કરિયર ફન્ડા:સુંદર વાર્તાઓ, પ્રોફેશનલ ગ્રોથ માટે; સરળ વાર્તાઓમાં મેળવો ઊંડી શીખ

20 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

लहरों से डरकर नौका पार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती।। ~ सोहन लाल द्विवेदी

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

દરેક લોકો પોતાની પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માગે છે, તમે પણ. તો પછી સરળ વાર્તાઓથી આપણે કેમ ન શીખી શકીએ આગળ વધવાનું સિક્રેટ?

1) પહેલી વાર્તા- મુલ્લા નસરુદ્દીન
એક વખત મુલ્લા નસરુદ્દીન પોતાના પુત્રની સાથે માર્કેટમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમની સાથે તેમનો ગધેડો પણ હતો. ગધેડો સાથે હતો, પરંતુ મુલ્લા અને તેમના પુત્ર પગપાળા ચાલી રહ્યા હતા. કેટલાક લોકોએ જ્યારે આ દૃશ્યો જોયાં તો બોલવા લાગ્યા કે મુલ્લા કેટલો મૂર્ખ છે, ગધેડો સાથે હોવા છતાં પિતા-પુત્ર પગપાળા ચાલી રહ્યા છે. તો મુલ્લાએ પોતાના પુત્રને ગધેડા પર બેસાડી દીધો.

આગળ વધ્યા તો એક ઝાડ નીચે તેમને કેટલાક લોકો બેઠેલા જોવા મળ્યા. જ્યારે તે લોકોએ મુલ્લાને પગપાળા અને તેમના પુત્રને ગધેડા પર સવાર થયેલો જોયો તેઓ કહેવા લાગ્યા- "કેવો છોકરો છે? તેને પોતાના પિતાની કોઈ જ ચિંતા નથી. હટ્ટો-કટ્ટો હોવા છતાં પણ પોતે ગધેડા પર સવાર છે અને બિચારો બૂઢો પિતા પગપાળા ચાલી રહ્યો છે. મોટાઓને માન આપવાનું તો જાણે જતું જ રહ્યું." મુલ્લાના પુત્રને આ વાત ન ગમી. તે ગધેડા પરથી ઉતરી ગયો અને મુલ્લાને કહ્યું, "અબ્બા, હું ઘણી વારથી ગધેડા પર બેઠો છું. હવે તમે બેસો, હું પગપાળા ચાલીશ." મુલ્લા ગધેડા પર બેસી ગયો. પુત્ર પગપાળા ચાલવા લાગ્યો.

જ્યારે તેઓ થોડા આગળ વધ્યાં તો ફરી તેમને કેટલાક લોકો મળી ગયા. મુલ્લાને ગધેડા પર બેસેલો જોઈને તેઓ કહેવા લાગ્યા, "આવો નિર્દયી બાપ અમે ક્યારેય નથી જોયો. તેને પોતાના પુત્રને લઈને કોઈ પ્રેમ જ નથી. પોતે તો આરામથી ગધેડા પર સવાર છે અને પોતાના પુત્રને પગપાળા ચલાવી રહ્યો છે." આ સાંભળીને મુલ્લાને ખરાબ લાગ્યું. તેને પોતાના પુત્રને કહ્યું, "બેટા! તું પણ ગધેડા પર બેસી જા." હવે બંનેએ ગધેડા પર બેસીને પોતાની યાત્રા ચાલુ રાખી

થોડે દૂર ગયા કે ફરી તેમને કેટલાંક લોકો મળ્યાં. મુલ્લા અને તેમના પુત્રને ગધેડા પર સવાર થયેલા જોઈને તેઓએ કહ્યું, "કેટલા નિષ્ઠુર લોકો છે. બિચારા ગધેડા પર બંને બેસી ગયા છે. ગધેડાની શું હાલત થતી હશે, તેની તેમને કોઈ ચિંતા જ નથી." આ સાંભળીને મુલ્લા અને પુત્રને ફરી ખરાબ લાગ્યું. તેઓ બંને ગધેડા પરથી ઉતરી ગયા અને પગપાળા ચાલવા લાગ્યા.

જ્યારે તેઓ પોતાના ગામડે પહોંચ્યા, તો ત્યાં ગધેડો હોવા છતાં મુલ્લા અને તેમના પુત્રને પગપાળા આવતા જોઈને તેમના એક ઓળખીતાએ કહ્યું, "મુલ્લા! મૂર્ખતાની હદ હોય છે. તારી પાસે સારો એવો ગધેડો છે, તેમ છતાં બંને પગપાળા આવી રહ્યાં છો. અરે, તેના પર બેસીને આરામથી ન આવી શકાય? પોતાના મગજનો તો ઉપયોગ કરો."

પાઠ- સમાજ તમામ સલાહ આપશે, જે ખોટી પણ હોય શકે છે. પોતાની સિચ્યુએશનમાં તમારો નિર્ણય જાતે જ લો

2) બીજી વાર્તા- ધોબીનો ગધેડો કૂવામાં પડ્યો
એકવખત, એક ધોબીનો ગધેડો, એક ઊંડા ખાડામાં પડી ગયો. ધોબી તેને બહાર કાઢવા માટે મહેનત કરવા લાગ્યો. વૃદ્ધ અને નબળો હોવા છતાં ગધેડાએ ખાડામાંથી બહાર નીકળવા માટે પોતાની તમામ શક્તિ લગાડી દીધી, પરંતુ ગધેડો અને ધોબી બને નિષ્ફળ રહ્યા.

ધોબીને મહેનત કરતો જોઈને કેટલાંક ગ્રામવાસીઓ તેમની મદદ માટે પહોંચ્યા, પરંતુ કોઈ પણ તે ખાડામાંથી બહાર ન કાઢી શક્યા. ત્યારે ગ્રામવાસીઓએ ધોબીને કહ્યું કે ગધેડો વૃદ્ધ થઈ ગયો છે, તેથી સમજદારી એ વાતમાં જ છે કે ખાડામાં માટી નાખીને તેને અહીં જ દફનાવી દો.

થોડી આનાકાની કર્યા બાદ, ધોબી પણ તે વાતે રાજી થઈ ગયો. ગ્રામવાસીઓએ પાવડાના મદદથી ખાડામાં માટી નાખવાનું શરૂ કરી દીધું. અચાનક ધોબીએ જોયું કે ગધેડો એક વિચિત્ર હરકત કરી રહ્યો છે. જેમ જેમ ગ્રામવાસીઓ તેના પર માટી નાખતા હતા, તે પોતાના શરીર પરની માટી નીચે ખાડામાં ફેંકી દેતો અને તે માટી પર ચઢી જતો હતો. આવું સતત કરતા રહેવાને કારણે ખાડામાં માટી ભરાતી રહી અને ગધેડો તેના પર ચઢીને ઉપર આવી ગયો.

પાઠ- મુશ્કેલ પરીસ્થિતિઓમાં પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને કોઈ પણ સમસ્યાને પાર કરો.

3) ત્રીજી વાર્તા- આ દુનિયામાં કોઈની કોઈ હસ્તી નથી
આપણી પોતાની ભાગવત ગીતાના સદાબહાર શ્લોક યાદ રાખો. ના તમે કંઈ લઈને આવ્યા હતા ના તમે કંઈ લઈને જશો. દુનિયા તમે આવ્યા તે પહેલા પણ ચાલતી હતી, તમે છો ત્યારે પણ ચાલી રહી છે અને તમારા ગયા પછી પણ ચાલતી જ રહેશે. આ વિરાટ બ્રહ્માંડમાં તમારો રોલ પૃથ્વીના પારિસ્થિતિક તંત્રમાં સર્વોચ્ચ ઉપભોક્તાની ભૂમિકા ભજવવા સિવાય કંઈ જ નથી, આ જવાબદારીનું પણ ભાન રાખો. મોટામાં મોટો ધન્ના શેઠ એક દિવસ માટીમાં મળી જશે, યાદ રાખો.

પાઠ- તણાવને આત્મસાત ન કરો, મસ્ત-મૌલા રહો.

તો આજનો કરિયર ફન્ડા એ છે કે પ્રોફેશનલ લાઈફમાં તમે હંમેશાં સારી વાર્તાઓમાંથી ઊંડાણપૂર્વક પાઠ શીખતા રહી શકો છો, ફક્ત મગજ ખુલ્લું રાખો!

કરીને દેખાડીશું!