• Gujarati News
  • Dvb original
  • Arpita Took The Key From The Window And Opened The Lock Of The House, She Did Not Know That She Had So Much Money.

કરોડપતિ અર્પિતાની માતા જર્જરિત થઈ ગયેલા ઘરમાં રહે છે:બારીમાંથી ચાવી લઈને ખોલ્યું ઘરનું તાળું, અર્પિતા પાસે કરોડો રૂપિયા છે એની માતાને ખબર નહોતી

9 દિવસ પહેલા
  • અર્પિતા ક્યારેક- ક્યારેક માતાને મળવા આવે છે અને ઘરનું રેશન-દવા આપી જાય છે

30 વર્ષીય અર્પિતા મુખર્જી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી સાથે 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલી છે. EDને 2012નું કન્વેયન્સ ડીડ મળ્યું છે, જે અર્પિતા અને પાર્થ ચેટર્જીના સંયુક્ત નામે છે. એના આધારે ED કહી રહી છે કે અર્પિતા દસ વર્ષથી નાણાકીય અને જમીનના મામલામાં પાર્થ સાથે જોડાયેલી છે.

બલઘેરિયાના દેવાનપાડા વિસ્તારમાં જ્યાં અર્પિતાનું પૈતૃક ઘર છે ત્યાં એની હાલત ખરાબ છે. અનેક જગ્યાએથી ઘર જર્જરિત થઈ ગયું છે. ઘરમાં તેની વૃદ્ધ માતા મીનાતી મુખર્જી એકલાં રહે છે. અર્પિતાની નાની બહેન પણ છે, જે પરિણીત છે.

ભાસ્કરની ટીમ તેમને મળવા પહોંચી ત્યારે ઘરે તાળું જોવા મળ્યું હતું. ઘણીવાર સુધી બારીમાંથી અવાજ કર્યો પછી તેણે ચાવી આપી. તેમણે કહ્યું, 'મારે કોઈની સાથે વાત કરવી નથી, પરંતુ જો તમે લોકો આવો તો હું તમને ભગાડવા પણ માગતી નથી. મને પડોશીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ઘરને તાળું મારીને જ રાખો અને કોઈની પણ સાથે વાત કરશો નહીં.

તેણે કહ્યું, 'અર્પિતા ક્યારેક- ક્યારેક તેને મળવા આવે છે. ઘરનું રેશન-દવા આપી જાય છે પણ પૈસા ક્યારેય આપ્યા નથી. તેણે ઘણાં વર્ષો પહેલાં ઘર છોડી દીધું છે. પહેલા સિરિયલમાં કામ કર્યું હતું. પછી ફિલ્મોમાં પણ આવી, પરંતુ તેણે ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો નથી કે તેની પાસે આટલા રૂપિયા છે.

બલઘેરિયાના દેવનપાડા વિસ્તારમાં જ્યાં અર્પિતાનું પૈતૃક ઘર છે ત્યાં એની હાલત ખરાબ છે. ઘર જર્જરિત થઈ ગયું છે.
બલઘેરિયાના દેવનપાડા વિસ્તારમાં જ્યાં અર્પિતાનું પૈતૃક ઘર છે ત્યાં એની હાલત ખરાબ છે. ઘર જર્જરિત થઈ ગયું છે.

નવી મિલકત વિશે જાણવા મળ્યું, રકમ વધવાની આશા છે
અહીં CGO કોમ્પ્લેક્સમાં પાર્થ અને અર્પિતાની પૂછપરછ કરી રહેલી EDને ઘણી નવી પ્રોપર્ટીની જાણકારી મળી છે. ટૂંક સમયમાં આ સ્થળો પર દરોડા પાડવામાં આવશે, જે બાદ રકમ વધુ વધી શકે છે.

ED આગામી દિવસોમાં 10થી 12 જગ્યાએ દરોડા પાડી શકે છે. પશ્ચિમ બંગાળના વરિષ્ઠ પત્રકાર સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્ય કહે છે, 'જેટલી રકમ મળી છે એટલો અંદાજ ટીએમસીને પણ નહોતો. એટલા માટે પાર્થ ચેટર્જીને સરકારની સાથે સાથે પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે.

બંગાળમાં ઈન્ટેલિજન્સ અને પોલીસનું ધ્યાન વિપક્ષ પર છે. શાસક પક્ષના નેતાઓ પર કોઈ બહુ નજર રાખતું નથી. તેથી એવું લાગે છે કે આ મામલો અભિષેક કે મમતા બેનર્જીના ધ્યાનમાં આવ્યો નથી. જો તેની જાણમાં હોત તો કદાચ પાર્થ સામે આટલું કડક વલણ ન અપનાવ્યું હોત.

કોલકાતાની આ એ જગ્યા છે, જ્યાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પડાવ નાખ્યો છે.
કોલકાતાની આ એ જગ્યા છે, જ્યાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પડાવ નાખ્યો છે.

અભિષેકને પાર્થ પસંદ નથી
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર પ્રભાકરણ મણિ તિવારીનું કહેવું છે કે અભિષેક બેનર્જી પાર્થ ચેટર્જીને પસંદ નથી કરતા. 2016માં પણ તેમણે પાર્થને કેબિનેટમાં સામેલ કરવા સામે વિરોધ કર્યો હતો. 2021માં શપથ ગ્રહણમાં હાજરી આપી ન હતી.

પાર્થ ચેટર્જી TMCમાં નં-3નું સ્થાન ધરાવતા હતા. મમતા અને અભિષેક પછી તેઓ સૌથી શક્તિશાળી નેતા હતા, પરંતુ આ બાબતે તેઓ સંપૂર્ણપણે સત્તામાંથી બહાર થઈ ગયા છે. તેઓ શરૂઆતથી જ મમતા બેનર્જીને વફાદાર હતા.

બીજી તરફ, કુણાલ ઘોષ, જેને પાર્થે જ ટીએમસીમાં પાછો વાળ્યો હતો. તે હવે તેની વિરુદ્ધ બોલી રહ્યો છે. કુણાલ કહે છે, જો પાર્થ સાચો હોય તો કોર્ટમાં સાબિત કરે.

EDનાં સૂત્રોનું કહેવું છે કે અર્પિતા અને પાર્થ 2012માં સંપર્કમાં આવ્યાં હતાં. બંનેએ એ સમયે સંયુક્ત મિલકત ખરીદી હતી, જેના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
EDનાં સૂત્રોનું કહેવું છે કે અર્પિતા અને પાર્થ 2012માં સંપર્કમાં આવ્યાં હતાં. બંનેએ એ સમયે સંયુક્ત મિલકત ખરીદી હતી, જેના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

નોટબંધી બાદ આટલા રૂપિયા કોઈ રીતે ભેગા થયા
આ મામલે TMCનાં રાજ્ય ઉપાધ્યક્ષ જયપ્રકાશ મજુમદારનું કહેવું છે કે EDએ અત્યારસુધીમાં TMC સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી બાબતે કશું જ કહ્યું નથી. જ્યારે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે અર્પિતા સાથે TMCને કોઈ લેવાદેવા નથી.

હવે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રૂપિયા મળ્યા છે એના સ્ત્રોતને શોધવાનું છે, કારણ કે નોટબંધી પછી એ કાળાં નાણાંનો સૌથી મોટો મુદ્દો છે. PMએ કહ્યું હતું કે નોટબંધી પછી કાળું નાણું ખતમ થઈ જશે, તો તેમણે 50 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા કર્યા? શું આ ભારતીય સિસ્ટમનું ડિફોલ્ટ નથી?

જ્યારે શિક્ષકોની ભરતીનું જાહેરનામું કે જેના માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે એનું નોટિફિકેશન 2014માં બહાર પાડવામાં આવ્યું હતું. નોટબંધી પછી નવી કરન્સી 2017થી આવી હતી. એ પહેલાં જ અનેક નિમણૂૂકો થઈ ગઈ હતી. તો શું નોકરી મળ્યા પછી લાંચ લેવામાં આવી હતી? શું તે થઈ શકે છે? એટલા માટે હું કહું છું કે આ મામલે કોઈપણ પ્રકારની અટકળો કર્યા વિના, પ્રાપ્ત થયેલાં નાણાંના સ્ત્રોતની વિગતવાર તપાસ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...