તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રેરણાદાયક કહાણી:ન વિડિયો શૂટ કરતા આવડતું હતું, ન એડિટ કરતા, રોટલી બનાવતો પહેલો વિડિયો અપલોડ કર્યો હતો, હવે દર મહિને 60થી 70 હજાર રૂપિયાની કમાણી થાય છે

નવી દિલ્હી7 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • યુટ્યૂબ પર બબીતા પરમારના 4 લાખ 22 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર છે, પહેલી વખત પેમેન્ટ મળ્યું તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી

આ વાત મે 2017ની છે. હરિયાણાના દીવાની જિલ્લાના નૌરંગાબાદ ગામની રહેવાસી બબીતા પરમાર દરરોજની જેમ ચૂલા પર રોટલી બનાવી રહી હતી, પણ આજના દિવસે એક નવી વસ્તુ બની રહી હતી. દિયર ભાભીનો રોટલી બનાવતો વિડિયો શૂટ કરી રહ્યો હતો. 10 હજાર રૂપિયાવાળો ફોન હતો. ન વિડિયો શૂટ કરવાનું કોઈ નોલેજ હતું, ન એડિટિંગ કરતા આવડતું હતું.

દિયર રણજિતે વિડિયો શૂટ કરવા માટે ફિલ્મોરા નામની એપથી મોબાઈલમાં જેમ તેમ કરીને વિડિયો એડિટ કર્યો અને યુટ્યૂબ પર અપલોડ કરી દીધો. બે દિવસ પછી આ વિડિયો પર દસ લાખથી વધુ વ્યૂ આવી ગયા હતા, જેને બબીતા, રણજિત અને આખા પરિવારને ચોંકાવી દીધા હતા.

ત્યાર પછી શરૂ થઈ બબીતા પરમારની સફર, જે આજસુધી થોભી નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે દર મહિને 60થી 70 હજાર રૂપિયાની કમાણી કરી છે. જાણો તેમની સફળતાની કહાણી...

બબીતા હવે યુઝર્સની ડિમાન્ડ પર પણ રેસિપી તૈયાર કરવા લાગી છે, પરંતુ એ બધું દેશી પદ્ધતિથી જ બનાવે છે.
બબીતા હવે યુઝર્સની ડિમાન્ડ પર પણ રેસિપી તૈયાર કરવા લાગી છે, પરંતુ એ બધું દેશી પદ્ધતિથી જ બનાવે છે.

રણજિતે જણાવે છે, મેં યુટ્યૂબ વિશે ઘણું સાંભળ્યું હતું, પહેલાં અમને લાગતું હતું કે આની પર પ્રોફેશનલ લોકો અથવા કંપનીઓ જ વિડિયો અપ કરી શકે છે. પછી લોકોએ જણાવ્યું કે યુટ્યૂબ પર તો કોઈપણ વિડિયો અપલોડ કરી શકે છે. હું યુટ્યૂબ પર ખાણીપીણીના વિડિયો ઘણા જોતો હતો. ભાભીને પણ જમવાનું બનાવતા સારું આવડતું હતું. મેં તેમને કહ્યું, તમારો જમવાનું બનાવતો વિડિયો બનાવીએ અને યુટ્યૂબ પર અપલોડ કરીએ.

પછી અમે 2017માં મે મહિનામાં સૌથી પહેલા લોટ ગુંદવાનો વિડિયો શૂટ કર્યો, જેના દ્વારા અમે એ જણાવવા માગતા હતા કે સારો લોટ કેવી રીતે ગુંદી શકાય છે. જોકે એની પર વધારે વ્યૂ નહોતા આવ્યા. પછી એ જ સપ્તાહે મેં ભાભીનો રોટલી બનાવતો વિડિયો શૂટ કર્યો, એ વખતે મારી પાસે કાર્બનનો 10 હજાર રૂપિયાવાળો ફોન હતો. શૂટ કરતા પણ નહોતું આવડતું અને કોઈ બીજાં સાધનો પણ ન હતાં. રોટલી બનાવતો વિડિયો મેં મોબાઈલમાં ફિલ્મોરા એપ પર એડિટ કર્યો. યુટ્યૂબથી જ એપ વિશે ખબર પડી જતી હતી.

યુટ્યૂબથી કમાણી પછી બબીતાએ મોબાઈલ, ટ્રાઈપોડ, લેપટોપ બધું ખરીદ્યું.
યુટ્યૂબથી કમાણી પછી બબીતાએ મોબાઈલ, ટ્રાઈપોડ, લેપટોપ બધું ખરીદ્યું.

એડિટ કરીને એ વિડિયો અપલોડ કરી દીધો. બે દિવસમાં જ એની પર એક મિલિયનથી વધુ વ્યૂ આવી ગયા. આનાથી અમારો ઉત્સાહ વધી ગયો. ભાભી પણ ખુશ થઈ ગયાં. પછી અમે દર સપ્તાહે એક-બે વિડિયો બનાવવા લાગ્યા. પહેલાં એવું થતું હતું કે ભાભી દરરોજ જે જમવાનું બનાવતાં હતાં હું એને શૂટ કરીને યુટ્યૂબ પર નાખતો હતો. અમારું ઘર એકદમ દેશી છે. ચાને બાદ કરતાં બધું જ ચૂલા પર જ બને છે. એટલા માટે વિડિયો પણ ચૂલા પર દેશી રીતે જમવાનું બનાવવાનો વિડિયો શૂટ કરતા હતા.

કોઈપણ પ્રમોશન વગર અમારા વિડિયો પર વ્યૂ આવવા લાગ્યા. 6 મહિના પછી યૂટ્યૂબે જાતે અમારી ચેનલને મોનેટાઈઝ કરી દીધી અને મને મારા અકાઉન્ટમાં પૈસા પણ જોવા મળ્યા, પણ ગામના મિત્રો કહેતા હતા કે આ પૈસા માત્ર દેખાય છે, મળતા નથી, પરંતુ યુટ્યૂબે થોડાક જ મહિનામાં મારા અકાઉન્ટમાં 13,400 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આખા ગામમાં ખબર પડી ગઈ હતી કે અમને યુટ્યૂબથી પૈસા મળ્યા છે. ઘરમાં પણ બધા ખુશ હતા.

દિયર સાથે જ બબીતાને આખો પરિવાર વિડિયો બનાવવામાં મદદ કરે છે. તે કહે છે, મને પતિનો ઘણો સપોર્ટ મળ્યો છે.
દિયર સાથે જ બબીતાને આખો પરિવાર વિડિયો બનાવવામાં મદદ કરે છે. તે કહે છે, મને પતિનો ઘણો સપોર્ટ મળ્યો છે.

ત્યાર પછી અમે દર મહિને ચારથી પાંચ વિડિયો અપલોડ કરવાના શરૂ કર્યા, કારણ કે મેં યુટ્યૂબ પર જ જોયું હતું કે ભલે ઓછા વિડિયો અપલોડ કરો, પણ પછી સતત કરતા જ રહો, જેમ કે મહિનામાં ભલે પાંચ વખત કરો, પણ એ પાંચમાં ગેપ ન પડવો જોઈએ. પહેલો વિડિયો બનાવ્યા પછી અમારી સામે એને અપલોડ કરવાનો સૌથી મોટો પડકાર હતો, કારણ કે ગામમાં નેટવર્ક મુશ્કેલથી પકડાતું હતું. હું છત પરથી અથવા ખેતરમાંથી વિડિયો અપલોડ કરતો હતો, કારણ કે ત્યાં નેટવર્ક સારું આવતું હતું.

યુટ્યૂબથી પૈસા આવવાના શરૂ થયા તો મેં ઘરે વાઇફાઇ લગાવી દીધું. ઘણી વખત અમે યુટ્યૂબથી મહિનાના બે-બે લાખ રૂપિયા પણ કમાતા હતા તો ઘણી વખત 10-12 હજાર પણ મળી જતા.

હવે તો શૂટિંગ માટે બે કેમેરા ખરીદી લીધા છે. લેપટોપ ખરીદી લીધું છે. ટ્રાઈપોડ પણ છે. ભાભીને પણ શૂટ કરતાં ફાવી ગયું છે. જ્યારે હું ન હોઉ, તો તે જાતે જ વિડિયો શૂટ કરી લે છે. હવે મારો પ્લાન ઘરની છત પર જ કંઈક બનાવવાનો છે, પરંતુ ચેનલનું કન્ટેન્ટ તો અમે દેશી જ રાખીશું. આ જ અમારી યુએસપી છે. હાલ અમારી ચેનલ Indian Girl Babita's Village પર 4 લાખ 22 હજાર સબ્સ્ક્રાઇબર છે, અમારો ટાર્ગેટ 1 મિલિયન સબ્સ્ક્રાઇબર જોડવાનો છે.

તમે પણ યુટ્યૂબ પર આ રીતે પોતાની ચેનલ બનાવી શકો છો
એક યુટ્યૂબ ચેનલની શરૂઆત કરવા માટે સૌથી પહેલા તમારે એક એક્ટિવ ગૂગલ અકાઉન્ટની જરૂર પડશે. જો ગૂગલ અકાઉન્ટ નથી તો તમે સૌથી પહેલા ગૂગલ અકાઉન્ટ બનાવી લો. યુટ્યૂબ પર ગૂગલ અકાઉન્ટથી સાઈન ઈન કર્યા પછી યુટ્યૂબ ચેનલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

સ્ટેપ-1
યુટ્યૂબ પર જઈને રાઈટ સાઈડ પર યુટ્યૂબ અકાઉન્ટના થમ્બનેલ ઈમેજ પર ક્લિક કરો. ત્યાર પછી ‘ક્રિએટ અ ચેનલ’ વિકલ્પને સિલેક્ટ કરો

સ્ટેપ-2
હવે યુટ્યૂબ ચેનલનું નામ નાખો, ચેનલનું નામ એવું પસંદ કરો કે જેથી ચેનલનો હેતુ સ્પષ્ટ થઈ શકે.

સ્ટેપ-3
નામ સિલેક્ટ કર્યા પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે તમે કેવા પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરશો. ત્યાર પછી ચેક બોક્સ પર ઓકેનો વિકલ્પ ક્લિક કરવાનો રહેશે.

સ્ટેપ-4
તમારી યુટ્યૂબ ચેનલ બની ગઈ છે. હવે તમે એક નવા પેજ પર રીડાયરેક્ટ થઈ જશો, જ્યાં તમારે તમારી બ્રાન્ડની તસવીર, બેકગ્રાઉન્ડ આર્ટ, ચેનલ આઈકન અપલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી ચેનલ વિશે મસાલાદાર અને યુનિક ડિસ્ક્રિપ્શન પણ નાખી શકો છો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો