કરિયર ફંડાઈંગ્લિશ ઈમ્પ્રૂવ કરવાની રસપ્રદ રીત:સાત અંગ્રેજી શબ્દોની રોમાંચક કહાની

24 દિવસ પહેલા
શિક્ષાવિદ સંદીપ માનુઘને

"શબ્દો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ" -એલ્ડસ હક્સલે(બ્રિટિશ લેખક અને ફિલોસોફર)

કરિયર ફંડામાં તમારું સ્વાગત છે!

અંગ્રેજી શબ્દો શિખવાની નવી પદ્ધતિ
આજથી આપણે અંગ્રેજી શબ્દભંડોળ શીખવાના મિશનમાં એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ.

આપણે જે પણ શબ્દો વાપરીએ છીએ, તે દરેકનો લાંબો ઈતિહાસ રહેલો છે. તેમાં કેટલાક સાથે રોમાંચક કહાનીઓ રહેલી છે, જે ઘણું શીખવે છે. આજથી આપણે આવી જ એક યાત્રા પર જઈ રહ્યા છીએ, જેમાં તમને આવી જ રોમાંચક કહાનીઓ જાણવા મળશે, જે તમારા ઈંગ્લિશ નોલેજને વધારશે.

તો તૈયાર છો તમે, 'શબ્દભંડોળ ડેવેલોપમેન્ટ'ની યાત્રા માટે?

સાત અંગ્રેજી શબ્દો અને તેમની રસપ્રદ વાતો
1) SANDWICH(સેન્ડવિચ)- આજકાલ બટરથી લઈને ચીઝ સેન્ડવિચ સુધી અલગ-અલગ વેરાઈટીમાં ઉપલબ્ધ છે અને સેન્ડવિચ ભારતના શહેરોમાં ખવાતી એક લોકપ્રિય વાનગી છે.

A. મોટાભાગના લોકો 'સેન્ડવિચ'નો અર્થ 'બે સપાટી વચ્ચે દબાયેલું સમજે છે.' પરંતુ વાસ્તવમાં 'સેન્ડવિચ' બ્રિટનના કેંટ જિલ્લામાં સ્થિત એક શહેરનું નામ છે.
B. જ્હોન મોન્ટાગુ, 'સેન્ડવિચ' (સ્થળ)ના ચોથા અર્લ, 18મી સદીના અંગ્રેજ રાજકારણી હતા.
C. વ્યસ્તતાને લીધે, તેઓ જમવાનું બે બ્રેડ વચ્ચે દબાવીને પીરસવાનું કહેતા, જેથી કામ/મનોરંજન કરતા-કરતા પણ ખાવાનું ખાઈ શકીએ, હાથ ખરાબ ન થાય વગેરે.
D. તેમની ખાવાની પદ્ધતિ તેમના મિત્રોમાં લોકપ્રિય બની અને તેઓએ તેને 'સેન્ડવીચની જેમ' કહેવાનું શરૂ કર્યું.

સરસ છે ને! મજા કરો?

2) KETCHUP (કેચઅપ) - 'થોડો કેચઅપ ટ્રાય કરો', 'વાહ! ઘરનો બનેલો લાગે છે'

A. દૂરદર્શનના શરૂઆતી દિવસોમાં 'વોલફોર્મ કેચઅપ'ની જાહેરાત કોણ ભૂલ્યું હશે.
B. આજે આપણને દરેક વસ્તુ સેન્ડવિચ હોય કે સમોસા, કચોરી હોય કે પરોઠા દરેક જોડે કેચઅપ જોઈએ.
C. તે માનવું મુશ્કેલ છે કે આ શબ્દ, આજે મોટાભાગના બ્રિટિશ અને અમેરિક જણાતા આ શબ્દે 17મી સદીના ચીનમાં મસાલેદાર માછલી અથવા ચટણીના અર્થ તરીકે વપરાતો હતો.
D. ચાઈનીઝ અમોય બોલીમાં તેને કો-ચીપ કહેવામાં આવે છે, તેમજ ઈન્ડોનેશિયન-મલેશિયન બોલીમાં સોસને "કે-ચેપ" કહેવામાં આવે છે.
E. તેની લોકપ્રિયતા 18મી સદીની શરૂઆતમાં સિંગાપોર અને મલેશિયામાં ફેલાઈ હતી, જ્યાંથી તેને બ્રિટિશ શોધકર્તાઓએ અપનાવ્યું હતું.

વાર્તામાંથી શબ્દની ઉત્પત્તિ શીખવાથી આપણને કાયમી શીખ મળે છે.

3) SHAMPOO (શેમ્પૂ)- શેમ્પૂ શબ્દ હિંદીમાંથી આવ્યો છે, તેનું મૂળ 'ચંપી' એટલે કે 'માલિશ' થાય છે.

A. સંસ્કૃત મૂળ ચપાટી (ચપટી) પરથી ઉતરી આવેલ છે, આ શબ્દ શરૂઆતમાં કોઈપણ પ્રકારના દબાવવાનો સંદર્ભ આપે છે.
B. 1860માં 'વાળને ધોવું' તરીકે તેને વ્યાખ્યાયીત કરવામાં આવ્યું, અને આ માત્ર 1950ના દાયકામાં તેનો અર્થ 'કાલીન અને અન્ય સામગ્રીઓ'ને ઘોવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાનું શરૂ થયું.

કોણે વિચાર્યું હતું કે શેમ્પૂ શબ્દ ભારતીય મૂળનો હશે.

4) NICE (નાઇસ) – અંગ્રેજી બોલતા દેશોમાં શિક્ષકો તેમના વિદ્યાર્થીઓના લેખનમાં "નાઇસ" વિશેષણના વધુ પડતા ઉપયોગથી ઘણીવાર હતાશ થાય છે.

A. આ શબ્દ મૂળરૂપે નકારાત્મક શબ્દ હતો, જેનો અર્થ થાય છે "અજ્ઞાની" અથવા "મૂર્ખ".
B. તે 13મી સદીના ઉત્તરાર્ધમાં લેટિન 'નાસિયસ'માંથી વિકસાવવામાં આવ્યું છે. શરૂઆતમાં તે ઘણીવાર વિચિત્ર રીતે અતિશય પોશાક પહેરેલી વ્યક્તિનો સંદર્ભ આપવા માટે ઉપયોગમાં લેવાતો હતો.
C. ત્યાર પછી તેને એવી વસ્તુના સંદર્ભમાં ભ્રમિત કરવામાં આવ્યું જે પરિષ્કૃત છે અથવા કોઈ એવા વ્યક્તિ માટે 'સારી રીતે' કપડા પહેરલો હોય અને ધીરે-ધીરે તે સકારાત્મક થઈ ગયો.

સદીઓ સુધી ચાલતા શબ્દો ક્યારેક પોતાનો મૂળ રસ્તો છોડીને સાવ નવો રસ્તો અપનાવે છે.

4) MALARIA (મેલેરિયા)- તમે કદાચ વિચાર્યું નહીં હોય કે આપણે મુખ્યત્વે આફ્રિકા સાથે જે શબ્દ જોડીએ છીએ તે રોમ સાથે સંકળાયેલ હશે.

A. તે મધ્યકાલીન ઇટાલિયન શબ્દ "MAL" પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે "ખરાબ" અને "એરિયા" જેનો અર્થ "પવન" થાય છે - તેથી તેનો શાબ્દિક અર્થ "ખરાબ હવા" થાય છે.
B. આ શબ્દનો ઉપયોગ રોમની આસપાસના માર્શલેન્ડમાંથી આવતી ખરાબ હવાને વર્ણવવા માટે કરવામાં આવ્યો હતો, જે રોગનું કારણ માનવામાં આવતું હતું જેને આપણે હવે મેલેરિયા કહીએ છીએ.
C. હવે આપણે જાણીએ છીએ કે મચ્છરો આ પરિસ્થિતિઓમાં પ્રજનન કરે છે જે વાસ્તવમાં રોગનું કારણ બને છે (હવાને બદલે).

5) QUARANTINE (ક્વોરેન્ટાઇન) - તમે કોવિડ-19 રોગ દરમિયાન આ શબ્દ ઘણો સાંભળ્યો હશે.

A. ક્વોરેન્ટાઇન શબ્દનો ઉદ્ભવ વિનાશક પ્લેગમાંથી થયો છે, જેને 'બ્લેક ડેથ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 14મી સદીમાં સમગ્ર યુરોપમાં ફેલાઈ ગયો હતો અને યુરોપની લગભગ 30% વસ્તીનો નાશ કર્યો હતો.
B. આ શબ્દની ઉત્પત્તિ ઇટાલિયન શબ્દ "ક્વૉરન્ટા ગિઓર્ની" અથવા "ચાલીસ દિવસ" પરથી આવી છે.
C. ઇટાલીમાં આવતા જહાજોને અન્ય લોકોમાં રોગ ફેલાતો અટકાવવા માટે મુખ્ય ભૂમિ પર લાવવામાં આવતા પહેલા નજીકના ટાપુઓ પર 40 દિવસ માટે 'અલગતા'માં રાખવામાં આવ્યા હતા.
D. આ પ્રક્રિયા પાછળથી 'ક્વોરેન્ટાઇન' તરીકે ઓળખાવા લાગી.

6.PARADISE(પેરેડાઈસ)- આ શબ્દ મૂળરૂપે ઈરાની શબ્દ છે જેનો ઉપયોગ ઈરાનમાં અમીરોના ઘરો અને સમ્રાટોના મહેલોમાં ઊંચી દીવાલવાળા બગીચાઓ માટે થાય છે.

A. ત્યાંથી આ શબ્દ ગ્રીસ પહોંચ્યો, જેને ગ્રીક લોકો "PARADEISOS" કહે છે, જેનો અર્થ થાય છે "સંલગ્ન પાર્ક".
B. આજે તેનો અર્થ 'સ્વર્ગ' અથવા 'સ્વર્ગ જેવું સ્થાન' તરીકે થાય છે.

સરસ છે ને! મજા આવી?

7) ROBOT (રોબોટ) - શેક્સપિયર એકમાત્ર એવા લેખક ન હતા જેમણે અંગ્રેજી ભાષામાં નવા શબ્દો રજૂ કર્યા હતા.]

A. અંગ્રેજી શબ્દ 'રોબોટ' ચેક શબ્દ 'રોબોટા' પરથી આવ્યો છે, જેનો અર્થ 'ફોર્સ્ડ લેબર' થાય છે.
B. આ શબ્દ 1920ના દાયકામાં લેખક કારેલ કેપેક દ્વારા તેમના વિજ્ઞાન સાહિત્ય નાટક 'Rur' ('Rossum's Universal Robots')માં રજૂ કરવામાં આવ્યો હતો, જે કૃત્રિમ લોકોના નિર્માણના વિચારનું વર્ણન કરે છે.
C. તો રોબોટ શબ્દનું મૂળ "બંધુ મજૂર" છે!

આજનું 'કરિયર ફંડા' એ છે કે અંગ્રેજીને સુધારવાની ઘણી બધી રીતોમાંથી એક એ છે કે શબ્દોના મૂળની વાર્તાઓને સમજવી.

કરીને બતાવશું!

અન્ય સમાચારો પણ છે...