સિદ્ધિમૂલં પ્રબંધનમ એટલે કે 'સફળતાના મૂળમાં સંચાલન છે' IIM, ઈન્દોરનો આ આદર્શ સુવિચાર છે.
'ધ આર્ટ ઓફ મેનેજમેન્ટ ઈઝ ટુ ગ્રો ટુ બ્લેડ્સ ઓફ ગ્રાસ વેયર વન વુડ ગ્રો અર્લિયર' -મેનેજમેન્ટગુરુ પીટર ડ્રકર
શા માટે લોકપ્રિય
ભારતમાં MBA તમામ પ્રકારની આર્થિક મંદી અને વૈશ્વિક આર્થિક સમસ્યા બાદ પણ ખૂબ જ લોકપ્રિય અભ્યાસક્રમ છે. તો ચાલો... જાણીએ કે આ અભ્યાસક્રમ છેવટે છે શું મેનેજમેન્ટ સ્કિલ્સ શીખેલા લોકો પાંચ સારાં કામ કરી શકે છે.
(1) બિગ પિક્ચર જોવું- ફક્ત પોતાનો ડિપાર્ટમેન્ટ જ નહીં, પણ સંપૂર્ણ કંપનીનું કામ સમજી શકવું (2) હ્યુમન રિસોર્સીસને લગતા મૂલ્યને સમજવું- મટીરિયલ રિસોર્સીસથી ઘણા ઉપરના સ્તરે હોય છે હ્યુમન રિસોર્સીસ (3) વ્યૂહાત્મક વિચારોનું સર્જન કરવું- ઓપરેશનલ સ્કિલ્સથી આગળ વધીને વ્યૂહાત્મક વિચારોનું નિર્માણ કરવું (4) સારી પ્રસ્તુતિને લગતું કૌશલ- પોતાને આઈડિયા (વિચારો)ને વધુ સારા પેકેજ સાથે રજૂ કરવું. (5) ક્રાઈસિસ મેનેજમેન્ટ કરવું (કટોકટીની સ્થિતિનું સંચાલન)- અનેક પ્રકારની મુશ્કેલીમાં એનો સામનો કરવા વ્યૂહરચના ઘડવી
આ સાથે એ પણ એક સત્ય છે કે MBA એટલું સ્કિલ્ડ નહીં હોય અને તમારી પોતાની મહેનત ઘણી મોટી ભૂમિકા ભજવશે.
એક લાંબો વારસો
આજે ભારત અમેરિકા બાદ સૌથી વધારે મેનેજમેન્ટ કૉલેજ ધરાવતો દેશ છે. ભારતમાં મેનેજમેન્ટ એજ્યુકેશનની શરૂઆત વર્ષ 1954માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વેલ્ફેર એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ (IISWBM), કોલકાતા ખાતે થઈ હતી, જેને ભારતની સૌપ્રથમ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ પણ કહેવામાં આવે છે. વર્ષ 1950ના દાયકામાં જ આંધ્ર, મદ્રાસ અને દિલ્હી યુનિવર્સિટીએ મેનેજમેન્ટના અભ્યાસક્રમોની શરૂઆત કરી હતી. વર્ષ 1961માં IIM કોલકાતા, વર્ષ 1962માં IIM અમદાવાદની શરૂઆત થઈ. આ ઉપરાંત વર્ષ 1949માં સ્થપાયેલી ઝેવિયર્સ લેબર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જમશેદપુર (XLRI)માં વર્ષ 1966માં મેનેજમેન્ટ વિભાગ શરૂ કરવામાં આવ્યો.
આજે ભારતમાં 20 જેટલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) ઉપરાંત આશરે 200 જેટલી પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કૉલેજો ધરાવે છે. આશરે ત્રણ લાખ એપ્રેન્ટિસ પ્રત્યેક વર્ષ આ સંસ્થાઓમાં પ્રવેશ માટે વિવિધ મેનેજમેન્ટ એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લે છે. એમાં CAT, XAT અને CMATની મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે.
એના ફાયદા કયા છે
કોમ્પિટિટિવ એડવાન્ટેજ-MBA ડીગ્રીધારક પાસે અન્યોની તુલનામાં વધુ સારી સોનેરી તકો રહેલી હોય છે. નોકરીમાં MBA ડીગ્રી-હોલ્ડરને અનેક વખત પ્રાધાન્યતા આપવામાં આવે છે. નોકરીદાતા સારી રીતે વાકેફ હોય છે કે મોટી કૉલેજમાંથી MBA ડીગ્રી હાંસલ કરવા માટે મહેનત કરવી પડે છે એટલે કે ડીગ્રીહોલ્ડર ડિસિપ્લિન્ડ અને એમ્બિશિયસ તો છે. કેટલીક કંપનીની પોલિસીમાં ટોપ લેવલ પર આ ડીગ્રી ફરજિયાત હોઈ શકે છે.
ઊંચા વેતનો- સરેરાશ સ્થિતિમાં જોઈએ તો MBAની ડીગ્રી ગ્રેજ્યુએટને વધુ સારી નોકરી સાથે ઉચ્ચ વેતન પણ અપાવે છે. MBAની ડીગ્રી મેનેજમેન્ટ પોઝિશન પર જવા માટેની એન્ટ્રી ટિકિટ છે,જે સામાન્ય રીતે હાઈ-પેડ હોય છે. કોલેજના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટને લગતી તક આપવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓને તેમના સપનાની કંપનીઓમાંથી પસંદગી કરવાની તક મળે છે. પ્રારંભિક વેતન વાર્ષિક રૂપિયા 4થી 7 લાખ હોય છે. પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કૉલેજ (IIM)માંથી વાર્ષિક રૂપિયા 15થી 20 લાખના પેકેજ પણ મળી શકે છે. અનુભવ થયા બાદ તમે વધારે સારી કમાણી કરી શકો છો.
કરિયરની પ્રગતિ અને નોકરીની સુરક્ષા- એક તૃતીયાંશથી અડધોઅડધ લોકો કરિયરને લગતી પ્રગતિ માટે MBA કરે છે. કરિયર પ્રોગ્રામથી અર્થ મેનેજરિયલ પોઝિશન્સ અંગે પ્રમોશન, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો તેમ જ K.S.A (નોલેજ, સ્કિલ્સ અને એબિલિટી)માં ગ્રોથ છે. LPG આર્થિક સુધારા બાદ ભારતમાં મોટા પાયે બિઝનેસ અને કંપનીઓ લોંચ થઈ, જેને લીધે આ ફિલ્ડમાં નોકરીની કોઈ અછત નથી. હા, આ સાથે એ પણ હકીકત છે કે વર્ષ 1991થી અત્યારસુધીમાં અનેક વખત ડાઉનટર્ન પણ રહેલું છે કે જ્યારે MBA ડીગ્રીહોલ્ડર્સને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કરિયર ચેન્જ- અનેક વ્યાવસાયિકો પોતાનું કરિયર બદલવા માટે મેનેજમેન્ટનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.'કરિયર ચેન્જ'નો અર્થ એ છે કે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કામ કરી રહેલા લોકો અન્ય કોઈ ફિલ્ડમાં કામ કરવાની પણ ઈચ્છા ધરાવતા હોય છે. તેમના માટે મેનેજમેન્ટની ડીગ્રી નવા દ્વાર ખોલવા ઉપરાંત મેનેજમેન્ટ એજ્યુકેશન હાંસલ કરી એ વાતને વધારે સારી રીતે સમજી શકે છે કે કયા ઉદ્યોગની પર્સનાલિટી અને રસને વધારે અનુકૂળ હોય છે. કરિયર ચેન્જની પાછળ અનેક કારણ હોઈ શકે છે, જેમ કે વર્તમાન નોકરીથી કંટાળી ગયા હોય, નોકરીને લગતી પ્રોફાઈલ તથા પર્સનાલિટી મિસમેચ, વિઝનનો અભાવ, વિકાસની મર્યાદિત સંભાવના વગેરે હોઈ શકે છે.
કોર્પોરેટ નેટવર્કિંગને લગતી તક- MBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓને કોર્પોરેટજગતમાં નેટવર્ક તૈયાર કરવામાં મદદરૂપ બને છે. અનેક એવી યુનિવર્સિટીમાં ટોપ મલ્ટીનેશનલ કંપનીઓના અનુભવી વ્યાવસાયિક અને બિઝનેસ લીડર્સને મળવા માટે કાર્યક્રમનું આયોજન કરે છે. અલબત્ત, આ ફિલ્ડમાં સૌથી વધારે મજબૂત નેટવર્ક સાથીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરે છે, કારણ કે આગામી વર્ષોમાં તમારા આ સાથીઓ પૈકી કોઈ બિઝનેસ લીડર, એન્ટ્રપ્રિન્યોર્સ, CEO અને CFO બને છે. અનેક સ્કૂલમાં મેન્ટરશિપ પ્રોગ્રામ અથવા ઓન-ફિલ્ડ વર્ક અનુભવના માધ્યમથી વિદ્યાર્થીઓ-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાતચીતની સુવિધા પ્રદાન કરે છે.
ગ્લોબલ એક્સપોઝર-MBA ડીગ્રીને વિશ્વભરમાં વ્યાપક સ્વરૂપમાં માન્યતાપ્રાપ્ત છે, માટે એનો ઉપયોગ વિશ્વના કોઈપણ ભાગમાં કરિયર ઘડવા માટે કરી શકાય છે. સારી મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મુખ્ય ક્ષેત્રો તથા ઉચ્ચ મેનેજરિયલ પોસ્ટ માટે યોગ્યતા ધરાવતા હોય છે.
તો તમે પણ વ્યાવસાયિક વિકાસ કરવા વિચારો. અમારી શુભેચ્છા તમારી સાથે છે
કંઈક કરીને દેખાડીશું!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.