આ વર્ષે 6 માર્ચના રોજ અમૃતસર સ્થિત BSFની 144 બટાલિયનના હેડક્વાર્ટરમાં એક જવાને 4 સાથી પર ફાયરિંગ કરેલુ. ચારેયના મોત થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન ફાયરિંગ કરનાર જવાનનું પણ મોત નિપજેલુ. તે માનસિક રીતે બીમાર હતો.
હવે BSFની કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ પાંચ અધિકારીઓ અને એક વ્યક્તિ સામે ખાતાકીય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ BSFની આ એક ઘટના છે. જમીની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 10 વર્ષમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPF (જેમાં BSFનો પણ સમાવેશ થાય છે)ના 1205 જવાનોએ આત્મહત્યા કરી લીધી છે.
બે મહિના અગાઉ 21 મેના રોજ ભાસ્કર ભારત-પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યું હતું અને અમે BSF જવાનોના જીવનને ખૂબ જ નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અમે આ અહેવાલને ફરી વખત પ્રકાશિત કરી રહ્યા છીએ.
21 મે 2022નો અહેવાલ...
જગ્યાઃ ભારત-પાકિસ્તાન બોર્ડર
પોસ્ટઃ બોર્ડર પોઇન્ટ 000
આ ત્રણ જીરો અમે ભૂલથી છોડ્યા નથી. જાણી જોઈને યોગ્ય નંબર લખી રહ્યા નથી. જવાનોએ ઈન્કાર કરી દીધો છે, જેથી તેમની ઓળખ ન થઈ જાય. અહી BSFના 40 જવાન ફરજ પર છે.
આ સાથે બે હકીકતને પણ જાણો....
પહેલીઃ 2016થી 2020 વચ્ચે, એટલે કે 4 વર્ષમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના 20,249 જવાને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અને 1,708 જવાનોએ રાજીનામા આપી દીધા છે.
બીજીઃ છેલ્લા 10 વર્ષમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ, એટલે કે CAPF (જેમાં BSFનો પણ સમાવેશ થાય છે)ના 1,250 જવાનોએ આત્મહત્યા કરી લીધી.
આ બાબત આઘાતજનક છે. આપણે તો આ અંગે ગીત ગાઈ છીએ, તો પછી આવું શા માટે થઈ રહ્યું છે? જવાનો સાથે આ સાથે કેટલીક બાબત જોડાયેલી છે. માટે અમે તેમની પાસે પહોંચ્યા. હવે તમારા માટે બોર્ડર નંબર 000થી ચાર કહાની...
પહેલી કહાનીઃ સવારના 4.30 વાગ્યા છે, જવાન શૌચાલય સામે પોતાનો વારો આવે તેની રાહ જોઈ ઉભા છે.
હું BSF કેમ્પમાં છું. જે જવાનોએ સવારે 6 વાગ્યાની શિફ્ટમાં ડ઼્યૂટી પર જવાનું છે તેઓ જાગી ગયા છે. ટૉયલેટ કોમન છે, માટે દરેક જવાન પોતાનો વારો આવે તે માટે રાહ જોવા લાઈનમાં ઉભા છે. જે સ્થિતિ છે તેની તસવીર તમને દેખાડી શકીએ તેમ નથી. તસવીર લેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તેને ભાસ્કરના આર્ટિસ્ટ ગૌતમ ચક્રવર્તી દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઇન્ટીંગથી સમજીએ...
જે લોકો તૈયાર થઈ ગયા છે તેઓ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. નિયત સમય પર બોર્ડર પર પહોંચવાનું છે, માટે જવાન 5.30 વાગ્યાથી ચાલીને નિકળવાની શરૂઆત કરે છે. હાથમાં રાઈફલ છે, પગમાં કાળા રંગના જૂતા છે, માથા પર કેપ છે,જેની ઉપર BSF લખેલું છે. કેટલાકના હાથમાં પાણીની બોટલ છે અને બાઈનાક્યુલર પણ છે. આ દરમિયાન રાત્રીની શિફ્ટવાળા જવાનો પણ પરત ફરી રહ્યા છે.
બીજી કહાનીઃ બપોરે સાડા બાર વાગે પરત આવ્યા છે, ઉંઘવા માટે ફક્ત 2 કલાકનો સમય છે.
બપોરે 12 વાગ્યા છે. જે લોકો સવાર 6 વાગે ગયા હતા, તેમની શિફ્ટ ઓવર થઈ ગઈ છે. જવાન બોર્ડરથી કેમ્પ જવાની શરૂઆત કરી ચુક્યા છે. 12.30 વાગ્યા સુધીમાં સૌ પરત આવી ચુક્યા છે.
કોઈ ટૉયલેટમાં છે, કોઈ પોતાના નાના-મોટા કામ પૂરા કરી રહ્યું છે તો કોઈ સ્નાન કરી રહ્યા છે. આ તમામ પ્રવૃત્તિ કરતા 1.30 વાગી જાય છે, ત્યારબાદ લંચ શરૂ થાય છે. બેટ પર જાતા જતા કોઈને 2 તો કોઈને 2.30 વાગ્યાનો સમય થઈ જાય છે.
આ દરમિયાન કેટલાક જવાન મોબાઈલ લઈ આજુબાજુની જગ્યા શોધી રહ્યા છે, જ્યા નેટવર્ક આવે છે ત્યાંથી ઘરે વાતચીત કરે છે. જવાનો પાસે ઉંઘવા માટે ફક્ત 2 કલાકનો સમય છે, કારણ કે સાંજના 6 વાગે તેમણે ફરી વખત શિફ્ટ માટે નિકળવાનું છે.
ત્રીજી કહાનીઃ સાંજના 4.30 વાગ્યા છે, જવાનોએ જાવાનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે.
સાંજના 4.30 વાગ્યા છે, જે જવાન બે કલાક અગાઉ સુતા હતા, તેઓએ જાગવાનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે. કેટલાક કેમ્પના મેન્ટેનેન્સમાં જોડાઈ ચુકયા છે. થોડીવાર કામ બાદ ડિનર શરૂ થઈ ગયું. ડિનર બાદ સાંજના 5.30 વાગે જવાન બોર્ડર પર જવા નિકળી રહ્યા છે. નિયત સમય પર સાંજના 6 વાગે જવાન બોર્ડર સંભાળી ચુક્યા છે.
ચોથી કહાનીઃ રાત્રિના 12.30 વાગે આવવાની શરૂઆત થઈ
અત્યારે રાત્રીના 12 વાગ્યા છે,જે જવાન સાંજે ગયા હતા, હવે તેમની બીજી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. 12.30 વાગ્યા સુધી કેમ્પમાં જવાનોનું આવવા-જવાનો દોર ચાલી રહ્યો છે. આગામી એક કલાક રુટીન એક્ટિવિટીમાં પસાર થાય છે. કોઈ રાત્રે 2 વાગ્યે ઉંઘવા જાય છે તો કોઈ રાત્રે 2.30 વાગે જાય છે.
આ જવાનોને બે કલાક એટલે કે 4.30 વાગ્યા સુધી કોઈપણ સંજોગોમાં જાગવાનું રહેશે, કારણ કે સવારે 6 વાગે ફરી બોર્ડર પર પહોંચવાનું છે. એટલે કે બે શિફ્ટમાં જવાન માંડ 4 કલાક જ ઉંઘ લઈ શકશે. તે પણ અલગ-અલગ તૂટકામાં. જેમણે તાત્કાલિક ઉંઘ નથી આવતી, તેઓ અને વધુ ઓછા પ્રમાણમાં ઉંઘ લે છે.
નિયમ શુ છેઃ BSFમાં ફરજના કલાકો નક્કી હોતા નથી. સામાન્ય રીતે એક BOP એટલે કે બોર્ડર આઉટપોસ્ટ પાસે ત્રણથી સાડા ત્રણ કિમીનો એરિયા હોય છે, જેને 18થી 20 જવાન દિવસ-રાત સંભાળે છે. જવાનોની સંખ્યાના આધારે વર્કિંગ અવર્સ બદલાતા રહે છે.
ભાસ્કર રિપોર્ટરે BSF જવાનો સાથે કેટલાક કલાક વીતાવ્યા અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે છેવટે આમ કેમ બની રહ્યું છે. તેની પાછળ કેટલાક કારણો સામે આવ્યા છે. તબક્કાવાર રીતે અમે આ માહિતી રજૂ કરી રહ્યા છીએ. વાંચો આ એક્સક્લૂઝિવ અહેવાલ
પડકાર નંબર 1: ગાઢ જંગલથી રેતથી ભરેલા વિસ્તારોમાં પોસ્ટિંગ
આ વાત ગયા વર્ષની છે. એક બટાલિયન 29 જુલાઈના રોજ નોર્થ ઈસ્ટથી ચાલે છે, અને 4 ઓગસ્ટના રોજ વેસ્ટમાં પહોંચે છે. આગામી બે દિવસ બાદ એટલે કે 6 ઓગસ્ટના રોજ તેમણે બોર્ડર પર ગોઠવવામાં આવે છે. એટલે કે હવામાન, ભૌગોલિક સ્થિતિ, ભોજન તદ્દન અલગ હોય છે. હરિયાળા વિસ્તારથી સીધા રેતીવાળા વિસ્તારમાં પોસ્ટિંગ.
જવાનોને પોતાની જાતને એડજસ્ટ કરવા માટે એક સપ્તાહનો સમય પણ મળી શકતો નથી. કોઈ જ પ્રીઈક્શન ટ્રેનિંગ નથી અને એટલો સમય રહેતો નથી કે પોતાની જાતને મોસમને અનુકૂળ રહી શકે. અલબત 10 ઓગસ્ટના રોજ તો બટાલિયને ઓપરેશન ચાર્જ લઈ લીધો હતો.
નિયમ શું છેઃ એક મહિનાની પ્રીઈન્ડક્શન ટ્રેનિંગ હોવી જોઈએ. તેમા જવાનોને સ્થાનિ એરિયા, ટરેન, કલ્ચર તથા ત્યાના માહોલને અનુરૂપ થવા માટે યોગ્ય સમય આપવામાં આવવો જોઈએ. જોકે આ વખતની સ્થિતિ એવી બની કે જવાનોને એક જગ્યાથી અન્ય જગ્યા સીધા ગોઠવવામાં આવ્યા છે, કારણ કે બોર્ડરની સુરક્ષા કરવા માટે કોઈ ન હતું.
ચેલેન્જ નંબર 2: પરિવારથી વર્ષો સુધી અલગ
અનેક બટાલિયન સાથે આ પ્રકારનું વલણ થાય છે કે તેમના કોઈપણ પડકારજનક જગ્યા પર પોસ્ટિંગ કરવામાં આવે છે તો આગામી 3 વર્ષ બાદ ફરી કોઈ પડકારજનક જગ્યા પર જ પોસ્ટિંગ આપવામાં આવે છે. આ સંજોગોમાં પરિવાર સાથે તેમનું અંતર સતત રહેતુ હોય છે. આ સ્થળ મોટાભાગે એવા હોય છે કે તે નોન ફેમિલી સ્ટેશન હોય છે.
અહીંથી ઈમર્જન્સીમાં ઘરે પહોંચવામાં પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. એક સિનિયર અધિકારી કહે છે કે પોસ્ટિંગ એવું હોવું જોઈએ કે કોઈ 3 વર્ષ ઘરથી દૂર રહે તો 3 વર્ષ પરિવારની આસપાસ રહી શકે, જોકે એવું થતું નથી, માટે જવાનોમાં આઈસોલેશનનું ફિલિંગ છે. તેથી તેઓ માનવીમાંથી મશીન બનીને રહે છે.
નિયમ શું છેઃ એક યુનિટ પાસે 14 ટકા ફેમિલી અકોમોડેશનની અધિકૃતી હોય છે. એટલે કે અન્ય જવાન તેમના પરિવારને રાખી શકતા નથી. તે પૈકી પણ જે જવાન બોર્ડર પર હોય છે, અને તેમના પેમિલી હેડક્વાર્ટરમાં રહે છે તો પરિવારથી અંતર જળવાઈ રહે છે.
ચેલેન્જ નંબર 3: 18-20 વર્ષથી કોઈ પ્રમોશન થયું નથી
BSFમાં જવાનોનું પ્રથમ પ્રમોશન જ 18થી 20 વર્ષમાં થાય છે. એટલે કે કોઈ જવાન સિપાહીની પોસ્ટ પર જોઈન કરે છે તો આગામી 20 વર્ષ સુધી સિપાહી જ રહેશે. અધિકારીઓનું પ્રમોશન પણ 10થી 12 વર્ષમાં થાય છે. આ સંજોગોમાં પોસ્ટ પર એક જ પ્રકારનું કામ કરતા કરતાં જવાન થાકી જાય છે અને ફ્રસ્ટ્રેટ થઈ જાય છે.
BSFમાં પણ આશરે 20થી 22 હજાર પદ ખાલી છે. વર્ષ 2016 બાદ કોઈ જ સીધી ભરતી થઈ નથી. દરેક યુનિટમાં સરેરાશ 100-125 જવાનની જગ્યા છે. ખાલી પદ ન ભરાવાને લીધે કામનો વધારાનો બોજ આવે છે. શિફ્ટ સમયસર પૂરી થઈ શકતી નથી. રજા મળવામાં મુશ્કેલી પડે છે. દરેક વર્ષે ખાલી પદ ભરવામાં આવે તો આ મુશ્કેલી ન પડે.
નિયમ શું છેઃ પ્રમોશન થશે જ એવો કોઈ નિયમ નથી. યોગ્યતાને લગતો નિયમ છે. 7થી 8 વર્ષમાં યોગ્યતા પૂરી કરવાની હોય છે. જોકે પ્રમોશન 20 વર્ષમાં થઈ શકે છે. 10 વર્ષ બાદ અશ્યોર્ડ કરિયર પ્રમોશન હેઠળ વેતન વધારો ચોક્કસપણે મળવા લાગે છે.
પડકાર નંબર 4: ભૂલથી પણ ભૂલ ન કરવાનું દબાણ
BSFમાં કહેવામાં આવે છે કે ભૂલથી પણ ભૂલ ન થવી જોઈએ. જીરો એરર પર કરવામાં આવે છે. નાની એવી ભૂલની મોટી સજા મળે છે.ધારો કે બે જવાન વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ જાય અને જો આ વાત કમાન્ડેન્ટ સુધી પહોંચી જાય છે તો જવાનોને એકથી ત્રણ મહિના સુધી જેલની સજા થઈ શકે છે. ભૂલ થવાના સંજોગોમાં 7 દિવસની જેલની સજા થાય છે. કેમ્પની અંદર જ જેલ હોય છે.
જેલ થવાના સંજોગોમાં વેતન પણ બંધ થઈ જાય છે. માટે દરેક જવાનના મગજ પર એક દબાણ હંમેશા જળવાઈ રહે છે કે ભૂલથી પણ ભૂલ ન થાય. એક દ્રષ્ટીએ જોઈએ તો જવાનની થિંકિંગ પ્રોસેસ જ ખતમ થઈ જાય છે. તે સતત ડરના માહોલમાં જીવે છે. અધિકારી આંખ ઉઠાવીને પણ જોઈ લે તો અનેક દિવસો સુધી સતત ચિંતામાં રહે છે કે ક્યાંક મે કોઈ ભૂલ તો નથી કરીને.
નિયમ શું છેઃ ભૂલ ન કરવાનો કોઈ નિયમ નથી, પણ સિનિયર હંમેશા જવાનો પર એક દબાણનો માહોલ જાળવી રાખવા માગે છે, જેથી તે કોઈ મુશ્કેલીમાં ન આવી જાય. જોકે અનુશાસનહીનની સજા નક્કી હોય છે.
ચેલેન્જ નંબર 5: બોર્ડર પર રહેવા છતાં કોઈ અધિકાર નહીં
BSFના જવાનોને બોર્ડર પર ગોઠવી દેવામાં આવે છે,પણ તેની પાસે કોઈ જ સત્તા હોતી નથી. જો તે કોઈ ગુનેગારને પકડે છે તો તેને સ્થાનિક પોલીસને સોંપી દેવાનો હોય છે. જવાનો એ વાતથી ખૂબ જ નિરાશ હોય છે કે અમારું કામ આર્મીની માફક છે,પણ સુવિધા તેમનાથી અડધી પણ નથી. તેમને શહીદનો દરજ્જો પણ આપવામાં આવતો નથી અને અન્ય કોઈ સુવિધા પણ આપવામાં આવતી નથી. જેથી આર્મી કેન્ટીનમાં જે દરથી સામાન મળે છે તે રેટથી BSF કેન્ટીનમાં મળતો નથી. કનેક્ટિવિટી યોગ્ય નહીં હોવાથી પરિવાર સાથે ખૂબ જ મુશ્કેલીથી વાતચીત થઈ શકે છે. સમયસર રજાઓ મળી શકતી નથી. આમ તો તે રિઝર્વ ફોર્સ છે,પણ તેમને અવાર-નવાર ચૂંટણી તથા અન્ય કાર્યોમાં લગાવવામાં આવે છે.
ચૂંટણીના સમયે બોર્ડર પર રહેલા જવાનોને શહેરોમાં બોલાવી લેવામાં આવે છે. જેથી બાકીનો જે સ્ટાફ બોર્ડર પર હોય છે તેમના વર્કિંગ અવર્સમાં વધારો થાય છે. એક જવાન આંખમાં આંસુ સાથે કહે છે કે અમને સમજી શકે તેવા કોઈ જ અધિકારી ઉપર નથી.
નિયમ શું છેઃ CRPC અંતર્ગત ફોરેનર્સ એક્ટ, ધ પાસપોર્ટ એક્ટ, ફોરેક્સ લૉ અને કસ્ટમ લૉ જેવા કાયદા મારફતે ધરપકડ અને તપાસનો અધિકાર મળે છે. જવાન આત્મરક્ષા માટે ફાયરિંગ કરી શકે છે, જોકે તે સાબિત કરવું પડશે.
(નિયમોની જાણકારી BSFમાં ADGના પદથી નિવૃત થયેલા એકકે સૂદના મતે)
નિષ્કર્ષઃ જવાન BSFમાં પરિવર્તન ઈચ્છે છે. તે પોતાની વાત અધિકારીઓને કહી શકતો નથી. અધિકારી પોતાની વાત ઉચ્ચ સત્તાવાળાઓને કહી શકતા નથી. આ સંજોગોમાં તેમણે ભાસ્કર મારફતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.