• Gujarati News
  • Dvb original
  • Arshad Madani Said Hindus And Muslims Have The Same Ancestor, RSS President Has Not Said Anything Wrong, I Believe That Sangh Is On The Right Track Now

ભાસ્કર એક્સક્લૂસિવ-2:અરશદ મદનીએ કહ્યું- હિન્દુ અને મુસલમાનોના એક જ પૂર્વજ છે, RSS પ્રમુખે કઈ જ ખોટુ કીધું નથી, હું તો માનુ છું કે સંઘ હવે સાચા રસ્તા પર છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દારુલ ઉલૂમ પણ ચર્ચામાં છે. તેને તાલિબાનની વિચારધારા સાથે જોડીને જોવાઈ રહ્યું છે. આ દરમિયાન મુસલમાનોને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન ચર્ચામાં છે. તેને લઈને ભાસ્કર પ્રથમ મીડિયા સંસ્થા છે, જે સહારનપુરના દેવબંધમાં સ્થિત દારુલ ઉલૂમ પહોંચ્યું અને ત્યાંના પ્રિન્સિપલ અને જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ અરશદ મદની સાથે વાત કરી.

ગઈકાલના ઈન્ટરવ્યુમાં અમે મદની સાથે તાલિબાન અને દારુલ ઉલૂમના સંબંધને લઈને ખુલીને વાત કરી હતી. આજે અમે બીજી સિરિઝમાં મદનીને પુછ્યું કે તે સંઘ પ્રમુખના નિવેદનને લઈને શું મત ધરાવે છે? દારુલ ઉલૂમમાં મજહબી શિક્ષા શાં માટે આપવામાં આવતી નથી? આવા પ્રકારના બીજા પણ કેટલાક સવાલ છે, જેને લઈને અમે મદની સાથે ખુલીને વાત કરી. વાંચો આ ઈન્ટરવ્યુના મહત્ત્વના અંશ...

Q.RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- હિન્દુ અને મુસલમાનોના પૂર્વ જ એક જ છે, આ અંગે તમારો શું મત છે?
તેમણે ખોટું શું કહ્યું? હિન્દુસ્તાનમાં રહેનાર ગુર્જર, જાટ, રાજપૂત હિન્દુ પણ છે અને મુસલમાન પણ છે. આ તો ખૂબ સારી વાત છે. હું તો તેમની આ વાતની ખૂબ જ પ્રશંસા કરુ છું. હું તો સમજુ છું કે RSSનો જે જુનુ વલણ હતું, તે બદલાઈ રહ્યું છે અને તે યોગ્ય રસ્તા પર છે.

Q.ભાગવતનું કહેવું છે કે આપણે ભારતીયતાની વિચારધારા સાથે ચાલવું પડશે નહિ કે મુસ્લિમ વર્ગની વિચારધારા સાથે?

મુસલમાનને પોતાના વતન સાથે પ્રેમ છે. મોટાભાગે જે આતંકના કેસ પકડાય છે, તે જુઠ્ઠા હોય છે. કારણ કે જો આ બધુ સાચુ છે તો પછી નીચલી કોર્ટમાંથી સજા મળ્યા બાદ હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટમાંથી લોકો કઈ રીતે ફરી નિર્દોષ છુટી જાય છે? મારી સામે ઘણા આવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં લોઅર કોર્ટ અને હાઈકોર્ટે ફાંસીની સજા આપી. જોકે સુપ્રીમ કોર્ટે આ વ્યક્તિને નિર્દોષ છોડ્યો છે.

Q.દારુલ ઉલૂમમાં કોને અને કેવી તાલીમ આપવામાં આવે છે?
દેશમાં એક લાખથી વધુ મસ્જિદ છે, જ્યાં 5 સમયની નમાઝ અદા કરવામાં આવે છે. અમારે દરેક મસ્જિદ માટે ઈમામ જોઈએ. આ મસ્જિદમાં જે બાળકો આવે છે, તેમને તાલીમ આપવા મૌલવી જોઈએ. નહિતર આપણી મસ્જિદ વેરાન થઈ જશે. અહીં અમારી નિસાબ-એ-તાલીમ છે, જે ખાલિસ મજહબી છે. અમે સ્ટુડન્ટ્સને પ્રોફેસર, એડવોકેટ અને ડોક્ટર બનાવતા નથી. અમે તેમને ખાલિસ મજહબી માણસ બનાવીએ છીએ, જે નમાઝ અદા કરાવે, મજહબી તાલીમ આપે.

અમે તેમને એ વાત જણાવીએ છીએ કે પોતાના ધર્મનો ફેલાવો કરવો જોઈએ. જોકે કોઈની પર બળજબરી કરતા નથી. સ્ટુડન્ટ બીજી કોઈ યુનિવર્સિટીમાં જઈને ટ્રેનિંગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો અમને કોઈ સમસ્યા નથી.

Q.આ તાલીમને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?
ધો.1થી 5 સુધી અમે માત્ર કુરાન જ ભણાવીએ છીએ. તે પછી 5 વર્ષનો કોર્સ છે. તેની અંદર હિન્દી, ભૂગોળ, હિસાબ અને ફારસી ભણાવીએ છીએ. તે પછી અરબીનો કોર્સ આવે છે. તે આઠ વર્ષનો છે. તેમાં અરબીનું ગ્રામર વાંચીને બાળકોને કુરાન અને હદીસની વ્યાખ્યા ભણવા માટે તૈયાર કરવામાં આવે છે. પછીથી તે હદીસ અને કુરાન વાંચવા માટે તૈયાર થાય છે.

જો બાળક હોશિયાર હોય તો તેમને આગળ ભણાવવામાં આવે છે. જો તે ફતવાના એક્સપર્ટ બનવા માંગે છે તો તેમને ફતવાનો કોર્સ કરાવીએ છીએ. જો તે અરબી અબદનો કોર્સ કરવા માંગે છે તો પછી અમે તેને તેમાં લગાવી દઈએ છીએ. સૌથી ટોપર બાળકો હદીસની એક્સપર્ટીઝ પ્રાપ્ત કરે છે. કેટલાક બાળકો પ્રસંગો બનાવવાની એક્સપર્ટીસ પ્રાપ્ત કરે છે. જેમ કે કઈ ચીજ ઈસ્લામમાં યોગ્ય છે અને કઈ અયોગ્ય છે.

Q.અત્યાર સુધી મજહબી તાલીમનું મહિલાઓ માટે શાં માટે કોઈ સેન્ટર બનાવવામાં આવ્યું નથી?
અમે ક્યારેય વિચાર્યું નથી, કારણ કે દારુલ ઉલૂમનો હેતુ મુજાહિદ(યોદ્ધા) બનાવવાનો છે. આઝાદીની લડાઈ લડતા-લડતા 1857માં દિલ્હીની અંદર 33 હજાર ઉલેમાઓને અંગ્રેજોએ લાલ કિલ્લાથી લઈને જામા મસ્જિદ સુધીમાં ફાંસી આપી દીધી હતી. તેમના બાળકો અનાથ થઈ ગયા હતા. ખાવા માટે કઈ જ નહોતું, બિચારા ભીખ માંગવા લાગ્યા. આ બાળકોને અનાથ બનાવનારા અંગ્રેજોએ જ બાળકોની માતાઓને કહ્યું, તમે આ બાળકોને અમને આપી દો. અમે તેમને ખાવાનું આપીશું, કપડા આપીશું અને તાલીમ આપીશું. ભણાવ્યા પછી નોકરી પણ આપીશું.

મુહમ્મદ કાસિમ નાનોતવી, ફજરલ રહમાન ઉસ્માની સૌય્યદ મો.આબિદ માટે આ વાત નાકાબિલ-એ-બર્દાશ્ત હતી કે તેમણે અંગ્રેજો સામે આઝાદી માટે લડાઈ લડી. તેમના જ બાળકો પછી અંગ્રેજોના આરોપી બન્યા. તેમણે દારુલ ઉલૂમની સ્થાપના કરી હતી. અહીં અંગ્રેજોની જેમ બાળકોને બધુ મફત આપવાના વાયદા સાથે ફ્રી તાલીમની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી. તેમનો હેતુ મુજાહિદોના બાળકોને મુજાહિદ(યોદ્ધા) બનાવવાનો હતો. મહિલાઓને યોદ્ધા બનાવવાનો હેતુ તો અમારો અગાઉ ક્યારેય નહોતો અને આજે પણ નથી.

અમે લોકોને કહ્યું, મહિલાઓ માટે મજહબી સ્કુલ-કોલેજ ખોલવામાં આવે. ઘણી સ્કુલ-કોલેજ ખુલી પણ, આજે છોકરીઓ પણ મોટા પ્રમાણમાં મજહબી શિક્ષા લઈ રહી છે. જોકે દારુલ ઉલમની અંદર છોકરીઓને ભણવવાનું અમે ક્યારેય મન બનાવ્યું નથી. આ માત્ર પુરુષોને મજહબી શિક્ષા આપવાનું કેન્દ્ર છે.

Q.ઈસ્લામિક કાયદો શરિયા મહિલાઓના અભ્યાસ માટે શું કહે છે?
હદીસની અંદર લખ્યું છે, મહિલાઓ તાલિમ પ્રાપ્ત કરી શકે છે, જોકે પુરુષોથી અલગ રહીને. જોવો જ્યાં પણ ખતરો હશે રસ્તો ભટકવાનો ખતરો રહેશે. ત્યાં મહિલા જઈ શકતી નથી. પુરુષોની સાથે ભણવામાં મહિલાઓનો ભટકવાનો ખતરો છે.

Q.મહિલાઓ કયો-કયો વ્યવસાય પસંદ કરી શકતી નથી?
મહિલાઓ કોઈ પણ વ્યવસાય પસંદ કરી શકે છે પરંતુ બુરખાની સાથે. કપડા બિલકુલ ઢીલા હોય. આવા કપડાની પહેરીને બુરખા સાથે તે પોતાનો વ્યવસાય કરી શકે છે. જોકે એ વાતનું ધ્યાન રહે કે માત્ર આંખ અને ચહેરો જ બતાડવાની પરવાનગી શરિયા આપે છે.

Q.મુસ્લિમ મહિલા જો ખેલાડી બનવા માંગે છે તો, શું તે બની શકે છે?
ના, બિલકુલ નહી. આવું કોઈ કામ તે ન કરી શકે. જેમાં મહિલાઓનું ભાગવું-દોડવું પુુરુષ જોઈ શકે.

Q.કોમન સિવિલ કોર્ટના પક્ષમાં તમે છો?
અરે તમે કેટલા સવાલ પુછશો. મારે દિલ્હી જવાનું છે. આનો અર્થ તો એ છે કે હું અહીં જ બેસી રહું.