ભાસ્કર ઓપિનિયનનેતાઓની સ્થિતિ ક્રિકેટમાં હારેલી ભારતીય ટીમ જેવી:જે રીતે આખી સરકાર બદલાઈ, એવી જ રીતે ભાજપે જૂના ઉમેદવારોની ટિકિટો કાપી નાખી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જે રીતે ગુજરાતમાં આખી સરકાર બદલાઈ હતી એવી જ રીતે ટિકિટની વહેંચણીમાં પણ ભાજપે મોટા ભાગના સરકારના જૂના લોકોને બદલી નાખ્યા છે. ગત વખતે ચૂંટણી લડેલા 182માંથી 85 લોકોની ટિકિટ આ વખતે કાપી નાખવામાં આવી છે. એટલું જ નહીં, મોટા નેતાઓ મોટા ભાગે ભૂતપૂર્વ અને કેટલાક વર્તમાન મંત્રી કરતાં અમલદારો, નાના કાર્યકરો અને મહિલાઓ પર વધુ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્ષો પછી પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઈચ્છા પૂરી થઈ છે. ભાજપે તેમને તેમના જ મતવિસ્તાર વિરમગામમાંથી ટિકિટ આપી છે.

ટૂંકમાં, ગુજરાતમાં હજુ પણ એવા કોઈ સ્થાનિક નેતા નથી કે જે પોતાના બળે વધુમાં વધુ લોકોને ચૂંટણી જિતાવી શકે. એવું માનવામાં આવે છે અને સત્ય એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લીધે પાર્ટી ચૂંટણી જીતતી આવી છે અને આ વખતે પણ તેમના પર ભરોસો છે. એ પણ સાચું છે કે ભાજપની મોટા ભાગની સરકારો માત્ર મોદીના આધારે જ સત્તામાં આવી છે અને આગળ પર આવતી રહેશે.

ઉપરાંત ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં આવું થવાની શક્યતા પણ છે. દર વખતની જેમ આ વખતે પાટીદારો લાઈમલાઈટમાં છે. આ વખતે ભાજપે 39 પાટીદાર નેતાઓને ટિકિટ આપી છે. અત્યારસુધી જાહેર કરાયેલી 160 ટિકિટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ નથી. તેમની ટિકિટ પણ કાપવામાં આવી છે. ઊલટું કોંગ્રેસ અને અન્ય પક્ષોના 20થી વધુ નેતાઓને ભાજપે ટિકિટ આપી છે.

જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેમની હાલત ઈંગ્લેન્ડ સામે હારી ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના જેવી છે, કંઈ કહેવાનું બાકી નથી. જ્યાં સુધી ભારતીય ટીમની હારનો સવાલ છે તો એના માટે ખુદ ટીમ મેનેજમેન્ટ જવાબદાર છે. યુઝવેન્દ્ર ચહલ એકપણ મેચ રમી શક્યો નહિ. કેપ્ટન શમીને બોલ આપવામાં એટલો અચકાયો કે જાણે તે મેચને હરાવવા માટે જ ટીમમાં આવ્યો હોય.

કેપ્ટન પોતે આ આખા વર્લ્ડ કપમાં એકવાર પણ પોતાના સાબિત નથી કરી શક્યો. ફિફ્ટી એક વાર બની, એ પણ રોહિતના પોતાના મૂડ પ્રમાણે નહોતી. ધીમે-ધીમે, જેમ-તેમ કરીને પચાસ રન બનાવી લીધા હતા. કદાચ ભૂલથી બની ગયા હોય. હાર માટે ટીમની નિંદા કરવાની પરંપરા વર્ષો જૂની છે, પરંતુ આવી મજબૂત ટીમ દસ વિકેટેથી હારી જાય એ પચાવવું મુશ્કેલ છે.

ક્યાં આખો દેશ અને આખી દુનિયા, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચની રાહ જોઈ રહી હતી અને ક્યાં આપણે સેમી-ફાઈનલમાં જ ઈંગ્લેન્ડ સામે ખરાબ રીતે હારી ગયા હતા. હવે 13 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ રમાશે. ભારતીયો કહે છે કે અમારો સન્ડે બગાડી નાખ્યો, પરંતુ સારું થયું કે તે ઈંગ્લેન્ડ સામે હારી ગયા. પાકિસ્તાનના હાથે હારથી તો બચી ગયા.

અન્ય સમાચારો પણ છે...