વાત બરાબરીની:પુરુષોની નજરે જોઈએ તો સ્ત્રી એ છે, જેને રસોડામાં પરસેવો તો આવે પરંતુ તેની સુગંધ ગુલાબના ફૂલ જેવી હોય

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીજા વિશ્વ યુદ્ધના અંતની આ વાત છે. જ્યારે સૈનિકો તેમના ઘર તરફ પરત આવતા હતા. બીજી બાજુ શાક-માંસની ગંધમાં સ્ત્રીઓ ઘર ચોખ્ખુ કરવામાં મગ્ન હતી. તેમનો પ્રયત્ન હતો કે, પરત આવેલા તેમના પતિ યુદ્ધનો થાક ભૂલી જાય. ત્યારે એક જાહેરાત આવી હતી, તેની પહેલી લાઈન હતી- 'ખુબસુરત લેકિન બેવકૂફ'. સ્પષ્ટ હતું કે આ વાત પત્નીઓની થતી હતી.

પરફ્યુમ બનાવતી કંપની ઓડોર-ઓ-નો (Odor-o-no)ની જાહેરાતમાં અંગ્રેજીમાં અનુવાદ હતો- મહિલાઓને સુંદર દેખાવાનો પહેલો કાયદો જ નથી ખબર. તે ચહેરો અને વાળતો સજાવી લે છે પરંતુ તેમનો પરસેવો ચાડી ખઈ જાય છે. આ દરમિયાન નજીક આવતો પુરુષ પણ બે ડગલાં પાછળ ખસી જાય છે. પરસેવાની સ્મેલ જેટલી વધારે હશે તેટલો પુરુષ તેના જીવનમાંથી દૂર જશે.

વર્ષ 1946માં સ્ત્રીને સુંદર દેખાડવાની જાહેરાતોની ભરમાર હતી. હવે આ ઓડોર-ઓ-નો પરફ્યુમની વાત કરીએ તો કંપનીનો નફો વર્ષમાં જ બમણો થઈ ગયો હતો. પરસેવો તો દરેક સ્ત્રીને થાય જ છે પરંતું હવે તેમાં ગુલાબની સુંગધ મીક્સ થઈ છે. કલાકો રસોડામાં રહ્યા પછી પણ હવે પત્નીમાંથી સુંગધનો હવે દરિયો ફેલાય છે કે પતિ બધુ ભૂલી જાય.

હવે તેના 75 વર્ષ પછી પરફ્યુમની એક નવી જાહેરાત આવી. તે પરફ્યુમ છોકરાઓ માટેનું હતું. જોકે આ જાહેરાતમાં મહિલાઓને આકર્ષવાનો કોઈ નુસખો નથી પરંતુ સીધે સીધા ગેંગરેપની જ વાત છે. શૉટ નામના પરફ્યુમની જાહેરાત એક કપલથી શરૂ થાય છે. તેઓ એક રૂમમાં હોય છે, ત્યારે દરવાજો ખુલે છે અને ચાર છોકરાઓ અંદર આવે છે. કપલ થોડું ગભરાઈ જાય છે. તે ચાર છોકરાઓમાંથી એક કહે છે- શૉટ માર્યો લાગે છે. છોકરી સાથે બેઠેલો યુવક કહે છે-હા. આ સમયે તેના ચહેરા પર મર્દાનગીનો ભાવ હોય છે.

હાથને પલંગમાં એવી રીતે ટેકવીને તે બેસે છે જાણે તે બાકીના લોકોને પણ શૉટ મારવા માટે ગ્રીન સીગ્નલ આપતો હોય. છોકરીના ચહેરા પર ડર અને ગભરામણ હોય છે. ત્યારે તે ચારમાંથી એક યુવક આગળ આવે છે અને તેને વધારે ડરાવતો હોય તેમ ટેબલ પરથી એક પરફ્યુમની બોટલ ઉઠાવે છે. છોકરીના ચહેરા પર રેપ બાજુમાંથી પસાર થઈ ગયું હોય તેવી રાહત દેખાય છે.

આ જાહેરાતનો ખૂબ વિરોધ થતાં ઘણી જગ્યાએ આ જાહેરાત અટકાવી દેવામાં આવી. પરંતુ સોશિયલ મીડિયા ઉપર હજી ઘણાં લોકો આ જાહેરાત મજા લઈને જોઈ રહ્યા છે. આ જાહેરાત જોતા મને પણ બાળપણની પણ ઘણી વાતો યાદ આવી ગઈ. ઘણાં બાળકો જાણી જોઈને કેળાની છાલને રસ્તા વચ્ચે મૂકી દે છે જેથી આવતા-જનાર કોઈ લપસીને પડી જાય. તેવી રીતે કોઈને પાડવામાં જે મજા આવે છે તેવી મજા કોઈ કોમેડિ શોમાં પણ નથી આવતી. પરફ્યુમની જાહેરાત પણ કઈક આવી જ છે. ગેંગરેપના ડરની મજા લેતા હોય તેવી.

સંસારમાં પુરુષોનું રેપની મજા લેવાની વાત ખૂબ જૂની છે. અમેરિકન કોમેડિયન રિજેનાલ્ડ ડી હંટરે તેમના એક શો દરમિયાન કહ્યું હતું કે- રેપ ના હોત તો સભ્યતા આગળ ના આવતી. હંટરની વાત પૂરી થાય તે પહેલાં તો આખો હોલ હસવા લાગ્યો હતો. ત્યારપછી કોમેડિયને તેનો આ નુસખો ઘણી જગ્યાએ વાપર્યો હતો.

ઓસ્ટ્રેલિયન કોમેડિયન જિમ જૈફરિજ તેમની આ રેપ-કોમેડિ માટે ખૂબ પ્રખ્યાત છે. એક શોમાં તેમણે કહ્યું હતું કે, મને એક છોકરી ખૂબ પસંદ હતી, પરંતુ તેણે મારી સાથે ઉંઘવાની ના પાડી...(બહુ સમય ચૂપ રહ્યા પછી) તો મેં એની સાથે રેપ કર્યો. આ મજાક હતી, આ સાંભળીને હોલમાં બેઠેલા લોકો હસી-હસીને લોથ પોથ થઈ ગયા.

રેપનો ઈશારો આપતી આ વાત પણ કઈ ઓછી નથી. થોડા વર્ષો પહેલાં ડેનમાર્કના એક ફેશન શોમાં રણવીર સિંહ આવ્યા હતા. તેમના ખભા પર એક છોકરી લટકેલી હતી. નીચે કેપ્શન હતું- ડોન્ટ હોલ્ડ બેક, ટેક યોર વર્ક હોમ. સરળ શબ્દોમાં અર્થ કહીએ તો- જેના પર દિલ આવી જાય, જે વસ્તુ ગમી જાય ત્યારે અટકવું ના જોઈએ, મનમરજીનું કરી લેવું જોઈએ.

માત્ર જાહેરાતો જ નહીં, કલાનો આખો સંસાર જ સ્ત્રીઓની નગ્નતા અથવા લોહીના આંસૂએ રડતી સ્ત્રીઓથી સજેલો છે. આખી દુનિયામાં પોતાની કળા માટે પ્રખ્યાત પાબ્લો પિકાસોએ એક તસવીર બનાવી હતી. જેને નામ આપવામાં આવ્યું દિયા-વીપિંગ વુમન, એટલે કેરડતી સ્ત્રી. આ તસવીર ફ્રેન્ચ કલાકાર ડોરા મારની હતી. જે તે સમયે પિકાસોની પ્રેમીકા હતી.

ડોરા વિશે કહેવામાં આવતું હતું કે, તે પિકાસો કરતા પણ ખૂબ સારી આર્ટિસ્ટ હતી, પરંતુ જો તે કામ કરતી તો. પરંતુ તે માત્ર પ્રેમ કરી શકી. આમ તે રડતી પ્રેમીકા જ બની ગઈ અને એકલતામાં જ ખતમ થઈ ગઈ. ત્યારપછીના બહુ વર્ષો સુધી પિકાસોએ તેમની ભૂતપૂર્વ પ્રેમીકાની તસવીર તેમના એક્ઝિબિશનમાં સામેલ કરી.

સ્ત્રીઓ પાસે આર્ટિસ્ટ બનવાની છૂટ નથી. તેઓ મન મોટુ રાખીને હંમેશા કલાકારોને પ્રેરણા આપે છે. દરેક પેઈન્ટર, ફોટોગ્રાફર અથવા લેખક પાસે એવી પ્રેમીકા હોય છે દેની આંખો નીલ નદી કરતા પણ ઉંડી હોય. જે સવારની ઝાકળ જેટલી ફ્રેશ હોય અને તેનો રંગ એવો હોય કે જાણે માખણમાં એક ચપટી સિંદુર ભેળવ્યું હોય. દેહના ઉભાર ખૂબ સુંદર હોય.

આર્ટમાં પુરુષોની લંપટતા સામે પહેલીવાર વિરોધની શરૂઆત કરી એક અમેરિકન ફેમિનિસ્ટ સંસ્થાએ. ગુરિલ્લા ગર્લ્સે જણાવ્યું કે, મોર્ડન આર્ટ સેક્શનમાં માત્ર 5 ટકા જ કલાકાર મહિલાઓ છે, પરંતુ અહીં સામેલ અંદાજે 85 ટકા કલાકૃતિ નગ્ન સ્ત્રીઓની છે. એટલે કે દરેક પુરુષ કલાકાર નગ્ન અને ભરેલા દેહવાળી સ્ત્રીઓથી તેમના કેનવાસના રંગ ભરે છે.

આ વાતથી થોડો વિવાદ થયો અને પછી આખી વાત એ રીતે ગાયબ થઈ ગઈ જાણે માછલીના બજારમાં વાંસળીનો અવાજ. અહીં સુધી કે ગુરિલ્લા ગર્લ્સને આર્ટ ગેલેરીમાં આવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જેથી તેઓ કોઈ મોટો વિવાદ ના ઉભો કરી દે.

હશે, જવા દો. જાહેરાતથી શરૂ કરેલી વાત જાહેરાત પર જ ખતમ કરીએ. થોડા વર્ષો પહેલાં શેમ્પુની એક બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડરની જાહેરાત આવી હતી. જેમાં ગુલાબી રંગ અને મીઠી સ્મેલવાળું શેમ્પુ પુરુષ લગાવે છે તો તેના વાળ લાંબા થવા લાગે છે. પછી તેને કડક ચેતવણી અપાય છે કે, રોકાઈ જાઓ, તમારી મર્દાનગી જતી રહે તે પહેલા.

ડિયર પુરુષો! અમે પણ આવું જ કહીશું- રોકાઈ જાણો- એ પહેલાં કે તમાપી મર્દાનગી ખતમ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...