બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની નવી પેટર્ન:કટ્ટરપપંથીઓના ટાર્ગેટ પર હિન્દુ ટીચર, ભય ત્યાં પણ, જ્યાં ક્યારેય હિંસા થઈ નહોતી

નવી દિલ્હી4 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ

હિન્દુ મહિલાઓ ડરી રહી હતી, ઘર અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. દરેકના ચહેરા પર ભય હતો. બાંગ્લાદેશના હિન્દુઓ છેલ્લાં દસ વર્ષથી આવા ભયમાં જીવી રહ્યા છે, જોકે હવે આ ભય એ વિસ્તારમાં પણ પહોંચી રહ્યો છે, જ્યાં પહેલાં નહોતો.

આ બાબત બાંગ્લાદેશમાં હિન્દુઓના અધિકારો માટે કામ કરતા સામાજિક કાર્યકર્તા નિર્મલ ચેટર્જીએ કહી છે. નિર્મલ હાલમાં જ હિંસાગ્રસ્ત રહેલા નડાઈલ જિલ્લાના દધાઈલ ગામની મુલાકાત કરીને પરત ફર્યા છે. અહીં બે સપ્તાહ પહેલાં એક કથિત વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ પછી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

નિર્મલ ચેટર્જી કહે છે- હિન્દુઓનાં ઘર અને દુકાનોને લૂંટી લેવામાં આવ્યાં છે. મહિલાઓનાં ઘરેણાં પણ છીનવી લેવામાં આવ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની આ પહેલી કે એકમાત્ર ઘટના નથી. આ વર્ષે ટોળાએ માર્ચમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. પછીથી પ્રશાસને એને પ્રોપર્ટી વિવાદ હોવાનું કહ્યું હતું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર મોટા હુમલા
ઓક્ટોબર 2021માં ઘણા જિલ્લાઓમાં હિન્દુઓ પર હુમલા થયા હતા. દુર્ગા પૂજા દરમિયાન આ હુમલાઓમાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. મુસલમાનોનાં ટોળાંએ ઘણાં શહેરોમાં દુર્ગા પંડાલો પર હુમલા કર્યાં હતાં. આ હુમલા પણ કથિત રીતે કુરાનના અપમાનના આરોપ પછી થયા હતા.

વર્ષ 2016માં નસીરનગરમાં હિન્દુઓ પર મોટો હુમલો થયો હતો. 19 મંદિરને તોડવામાં આવ્યાં હતાં અને 300થી વધુ હિન્દુ ઘરને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં 2012 કોક્સ બજાર જિલ્લાના રામુ ઉપ જિલ્લામાં લઘુમતી એવા બૈદ્ધોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ પણ એક વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ પછી જ થયા હતા.

2013માં આ રીતે હિન્દુઓ પર તબક્કાવાર હુમલા થયા હતા અને સંખ્યાબંધ ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં માનવઅધિકાર અને કાયદાકીય અધિકારી માટે કામ કરનાર સંગઠન આઈન ઓ સાલિશ કેન્દ્રના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં વર્ષ 2013થી 2022ની વચ્ચે હિન્દુઓનાં 1642 ઘર અને 456 દુકાન તથા વ્યાપારિક ઠેકાણાં પર હુમલા કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન 1807 મંદિર, બોદ્ધ વિહારો અને મૂર્તિઓ પર હુમલા કરવામાં આવ્યા. એની તોડફોડ કરવામાં આવી. ન્યૂઝના આધારે તૈયાર કરવામાં આવેલા ડેટા મુજબ, આ દરમિયાન સાંપ્રદાયિક હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા અને 1037 ઘાયલ થયા.

સોશિયલ એક્ટિવિસ્ટ નિર્મલ ચેટર્જીએ કહ્યું હતું કે હિન્દુઓ પર હુમલાના નવી પેટર્ન બહાર આવી રહી છે. સાંપ્રદાયિક તત્ત્વો હવે ખાસ કરીને હિન્દુ શિક્ષકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આવા હુમલાઓની સ્વતંત્ર તપાસ થતી નથી. આ સિવાય તપાસ સમયે પૂરી પણ થતી નથી.

હિન્દુઓ પર વધી રહેલી હિંસાના વિરોધમાં બાંગ્લાદેશમાં વિવિધ જગ્યાએ દેખાવો પણ થયા છે.
હિન્દુઓ પર વધી રહેલી હિંસાના વિરોધમાં બાંગ્લાદેશમાં વિવિધ જગ્યાએ દેખાવો પણ થયા છે.

હિન્દુઓનું અસ્તિત્વ ખરેખર ખતરામાં છે
બાંગ્લાદેશના માનવઅધિકાર કાર્યકર્તા અને લઘમતી હિતોની રક્ષા માટે કામ કરનાર એનજીઓ બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ઈસાઈ એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ રાણા દાસા ગુપ્તા કહે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું અસ્તિત્વ ખતરામાં છે.

લઘુમતીને સાંભળનારું જ કોઈ નથી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હાલ જે હુમલાઓ થઈ રહ્યા છે એની પાછળ સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયેલા વિવાદ કે ધાર્મિક પુસ્તકનું કથિત અપમાન જવાબદાર છે. જોકે માનવ અધિકાર કાર્યકર્તાઓ એમ માને છે કે દેશના સક્રિય કટ્ટરવાદીઓ યોજના બનાવીને હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે.

તાલિબાનના રસ્તે આગળ વધી રહ્યું છે બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતી પરના હુમલાઓને કારણે દેશમાં હિન્દુ અને લધુમતીની વસતિ ઘટી છે. રાણા દાસ ગુપ્તા કહે છે કે આ હુમલાઓ કરવા પાછળનો એક મોટો હેતુ એ છે કે હિન્દુઓમાં એટલો ભય ફેલાય કે તે દેશ છોડીને ભારત જવા માટે મજબૂર બને. આ કારણે જ આઝાદીના સમયે 29.7 ટકા લઘુમતીની વસતિ હતી, જે 1970માં 19 ટકા હતી. હિન્દુઓનું સતત શોષણ થતું રહ્યું છે અને 2011ની વસતિ ગણતરી મુજબ દેશમાં લઘુમતીની વસતિ માત્ર 9.6 ટકા હતી, જે હવે સતત ઘટી રહી છે.

હિન્દુઓ પર વધી રહેલા હુમલાના વિરોધમાં નાગરિક સમાજના લોકો આગળ આવવા લાગ્યા છે, તેમાં બૌદ્ધ અને ઈસાઈ ધર્મના લોકો પણ સામેલ છે.
હિન્દુઓ પર વધી રહેલા હુમલાના વિરોધમાં નાગરિક સમાજના લોકો આગળ આવવા લાગ્યા છે, તેમાં બૌદ્ધ અને ઈસાઈ ધર્મના લોકો પણ સામેલ છે.

હિન્દુઓને દેશમાંથી ભગાડી દેવા માગે છે કટ્ટરપંથી
જિહાદ વોચના લેખક રોબર્ટ સ્પેન્સર કહે છે કે એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ ધર્મથી પ્રેરિત છે. અહીંના મુસલમાન હિન્દુઓને દેશમાંથી હંમેશાં ભગાડી દેવા માગે છે. તેઓ એમ માને છે કે આ જમીન પર તેમનો અધિકાર છે અને ઈસ્લામના વર્ચસ્વને વધારવું એ તેમની જવાબદારી છે. આ વાતનો પુરાવો એ છે કે મુસલમાનોનું ત્યાં ક્યારેક આટલું ઉત્પીડન થયું નથી.

બંધારણમાં ધર્મનિરપેક્ષતા હતી, પરંતુ માત્ર દેખાડા માટે
બાંગ્લાદેશના બંધારણ મુજબ ઈસ્લામ દેશનો અધિકારિત ધર્મ છે. જોકે બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત પણ છે. રાણા દાસગુપ્તા કહે છે કે જ્યારે બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદય થયો ત્યારે 4 નવેમ્બર 1972ના રોજ લાગુ દેશના બંધારણમાં ધર્મ સાથે જોડાયેલું કંઈ જ નહોતું.

આગામી બે વર્ષ ખૂબ જ નાજુક
નડાઈલમાં તાજેતરમાં થયેલી હિંસા પછી બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા છે અને હુમલાઓની નિંદા કરવામાં આવી છે. માનવ અધિકાર કાર્યકર્તાઓને લાગે છે કે હાલ આ હુમલા રોકાય તેવા કોઈ ઠોસ સંકેત મળતાં નથી.

વિવિધ પાર્ટીઓએ હિન્દુઓનો ભરોસો ગુમાવી દીધો
તાજેતરમાં જ નડાઈલમાં થયેલા હુમલા પછી બાંગ્લાદેશની સરકારે કહ્યું હતું કે દોષિતોને સજા આપવામાં આવશે. સત્તાધારી અવામી લીગના ઘણા નેતાઓએ આ વિસ્તારની મુલાકાત કરી અને પીડિત પરિવારને રાહત સામગ્રી પણ વહેંચી. જોકે એનાથી હિન્દુઓમાં વિશ્વાસ કેળવાતો નથી.

અન્ય સમાચારો પણ છે...