જો RSS એક ટકો પણ અમને મદદ કરે તો અમે લાલ આતંક વિરુદ્ધ લડવામાં સફળ રહીશું'. આ વાત મમતા બેનર્જીએ વર્ષ 2003માં કહી હતી. એ સમયે તેઓ પશ્ચિમ બંગાળમાં વિપક્ષમાં હતા અને ડાબેરીઓ સામે લડી રહ્યા હતા, જેમનું બંગાળમાં નામ હતું. એ સમયે મમતા NDAનો હિસ્સો હતા. આ એ સમય હતો, જ્યારે RSS નેતા તરુણ વિજયે મમતા બેનર્જીને સ્ટેજ પર ભાષણ આપવા બોલાવ્યાં હતાં, ત્યારે તેમને 'બંગાળની દુર્ગા' કહીને બોલાવ્યાં હતાં.
2011માં મમતા બેનર્જીએ CPMનું શાસન સમાપ્ત કર્યું. ત્યારથી બંગાળમાં સત્તા પર છે. 20 વર્ષ પહેલાં જે RSS પાસે બંગાળમાં લાલ આતંક ખતમ કરવા મદદ માગતી હતી એ જ CPMના લોકો મમતા બેનર્જીને હટાવવા માટે RSS અને BJPની મદદ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મેમાં પંચાયત ચૂંટણી થઈ શકે છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, આથી તારીખ નક્કી નથી થઈ રહી. કોર્ટના ચુકાદા પછી જ ચૂંટણીની તારીખ નક્કી થઈ શકશે. TMCથી લઈને BJP અને CPMએ ગ્રાઉન્ડ પર તૈયારી શરૂ કરી દીધી છે. આનું કારણ છે કે પંચાયતની ચૂંટણી આવતા વર્ષે થઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં અસર કરશે.
સ્થાનિક સ્તરે ગઠબંધન, કારણ TMC સમર્થકોની ગુંડાગીરી
સતત ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ડાબેરી BJP સાથે ગઠબંધન કરી TMCને હરાવવાની તૈયારીમાં છે. મમતાને હરાવવા માટે ભાજપ ડાબેરીઓનો સહારો લેતા પણ ખચકાતી નથી. માત્ર કોમ્યુનિસ્ટ જ નહીં, પરંતુ ઘણી જગ્યાએ તો કોંગ્રેસ પણ BJP સાથે છે.
મેં BJP પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારને પૂછ્યું કે પંચાયત ચૂંટણીમાં તમે ડાબેરી અને કોંગ્રેસ સાથે મળીને TMC વિરુદ્ધ લડી રહ્યા છો. તો તેઓ બોલ્યા, 'આવા સમાધાન સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે. ગામના નેતા પરસ્પર મળીને નક્કી કરી રહ્યા છે કે કોને જિતાડવા છે. TMCની ગુંડાગીરી એટલી હદે વધી ગઈ છે કે ઘણી જગ્યાએ સમાધાન કરવાં પડે છે.'
પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી પણ આ વાત કહી છે. તેમનું કહેવું છે કે 'બની શકે સ્થાનિક સ્તરે આ પ્રકારનું ગઠબંધન થઈ શકે. સ્થાનિક સ્તરે અમારો કંટ્રોલ નથી હોતો. લોકો પરસ્પર નિર્ણય કરી લે છે. બંગાળમાં તાનાશાહી એટલી હદે વધી ગઈ છે કે લોકો TMCને હટાવવા ગમે તે કરી શકે છે.'
2018ની જેમ હિંસા થઈ તો મમતાને નુકસાન થશે
પશ્ચિમ બંગાળમાં સિનિયર જર્નલિસ્ટ સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્ય કહે છે, 'બંગાળમાં પાર્ટી સિમ્બોલ પર પંચાયત ઈલેક્શન થાય છે. આ વખતે TMC મુસીબતમાં છે, કારણ કે સરકાર પર ભ્રષ્ટાચારના તમામ આરોપ લાગેલા છે. શિક્ષકની ભરતીથી લઈને કોલસા અને ગાય તસ્કરીનો કેસ પણ ચાલી રહ્યો છે. આથી વાતાવરણ તેમના વિરુદ્ધ ચાલી રહ્યું છે.'
જો હિંસા થાય છે તો TMCને નુકસાન નક્કી છે. 2018માં જે વિસ્તારમાં હિંસા થઈ હતી ત્યાં TMC ચૂંટણી જીતી ગઈ હતી, પરંતુ લોકસભામાં હારનો સામનો કરવો પડ્યો, કારણ કે લોકસભા ચૂંટણીમાં સેન્ટ્રલ એજન્સી તહેનાત હોય છે અને લોકલ લેવલ પર ગડબડની આશંકા ઓછી થઈ જાય છે.
BJP-TMC નહીં, BJP-ડાબેરીનું ગઠબંધન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એક સ્લોગન વાઇરલ થયું હતું કે 'દાદા દિલ્હીમાં અને દીદી બંગાળમાં'. મેં બીજેપીના પ્રદેશ અધ્યક્ષને પૂછ્યું, 'શું તમે પંચાયત ચૂંટણીમાં ટીએમસીને વોકઓવર આપવાના છો અને એના બદલામાં મમતા બેનર્જી તમને લોકસભામાં મદદ કરશે,' તેમણે કહ્યું, 'તે લોકસભામાં અમને કેવી રીતે મદદ કરી શકે? આ તમામ અહેવાલો વાહિયાત છે.
મમતા અને BJP ગઠબંધન પર કોલકાતા સ્થિત રવીન્દ્ર ભારતી એરટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. વિશ્વનાથ ચક્રવર્તી કહે છે, 'RSS સાથે મમતા બેનર્જીના સંબંધ સારા છે, કારણ કે મમતાએ બંગાળથી RSSના દુશ્મન રહેલા ડાબેરીની સત્તાને ઉખાડી હતી, આથી RSS તેમને કારણ વગર હેરાન કરવા નથી માગતું. PM મોદી માટે પણ ફાયદાકારક છે કે તેઓ 2024 સુધી મમતાને ડિસ્ટર્બ ના કરે.'
'મમતા બેનર્જી અને કેજરીવાલ જેવા નેતાઓના માધ્યમથી જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો સપાટો બોલાવવામાં આવ્યો છે. વિપક્ષમાં એકતા નથી. CBI અને EDએ બંગાળમાં તમામ કાર્યવાહી કરી, પરંતુ અભિષેક અથવા મમતા બેનર્જી પર કોઈ આંચ ન આવી.'
જોકે ભટ્ટાચાર્યને લાગે છે કે 'ભાગલા પાડો અને રાજ કરો' મમતા બેનર્જીની જૂની નીતિ છે. તેઓ હંમેશાં આવાં નિવેદન આપે છે, જેથી લોકો પરસ્પર વહેંચાઈ જાય. જ્યારે ડાબેરીઓનું શાસન હતું ત્યારે તેઓ કહેતા હતા કે આ ડાબેરીઓ સારા છે અને બીજા ડાબેરીઓ ખરાબ છે. આવી જ રીતે થોડા સમય પહેલાં તેમણે પીએમ મોદીનો બચાવ કર્યો હતો અને અન્ય બીજેપી નેતાઓ પર પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે 'મને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે 'તમારામાંથી મોટા ભાગના લોકો નથી જાણતા કે CBI હવે PMOને રિપોર્ટ નથી કરતી. ભાજપના કેટલાક નેતાઓ કાવતરું ઘડી રહ્યા છે અને તેઓ વારંવાર નિઝામ પેલેસમાં જતા રહે છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા શમિક ભટ્ટાચાર્યનું કહેવું છે કે પાર્ટી પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં છે. TMCની હાલત એવી થઈ ગઈ છે કે તેમના નેતાઓ ગામડાંમાં પ્રવેશતા ડરે છે. ભ્રષ્ટાચાર અને રોજગારીને કારણે લોકોમાં ઉગ્ર રોષ છે. અમે ઇચ્છીએ છીએ કે પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય એજન્સીઓ તહેનાત કરવામાં આવે. બંગાળની સ્થિતિ એવી છે કે અમારા મંત્રીના કાફલા પર પણ હુમલો થયો, જ્યારે મંત્રીઓ સુરક્ષિત નથી તો તમે નિષ્પક્ષ ચૂંટણીની આશા કેવી રીતે રાખી શકો.
BJPની બંગાળના મુસ્લિમો પાસેથી વોટ લેવાની રણનીતિ
પશ્ચિમ બંગાળમાં 30% મુસ્લિમ પોપ્યુલેશન છે. મુસ્લિમોને સાથે લીધા વગર બંગાળની સત્તામાં આવવું અઘરું છે. મુસ્લિમ કોઈપણ પાર્ટીને એકતરફી મત આપે છે, જ્યારે હિંદુ વોટ વહેંચાઈ જાય છે. બંગાળમાં મુસ્લિમ TMC સાથે છે. BJPની રણનીતિ મુસ્લિમોને પોતાની સાથે જોડવાની છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પીએમ મોદીએ લઘુમતીઓને પાર્ટીના કાર્યકરો સાથે જોડવાની વાત કરી હતી. આ પછી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે સવાલ ઉઠાવ્યો કે બંગાળમાં 30% મુસ્લિમ વસતિ છે, પરંતુ આઝાદીનાં 75 વર્ષ પછી પણ તેમને શું મળ્યું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.