ત્રીજી લહેરમાં વધુ એક મુશ્કેલી:દિલ્હીની હોસ્પિટલોમાં 800 ડોક્ટરોને કોરોના થયો, જો આ જ રીતે સંક્રમણ ફેલાતું રહેશે તો સારવાર મેળવવી પણ મુશ્કેલ બની જશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થકેર સિસ્ટમ ત્યારે જ મજબૂત બનશે જ્યારે ડોક્ટરો સ્વસ્થ હશે

સરકાર વેન્ટિલેટર, હોસ્પિટલ, ઓક્સિજન, પથારી, બિલ્ડીંગ બધું રુપિયા આપીને ખરીદી શકે છે, પરંતુ રુપિયાથી ડૉક્ટરો ખરીદી શકાતા નથી. રેસિડેન્ટ ડોક્ટર તૈયાર કરવામાં પણ એક દાયકો લાગે છે. હું પણ એવા 700-800 ડોકટરોમાંનો એક છું જેઓ પોઝિટિવ મળી આવ્યા છે. અમને માત્ર 7 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈપણ ટેસ્ટ વિના જ ડ્યુટીમાં જોડાવા માટે સલાહ આપવામાં આવી રહી છે. હેલ્થકેર સિસ્ટમ ત્યારે જ મજબૂત બનશે જ્યારે ડોક્ટરો સ્વસ્થ હશે.

આ દર્દ છે દિલ્હીની ESI હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રોહન કૃષ્ણનનું. ડો. રોહન હાલમાં કોવિડ પોઝિટિવ છે અને રોહનની જેમ જ દિલ્હીની હોસ્પિટલના ડોકટરોમાં પણ કોવિડનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. દિલ્હીની માત્ર 5 મોટી હોસ્પિટલોના 800થી વધુ ડોક્ટર કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. પોઝિટિવ ડોકટરોના સંપર્કમાં આવેલા ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ આઇસોલેશનમાં છે. મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કર પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રને માઠી અસર થઈ છે. હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ, ઓપીડી અને બિનજરૂરી સર્જરીઓ બંધ કરી દેવામાં આવી છે.

હોસ્પિટલોમાં સૌથી ખરાબ હાલત દિલ્હીની AIIMSમાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે AIIMSમાં કામ કરતા લગભગ 350 રેસિડેન્ટ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ સંખ્યા માત્ર કોવિડ પોઝિટિવ રેસિડેન્ટ ડોક્ટરોની જ છે, જો ફેકલ્ટી, પેરામેડિકલ સ્ટાફ ઉમેરવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થઈ જશે.

એમ્સ દિલ્હીની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. એમ્સમાં OPD અને નોન ઈમરજન્સી સર્જરીને અટકાવી દેવામાં આવી છે.
એમ્સ દિલ્હીની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. એમ્સમાં OPD અને નોન ઈમરજન્સી સર્જરીને અટકાવી દેવામાં આવી છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે 'આટલી મોટી સંખ્યામાં હોસ્પિટલ અને પેરામેડિકલ સ્ટાફ કોવિડથી સંક્રમિત થવાની અસર એ થઈ છે કે દિલ્હી AIIMSમાં બહારના દર્દીઓની સેવાઓ, નિયમિત પ્રવેશ અને સર્જરી બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં એઈમ્સ દિલ્હીના લગભગ 150 રેસિડેન્ટ ડોક્ટર પોઝિટિવ જોવા મળ્યા છે.

આવી જ સ્થિતિ દિલ્હીની અન્ય મોટી હોસ્પિટલોની પણ છે. સફદરજંગ હોસ્પિટલના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે લગભગ 80-100 ડોક્ટરો પોઝિટિવ છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના 100થી વધુ ડોકટરો કોવિડ પોઝિટિવ થયા છે. બીજી તરફ લોક નાયક હોસ્પિટલના 50-70 રેસિડેન્ટ ડોક્ટર્સ અને લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજના 150 રેસિડેન્ટ ડોક્ટર કોવિડ પોઝિટિવ થયા છે.

બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ જ્યારે કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે તેમને આઈસોલેશનમાં રહેવું પડશે નહીં. આવા આરોગ્યસંભાળ કાર્યકરોએ ચુસ્ત માસ્ક પહેરીને કામ કરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ વધુ જાળવવું જોઈએ.

રામ મનોહર લોહિયા હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર મનીષ જાંગરા કહે છે, 'સરકારે ક્વોરન્ટાઈન ગાઈડલાઈન્સ પર પુનર્વિચાર કરવો જોઈએ. હવે 700થી વધુ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. તમામ હેલ્થકેર કર્મચારીઓને એકસાથે ફરજ પર બોલાવવા જોઈએ નહીં. ડૉક્ટરોને બે કે ત્રણ શિફ્ટમાં બોલાવવા જોઈએ, જેથી કોઈ પણ શિફ્ટના ડૉક્ટરોને સંક્રમણ લાગે તો બીજી ટીમ તેમને બદલી શકે છે.

ડોકટરોનું કહેવું છે કે NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબને કારણે હોસ્પિટલો પહેલાથી જ રેસિડેન્ટ ડોકટરોની અછતનો સામનો કરી રહી છે. આ સમયે સરકારે વધુ ડોકટરોની ભરતી કરવી જોઈએ અને ગાઈડલાઈનને પણ બદલવી જોઈએ.

દિલ્હીની LNJP હોસ્પિટલની બહાર, ઘણા નોન-કોવિડ દર્દીઓ સારવાર માટે ચિંતિત જોવા મળ્યા હતા.
દિલ્હીની LNJP હોસ્પિટલની બહાર, ઘણા નોન-કોવિડ દર્દીઓ સારવાર માટે ચિંતિત જોવા મળ્યા હતા.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ રોહન કૃષ્ણન કહે છે કે કોરોનાની ત્રીજી લહેરમાં અમારી સ્વાસ્થ્ય નીતિમાં ત્રણ બાબતોનો અભાવ જોવા મળી રહ્યો છે- પ્રથમ, હોસ્પિટલ પ્રશાસન ડોકટરો માટે યોગ્ય નિયમો નથી બનાવી રહ્યું. બીજું, કોરોનાની બીજી લહેર દરમિયાન ઈમરજન્સી સિવાયની તમામ ઓપીડી અને સર્જરી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આ વખતે તેવું કરવામાં આવ્યું ન હતું. જેના કારણે ડોકટરો વધુ કોરોનાના સંપર્કમાં આવી રહ્યા છે. ત્રીજું, હોસ્પિટલમાં કોરોનાથી રક્ષણ માટે PPE કિટ, રક્ષણાત્મક સાધનો, N95 માસ્કની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ડોકટરોને ખૂબ જ ઓછી રક્ષણાત્મક કીટ આપવામાં આવી રહી છે.

દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 9 જાન્યુઆરીએ દિલ્હીમાં કોરોનાના 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 17 લોકોના મોત થયા હતા. ચિંતાજનક બાબત એ છે કે પોઝિટિવિટી દર 25%ની નજીક પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે દરેક ટેસ્ટ માટે આવતા દરેક 4 સેમ્પલમાંથી 1 સેમ્પલ પોઝિટિવ મળી રહ્યું છે.

ડેલ્ટા વેરિયન્ટ સાથે બીજી લહેરમાં જે રીતે હોસ્પિટલમાં દાખલ થવાનું વધુ જોવા મળ્યું હતું તે રીતે ત્રીજી લહેરમાં કોઈ હોસ્પિટલમાં દાખલ થતું નથી, પરંતુ જેમ જેમ દૈનિક કેસ વધી રહ્યા છે તેમ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હોસ્પિટલમાં કોવિડ બેડ 10% થી વધુ ભરાઈ ગયા છે. જ્યારે, ઓક્સિજન બેડ પર પણ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...