ભાસ્કર એક્સક્લૂસિવબાળક પેદા કરવા રેપિસ્ટને 15 દિવસની પેરોલ અપાઈ:પત્નીએ કહ્યું હતું- પ્રેગ્નેન્ટ નહીં થઉં તો મારા 16 સંસ્કાર અધૂરા રહેશે, 15 દિવસ સાથે રહેવાની પરવાનગી મળી

એક મહિનો પહેલા

પંજાબમાં કેદીઓ તેમના જીવનસાથી સાથે એકાંતમાં સમય પસાર કરી શકે એ માટે જેલ પરિસરમાં એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ રાજસ્થાન હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય પણ ચર્ચામાં છે, જેમાં ગેંગરેપના દોષિતને તેની પત્ની સાથે 15 દિવસ રહેવાની છૂટ આપવામાં આવી છે.

હાઈકોર્ટે ત્રણ દિવસ પહેલાં જ તેને પેરોલ પર છોડવાનો આદેશ આપ્યો છે. સગીરા સાથે ગેંગરેપનો 22 વર્ષીય દોષિત રાહુલ બઘેલ 25 વર્ષની પત્ની બ્રિજેશ દેવી સાથે રહેશે. પોક્સો એક્ટ હેઠળ અલવર જેલમાં બંધ રાહુલને 15 દિવસની પેરોલ અપાઈ છે. કોર્ટનો આ આદેશ અલવર તંત્ર સુધી પહોંચી ગયો છે.

રાજસ્થાનમાં આ પહેલો નિર્ણય છે, જેમાં દુષ્કર્મના કોઈ આરોપીને પેરોલ મળી છે. રાજસ્થાનના પેરોલ રૂલ્સમાં રેપ અથવા ગેંગરેપના કેસમાં પેરોલ નથી મળી શકતી અને દોષિતોને ઓપન જેલમાં પણ મોકલી નથી શકાતા, પરંતુ હાઈકોર્ટે પત્નીના મૌલિક અને બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખી આ અરજીને સ્વીકાર કરી છે.

રાહુલની પત્ની બ્રિજેશ દેવીએ સંતાન પ્રાપ્તિ માટે પોતાના મૌલિક અને બંધારણીય અધિકારોનો હવાલો આપી અલવરની ડીજે કોર્ટમાં 13 જુલાઈ 2022ના રોજ ઈમરજેંટ પેરોલ અરજી કરી હતી. બાદમાં થોડો સમય રાહ જોયા પછી 20 જુલાઈ 2022એ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં 30 દિવસની પેરોલની માગણી કરવામાં આવી, પરંતુ હાઈકોર્ટે રાહુલને 15 દિવસ પેરોલ પર છોડવાનો આદેશ સંભળાવ્યો.

આ અરજી રાહુલની સજાના એક મહિના પછી કરવામાં આવી. અરજીમાં કહેવામાં આવ્યું કે પત્નીને ગર્ભવતી થવાથી અથવા દંપતીને વંશવૃદ્ધિથી રોકવા એ બંધારણની કલમ 14 અને 21ની ભાવના વિરુદ્ધ છે.

અલવરની DJ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસ સુધી સુનાવણીની રાહ જોઈ, ત્યાર બાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટે આ મામલે 15 ઓક્ટોબરે સુનાવણી કરી.

સ્પેશિયલ રિપોર્ટમાં વાંચો...

  • કોર્ટ રૂમમાં પત્ની બ્રિજેશ દેવીની શું દલીલો કરી?
  • પેરોલ અરજી નામંજૂર કરવા સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું?
  • કોર્ટે સુનાવણી પછી કઈ દલીલો ધ્યાનમાં લીધી અને નિર્ણય લીધો?
  • રેપ કેસના આ પ્રથમ કેસ સિવાય અન્ય કોઈ કેસમાં સંતાન પ્રાપ્તિ માટે પેરોલ મળી છે?

વિશ્રામ પ્રજાપતિ- બ્રિજેશ દેવીના પતિ બે વર્ષથી જેલમાં છે. તેના લગ્ન 2018માં થયા હતા. તે લગ્નથી ખુશ છે અને બાળક ઈચ્છે છે. હાલમાં તેને કોઈ સંતાન નથી. બ્રિજેશ દેવી ધાર્મિક-સામાજિક અને માનવ પરંપરાના કારણે વંશ વધારવા માગે છે.

નરેન્દ્ર ગુર્જર- પેરોલ અરજીનો વિરોધ કરીને કોર્ટમાં રાજસ્થાન પ્રેઝન્સ (રિલીઝ ટુ પેરોલ) રૂલ્સ-2021 રજૂ કર્યા અને કહ્યું કે પ્રેગ્નન્સી માટે દુષ્કર્મના કેસમાં પેરોલ આપવાની કોઈ જોગવાઈ નથી. આ અરજીનો કોઈ આધાર નથી.

વિશ્રામ પ્રજાપતિ- રાહુલના ગુનામાં પત્ની બ્રિજેશની કોઈ ભૂમિકા નથી. બ્રિજેશ તેના લગ્નજીવનને બચાવવા માગે છે. બાળકને જન્મ આપવો એ તેના મૂળભૂત અને બંધારણીય અધિકારોમાંનો એક છે.

નરેન્દ્ર ગુર્જર- જો કેદીને પેરોલ આપવામાં આવશે તો સમાજમાં સારો સંદેશ નહીં જાય. સમાજ પર પણ વિપરીત અસર પડશે. આ પાયાવિહોણી અરજી ફગાવી દેવી જોઈએ.

વિશ્રામ પ્રજાપતિ- પિટિશનર બ્રિજેશ દેવી પાસે માતા બનવા માટે અન્ય કોઈ યોગ્ય વિકલ્પ નથી. આ કારણે તેના પતિને પેરોલ પર જેલમાંથી મુક્ત થવા માટે પરવાનગી અપાય.

નરેન્દ્ર ગુર્જર- ગુનેગાર POCSO એક્ટ હેઠળ બંધ છે, જે ખૂબ જ ગંભીર પ્રકૃતિનો છે. કોર્ટે આ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ.

વિશ્રામ પ્રજાપતિ- વૈદિક સંસ્કૃતિ હેઠળ હિન્દુ ફિલોસોફીના 16 સંસ્કારોમાં ગર્ભધારણ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંસ્કાર છે. હિંદુ ફિલોસોફી અનુસાર ગર્ભધારણનો અર્થ ગર્ભની સંપત્તિ છે. વેદ અને ભજનોમાં પણ બાળક માટે વારંવાર પ્રાર્થના કરવામાં આવે છે.

શારીરિક માનસિક જરૂરિયાતો પ્રભાવિત, સંતાન પ્રાપ્તિ માટે પ્રથમ વખત પેરોલની અરજી
રાજસ્થાનમાં POCSO એક્ટ હેઠળ રાહુલને પેરોલ મળવાનો આ પહેલો કિસ્સો છે, પરંતુ રાજ્યમાં ગર્ભધારણની માગણી કરવા બદલ કેદીને પેરોલ પર છોડવામાં આવ્યો હોવાનો આ બીજો કિસ્સો છે. રાહુલને પેરોલ અપાવવા માટે તેણે હાઈકોર્ટની જોધપુર બેંચના 5 એપ્રિલ 2022ના આદેશનો હવાલો આપ્યો, જેમાં હત્યાના દોષિત નંદલાલને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

નંદલાલ કેસ મામલે હાઈકોર્ટે માન્યું હતું કે કેદીની પત્ની નિર્દોષ છે અને તેની શારીરિક અને માનસિક જરૂરિયાતોને અસર થઈ રહી છે. જોધપુર બેંચે કહ્યું હતું કે જો જામીન આપવામાં નહીં આવે તો તે પરિણીત મહિલાના માતા બનવાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ હશે. કોર્ટે કહ્યું કે ભારતીય બંધારણ દ્વારા કોઈપણ દંપતીને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવીય આધાર પર આપવામાં આવેલા અધિકાર છે.

સુનાવણી બાદ અધીક્ષકને આપ્યો અધિકાર
રાહુલ બઘેલની પેરોલ અરજી પર બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે બ્રિજેશ દેવીની બંધારણીય અને મૂળભૂત અધિકારો અને મહિલાના માનવીય આધારો પરની અરજી સ્વીકારી હતી અને 15 દિવસની શરતી પેરોલની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે કહ્યું કે દોષિતને પેરોલ ન આપવાથી તેની પત્નીને બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન થશે.

હાઈકોર્ટના આદેશમાં અલવર સેન્ટ્રલ જેલના અધીક્ષકને એવી શરતો લાદવાની છૂટ આપવામાં આવી છે કે જેમાં પેરોલ બાદ આરોપીઓ સજા પૂર્ણ કરવા માટે ફરીથી જેલમાં હાજર થાય. હાઈકોર્ટે સુપરિન્ટેન્ડેન્ટને જેલના નિયમો મુજબ રાહુલને પેરોલ આપવા જણાવ્યું છે. પેરોલ માટે રાહુલને રૂ.2 લાખના અંગત બોન્ડ અને રૂ.1-1 લાખના બે સિક્યોરિટી બોન્ડ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પંજાબ: જેલમાં બંધ પતિને એકાંતમાં મળી શકે છે પત્ની
આ વર્ષની શરૂઆતમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચેલા કેટલાક કેસોની સુનાવણી બાદ પંજાબ સરકારે જેલમાં પતિ-પત્નીને એકાંતમાં મળવાની વ્યવસ્થા કરી છે. પંજાબ સરકારની આ પહેલ હેઠળ કેદીઓને તેમના જીવન સાથી સાથે થોડો સમય એકાંતમાં વિતાવવા માટે અલગ રૂમ મળશે.

રૂમમાં અલગ ડબલ બેડ, ટેબલ અને અટેચ્ડ બાથરૂમ પણ હશે. જેલ પ્રશાસન રૂમમાં રહેવા માટે બે કલાકનો સમય આપશે, જેમાં પતિ-પત્ની એકાંતમાં સમય પસાર કરી શકશે.

લુધિયાણા જેલમાં કેદીઓને તેમના જીવન સાથીને મળવા માટે બનાવેલો રૂમ.
લુધિયાણા જેલમાં કેદીઓને તેમના જીવન સાથીને મળવા માટે બનાવેલો રૂમ.

હાલમાં આ સુવિધા ગોઇંદવાલ સાહિબ, નાભા, લુધિયાણા અને ભટિંડા મહિલા જેલમાં શરૂ કરવામાં આવી છે. ઉપરાંત તમામ જેલો શરૂ કરવાની તૈયારીમાં છે, પરંતુ આ સુવિધા હજી દરેક ગુનેગાર માટે નથી, ગેંગસ્ટર અને યૌન અપરાધીઓને આ સુવિધાથી દૂર રાખવામાં આવ્યા છે.

વિદેશમાં પણ આવી સુવિધા મળે છે
ભારત બહારના ઘણા દેશોમાં જેલમાં બંધ કેદીઓ તેમના જીવનસાથીને અલગ રૂમમાં મળે છે. આ સુવિધા અમેરિકા, ફિલિપિન્સ, કેનેડા, સાઉદી અરેબિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...