકે છે, એના વિશે તેમને કોઈ જવાબ ન મળ્યો. તેના પછી ઓપરેશન સન ડાઉનને રોકી દેવાયું.
 • તેના પછી સરકારે સેનાને મોકલવાનો નિર્ણય કર્યો. કહેવાય છે કે 5 જૂને કોંગ્રેસ (આઈ)ના તમામ સાંસદો અને ધારાસભ્યોને જાનથી મારવાની ધમકી અને ગામોમાં હિન્દુઓની સામૂહિક હત્યા શરૂ કરવાની યોજનાનો ઘટસ્ફોટ થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો.

સવાલ 5ઃ ઓપરેશન બ્લૂસ્ટાર શું હતું?

 • ઈન્દિરા સરકારે સુવર્ણ મંદિરને ભિંડરાંવાલે અને હથિયારધારી સમર્થકો પાસેથી ખાલી કરાવવા માટે સેનાએ જે અભિયાન શરૂ કર્યું એને ઓપરેશન બ્લૂસ્ટાર નામ આપવામાં આવ્યું હતું.
 • 1થી 3 જૂન 1984 દરમિયાન પંજાબમાં રેલ, સડક અને હવાઈ સેવા બંધ કરી દેવાઈ. સુવર્ણ મંદિરને મળતી પાણી અને વીજળીની સપ્લાય બંધ કરી દેવાઈ. અમૃતસરમાં સંપૂર્ણપણે કર્ફ્યૂ લાદી દેવાયો હતો.
 • સીઆરપીએફ માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી હતી. સુવર્ણ મંદિરમાં આવવા-જવાના પ્રવેશ અને નિકાસ પોઈન્ટને સંપૂર્ણપણે સીલ કરી દેવાયા હતા.
 • 5 જૂન 1984ના રોજ રાતે 10.30 વાગ્યે ઓપરેશનનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. સુવર્ણ મંદિર પરિસરની અંદરનાં બિલ્ડિંગો પર આગળથી હુમલો શરૂ કરવામાં આવ્યો. આ દરમિયાન ખાલિસ્તાની આતંકીઓએ પણ સેના પર ખૂબ ગોળીબાર કર્યા.
 • સેના આગળ વધી શકતી નહોતી. બીજી તરફ પંજાબના અન્ય હિસ્સાઓમાં સેનાએ ગામો અને ગુરુદ્વારાઓમાંથી શંકાસ્પદોને પકડવા માટે એકસાથે અભિયાન પણ શરૂ કરી દીધું હતું.
 • એક દિવસ પછી જનરલ કે. એસ. બ્રારે સ્થિતિનો સામનો કરવા માટે ટેન્કની માગ કરી. 6 જૂને ટેન્ક પરિક્રમા સુધી સીડીઓની નીચે લાવવામાં આવી. ગોળીબારમાં અકાલ તખ્તના ભવનને ભારે નુકસાન થયું. થોડા કલાકો પછી ભિંડરાંવાલે અને તેના કમાન્ડરોની લાશો જપ્ત કરી લેવામાં આવી.
 • 7 જૂન સુધી ભારતીય સેનાએ પરિસર પર કંટ્રોલ મેળવી લીધો. ઓપરેશન બ્લૂસ્ટાર 10 જૂન 1984ના રોજ બપોરે સમાપ્ત થયું. આ સમગ્ર ઓપરેશન દરમિયાન સેનાના 83 જવાન શહીદ થયા અને 249 ઘાયલ થયા.
 • સરકારના અનુસાર, હુમલામાં 493 આતંકવાદી અને નાગરિકો માર્યા ગયા. જોકે અનેક શીખ સંગઠનોનો દાવો છે કે ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 3000 લોકો માર્યા ગયા હતા.

સવાલ 6ઃ ઓપરેશન ખતમ થયા પછી શું થયું?

 • ઓપરેશન બ્લૂસ્ટારમાં નિર્દોષ લોકોનાં મોત થવાના વિરોધમાં કેપ્ટન અમરિંદર સિંહ સહિત અનેક શીખ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ખુશવંત સિંહ સહિત અગ્રણી લેખકોએ પોતાના સરકારી પુરસ્કારો પરત કરી દીધા.
 • ચાર મહિના પછી 31 ઓક્ટોબર 1984ના રોજ PM ઈન્દિરા ગાંધીની તેમના બે શીખ બોડીગાર્ડ્સે ગોળી મારીને હત્યા કરી દીધી.
 • એના પછી થયેલાં 1984નાં શીખવિરોધી રમખાણોમાં 8000થી વધુ શીખોની હત્યા થઈ. સૌથી વધુ રમખાણો દિલ્હીમાં થયાં. આરોપ છે કે આ રમખાણોને કોંગ્રેસનેતાઓએ પ્રોત્સાહન આપ્યું.
 • એક વર્ષ પછી 23 જૂન, 1985માં કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બ મૂકીને ઉડાવી દીધી. આ દરમિયાન 329 લોકોનાં મોત થયાં. બબ્બર ખાલસાના આતંકીઓએ આને ભિંડરાંવાલેના મોતનો બદલો ગણાવ્યો.
 • 10 ઓગસ્ટ 1986ના રોજ ઓપરેશન બ્લૂસ્ટારને લીડ કરનારા પૂર્વ સેનાપ્રમુખ જનરલ એ. એસ. વૈદ્યની પુણેમાં બે બાઈકસવાર આતંકીએ હત્યા કરી દીધી. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સે આ હત્યાની જવાબદારી લીધી હતી.
 • 31 ઓગસ્ટ 1995ના રોજ એક સુસાઈડ બોમ્બરે પંજાબના સીએમ બિયંત સિંહની કાર નજીક ખુદને ઉડાવી દીધો. એમાં બિયંતસિંહનું મોત થયું હતું. સિંહને આતંકવાદનો સફાયો કરવાનું શ્રેય આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...