તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજની કહાની છે ઉત્તરપ્રદેશના જૌનપુરના રહેવાસી શશીકલા ચૌરસિયાની. 46 વર્ષની શશીકલા ખાસ જૌનપુરિયા અંદાજ અને આસાન ભાષામાં પોતાની યુટ્યૂબ ચેનલ પર જાતજાતની વાનગીઓની રેસિપી જણાવે છે. તેમની યુટ્યૂબ ચેનલ 'અમ્મા કી થાલી' પર 1.37 મિલિયન, એટલે કે 13 લાખ 70 હજાર સબ્સ્ક્રાઈબર છે. જ્યારે તેમની ચેનલ પર અપલોડેડ 22 વિડિયો પર 1 મિલિયનથી વધુ વ્યૂઝ છે.
શશીકલાના ત્રણ વિડિયો પર 5 મિલિયનથી વધુ વ્યૂઝ છે. સોજીના ગુલાબ જાંબુ બનાવવાના તેમના વિડિયો પર તો 43 મિલિયન વ્યૂઝ છે. આ ઉપરાંત તેમણે બનાવેલા સ્પંજી રસગુલ્લા, ચણાના લોટના લાડુ, કોબીના કોફ્તા, ગુલાબ જાંબુ, ગાજરના હલવાના વિડિયો પર 10 મિલિયનથી વધુ વ્યૂઝ છે. આજે શશીકલા પોતાના ભોજન બનાવવાના હુન્નર દ્વારા યુટ્યૂબ ચેનલથી દર મહિને સરેરાશ 50 હજાર રૂપિયની કમાણી કરી રહ્યા છે.
શશીકલાના યુટ્યૂબ ચેનલના ઓપરેશન્સમાં તેમના મોટા પુત્ર ચંદન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે બીજા નંબરના પુત્ર સૂરજ વિડિયો એડિટિંગ અને સૌથી નાના પુત્ર પંકજ વિડિયો રેકોર્ડનું કામ સંભાળે છે.
ચંદન કહે છે, અમ્મા હંમેશાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી. તીજના તહેવાર પર તો તેમણે બનાવેલા ભોજનની દરેક લોકો પ્રશંસા કરતા હતા. સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયો સિમ લોન્ચ થયું હતું. ગામેગામ હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચવા લાગ્યું. યુટ્યૂબ વિડિયો જોનારાઓની સંખ્યા પણ વધવા લાગી હતી. એક દિવસ જમતી વખતે મેં વિચાર્યું કે શા માટે અમ્માના ભોજન બનાવવાના વિડિયો બનાવીને યુટ્યૂબ પર મૂકવામાં ન આવે.
અમે 8 નવેમ્બર 2017ના રોજ પોતાની યુટ્યૂબ ચેનલ બનાવી. અમે અમારી માતાને અમ્મા કહીએ છીએ તેથી વિચાર્યું કે ચેનલનું નામ અમ્મા કી થાલી કેમ ન રાખીએ. તેઓ કહે છે- અમે અમારી ચેનલ પર પ્રથમ વિડિયો કાશીની પ્રસિદ્ધ બુંદી ખીરનો બનાવ્યો હતો, પણ આ વિડિયોને કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો.
અમે 6 મહિના સુધી વિડિયો બનાવતા રહ્યા, પરંતુ ન તો વ્યૂઝમાં કોઈ ખાસ વધારો થયો કે ન તો સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં. પછી 31 મે, 2018ના રોજ અમે કેરીનાં અથાણાં બનાવવાની રીત પર એક વિડિયો બનાવીને અપલોડ કર્યો. આ વિડિયો પર અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. એ સમયે અમારા માંડ 3000 સબ્સ્ક્રાઈબર હતા, જે ત્રણ મહિનામાં વધીને 1 લાખ થઈ ગયા. પછી એ સિલસિલો ચાલતો રહ્યો અને આજે અમારી ચેનલ પર 1.37 મિલિયન, એટલે કે 13 લાખ 70 હજાર સબ્સ્ક્રાઈબર છે.
ગોલ્ડ પ્લે બટન મળવું જીવનની યાદગાર ક્ષણ, હવે ડાયમંડ પ્લે બટનની તૈયારી
શશીકલા કહે છે- અમને ડિસેમ્બર 2018માં યુટ્યૂબથી સિલ્વર પ્લે બટન મળ્યું હતું. ફેબ્રુઆરી 2020માં 1 મિલિયન સબસ્ક્રાઈબર મળવાથી અમને ગોલ્ડ પ્લે બટન મળ્યું. જે દિવસે અમને ગોલ્ડ પ્લે બટન મળ્યું, એ અમારા પરિવાર માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો. હવે અમારું લક્ષ્ય 10 મિલિયન સબ્સ્ક્રાઈબર સાથે ડાયમંડ પ્લે બટન સુધી પહોંચવાનું છે. આ માટે અમે સતત આકરી મહેનત કરી રહ્યા છીએ.
શશીકલા કહે છે, તેમણે બનાવેલા કોબીના કોફ્તા, લાડુ અને કેરીનાં અથાણાંની રેસિપી યુનિક હતી. આ અગાઉ કોઈપણ યુટ્યૂબ ચેનલ પર આવી રેસિપી નહોતી, તેથી તેમના વિડિયોઝને એટલા પસંદ કરવામાં આવ્યા. જોકે હવે અનેક લોકોએ આ રેસિપીઝના વિડિયો બનાવીને અપલોડ કર્યા છે. તેઓ કહે છે કે તેમણે ભોજન બનાવવાની કલા માતા શાંતિ દેવી પાસેથી શીખી છે. જ્યારે સ્વભાલમાં નરમાઈ પિતા કનૈયાલાલ ચૌરસિયાના સંસ્કારોના કારણે છે.
ચંદન કહે છે, અમારા ફેસબુક પેજ પર 1.1 મિલિયન, જ્યારે ઈન્સ્ટાગ્રામ પેજ પર 2 લાખ 12 હજાર ફોલોઅર્સ છે. અમારા ટિકટોક અકાઉન્ટ પર 6 મહિનામાં જ 3 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા હતા. ત્યાં અમને રોજના સરેરાશ 20 મિલિયન વ્યૂઝ મળી રહ્યા હતા, પરંતુ જૂન 2020માં ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ આવ્યા પછી અમારું અકાઉન્ટ પણ બંધ થઈ ગયું.
મોબાઈલથી શરૂ કરી સફર, હવે સ્ટુડિયો સેટઅપની તૈયારી
ચંદનના પિતા કૈલાશનાથ ચૌરસિયાની જૌનપુરમાં એક મીઠાઈની નાની દુકાન છે. ચંદન સહિત ત્રણેય ભાઈ અને તેમનાં માતા હવે બનારસમાં શિફ્ટ થઈ ગયા છે. ચંદન કહે છે- શરૂઆતમાં અમે એમઆઈ નોટ-4 મોબાઈલથી વિડિયો શૂટ કરતા હતા અને એક જૂના લેપટોપ પર કામચલાઉ એડિટિંગ કરતા હતા.
જેમ જેમ સબ્સ્ક્રાઈબર અને કમાણીમાં વધારો થયો, અમે નવો ડીએસએલઆર કેમેરા, એડિટિંગ સોફ્ટવેર અને નવું લેપટોપ લઈ લીધા. અત્યારે અમે દર સપ્તાહે 5 વિડિયો બનાવીએ છીએ અને અત્યારસુધીમાં 450થી વિડિયો બનાવીને અપલોડ કરી ચૂક્યા છીએ. ટૂંક સમયમાં જ અમે એક સ્ટુડિયો સેટઅપ કરવાની તૈયારીમાં છીએ, જ્યાં અમે વધુ વ્યવસ્થિત રીતે રેસિપી વિડિયો રેકોર્ડ કરી શકીશું. ત્યારે અમ્મા સ્ક્રીન પર પણ નજરે પડશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.