• Gujarati News
  • Dvb original
  • Bat Barabari Ki Sexual Violence Against Women: Rape Complaint | Woman Status In Office After Rape Complaint

વાત બરાબરીની:રેપની ફરિયાદ પછી ઓફિસમાં સ્ત્રીની કિંમત એવી થઈ જાય છે, જાણે શાકમાં ચઢ્યાં વગરનાં ટામેટાં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પહેલાં તેમણે મારા પતિને માર્યો, પછી બંને છોકરાને. ત્યાર પછી તેઓ મને અને મારી 10 વર્ષની છોકરીને ઘસડીને લઈ જવા લાગ્યા. તેઓ હસતાં હસતાં કહેતા હતા કે અમે સ્ત્રીઓ અને છોકરીઓની હત્યા નથી કરતા, માત્ર તેમની સાથે રેપ કરીએ છીએ. જ્યારે અમે રસ્તા પર પહોંચ્યાં ત્યારે ત્યાં ઘણી જગ્યાએ હાથકડી લગાવેલી હતી. અમારાં કપડાં ફાડી દેવામાં આવ્યાં અને હાથ-પગ બાંધી દેવામાં આવ્યા. હવે અમે રસ્તા પર ઊભા હતા. દરેક લોકો કચડાઈ જવા માટે તૈયાર હતા.

કેટલા સૈનિકો-કેટલા પુરુષોએ મારો રેપ કર્યો એ મને યાદ નથી. જ્યારે જ્યારે બેભાન થતી ત્યારે પાણીની એક ડોલ મારા પર નાખી દેવામાં આવતી. ભાનમાં આવતાં જ મારી સાથે રેપ થવાનું શરૂ થઈ જતો. એક દિવસ ખબર પડી કે મારી દીકરીનું મોત થઈ ગયું છે, મારે પણ મરવું હતું.

રેપમાં આંતરડાં અને આંખો બંને ગુમાવી ચૂકેલી મુકુનિન્વાએ જ્યારે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં આવું કહ્યું ત્યારે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોઈનો ધ્રુસકે ધ્રુસકે રોતો અવાજ ના સંભળાયો, પરંતુ છાતી પર મુક્કાની જેમ એક સવાલ વાગ્યો- તમે આટલાં વર્ષો સુધી ચૂપ કેમ રહ્યાં. ઘણા જજને એવું પણ આશ્ચર્ય થયું કે આટલી ક્રૂરતા પછી પણ આ સ્ત્રી જીવતી કેવી રીતે રહી ગઈ. આ વાત ગ્રેટ આફ્રિકન વોર પછીની છે. નોંધનીય છે કે થોડાં વર્ષો પહેલાં વર્ષ 1998માં ICCએ રેપને પણ યુદ્ધથી ઊભી થયેલી તકલીફનું નામ આપ્યું હતું, પરંતુ એ વિશે વાત કરવી અલગ વાત છે અને સંવેદનશીલ હોવું અલગ.

ખૂબ ભણેલા-ગણેલા અને ન્યાયપ્રિય જજમાંથી એકે દલીલ કરી કે ઈજા થાય છે ત્યારે તરત ચીસ નીકળે છે. ત્યારે તે કોઈ ખાસ સમયની રાહ નથી જોતું. જો રેપ પણ એક પ્રકારની ઈજા છે તો એ ઈજા જેને થાય તે ચીસ કેમ નથી પાડતા? જો કોઈ પુરુષ તમારા પર રેપ કરે છે તો તમે વર્ષો સુધી કેમ ચૂપ રહો છો?

સવાલ મજબૂત હતો. ઓછી ભણેલી-ગણેલી અને નાની નાની વાતે રડી પડતી સ્ત્રીઓ પાસે આનો કોઈ જવાબ નહોતો. લગભગ 20 વર્ષ પહેલાં ઊભો થયેલો સવાલ 2 હજાર વર્ષ પહેલાં પણ ઊભો થયો હશે અને બે વર્ષ પછી પણ આ જ સવાલ રહેશે. આપણે ત્યાં તો આ જ ચાલી રહ્યું છે.

થોડા દિવસ પહેલાં એક પ્રખ્યાત અવોર્ડ મેળવેલા પુરુષ પર એક નાનકડી છોકરીએ યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. છોકરીના જણાવ્યા પ્રમાણે પ્રેમ-લગ્નનો વાયદો કરીને સાહિત્યકારે 10 વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું હતું. હવે તેણે લગ્ન કરી લીધા છે અને તે પેલી છોકરીથી ભાગી રહ્યો છે.

એક અજાણી છોકરીએ જ્યારે આ વિશે ઘટસ્ફોટ કર્યો ત્યારે તેને ન્યાયની આશા હશે. કદાચ તેને એવો વિશ્વાસ પણ હશે કે લોકો તે પુરુષને લડશે-તેના પર ગુસ્સો કરશે, પરંતુ થયું એનાથી એકદમ ઊંધું. છોકરીને એવો સવાલ કરવામાં આવ્યો કે તે આટલાં વર્ષો ચૂપ કેમ રહી? અથવા 10 વર્ષમાં તેને પ્રેમ અને રેપમાં ફેર ના સમજાયો? પછી કથિક સાહિત્યકારને તેમના પક્ષમાં કશું જ કહેવાની જરૂર ના પડી. આમ, છોકરીએ તરત ચીસ ના પાડી એ તેના સામે સવાલો ઊભા કરી દે છે.

તે છોકરી અને સાહિત્યકાર મહાશયની સાચી-ખોટી વાત અમે નથી જાણતા, એનો નિર્ણય કોર્ટ કરશે, પરંતુ એ પહેલાં મર્દાના કોર્ટમાં જે નિર્ણય લેવાઈ ગયો છે, તે પેલી છોકરીની હિંમત તોડવા માટે પૂરતો હતો.

નાના જીવડા ઉપર પગ પડે તો એ પણ કરડી લે છે, તો પછી છોકરીઓ શું આ નાનકડા જીવડા કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં હોય છે? હાથમાં ન્યાયના ઝંડા લઈને ફરતી મહિલાઓ રેપ થયા પછી કેમ મોઢું છુપાવી લેતી હોય છે એ વાત સમજવા માટે ઘણા સરવે થયા છે.

જર્નલ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ આઈલોકલોજીમાં પણ આવો સરવે છપાયો છે. રેજિંગ વોઈસ, રિસ્કિંગ રેટિલિયેશ નામથી છપાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કર્મચારી જો પુરુષ બોસ અથવા સહકર્મી સામે યૌનશોષણની ફરિયાદ કરે છે તો શક્ય છે કે તેને બીજી કોઈ કંપનીમાં નોકરી પણ નથી મળતી. લોકોને તેને ટ્રબલ મેકર અથવા મુશ્કેલી ઊભી કરનારી વ્યક્તિ માને છે અને નોકરી આપવાનું પસંદ નથી કરતા. અમેરિકામાં કુલ 1,167 મહિલા કર્મચારી પર થયેલા સરવેમાં 72 ટકાથી વધુ લોકોએ આ વાત કરી છે.

મોટા ભાગના લોકોએ માન્યું છે કે આવી સ્થિતિમાં અન્ય સહકર્મીઓ પણ તેની સાથે વાત કરવાનું પસંદ નથી કરતા અને તે મહિલા તેના કામમાં એક્સપર્ટ હોવા છતાં પણ તેની સ્થિતિ એવી થઈ જાય છે જાણે શાકમાં ચઢ્યાં વગરનાં ટામેટાં. એ સ્વાદ તો આપે, પરંતુ ખાનાર વ્યક્તિને સાઈડમાં કાઢીને મૂકી દે છે.

ઘણી વખત તો શોષણ કરનાર કંપનીનો સુપર સ્ટાર હોય છે. કોઈ એવી વ્યક્તિ, જે કંપનીને ખૂબ ફાયદો કરાવતી હોય. આવા સંજોગોમાં કાર, ડ્રાઈવર અને આલીશાન ઘરની સાથે સાથે કંપની તેને એવી છૂટ પણ આપે છે કે તે તેની જુનિયર મહિલાઓ સાથે થોડું એન્જોય પણ કરી શકે.

આમ પણ મહિલાઓને બીજું કરવાનું પણ શું હોય છે. બસ, થોડી સ્માઈલ આપવાની હોય છે અને બોસની હામાં હા કહેવાનું હોય છે અને જો તે બેબી-બેબી કહીને નજીક આવે તો ગુસ્સે થયા કે ગભરાયા વગર બે-ચાર સારી વાતો કરવાની છે. બસ, આ જ કામમાં છે, પરંતુ એની જગ્યાએ તે રડીને હ્યુમન રિસોર્સ સુધી પહોંચી જાય છે. ઘણી વખત તે કોર્ટ સુધી પહોંચી જાય છે, તેથી જ ટ્રબલ મેકર મહિલાઓથી કંપની અંતર જાળવતી હોય છે.

આ તો વાત થઈ ઓફિસની, પણ જ્યારે વાત આવે કે ઘરેલુ હિંસામાં પણ મહિલાઓ મોઢું ખોલવામાં કેમ મહિનાઓ-વર્ષો સુધી વાર કરી દે છે. તો એના જવાબમાં મારી પાસે મારી પોતાની કહાની છે. કદાચ 9 વર્ષની હતી, જ્યારે પહેલીવાર ફેમિલી-પિકનિક પર ગઈ હતી. બહુ બધાં ભાઈ-બહેનો નદી કિનારે રમતાં હતાં. ત્યારે જ એક સંબંધી આવ્યા અને મને ખેંચીને લઈ ગયા. ખબર પડી કે જ્યારે અમે પાણીમાં રમતા હતા ત્યારે અમુક છોકરાઓ ફોટા પાડતા હતા અને તેમનો કેમેરો મારા તરફ હતો, તેથી અંદાજ લગાવ્યો કે તે મારા જ ફોટા પાડતા હતા.

ઘરેલુ પંચાયતે પૂછ્યું કે- તું જ કેમ? ત્યાં આટલી છોકરીઓ હતી, પછી તેણે તારા જ ફોટા કેમ પાડ્યા. હું નાની હતી. જવાબ આપવાના બદલે ડરીને ચૂપ થઈ ગઈ. ફેમિલી ટ્રિપ સમાપ્ત થઈ, પરંતુ 'હું જ કેમ'? એ સવાલ મગજમાં ચડી ગયો હતો. ત્યાર પછી ઘણીવાર, ઘણી ઘટના બની, પરંતુ હું જવાબ ના આપી શકી. ડરતી હતી કે હું કંઈક બોલીશ તો મને ઘરે બેસાડી દેવામાં આવશે.

યૌનશોષણ દુનિયામાં એક એવો ગુનો છે, જે માત્ર આરોપીને જ નહીં, પરંતુ ગુનો સહન કરનારને પણ સજા આપે છે. કોઈ તેને કેરેક્ટરલેસ કહે છે અથવા કોઈ લાલચી. અટેન્શન સિકર પણ એક ટેગ હોય છે, જે યૌનશોષણની વાત કરતી છોકરીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે. જોકે હવે છોકરીઓ બોલી રહી છે. અમુક વર્ષો પછી, તો અમુક તરત.

આ દરમિયાન કોઈ ઐતિહાસિત ઈમારતના ભોંયરામાં તપાસ ચાલતી હોય છે. ચર્ચા છે કે તેના દ્વારા ઈતિહાસમાં દફનાવેલાં રહસ્યો ખૂલશે. પ્રિય પુરુષો, જો તમે પણ તમારા મગજના ભોંયરામાં તપાસ કરશો તો ખબર નહીં, કદાચ જાળા અને ધૂળવાળા રૂમમાંથી કોઈ બરાબરીની ચાવી મળી જાય અથવા હજારો વર્ષ જૂનો કોઈ સ્ત્રી-પુરુષનો સાથે પડાવેલો ફોટો મળી જાય, જે તમને સમાનતા શીખવી શકે.

અન્ય સમાચારો પણ છે...