પંજાબમાં આનંદપાલ ગેંગ અને રાજસ્થાનમાં લોરેન્સ ગેંગની નવી સિન્ડિકેટ ચોંકાવનારી છે. બંને ગેંગ એકબીજાના દુશ્મનોને મારવા માટે સાથે મળીને કામ કરી રહી છે. આ કામમાં એ ગેંગ પણ સામેલ છે, જેમણે દિલ્હી NCR અને હરિયાણા પોલીસની નાકમાં દમ કરી રાખ્યો છે.
બોર્ડરની પાસે પંજાબ અને રાજસ્થાનના રસ્તે આ ગેંગના બદમાશોને પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI માત્ર મોડર્ન હથિયારો સપ્લાય જ નહીં પરંતુ ટેરર ફંડિંગ પણ કરી રહી છે. આ જ કારણ છે કે આ હથિયારોની મદદથી રાજસ્થાન સહિત હિંદી બેલ્ટમાં સતત ગેંગવોર વધી રહી છે.
ભાસ્કરે છેલ્લા એક વર્ષમાં થયેલા ગેંગવોર અને હત્યાકાંડની તપાસ કરી તો ખતરનાક ગેંગનું નવું ગઠબંધન સામે આવ્યું છે, જે જેલ અને વિદેશી તાકાતના માધ્યમથી ઓપરેટ થઈ રહ્યું છે.
5 વર્ષ પહેલાં આનંદપાલ એન્કાઉન્ટર પછી શાંત પડેલી તેની ગેંગના બદમાશ રાજસ્થાનમાં થઈ રહેલી ઘટનામાં ડાયરેક્ટ ઈન્વોલ્વ ન થઈને પંજાબના ગેંગસ્ટર લોરેન્સ અને તેના ગ્રૂપની મદદથી દુશ્મનોને મરાવી રહ્યા છે.
બદલામાં, તે પંજાબમાં લોરેન્સને તેના દુશ્મનોને ખતમ કરવામાં ખુલ્લેઆમ સમર્થન આપી રહી છે.
વાંચો લોરેન્સ અને આનંદપાલ ગેંગની નવી સિન્ડિકેટની તપાસ...
પંજાબના તરનતારન જિલ્લાની ગોઇન્દવાલ જેલમાં બંધ કેદીઓ વચ્ચે થયેલી ગેંગવોર આ સિન્ડિકેટનું સૌથી તાજું ઉદાહરણ છે. પંજાબના કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ગવાનપુરિયાના બે ખાસ સાગરિતો મોહના માનસા અને મનદીપ તૂફાનને ઢોર માર મારીને મોતના ઘાટ ઉતાર્યા હતા.
મૂસેવાલા હત્યા કેસમાં તે બંને જેલમાં બંધ હતા. થોડી વાર પછી કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરાડે જેલમાં થયેલી હત્યાની જવાબદારી લીધી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોલ્ડી લખે છે કે, 'ગોઇન્દવાલ જેલમાં મોહના માનસા અને મનદીપ તૂફાનની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગ લે છે. તેમને અમારા ભાઈઓ અરશદ બિકાનેર, સચિન ભિવાની, અંકિત સેરસા, દીપક મુંડી, મનપ્રીત ભાઉ, કશિશ અને મામા કિત્તાએ માર્યા છે.' માર્યા ગયેલા બંને જગ્ગુના માણસો હતા. જગ્ગુના કહેવાના કારણે બે દિવસ પહેલાં અમારા ભાઈ મનપ્રીત ભાઉ સાથે મારઝૂડ કરી હતી. આજે અમારા ભાઈઓએ એકતરફ થઈને તેમની હત્યા કરી છે. જગ્ગુએ જ અમારા ભાઈઓ રૂપા અને મન્નુને જાળ ગોઠવીને એન્કાઉન્ટરમાં મરાવડાવ્યા હતા.'
જેલમાં થયેલી આ ગેંગવોરમાં રાજસ્થાનના ચૂરુ જિલ્લાનો ગેંગસ્ટર અરશદ ખાન લોરેન્સ ગેંગના દુશ્મન જગ્ગુ ભગવાનપુરિયાના સાગરીત મોહના માનસા અને મનદીપ તૂફાનની હત્યા કરનારમાં સામેલ હતો. આ પહેલાં પણ મૂસેવાલા હત્યામાં તે લોરેન્સ ગેંગની મદદ કરી ચૂક્યો છે.
આ જ આરોપમાં તે પંજાબ જેલમાં બંધ હતો. મૂસેવાલાની હત્યા કરવા શાર્પ શૂટર્સને બોલેરો આપી હતી. આ બોલેરોનો ઉપયોગ હત્યા માટે કરવામાં આવ્યો હતો.
માત્ર 17 વર્ષની ઉંમરમાં ક્રાઈમ વર્લ્ડમાં એન્ટ્રી લેનાર ચૂરુના સરદાર શહેરનો હિસ્ટ્રીશીટર અરશદ આનંદપાલની સહયોગી ગેંગનો જૂનો સભ્ય છે.
આનંદપાલ ગેંગના સૌથી મોટા દુશ્મન ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા
રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રાજુ ઠેહટની સીકરમાં કોચિંગ ડ્રેસમાં પહોંચેલા બદમાશોએ ઘરની બહાર હત્યા કરી. 25થી વધુ ગોળી વાગતા ઠેહટનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
હત્યાની થોડી વાર પછી જ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રહેવાસી અને લોરેન્સ ગેંગ સાથે જોડાયેલ રોહિત ગોદારાએ રાજુ ઠેડટની હત્યાની જવાબદારી લેતા આને આનંદપાલ અને બલબીર બાનુડાનાં મોતનો બદલો ગણાવ્યો. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શ્રીડૂંગરગઢના બિગ્ગા ગામના રાકેશ અને ગણેશ રોહિતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરી રહ્યા હતા.
ઠેહટ હત્યા પછી ત્રણ શૂટર્સ સહિત 5 બદમાશોની ઝૂંઝુનથી ધરપકડ કરવામાં આવી હતી. તેમાં બે મનીષ જાટ અને વિક્રમ ગુર્જર સીકરના જ રહેવાસી હતા. જ્યારે સતીશ કુમ્હાર, જતિન મેઘવાલ હરિયાણાના ભિવાનીના હતા.
રાજસ્થાન પોલીસનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રોહિત ગોદારા હાલ દુબઈમાં છે. એક લાખનું ઈનામ ધરાવનાર ગોદરા સામે રાજસ્થાનમાં 32 કેસ નોંધાયા છે. જેમાં હત્યા, ખંડણી જેવા કેસ સામેલ છે.
તે હાલમાં લોરેન્સ ગેંગ માટે કામ કરે છે અને અગાઉ બિકાનેરમાં પોતાની નાની ગેંગ ચલાવતો હતો અને આનંદપાલ ગેંગ માટે કામ કરતો હતો. રોહિત ગોદારાએ પંજાબમાં સિંગર મૂસેવાલા હત્યા કેસમાં શૂટર્સને લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા
પંજાબ કોંગ્રેસના નેતા અને પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. જાહેરમાં ગોળીઓનો વરસાદ થયો હતો. હત્યાનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડ હતો. તેણે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મૂસેવાલાની હત્યાની યોજના બનાવી હતી અને શૂટર્સના માધ્યમથી હત્યાને અંજામ આપ્યો. આ હત્યામાં પણ રાજસ્થાનની આનંદપાલ ગેંગ સાથે જોડાયેલા બદમાશોની લિંક સામે આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૂસેવાલાની હત્યા કરવામાં શૂટર્સને આર્થિક મદદથી લઈને વ્હીકલ સપોર્ટ પણ રાજસ્થાનથી મળ્યો. હથિયાર પણ જોધપુરના રસ્તે મોકલવામાં આવ્યા હતા.
આટલું જ નહીં શૂટર્સની ફરાર થવાની વ્યવસ્થા પણ રાજસ્થાનના ગેંગસ્ટર્સે કરી હતી. મૂસેવાલા હત્યા મામલે રોહિત ગોદારા, કપિલ પંડિત, સુભાષ બરાલ અને અરશદ ખાન સહિત આનંદપાલ ગેંગ સાથે જોડાયેલા બદમાશોનાં નામ સામે આવ્યાં છે.
જયપુરમાં ડેરા પ્રેમી પ્રદીપ સિંહની હત્યાનો આરોપી ફરાર
પંજાબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના આરોપી ડેરા પ્રેમી પ્રદીપ સિંહની હત્યાના કેસમાં ફરાર રમજાન ખાન ઉર્ફે રાજ હુડાને પોલીસે એન્કાઉન્ટર બાદ જયપુરના રામનગરિયા વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.
ફરાર થવા દરમિયાન તે હનુમાનગઢના બે ભાઈઓ સાથે રહેતો હતો, જેઓ જયપુરના રામનગરિયા વિસ્તારમાં વિનાયક એન્ક્લેવમાં ભાડેથી રહેતા હતા. પંજાબ પોલીસના એટીએફએ જયપુર પોલીસ સાથે મળીને એન્કાઉન્ટર બાદ તેને પકડી લીધો હતો.
ડેરા પ્રેમીની હત્યાના આરોપમાં પંજાબની ફરીદકોટ જેલમાં બંધ ગેંગસ્ટર ગોલ્ડી બરાડના સંબંધી ભોલા સિંહે જેલમાં બેસીને કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ 20 નવેમ્બર 2022ના રોજ ગોલ્ડીના કહેવા પર રમજાન ખાન ઉર્ફે રાજ હુડા (રોહતક, હરિયાણા) અને અન્ય બદમાશોએ મળીને ડેરા પ્રેમી પ્રદીપ સિંહની હત્યા કરી નાખી.
આ પછી, ગોલ્ડીના કહેવા પર, જયપુરના ગેંગસ્ટર રિતિક બોક્સરે અહીં રાજ હુડાના સુરક્ષિત ભાગી જવાની વ્યવસ્થા કરી. હાલ હૃતિક ફરાર છે તેથી આ કેસમાં બાકીના ખુલાસા થવાના બાકી છે.
નવી સિન્ડિકેટ કેમ બની?
ભાસ્કર તપાસમાં સામે આવ્યું છે કે ગેંગસ્ટરને પ્રોડક્શન વોરંટ પર અને જેલ ટ્રાન્સફર પર એક રાજ્યથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, ત્યારે તેમના જીવને જોખમ હોય છે.
આ જ કારણ છે કે લોરેન્સ ગેંગે પોતાની ગેંગ સાથે જોડાયેલા લોકોના રક્ષણ માટે દરેક રાજ્યમાં કોમન દુશ્મનવાળી ગેંગથી મિત્રતા કરી લીધી. જેથી તે રાજ્યની જેલમાં ત્યાંના ગેંગસ્ટર તેમના માટે પ્રોટેક્શન કવરનું કામ કરે.
અલગ-અલગ રાજ્યોમાં પોતાને મજબૂત કરવા માટે તેમને વધુ શૂટર્સની શક્તિની જરૂર છે. તે જ સમયે, તેમની દુશ્મનાવટ એટલી વધી ગઈ છે કે તેમના માટે તેમના દુશ્મનોનો નાશ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમનું સિન્ડિકેટ અન્ય કરતાં મોટું બનાવવા માંગે છે. આ જ કારણ છે કે હિન્દી પટ્ટામાં ખંડણી-હત્યા-ગેંગવોરની ઘટનાઓ સતત વધી રહી છે.
ક્રાઈમનું ઈન્ટરનેશનલ સિન્ડિકેટ આવી રીતે બન્યું
31 જુલાઈ 2021ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આનંદપાલની કથિત ગર્લફ્રેન્ડ અને રાજસ્થાનની લેડી ડોન અનુરાધાની હરિયાણાના રહેવાસી દિલ્હી-NCRના કુખ્યાત ગેંગસ્ટર કાલાલ જઠેહી સાથે ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી.
ત્યારબાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે અનુરાધાએ લોરેન્સ ગેંગ અને કાલા જઠેહી સાથે મળીને દેશમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ પણ બનાવી છે.
તમામ ગેંગના શૂટર્સ એક-બીજા સાથે મળીને કામ કરી રહ્યા હતા. આ ક્રાઈમ સિન્ડિકેટના માત્ર એક વર્ષમાં જ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCR સહિત યુપીમાં પોતાની 20થી વધુ હત્યાને અંજામ આપ્યો હતો જે તેમના દુશ્મન હતા.
જ્યારે દિલ્હી પોલીસના ખુલાસા પર તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લેડી ડોન અનુરાધાએ અજમેર જેલમાં બંધ આનંદપાલના ભાઈ રૂપેન્દ્રપાલ ઉર્ફે વિકીના કહેવાથી આ રીતે વિખરાયેલી ગેંગને ફરીથી મજબૂત બનાવી.
રૂપેન્દ્રપાલ અને લોરેન્સના ભાઈ અનમોલમાં ગાઢ મિત્રતા
આનંદપાલના ભાઈ રૂપેન્દ્રપાલ ઉર્ફે વિક્કી અને લોરેન્સના ભાઈ અનમોલમાં ગાઢ મિત્રતા છે. આ પણ એક કારણ છે કે બંને ગેંગ સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે છે.
તાજેતરમાં ભાસ્કર કેમેરા પર, જોધપુરના ગેંગસ્ટર કૈલાશ મંજુએ કબૂલાત કરી હતી કે લોરેન્સે સૌથી પહેલાં તેની હત્યા માટે આનંદપાલના ભાઈને જવાબદારી આપી હતી, જોકે તેણે તેનો ઈન્કાર કર્યો હતો.
સૂત્રો એ પણ જણાવે છે કે આનંદપાલનો એક ભાઈ મનજીતપાલ થોડા સમય પહેલાં નિર્દોષ છૂટ્યા બાદ બહાર આવ્યો છે અને હવે તે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
આવી સ્થિતિમાં રાજસ્થાનમાં થઈ રહેલા ગુનામાં આનંદપાલ ગેંગે હવે લોરેન્સ ગેંગનો વેશ ધારણ કર્યો છે. જ્યારે ગુનાને અંજામ આપનારા તમામ શૂટર્સ અને બદમાશો AP ગેંગના જ છે.
સલમાનને મારવાના કાવતરામાં લોરેન્સ અને આનંદપાલના સાગરીતો
રાજસ્થાનના ચૂરુ જિલ્લાના 23 વર્ષીય કપિલ પંડિત રાજગઢે લોરેન્સ ગેંગના ઈશારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મારવા માટે 2022માં 3 મહિનામાં બે વખત કાવતરું ઘડ્યું પરંતુ સફળ ન થયો.
સલમાન ખાનને મારવા માટે મુંબઈના પનવેલમાં ભાડાના મકાનમાં રહેવા પણ ગયો અને સલમાનના ફાર્મ હાઉસ પર આવતા-જતા લોકોની રેકી પણ કરી. મૂસેવાલા હત્યા કેસમાં કપિલ આરોપી છે.
આ પહેલાં રાજગઢ પાસેના કલોડી ગામના રહેવાસી ગેંગસ્ટર સંપત નેહરાએ પણ સલમાનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે પણ માત્ર લોરેન્સની સલાહ પર જ મુંબઈ ગયો હતો પણ સફળ થયો નહોતો.
આ પછી, ગયા વર્ષે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને લૉરેન્સ ગેંગની ધમકીના કેસમાં, મુંબઈ પોલીસે રાજસ્થાન સ્થિત ગેંગસ્ટર વિક્રમ બરાડની સંડોવણીની વાત કરી હતી. કપિલ પંડિત અને વિક્રમ બરાડ બંને લોરેન્સ પહેલાં આનંદપાલ ગેંગ સાથે સંકળાયેલા હતા.
બોર્ડર પારથી આવી રહ્યાં છે ખતરનાક વિદેશી હથિયાર, ISI ફંડિંગ કરી રહી છે
હાલમાં જ NIAએ દેશભરમાં ઘણાં રાજ્યોમાં દરોડા પાડી ઘટસ્ફોટ કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ સહિત તેની સાથે જોડાયેલા તમામ ગેંગસ્ટર્સને પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIથી ફંડિંગ કરી રહી છે.
મૂસેવાલા હત્યાની તપાસમાં લોરેન્સે પાકિસ્તાનથી વિદેશી હથિયાર સપ્લાયર ગેંગ અને ટેરર ફંડિંગની કબૂલાત કરી હતી.
આ કારણે NIA પંજાબ અને રાજસ્થાન તેમજ દેશભરમાં સમયાંતરે દરોડા પાડી રહી છે. ઘણાં વિદેશી હથિયારો જપ્ત કરવા સાથે કેટલાક ગેંગસ્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પંજાબમાં ખાલિસ્તાની ચેનલો દ્વારા અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં દાણચોરો અને 007 ગેંગ દ્વારા પાકિસ્તાનથી ભારતમાં વિદેશી હથિયારો સપ્લાય કરવામાં આવે છે.
બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ લોરેન્સને મદદ કરી રહ્યો છે
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સનો મિત્ર ગેંગસ્ટર હરવિંદર સિંહ રિંડા સંધુ, જે નાભા જેલમાંથી ભાગીને 2016માં પાકિસ્તાન પહોંચ્યો હતો, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરે છે. તે ત્યાં ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની ઈન્ડિયા વિંગ ચલાવે છે.
રિંડા પંજાબમાં ડ્રોન અને દાણચોરી દ્વારા ISIની મદદથી લોરેન્સ બિશ્નોઈને ખતરનાક વિદેશી હથિયારો મોકલી રહ્યો છે. પંજાબમાં વાતાવરણ ગરમ છે ત્યારે જેસલમેર બોર્ડર પરથી પણ હથિયારો મોકલવામાં આવી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ સાથેની સરહદ પર પાકિસ્તાનમાં લગભગ 6 ડ્રોન સેન્ટર બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ રાજસ્થાનની સરહદે પાકિસ્તાનમાં એક ડઝન જેટલા દાણચોરો સક્રિય છે અને આ રેકેટ સાથે સંકળાયેલા છે.
આ વિદેશી હથિયારોનો ઉપયોગ મૂસેવાલા અને ઠેહટ હત્યામાં કરવામાં આવ્યો હતો
શૂટરોએ મુસેવાલાને મારવા માટે AK 47 અને 9MM રશિયન પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આ સિવાય તેમની પાસે રશિયન બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ હતા.
રાજુ ઠેહત હત્યામાં શૂટરોએ તુર્કી બનાવટની જીગાના પિસ્તોલ અને ચાઈના બનાવટની પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. જીગાના પિસ્તોલ ઘણી મોંઘી છે અને હાલમાં તેનો ઉપયોગ યુએસ અને મલેશિયન આર્મી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.