• Gujarati News
  • Dvb original
  • Application Against Rishi Bharti At Sarkhej Police Station, DGP To Submit CID Probe Into Controversy: Rishi Bharti

ભારતી આશ્રમનો વિવાદ:ઋષિ ભારતીએ યદુનંદને ગુંડો કહ્યો, જવાબમાં યદુનંદે કહ્યું, 'મારા પર આજ સુધી એક કેસ થયો હશે તો, ભગવા કપડાં છોડીને હિમાલય પર જતો રહીશ'

10 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ભારતીબાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને ગુરુ-શિષ્ય વચ્ચે શરૂ થયેલો વિવાદ વણસતો જાય છે. આ વિવાદમાં હરિહરાનંદ ભારતીના શિષ્યે સોમવારે ઝુંકાવ્યું હતું. આ અંગે હરિહરાનંદના શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે. એમાં ઋષિ ભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, પરંતુ ઋષિ ભારતીએ અન્ય વિશ્વેશ્વરી માતાની મદદથી એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી ટ્રસ્ટના નામે આવતા રૂપિયા પોતાના અંગત કામમાં વાપરતા હોવાનો તેમ જ ગુરુ હરિહરાનંદ ભારતીજીને ધમકીઓ આપીને ડરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપો સામે ઋષિભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ અથવા સી.બી.આઇ.ને સોંપવાની માગણી રાજ્યના પોલીસ મહાનિર્દેશક સમક્ષ કરવામાં આવશે અને બેંકમાં ખાતા અંગે ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓએ જ ઠરાવ કરીને મને સત્તા આપી હોવાનો ધડાકો કર્યો હતો. તેની સાથે સાથે વિલનો ઇસ્યુ સબજયુડિશ હોવાથી કોર્ટના ચુકાદાની રાહ જોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમની સામે પોલીસમાં અરજી કરનારા યદુનંદજી સામે ફોજદારી ગુનાઓ નોંધાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની સામે યદુનંદજીએ પોતાની સામે નાનો પણ કેસ હોય તો ભગવા છોડીને હિમાલયમાં જતા રહેવાનો પડકાર ફેંકયો હતો.

યદુનંદ ભારતીએ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં કરેલી અરજી.
યદુનંદ ભારતીએ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં કરેલી અરજી.

પ.પૂ. અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામીશ્રી વિશ્વંભારતી ભારતીજી મહારાજના રાજ્યના અમદાવાદ, જૂનાગઢ, બાકરોલ, કેવડિયા ખાતે આવેલા છે. બાપુએ બ્રહ્મલીન થતાં પહેલાં 2019માં તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ ભારતીના નામે વિલ યાને વસિયતનામું કર્યું હતું. દરમિયાન વિશ્વંભારતી ભારતીજી મહારાજ 11-4-2021ના રોજ બ્રહ્મલીન થયા હતા. દરમિયાન હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતીએ વિશ્વંભર ભારતીજી મહારાજે તેમને હસ્તલિખિત વિલ કરી આપ્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો હતો, જે આજે પણ ચાલુ છે. એમાંય વળી ગઇ તા.30મી એપ્રિલના રોજ હરિહરાનંદ ભારતી ગુમ થયા હતા. થોડા દિવસ બાદ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાના પડઘા સ્વરૂપે અંદરખાને ચાલતો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. આ વિવાદમાં સોમવારે હરિહરાનંદ ભારતીના શિષ્ય અને ઋષિ ભારતીના ગુરુભાઇ યદુનંદ ભારતીજીએ સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે.

મહામંડલેશ્વર હરિહરાનંદના શિષ્ય યદુનંદ ભારતી.
મહામંડલેશ્વર હરિહરાનંદના શિષ્ય યદુનંદ ભારતી.

યદુનંદ ભારતીજીએ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે ગુરુ હરિહરાનંદ ભારતીજીના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો વહીવટ કાર્ય સંભાળું છું. અમારા ગૂરુ પ.પૂ. અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજે તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ ભારતીજી નિમણૂક કરી હતી, જેથી અમારા ગુરુ બ્રહ્મલીન થયા બાદ ગુરુ હરિહરાનંદ ભારતીજીને ઉત્તરાધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. તેના થોડા સમય પછી સરખેજ ભારતી આશ્રમમાં સેવા કરતા ઋષિ ભારતીજી મહારાજે અમારા ગુરુ હરિહરાનંદ ભારતીજી વિરુદ્ધમાં પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી હતી. આજથી આશરે 5 મહિના પહેલાં પ.પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજે એક નોટરાઇઝ વિલ યાને વસિયતનામું રજૂ કર્યું હતું. એમાં પપૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે ઋષિ મહારાજની નિમણૂૂક કરવા અંગે લખાણ કર્યું છે. એ વિલ યાને વસિયતનામું પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના માત્ર 15 દિવસ પહેલાં જ આ ઋષિ મહારાજે ખોટું બનાવી ઊભું કર્યું છે, જેમાં પ. પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજની સહીઓ પણ તેમણે ખોટી કરી છે તેમ જ ઋષિ મહારાજે અન્ય વિશ્વેશ્વરી માતા, જેમનો આશ્રમ અરડોઇ તા. કોટડા સાંગાણી, રાજકોટ ખાતે આવ્યો છે. જેઓ પણ હરિહરાનંદ ભારતીજી બાપુના શિષ્યા હતા. તેમની મદદથી જીવરાજ પાર્ક, વેજલપુર ખાતે એક્સીસ બેંકમાં શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના નામથી ખાતું ખોલાવ્યું છે અને ભારતી આશ્રમ ટ્રસ્ટ નામથી આવતા રૂપિયા એ ખાતામાં નાખીને પોતાના અંગત કામમાં વાપરે છે તેમ જ ઋષિ મહારાજ તેમના મળતિયાઓની મદદથી હાલમાં સરખેજ ભારતી આશ્રમ પર કબજો કરી લીધો છે અને તમામ વહીવટ તેમના હાથમાં લઇ લીધો છે તેમ જ ગુરુ હરિહરાનંદ ભારતીજી બાપુને પણ તે અવારનવાર ધમકી આપી ડરાવે-ધમકાવે છે. આ અરજીની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે યદુનંદ ભારતીજીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે પોલીસમાં કરેલી અરજીની સાથે હરિહરાનંદ ભારતીને ઉત્તરાધિકારી બનાવવા માટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજનું અસલ વિલ તથા ડુપ્લિકેટ વિલ તથા એક્સિસ બેંકના દસ્તાવેજો પોલીસને આપ્યા છે. પોલીસે અરજીની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું છે. હું શિવરાત્રિમાં સરખેજ આશ્રમ આવ્યો ત્યારે ઋષિ મહારાજે મને ગંદી ગાળો આપી હતી. મારી સાથેના અનુયાયીને ધક્કો મારીને પાડી દેતાં તેમને ફેકચર થયું હતું. આ અંગેની અરજી પણ અગાઉ સરખેજ પોલીસ મથકમાં કરી હતી. એમાં પણ પોલીસે તપાસ ચાલતી હોવાનું જણાવ્યું છે.

મહામંડલેશ્વર હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી.
મહામંડલેશ્વર હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી.

તેમણે ઋષિ મહારાજે કરેલા આક્ષેપોનું ખંડન કરતાં કહ્યું હતું કે હૈદરાબાદમાં તપાસ કરી આવો, મારી સામે એકપણ નાનો કેસ હોય તો હું ભગવા છોડીને હિમાલય પર જઇને બેસી જઇશ. ઋષિ મહારાજ ગુરુ વિશ્વંભર ભારતીજીના નામે સરખેજ વિસ્તારમાંથી પૈસા ઊઘરાવે છે. હું મારા ગુરુ હરિહરાનંદ જોડે છું, હું સત્યની સાથે છું. એમાં મારી જાન જાય તોપણ મને કોઇ ચિંતા નથી. બાપુ માટે લડવા હું તૈયાર છું.

જ્યારે ઋષિ મહારાજે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓની 19-4-2019ની મીટિંગમાં ઠરાવ નં.3માં ઠરાવ્યું હતું કે આશ્રમમાં અભ્યાસ માટે બહારગામથી આવતા ગરીબ વિદ્યાર્થીઓની જમવા સાથે રહેવાની સગવડ, સંચાલન માટેની સત્તા ટ્રસ્ટી ઋષિ ભારતીને આપવામાં આવે છે. એ અંગે જરૂર જણાતાં છાત્રાલયનો વહીવટ સારી રીતે ચાલે એ માટે અલગથી બેંકમાં ખાતું ખોલાવવવા માટેની સત્તા ઋષિ ભારતીને આપવામાં આવે છે અને વિલ માટેનો કેસ કોર્ટમાં પડતર છે. હાલ આ મેટર સબજ્યુડિશ હોવાથી ચુકાદો આવે એવી રાહ જોવી જોઇએ.

યદુનંદ ભારતીએ ઋષિ ભારતી સામે 30.3.2022ના રોજ કરેલી અરજી.
યદુનંદ ભારતીએ ઋષિ ભારતી સામે 30.3.2022ના રોજ કરેલી અરજી.

તેમણે વધુમાં યદુનંદજીને ગુંડા કહેવા બાબતે જણાવ્યું હતું કે મને ભરવાડના સમાજના એક અગ્રણીએ ગત આપી હતી કે યદુનંદજી સામે ધમકાવવા અને છેતરપિંડી કરવાના ક્રિમિનલ કેસો છે. તેમનાં કામો છુપાવવા માટે જ તેમણે સ્વામીનું રૂપ લીધું છે. તેઓ ભરવાડ સમાજના નહીં,બલકે અન્ય સમાજના છે. તેમણે લવમેરેજ કર્યા છે તેમનાં બે સંતાનો પણ છે. રાજના નામના મેર છે, તેમને ફોન કરીને તેમણે કહ્યું હતું કે હું હૈદરાબાદી છું. બે શાર્પશૂટર છે, ઋષિ મહારાજને શૂટ કરાવી નાખું.

અન્ય સમાચારો પણ છે...