તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્ધી મિલ્ક:મહાત્મા ગાંધીના ફેવરિટ બકરીના દૂધમાંથી અમૂલ તેમજ પ્રાઇવેટ ડેરીઓ હવે ચીઝ, યોગર્ટ, મિલ્ક પાઉડર જેવા ઉત્પાદનો બનાવશે

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
 • કૉપી લિંક
 • બકરીના દૂધમાંથી ચીઝ બનાવી વેચવાની અમૂલની વિચારણા
 • સુરેન્દ્રનગરની યુનાઈટેડ ઈન્ડિયા ડેરી બકરીના દૂધનું યોગર્ટ લોન્ચ કરશે
 • આદ્વિક ફૂડ્સે બકારીના દૂધનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલાં સત્યના પ્રયોગો ઉપરાંત ખોરાકના પ્રયોગો પણ જાણીતા છે. ગાંધીજી બકરીના દૂધને બહુ જ ગુણકારી ગણતાં હતાં અને રોજ નાસ્તામાં બકરીના દૂધમાંથી બનાવેલું દહીં ખાતા હતા. બકરીના દૂધના એ સત્વશીલ ગુણો હવે કમર્શિયલ ધોરણે પણ સ્વીકૃત બની રહ્યા છે. સ્હેજ ખારાશ હોવાના કારણે બકરીનું દૂધ ઓછું ચલણી છે ત્યારે દૂધાળા પશુઓ અને માલધારી સમાજ સાથે સંકળાયેલી કચ્છની સહજીવન સંસ્થાના પ્રયાસોથી હવે બકરીના દૂધમાંથી બનેલી વિવિધ આઇટમો દેશભરમાં વેચાતી થઈ જશે. હાલમાં કોસ્મેટિક્સ બનવાવા માટે બકરીના દૂધનો ઉપયોગ વધુ થાય છે.

સહજીવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ મિશ્રાએ જણાવ્યું કે, અમે ઊંટડી અને ગધેડીના દૂધ બાદ બકરી રાખતા વિચરતા માલધારીઓનો સ્ટડી કર્યો અને ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી અમૂલ તેમજ અન્ય ખાનગી કંપનીઓ સાથે પણ વાતો કરી તેઓને બકરીના દૂધમાંથી પ્રોડક્ટ્સ બનાવી અને વેચવા માટે પ્રયત્નો કર્યા હતા. અમૂલ ટૂંક સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ્સ હાથ ધરશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરની યુનાઈટેડ ઈન્ડિયા ડેરી યોગર્ટ લોન્ચ કરશે. થોડા દિવસો પૂર્વે રાજસ્થાનની આદ્વિક ફૂડ્સ કંપનીએ બકરીના દૂધનો પાવડર લોન્ચ કર્યો છે.

અમૂલ બકરીના દૂધમાંથી પ્રોડક્ટ્સ બનાવવાનું વિચારે છે
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી જણાવ્યું કે, બકરીના દૂધમાંથી કઈ પ્રોડક્ટ્સ બનાવી શકાય અને તેના કલેક્શનને લઈને અમારી વિચારણા ચાલુ છે. આ માટે અમે એક પાઈલોટ પ્રોજેક્ટ અંગે પણ વિચારી રહ્યા છીએ.

અમૂલે દૂધ કલેક્શન માટે સુરેન્દ્રનગરમાં સર્વે શરૂ કર્યો
સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ગુરદિત પ્યારાસિંહે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અમે અમૂલ માટે દૂધ કલેક્ટ કરીએ છીએ. બકરીનું દૂધ ક્યાંથી અને કેટલા પ્રમાણમાં મળી શકે છે તે માટે અમે સુરેન્દ્રનગરના સાયલા અને ચોટિલા તાલુકામાં એક સર્વે શરૂ કર્યો છે. આ દૂધમાંથી ચીઝ તેમજ અન્ય આઇટમો બનાવવાનું ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે.

સહજીવને 2500 પરિવારોને ડિટેક્ટ કર્યા છે જેઓ બકરીના પશુપાલન સાથે સંકડાયેલા છે.
સહજીવને 2500 પરિવારોને ડિટેક્ટ કર્યા છે જેઓ બકરીના પશુપાલન સાથે સંકડાયેલા છે.

ભારતમાં પહેલીવાર બકરીના દૂધનું યોગર્ટ લોન્ચ થશે
યુનાઈટેડ ઇન્ડિયા ડેરીના પ્રોપરાઇટર જયકિશન ગઢવીએ જણાવ્યું કે, બકરીના દૂધ વિષે અમે સહજીવન પાસેથી જાણ્યું અને પછી પ્રયોગ માટે તેમાંથી યોગર્ટ બનાવ્યું હતું. ગ્રાહકોને ટેસ્ટ કરાવતા અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો એટલે અમે તેને ગુજરાતમાં 27 માર્ચે લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. બકરીના દૂધમાં ખારાશ હોય છે પણ યોગર્ટમાં ફ્રૂટ કન્ટેન્ટ વધારી તેમજ સુગરથી મેનેજ કરી શકાય છે. આ ઉપરાંત તેની શેલ્ફ લાઈફ પણ સામાન્ય યોગર્ટની જેમ 15 દિવસની છે. શરૂઆતમાં અમે 200-250 કપનું ઉત્પાદન કરીશું અને તેને રાજકોટ, અમદાવાદ અને સુરતના બજારોમાં મુકાશે. આ ઉપરાંત જિયોમાર્ટ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન વેચાણ પણ કરવામાં આવશે.

ફૂડ સેફટીનો પ્રશ્ન રહેતો નથી
મિશ્રા જણાવે છે કે, અમે અત્યારસુધીમાં 2500 પરિવારોને ડિટેક્ટ કર્યા છે જેઓ બકરીના પશુપાલન સાથે સંકડાયેલા છે. જો બકરીના દૂધની બનાવટોનું વેચાણ વધશે તો આ લોકોને ફાયદો થશે. અત્યારે તેઓને દૂધનો રૂ. 35 પ્રતિ લિટર સુધીનો ભાવ મળે છે. બકરીનું દૂધ ઘણા સમયથી વાપરવામાં આવે છે અને તે માટે ફૂડ સેફટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે માણસોના વપરાશ માટે માન્ય પણ છે એટલે સહકારી ડેરી હોય કે પ્રાઇવેટ કંપની, તેમણે મંજૂરીને લગતા કોઈ પ્રશ્નો રહેતા નથી.

બકરીના દૂધનો પાવડર રૂ. 4000 કિલોના ભાવે વેચાય છે
આદ્વિક ફૂડ્સના ફાઉન્ડર હિતેશ રાઠીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે બકરીના દૂધનો પાવડર લોન્ચ કર્યો છે. મોટાભાગે બાળકો માટે આ પાવડરનો વપરાશ થાય છે. આ પાવડર રૂ. 2000થી લઈને રૂ. 4000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. અમે હાલમાં ગુજરાતમાંથી આશરે 200 લિટર બકરીના દૂધની ખરીદી કરીએ છીએ. હજુ બકરીના દૂધમાંથી બનતી વસ્તુઓનું માર્કેટ નથી પણ ધીમે ધીમે વધવાની અપેક્ષા છે.

વિચરતા પશુપાલકો હોઇ દૂધ કલેક્શન અઘરું છે
મનોજ મિશ્રાએ જણાવ્યું કે, બકરી રાખતા રબારીઓ વર્ષના 8 મહિના અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે અને આ કારણોસર તેમની પાસેથી એક જગ્યાએ કલેક્શન કરવું થોડું અઘરું છે. જોકે, તેનો રસ્તો એ છે કે, ગુજરાતમાં અમૂલના ઘણા કલેક્શન સેન્ટર છે તો તેઓ પોતાની સગવડતા મુજબ આ કેન્દ્રમાં દૂધ પહોંચાડી શકે છે. આ માટે અમે રાજકોટ ડેરી સાથે પણ વાત કરી રહ્યા છીએ.

બકરી રાખતા રબારીઓ વર્ષના 8 મહિના અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે.
બકરી રાખતા રબારીઓ વર્ષના 8 મહિના અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે.

સૌરાષ્ટ્રમાં ઘણા પશુપાલકો છે
સહજીવનના પ્રોજેક્ટ ડિરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યું કે, અમે જે સ્ટડી કરી હતી તેમાં સામે આવ્યું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી, ઉપલેટા સાહિતના વિસ્તારોમાં ઘણા વિચારતા પશુપાલકો છે અને તેઓ પાસે બકારીઓ પણ મોટા પ્રમાણમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો