• Gujarati News
 • Dvb original
 • Along With The Global Markets, The Indian Stock Market Will Be Watching The Tension Between The US And China Over Taiwan

માર્કેટ વ્યૂ:તાઈવાન મામલે અમેરિકા અને ચીન વચ્ચેના ટેન્શન પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • વધતી જતી મોંઘવારી અને લિક્વિડિટીનું સંકટ હજુ યથાવત્ છે

વૈશ્વિક મોરચે ફુગાવા, વ્યાજ દરમાં વધારા સાથે જીઓપોલિટીકલ ટેન્શનના અનિશ્ચિતતાના પરિબળો વચ્ચે વૈશ્વિક બજારોમાં સાથે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડાતફડીના અંતે પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો છે. મોંઘવારી - ફુગાવાને ડામવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેન્કે પણ ગત સપ્તાહે વ્યાજદર વધાર્યા છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી બાદ ભારતીય ઇક્વિટી માર્કેટમાં ફરી ખરીદદાર બનતાં બજારને ટેકો મળ્યો છે.

વધતી જતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે, ત્યારે અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને હજુ આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અસ્થિરતા અને અમેરિકી ડોલર સામે રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત રહેતા આગામી દિવસોમાં ભારતીય બજારો તાઈવાન મામલે અમેરિકા અને ચાઈના વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા થનારા રોકાણ, ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવો પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • એચસીએલ ટેક્નોલોજી (961): આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.944 આસપાસ ચાલી રહ્યો છે. રૂ.929ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.983થી રૂ.990નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1008 ઉપર તેજી તરફી ધ્યાન.
 • એક્સિસ બેન્ક (727): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.707 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.696ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.744થી રૂ.750નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • લુપિન લિમિટેડ (663): રૂ.644નો પ્રથમ તેમજ રૂ.626ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.683થી રૂ.696 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • કલ્પતરુ પાવર (375): એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.388થી રૂ.393ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.360નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • જેએસડબ્લ્યુ એનર્જી (283): રૂ.266નો પ્રથમ તેમજ રૂ.253ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.293થી રૂ.303 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • જેકે ટાયર (129): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.117 આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૂ.137થી રૂ.145ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • બજાજ હેલ્થકેર (383): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.363ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.396 થી રૂ.404 ના સંભવિત ભાવની શક્યતા છે.
 • એજી ગ્રીનપેક (272): ટેકનીકલ ચાર્ટ મુજબ પેકેજીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.260 આસપાસ રોકાણકારે રૂ.282થી રૂ.290ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.244 સ્ટોપલોસ ધ્યાને લેવો.

મોંઘવારીને ડામવા બેન્કો વ્યાજદર વધારી રહી છે
કોરોના મહામારી બાદ દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અને મજબૂતી આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ તેની અવળી અસર દેશના ફુગાવાના આંકડા પર જોવા મળી હતી. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઉચકાયેલી માંગને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારીને ડામવા માટે ભારત સહિત ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજ દરમાં ક્રમશઃ વધારો કરતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને ગત સપ્તાહે આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્ક દ્વારા માર્ચથી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં 0.50%નો ત્રીજો સળંગ વધારો કર્યો હતો.

હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા
આરબીઆઈએ મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50%નો વધારો કરીને રેપોરેટ 4.9%થી વધારી 5.4% કર્યા હતા. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2023 માટે દેશના વૃદ્ધિદરનું અનુમાન 7.2% યથાવત રાખવામાં આવ્યું છે. આ સિવાય એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે વ્યાજદરનું અનુમાન 6.7% મૂકવામાં આવ્યું છે. મોનીટરી પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતમાં હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા છે પરંતુ આરબીઆઈના નિર્ધારીત અંદાજ કરતા વધુ રહેશે. આ સાથે આરબીઆઇએ જુલાઈ સપ્ટેમ્બર માટેના ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન ૭.૧% નક્કી કર્યું છે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેક્નિકલ લેવલ

 • લાર્સન & ટુબ્રો (1796): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1770ના સપોર્ટથી ખરીદવાલાયક. એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1818થી રૂ.1830નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ટેક મહિન્દ્ર (1061): આ સ્ટોક રૂ.1044નો પ્રથમ તેમજ રૂ.1030ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1077થી રૂ.1090 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
 • આઈસીઆઈસીઆઈ બેન્ક (835): 1375 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.818નો પ્રથમ તેમજ રૂ.808ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક. પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.848થી રૂ.860 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • ઈન્ડિગો (2090): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2130 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2147ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2047થી રૂ.2022નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2160 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • મહિન્દ્રા & મહિન્દ્રા (1236): રૂ.1263 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1270ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1218થી રૂ.1207નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1275 ઉપર તેજી તરફી ધ્યાન.
 • રામકો સિમેન્ટ (751): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.767 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.775ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.727થી રૂ.717નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.779 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

વૈશ્વિક સ્તરે તાઈવાન મામલે જિયોપોલિટિકલ ટેન્શન
વૈશ્વિક સ્તરે તાઈવાન મામલે અમેરિકા અને ચાઈના વચ્ચે જિયોપોલિટિકલ ટેન્શન વધતાં ચાઈનાની તાઈવાન પર હુમલાની શક્યતાએ અમેરિકાના વધુ અંકુશોની સ્થિતિમાં એડવાન્ટેજ ઈન્ડિયાને થવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં ઘટાડે અવિરત ખરીદીની તક ઝડપતાં અને અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં મંદીના ભય સાથે કથળતી આર્થિક હાલત અને અનિશ્ચિતતાના અહેવાલ વચ્ચે ભારતનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ જુલાઈ માસમાં આઠ મહિનાની ઊંચાઈએ આવતાં અને જુલાઈ માસમાં જીએસટી આવક એક્ત્રીકરણ રૂ.1.49 લાખ કરોડ થતાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

શેરબજારમાં શરૂઆતી તેજી સામે સામાન્ય ધોવાણ જોવા મળ્યું
ભારતમાં આર્થિક મંદીની શકયતાને નાણા મંત્રી નિર્મલા સીતારામ દ્વારા નકારતાં અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન 2022ની પ્રોત્સાહક ત્રિમાસિક કામગીરી સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં 0.50%નો વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજી સામે સામાન્ય ધોવાણ જોવા મળ્યું હતું, પરંતુ વ્યાજદર વધારાના નિર્ણયની સાથે આરબીઆઇએ મોંઘવારી અને જીડીપીનું સકારાત્મક અનુમાને બજારમાં પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્ રહ્યો હતો.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...