તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Alibaba's Jackma Is Bringing The World's Largest IPO, Even Bigger Than Saudi Aramco, Find Out All About It

ભારત એક્સપ્લેનર:અલીબાબાના જેકમા લાવી રહ્યા છે દુનિયાનો સૌથી મોટો આઈપીઓ, સાઉદી અરામકો કરતાં પણ મોટો, જાણો એના વિશે બધું

14 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક
 • એન્ટ ગ્રુપનો આઇપીઓ હશે 35 અબજ ડોલર (2.56 લાખ કરોડ રૂપિયા)નો
 • કંપનીના શેર હોંગકોંગ અને શાંઘાઈના સ્ટોક એક્સચેન્જસમાં થશે લિસ્ટ

દુનિયાનો સૌથી મોટો આઈપીઓ આવી રહ્યો છે. એ પણ અમેરિકામાં નહીં, પણ ચીનમાં અને કંપની પણ ત્યાંની જ છે. જેકમાની કંપની અલીબાબાનું એફિલિએટ છે એન્ટ ગ્રુપ અને એ જ 35 અબજ ડોલર એટલે કે 2.56 લાખ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહ્યું છે. જો તમને લાગતું હોય કે આ પ્રકારના આઈપીઓ તો આવતા રહે છે તો જાણી લો કે છેલ્લાં પાંચ વર્ષમાં જેટલા આઈપીઓ ભારતમાં આવ્યા છે એ તમામને મેળવી દઈએ તોપણ આ એકલો તેના પર ભારે પડવાનો છે.

એન્ટ ગ્રુપનો આઈપીઓ એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફર હોંગકોંગ અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં આવી રહ્યો છે અને એને દુનિયાનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ કહેવામાં આવે છે. બાર્કલેઝ, આઈસીબીસી ઈન્ટરનેશનલ અને બેન્ક ઓફ ચાઈન ઈન્ટરનેશનલ તેના બુક રનર્સ છે. હોંગકોંગમાં સીઆઈસીસી, સિટી ગ્રુપ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી એને સ્પોન્સર કરી રહ્યા છે. આ જ રીતે, શાંઘાઈમાં સીઆઈસીસી અને ચાઈના સિક્યોરિટીઝ તેને સ્પોન્સર કરી રહ્યા છે.

શું છે આ આઈપીઓ અને એમાં શું ખાસ છે?

 • સૌપ્રથમ તો સમજી લો કે આઈપીઓ શું હોય છે? જ્યારે કોઈ કંપની પોતાના સ્ટોક કે શેર્સને જનતા માટે જારી કરે છે તો તેને આઈપીઓ, ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (સાર્વજનિક પ્રસ્તાવ) કહે છે. એના પછી લિમિટેડ કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થાય છે.
 • ચાઈનીઝ અબજોપતિ જેકમાની અલીબાબાની એફિલિએટ એન્ટ ગ્રુપ દુનિયાની સૌથી વેલ્યુએબલ ફિનટેક કંપની છે અને આ પોતાની વેલ્યુએશન 250 અબજ ડોલર સુધી લઈ જવા માગે છે. એ બતાવવું જરૂરી છે કે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ જ વર્ષે જૂનમાં 150 અબજ ડોલરના માર્કેટ કેપિટલ સુધી પહોંચી છે અને તે આવું કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય કંપની છે.
 • એન્ટ ગ્રુપને ડ્યુઅલ લિસ્ટિંગથી 35 અબજ ડોલર પ્રાપ્ત કરવાની આશા છે. આ લિસ્ટિંગ હોંગકોંગ અને શાંઘાઈમાં અડધું-અડધું થશે. સાઉદી અરામકોએ 2019માં 29.4 અબજ ડોલર પ્રાપ્ત કર્યા હતા અને અત્યારસુધી તેનો આઈપીઓ જ દુનિયાનો સૌથી મોટો માનવામાં આવે છે. ચીન અને અમેરિકામાં વધતા તણાવને જોઈને એન્ટ ગ્રુપનો આઈપીઓ ન્યૂયોર્કમાં લિસ્ટ નહીં થાય. અમેરિકા તો એન્ટ ગ્રુપને ટ્રેડ બ્લેક લિસ્ટમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. એ વાત અલગ છે કે 2014માં અલીબાબા ગ્રુપે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સ્ટોક વેચીને 25 અબજ ડોલર પ્રાપ્ત કર્યા હતા અને તે એ સમયે રેકોર્ડબ્રેકિંગ આઈપીઓ હતો.

એન્ટ ગ્રુપ શું છે અને તેને જેકમા સાથે શું લેવાદેવા છે?

 • દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાને ઈંગ્લિશ ટીચર જેકમાએ 1999માં શરૂ કરી હતી. અનેક નિષ્ફળતા પછી જેકમાએ જ્યારે અલીબાબા શરૂ કરી તો ખુદની જ નહીં દેશના લાખો લોકોની જિંદગી બદલી નાખી. આજે જેકમા દુનિયાના સૌથી રહીશ લોકોમાં સામેલ છે.
 • અલીબાબાનું પેમેન્ટ પ્લેટફોર્મ જ હતું અલીપે, જે 2011માં શરૂ થયું. 2014માં એન્ટ ફાઈનાન્સિયલ બન્યું. અલીબાબાની તેમાં 50.5% હિસ્સેદારી છે અને એ પણ હેંગઝાઉ જુન્હાન અને હેંગઝાઉ જુનાઓ દ્વારા. અલીપેના 711 મિલિયન યુઝર મંથલી એક્ટિવ છે અને 80 મિલિયન બિઝનેસ છે.
 • તેનું મોબાઈલ વોલેટ અલીપે ખૂબ જ લોકપ્રિય છે અને એક અબજથી વધુ યુઝર છે અને ચીનના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં તેની હિસ્સેદારી 55% છે. આ એક સુપર એપ છે. યુટિલિટી બિલની ચુકવણીથી ટેક્સી બુક કરવા સુધી, મૂવી ટિકિટ ખરીદવાથી લઈને, ઋણ લેવા, વીમો ખરીદવા, સંપત્તિઓનું ખરીદ-વેચાણ, કોફીની ચુકવણી, એકબીજાને પૈસા મોકલવા સુધીના તમામ કામમાં અલીપેનો ઉપયોગ થાય છે.
 • આ એક મલ્ટી-સાઈડેડ માર્કેટ છે. કન્ઝ્યુમર, બિઝનેસ અને બે હજાર પાર્ટનર ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ પ્લેટફોર્મ સાથે સંકળાયેલ છે અને મળીને પાવરફુલ નેટવર્કની ઈફેક્ટ આપે છે. અલીપેના 90 ટકાથી વધુ યુઝર એપનો ઉપયોગ પેમેન્ટ ઉપરાંત અન્ય એક્ટિવિટી માટે પણ કરે છે. આપણા પેટીએમ જેવું જ તો છે, જે પેમેન્ટ્સની સાથે સાથે એ અનેક સેવાઓ આપે છે.

એન્ટ ગ્રુપના નંબર શું કહે છે?

 • કોરોના મહામારીના કારણે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગી રહી હતી ત્યારે 2020ના પ્રથમ છ માસિક ગાળામાં તેણે 10.5 અબજ ડોલરની રેવન્યુ મેળવી અને 3.2 અબજ ડોલરનો નફો પણ. 2019માં અલીપેએ નાના વેપારીઓ અને સામાન્ય લોકોનાં અકાઉન્ટ્સમાં 290 અબજ જોલર ક્રેડિટ કર્યા અને કુલ 16 લાખ કરોડ ડોલરની લેવડદેવડ કરી. આ 2018ના મુકાબલે 20 ટકા વધુ છે.
 • 2015થી કંપનીએ ત્રણ ઈક્વિટી ફંડિંગ રાઉન્ડ્સમાં 20 અબજ ડોલર મેળવ્યા છે. 2018માં 14 અબજ ડોલર કરવામાં આવ્યા હતા. તેના રોકાણકારોમાં ચાઈના ઈન્વેસ્ટમેન્ટ કોર્પ, ટેમાસેક હોલ્ડિંગ્સ, સિલ્વર લેક, બ્લેકરોક, જનરલ એટલાન્ટિક અને વોરબર્ગ પિનકસ સામેલ છે.

ઈન્વેસ્ટર્સને આઈપીઓમાં ઈન્ટરેસ્ટ શા માટે છે?

 • ચાઈનીઝ ઈન્વેસ્ટર આવનારા આઈપીઓને ટાર્ગેટ કરવા માટે નવા લોન્ચ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે. પાંચ ફંડ્સ બન્યાં છે જે બે સપ્તાહના સબસ્ક્રિપ્શન પિરિયડમાં 8.8 અબજ ડોલરના ફંડને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પ શાસન અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને જોઈને અમેરિકન રોકાણકારોને આ આઈપીઓમાં સામેલ થવાથી રોકવામાં આવ્યા છે.
 • ચીન એક મહત્ત્વપૂર્ણ ફોરેન પોલિસી પ્લેટફોર્મ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ આવનારી યુએસ ચૂંટણીમાં પોતાના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેન કરતાં ઘણા પાછળ રહ્યા છે. જોકે ચીનના સિક્યોરિટી રેગ્યુલેટર પણ સ્ટોક લિસ્ટિંગમાં કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટની તપાસ કરી રહ્યા છે, જેના કારણે આઈપીઓમાં વિલંબ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો