ગરબાની રમઝટ:અમેરિકન ગોરીઓએ કીર્તિદાન પર ડૉલર ઉડાડ્યા, ‘અચકો-મચકો’ શરૂ કરતાં સ્ટેજ પર ચઢીને ઝૂમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં ફરી ડોલરનો વરસાદ થયો છે. પેન્સિલવેનિયાના ઓક્સમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં ખેલૈયાઓ એટલા તો મોજમાં આવી ગયા કે સ્ટેજ પર ચઢીને કીર્તિદાન પર ડોલરનો વરસાદ કરવા લાગ્યા. ડોલર ઉડાડતાં ઉડાડતાં ખેલૈયાઓ સ્ટેજ પર જ ઝૂમવા લાગ્યા. યુવાનો અને પુરુષો જ નહીં મહિલા પણ સ્ટેજ પર પહોંચી ગઈ અને કીર્તિદાન પર ડોલર ઉડાડવા લાગી. ગુજરાતી મહિલાઓને જોઈ અમેરિકન મહિલાઓ પણ સ્ટેજ પર પહોંચી અને ડોલર ઉડાડવા લાગી. ગરબાની આ રમઝટ જોતાં અહીં મિનિ ગુજરાત જેવો માહોલ જોવા મળ્યા.

મહત્ત્વનું છે કે, આ નવરાત્રિમાં કીર્તિદાન અમેરિકામાં છે, અને રોજેરોજ અલગ અલગ સિટીમાં ગરબા કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં આયોજિત પ્રિ-નવરાત્રિમાં પણ કીર્તિદાન પર ડોલરનો વરસાદ થયો હતો.