ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટને સાથે મળીને ચીનને ટક્કર આપવા તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ, યુએસ પ્રમુખ જો બિડેન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા એડિલેડમાં આઠ ન્યૂક્લિઅર પાવર્ડ સબમરીન બનાવશે. આ ડીલ હેઠળ 2030 સુધી ઓસ્ટ્રેલિયાને 3 ન્યૂક્લિઅર પાવર ધરાવતી સબમરીન આપવામાં આવશે. આ સબમરીનને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવશે. જ્યારે, AUKUS ડીલની ખબરથી ચીન ગભરાઈ ગયું છે.
AUKUS ડીલ શું છે?
ઓકસ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાનું સંરક્ષણ જૂથ છે. આને સપ્ટેમ્બર 2021માં ઈન્ડો-પેસેફિક ક્ષેત્ર માટે બનાવવામાં આવ્યું હતું. જેનાથી ઈન્ડો-પેસેફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવને નિયંત્રણમાં લાવી શકાય. આ અંતર્ગત ત્રણેય દેશ પોતાની વચ્ચે ગુપ્ત માહિતી પણ શેર કરશે. આ ડીલ હેઠળ ઓસ્ટ્રેલિયા એ બ્રિટન અને અમેરિકા પાસેથી કુલ 8 સબમરીન મળશે. વર્ષ 2050 સુધીની આ ડીલમાં અત્યારે અમેરિકા ઓસ્ટ્રેલિયાને 3 સબમરીન સોંપશે. ત્યારબાદ જરૂરિયાત ઊભી થતાં વધુ બે સબમરીન ઓસ્ટ્રેલિયાને આપવામાં આવશે. સબમરીન નિર્માણની ઔદ્યોગિક ક્ષમતા વધારવા માટે ઓસ્ટ્રેલિયા યુએસ અને યુકેમાં $3 બિલિયનનું રોકાણ કરશે.
આ સિવાય ઓસ્ટ્રેલિયા અને બ્રિટન નવા પ્રકારની સબમરીન બનાવશે. તેનું નામ SSN-AUKUS હશે, જે બંને દેશોની નેવીમાં સામેલ થશે. તે બ્રિટિશ ડિઝાઇન અને યુએસ ટેક્નોલોજીની મદદથી બનેલી સબમરીન હશે. તેમાં ન્યુક્લિયર રિએક્ટર, વેપન સિસ્ટમ અને વર્ટિકલ લોન્ચ સિસ્ટમ હશે.
ઈન્ડો-પેસેફિક પ્રદેશ ખૂબ મહત્વપૂર્ણ ભાગ
હકીકતમાં આ ક્ષેત્રમાં વિશ્વની 65% વસતી રહે છે. વર્લ્ડ GDPનો 62% હિસ્સો અહીંથી જ આવે છે. તો, ગ્લોબલ ગુડ્સથી જોડાયેલા વેપારમાં આ ઈન્ડો-પેસેફિક વિસ્તારની 46% ભાગીદારી છે. આ જ કારણસર, ચીન આ વિસ્તારમાં ચાંપતી નજર રાખે છે. આની સાથે ચીન 2006થી સતત આ ક્ષેત્રમાં બિઝનેસ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ સિવાય રાજદ્વારી અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો કરી રહ્યું છે. ઈન્ડિપેન્ડેન્ટ થિન્ક ટેન્ક, લોઈ ઈન્સ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર, 2006 થી 2017 ની વચ્ચે, ચીને પેસિફિક ક્ષેત્રના દેશોને લગભગ 1.5 અબજ ડોલરની ગ્રાન્ટ અને લોન આપી.
જાણવું જરૂરી છે કે આ ડીલના લીધે ચીન કેમ નારાજ છે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.