તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓટોમોબાઇલ:અમેરિકન કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ગુજરાતમાં સાણંદ પ્લાન્ટ સહિત તામિલનાડુમાં કારનું ઉત્પાદન બંધ કર્યું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોર્ડ સાણંદ પ્લાન્ટ. - Divya Bhaskar
ફોર્ડ સાણંદ પ્લાન્ટ.
  • સાણંદ પ્લાન્ટમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે
  • ગુજરાત પ્લાન્ટમાં અંદાજે 3000 વર્કર્સ કામ કરે છે

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોર્ડ સાણંદમાં હવે કારનું ઉત્પાદન કરશે નહીં. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.

કંપનીએ 10 વર્ષમાં 2 અબજ ડોલરની ખોટ કરી
પ્લાન્ટ બંધ કરવાના પોતાના નિર્ણય અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડન્ટ અનુરાગ મહરોત્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વર્ષોથી થઈ રહેલું નુકસાન અને ભારતની કારબજારમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવને કારણે ભારતના બંને પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ 10 વર્ષમાં 2 અબજ ડોલરની ખોટ કરી છે. જોકે અમે અમારા ગ્રાહકોને સર્વિસ આપવાનું ચાલુ રાખીશું.

એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે
ફોર્ડના ગુજરાતનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપની સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદનક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30,000-40,000 કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટિલાઈઝેશન તેની ક્ષમતથી ઘણું જ નીચું છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

સાણંદ પ્લાન્ટમાં બની રહેલી કારનો ફાઇલ ફોટો.
સાણંદ પ્લાન્ટમાં બની રહેલી કારનો ફાઇલ ફોટો.

ફોર્ડની ભારતીય બજારમાં હિસ્સેદારી ઘણી ઓછી
ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે, પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીનું વેચાણ થયું હતું. તેની સામે વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 18% જેટલો છે.

મહિન્દ્રા સાથેની પાર્ટનરશિપ નિષ્ફળ રહી
ફોર્ડે 2019માં ગુજરાતમાં સાણંદ સ્થિત પોતાના પ્લાન્ટને લઇને ભારતીય કારઉત્પાદક મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સાથે જોડાણ કર્યું હતું. બંને કંપનીઓ મળીને કારના નવા મોડલ ડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આ ટાઇઅપમાં કોઈ ડેવલપમેન્ટ થયું ન હતું અને બંને કંપનીઓ આપસી સહમતીથી અલગ થઈ હતી. કરાર મુજબ મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનવાની હતી.

FADAના પ્રમુખની ટિપ્પણી
ફોર્ડ ઇન્ડિયાની જાહેરાત પર ટિપ્પણી કરતા, FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે, ફોર્ડ ઇન્ડિયાની જાહેરાત સાંભળીને ખરેખર આઘાત લાગ્યો છે. જ્યાં તેણે કહ્યું છે કે તે તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરી દેશે. ચિંતા, ફોર્ડ ઇન્ડિયાના પ્રમુખ અને એમડી, અનુરાગ મેહરોત્રાએ મને વ્યક્તિગત રૂપે ફોન કર્યો અને ખાતરી આપી કે તેઓ ગ્રાહકોને વાહન સેવા આપવાનું ચાલુ રાખનારા વેપારીઓને પૂરતા પ્રમાણમાં વળતર આપશે. જો કે આ એક સારી શરૂઆત છે, પરંતુ તે પૂરતું નથી કારણ કે, 170 ડીલર્સ છે જેમના 391 આઉટલેટ્સ છે અને તેઓએ ડીલરશીપ માટે 2,000 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે ફોર્ડ ઇન્ડિયા 4,000 લોકોને રોજગારી આપે છે, ડીલરશિપ લગભગ 40,000 લોકોને તેમના ઘરનાં સ્થળો પરથી વિસ્થાપિત કર્યા વગર રોજગારી આપી છે.

અન્ય સમાચારો પણ છે...