તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Ashish, 29, Started Home Delivery Of Jammu Local Products Across The Country In A Lockdown, Earning Rs 40 Lakh In His First Year Alone.

આજના પોઝિટિવ સમાચાર:29 વર્ષીય આશિષે લોકડાઉનમાં જમ્મુની લોકલ પ્રોડક્ટની દેશભરમાં હોમ ડિલિવરી શરૂ કરી, પ્રથમ વર્ષે જ રૂ.40 લાખનો બિઝનેસ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીર પોતાનાં ખાનપાન અને પહેરવેશ માટે ઓળખાય છે. ખાસ કરીને ત્યાંના ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડ દેશભરમાં હોય છે. જ્યારે પણ આપણા કોઈ પરિચિત જમ્મુ જાય છે કે ત્યાંથી આવે છે તો આપણે તેમની પાસેથી અખરોટ અને બદામની ડિમાન્ડ કરતા હોઈએ છીએ. અનેક લોકોને ત્યાંની સ્પેશિયલ કાશ્મીરી શૉલ પણ ખૂબ પસંદ આવે છે, પરંતુ ખરી હકીકત એ છે કે જમ્મુની લોકલ પ્રોડક્ટ દેશના બાકીના હિસ્સાઓમાં નહિવત્ જ મળે છે. જરા વિચારો, જો તમારા ઘરે જ જમ્મુ-કાશ્મીરની પ્રોડક્ટ મળી જાય તો કેવું? જમ્મુના રહેવાસી આશિષ વર્માએ આ અંગે પહેલ કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરની લોકલ પ્રોડક્ટને પોતાના સ્ટાર્ટઅપ દ્વારા દેશભરમાં પહોંચાડી રહ્યા છે.

જમ્મુની ખાસ પ્રોડક્ટની ડિમાન્ડ
29 વર્ષીય આશિષે MBAનો અભ્યાસ પૂરો કર્યા પછી 4 વર્ષ સુધી ગુરુગ્રામમાં નોકરી કરી. સેલરી અને પોઝિશન બંને સારી હતી. નોકરી છોડવાનો કે સ્ટાર્ટઅપ લોન્ચ કરવાનો તેમનો અગાઉથી કોઈ પ્લાન પણ નહોતો. તેઓ કહે છે, દિલ્હી, હરિયાણા અને બીજાં રાજ્યોના મારા દોસ્ત મને જમ્મુની લોકલ પ્રોડક્ટની માગ કરતા હતા. હું ઘણીવાર તેમના માટે જમ્મુથી પ્રોડક્ટ પણ લઈને જતો હતો. બીજી તરફ, જમ્મુ જવા પર મને ત્યાંની લોકલ વેપારીઓની મુશ્કેલીઓ જોવા મળી. તેઓ પોતાની પ્રોડક્ટ દેશના અન્ય હિસ્સાઓમાં પહોંચાડી શકતા નહોતા, આ બંને ચીજો મારા દિમાગમાં ઘૂમતી રહેતી હતી.

આશિષ લોકલ ખેડૂતો અને વેન્ડર્સ પાસેથી તેમની પ્રોડક્ટ કલેક્ટ કરે છે. એ પછી તેમની ટીમ પેકેજિંગ અને માર્કેટિંગનું કામ કરે છે.
આશિષ લોકલ ખેડૂતો અને વેન્ડર્સ પાસેથી તેમની પ્રોડક્ટ કલેક્ટ કરે છે. એ પછી તેમની ટીમ પેકેજિંગ અને માર્કેટિંગનું કામ કરે છે.

વર્ષ 2019માં આશિષ જમ્મુ પરત ગયા. ત્યાંના લોકલ વેપારીઓ સાથે વાત કરી, ખાસ કરીને નાના વેપારીઓ સાથે. તેમની મુશ્કેલીઓ જાણી અને માર્કેટ એનેલિસિસ કર્યું. એ પછી તેમણે નક્કી કર્યું કે તેઓ કંઈક એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે, જેનાથી જમ્મુની લોકલ પ્રોડક્ટ દેશના બીજા હિસ્સાઓમાં પણ લોકોને આસાનીથી મળી શકે. જોકે એનું પ્લાનિંગ કરતાં-કરતાં તેમને લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો. આ દરમિયાન કોરોના મહામારીએ પણ તેમના કામમાં અડચણ ઊભી કરી.

30 હજાર રૂપિયાના ખર્ચે કરી સ્ટાર્ટઅપની શરૂઆત
વર્ષ 2020ના ઓક્ટોબરમાં આખરે આશિષે પોતાનું કામ શરૂ કરી દીધું. તેમણે વ્હોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા દ્વારા જમ્મુના ડ્રાયફ્રૂટ્સ અને લોકલ પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. ત્યારે લગભગ 30 હજાર રૂપિયાનો તેમને ખર્ચ થયો. પ્રથમ તેમણે પોતાના પરિચિતો અને સંબંધીઓને પ્રોડક્ટ્સ મોકલી, એ પછી જમ્મુમાં લોકોને મોકલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમના વિશે લોકોને જાણકારી મળતી ગઈ. આશિષ કહે છે, જમ્મુના લોકો કામ અને નોકરીના સિલસિલામાં દેશના બીજા હિસ્સામાં રહે છે, તેઓ અનેકવાર લાંબા સમય સુધી ઘરે જઈ શકતા નથી. એવામાં તેઓ પોતાને ત્યાં ખાસ પ્રોડક્ટને ખૂબ મિસ કરે છે. જ્યારે આ લોકોને મારા સ્ટાર્ટઅપ વિશે જાણકારી મળી તો તેમણે મને કોન્ટેક્ટ કરવાનું શરૂ કર્યું. લગભગ 6 મહિના સુધી આ પ્રકારનું કામ ચાલતું રહ્યું.

આશિષ પાસે 50થી વધુ વરાઇટીની પ્રોડક્ટ છે. એમાં ડ્રાયફ્રૂટ્સથી લઈને કિચનના ઉપયોગની તમામ પ્રોડક્ટ સામેલ છે.
આશિષ પાસે 50થી વધુ વરાઇટીની પ્રોડક્ટ છે. એમાં ડ્રાયફ્રૂટ્સથી લઈને કિચનના ઉપયોગની તમામ પ્રોડક્ટ સામેલ છે.

તેઓ આગળ વધુમાં જણાવે છે, 6 મહિના કામ કર્યા પછી મને આ ફિડબેક મળી ગયો કે પાન ઈન્ડિયા લેવલ પર તેની ડિમાન્ડ છે. સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો અમારો કોન્ટેક્ટ પણ કરી રહ્યા છે. એ પછી અમે jammubasket.com નામથી પોતાની વેબસાઈટ તૈયાર કરી. એમાં તમામ પ્રોડક્ટ્સનું લિસ્ટિંગ કર્યું. કેટલીક કુરિયર કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું. તેના પછી જમ્મુની બહાર પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. ટૂંક સમયમાં જ અમે દિલ્હી, ચંડીગઢ, મુંબઈ, જયપુર, પટણા સહિત દેશભરમાંથી ઓર્ડર મળવા લાગ્યા.

કેવી રીતે કરે છે માર્કેટિંગ, શું છે બિઝનેસ મોડલ?
તેમણે જણાવ્યું, અમે અમારી તમામ પ્રોડક્ટ લોકલ વેન્ડર પાસેથી જ લઈએ છીએ. અનેક પ્રોડક્ટ અમે લોકો સીધા ખેડૂતોના ફાર્મહાઉસથી લઈએ છીએ. એ પછી તેના પ્રોસેસિંગ અને પેકેજિંગનું કામ કરીએ છીએ, એટલે કે પ્રોડક્ટ ખેડૂતો અને લોકલ વેન્ડર્સની હોય છે, લેબલિંગ અમારું હોય છે. અત્યારે અમારી સાથે 20થી વધુ લોકલ વેન્ડર્સ જોડાયેલા છે. પ્રોસેસિંગ અને પેકેજિંગ પછી લોકોને ઓર્ડર્સ પ્રમાણે પ્રોડક્ટની ડિલિવરી શરૂ થઈ જાય છે.

એક સપ્તાહની અંદર અમારી કોશિશ હોય છે કે દેશના કોઈપણ હિસ્સા સુધી પ્રોડક્ટ પહોંચી જાય. તેઓ કહે છે, હાલમાં અમારી પાસે દર મહિને 500 ઓર્ડર્સ આવી રહ્યા છે. એમાં મોટા ભાગના ઓર્ડર્સ ડ્રાયફ્રૂટ્સ, ફૂડ આઈટેમ્સના હોય છે. આ વર્ષે કોરોના પછી પણ અમારું ટર્નઓવર લગભગ 40 લાખ રૂપિયા રહ્યું છે. જે રીતે લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે, આવનારા દિવસોમાં અમારો આંકડો હજુ વધશે. હાલમાં અમારી સાથે 8 લોકોની ટીમ છે. તેની સાથે જ જરૂરિયાત અને કામના પ્રમાણે અમે લોકો પાર્ટટાઈમ કર્મચારીઓ પણ હાયર કરીએ છીએ.

હાલમાં જ આશિષે ફૂડ પ્રોડક્ટની સાથે જ ફેશન અને હેન્ડિક્રાફ્ટ આઈટેમ્સનું માર્કેટિંગ પણ શરૂ કર્યું છે.
હાલમાં જ આશિષે ફૂડ પ્રોડક્ટની સાથે જ ફેશન અને હેન્ડિક્રાફ્ટ આઈટેમ્સનું માર્કેટિંગ પણ શરૂ કર્યું છે.

માર્કેટિંગ અંગે આશિષ કહે છે, અમે લોકોએ શરૂઆત સોશિયલ મીડિયા સાથે કરી હતી. ત્યાર પછી અમે અમારી વેબસાઈટ દ્વારા પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા લાગ્યા. અલગથી અમે માર્કેટિંગ માટે કોઈ પ્રમોશનલ કેમ્પેનિંગ કર્યું નથી. અત્યારસુધી જે પણ છે, અમારૂં પોતાનું જ નેટવર્ક છે. દર મહિને 4 હજારથી વધુ યુઝર્સ અમારી વેબસાઈટ પર આવે છે. તેમાંથી અનેક લોકો પ્રોડક્ટ અંગે પોતાની રુચિ દર્શાવે છે અને અનેક લોકો અમારો કોન્ટેક્ટ પણ કરે છે.

કંઈ-કંઈ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે?
તેઓ આગળ જણાવે છે, અમારી પાસે તમામ પ્રકારની ફૂડ આઇઈટેમ્સ છે. એમાં તમામ પ્રોડક્ટ જમ્મુ-કાશ્મીરની ઓરિજિનલ પ્રોડક્ટ છે. ડ્રાયફ્રૂટ્સ આઈટેમ્સની વાત કરીએ તો એમાં બદામ, અખરોટ, મિલેટ્સ, કાજુ, ખજૂર જેવી પ્રોડક્ટ સામેલ છે. આ રીતે જો કિચન આઈટેમ્સની વાત કરીએ તો દરેક પ્રકારના મસાલા, નિમક, દાળ, ચોખા, ઓઈલ જેવી આઈટેમ્સ છે. અમે ત્યાંની લોકલ ચા, પિકલ્સ, કોફી જેવી પ્રોડક્ટનું પણ માર્કેટિંગ કરીએ છીએ. હાલમાં જ મેં અમારી બ્યુટી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે. આ રીતે હવે અમે ધીમે ધીમે પહેરવેશ માટે ડ્રેસ અને હેન્ડિક્રાફ્ટ આઈટેમ્સ પણ સામેલ કરી રહ્યા છીએ. જમ્મુની બહાર અહીંની લોકલ ફેશન પ્રોડક્ટની પણ સારી ડિમાન્ડ છે.

શું તમે પણ એવા સ્ટાર્ટઅપનું પ્લાનિંગ કરી રહ્યા છો?
જો તમે પણ એવા સ્ટાર્ટઅપનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા મનમાં કેટલાક સવાલો હશે, જેમ કે એના માટે કંઈ ચીજોની જરૂર પડશે? બજેટ કેટલું જોઈશે? પ્રોડક્ટ ક્યાં મળશે અને પછી એનું માર્કેટિંગ કેવી રીતે થશે? હવે એક-એક કરીને 4 ગ્રાફિક દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ...

અન્ય સમાચારો પણ છે...