એર ઈન્ડિયાની કહાની:માટીના મકાનમાં હતી ઓફિસ, માલિક જાતે વિમાન ઉડાવતા; આઝાદી બાદ દુનિયાભરમાં બિઝનેસ ફેલાયો, પછી વેચવાની મજબૂરી કેવી રીતે આવી?

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં જુહૂ પાસે માટીનું એક મકાન, તેની સામે રનવે માટે ઉપયોગમાં આવતું મેદાન, સિંગલ એન્જીનવાળા બે વિમાન, ત્રણ મીકેનીક અને બે પાયલટ. આ વાંચીને તમારા મનમાં જે તસવીર બની રહી છે, તે આશરે 8 દાયકા જૂની છે.

આજની સ્થિતિ એવી છે કે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા વેચાવવાની છે. ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટ એરલાઈન્સે તેને ખરીદવા માટે બોલી લગાવી છે. અમે આપને જણાવી રહ્યા છે એર ઈન્ડિયાની 89 વર્ષની દિલચસ્પ સફર.

કેવી રીતે જેઆરડી ટાટાના જુસ્સા સાથે શરુ થયેલી ટાટા એર લાઈન્સ બની એર ઈન્ડિયા, કઈ રણનીતીથી દુનિયાભરમાં કારોબર ફેલાયો અને કઈ ભૂલોએ એર ઈન્ડિયાને આ સ્થિતિ પર લાવી દીધું?

શરુઆત: કરાચીથી મુંબઈની તે ઐતિહાસિક ઉડાન
15 ઓક્ટોબર 1932એ સવારે 6 વાગીને 35 મિનિટ. કરાચીના એરપોર્ટ પર ઉભેલા સિંગલ એન્જીન 'હેવીલેન્ડ પસ મોથ' વિમાન પર જેઆરડી ટાટા સવાર થયા. તેમણે રન-વે પર વિમાન ઉડાવ્યું અને 10 સેકેન્ડમાં તે વિમાન ઉડવા લાગ્યું.

15 ઓક્ટોબર, 1962ના રોજ એર ઇન્ડિયાની 30મી વર્ષગાંઠ પર જેઆરડી ટાટા ફરી એકવાર કરાચીથી મુંબઈ ગયા
15 ઓક્ટોબર, 1962ના રોજ એર ઇન્ડિયાની 30મી વર્ષગાંઠ પર જેઆરડી ટાટા ફરી એકવાર કરાચીથી મુંબઈ ગયા

થોડા સમય બાદ તે વિમાન અમદાવાદમાં રોકાયું, જ્યાં એન્જીન બળદગાડી પર લાવવામાં આવ્યું હતું. વિમાને અમદાવાદથી ઉડાન ભરીતો બપોરે 1.50એ મુંબઈના જુહૂ એર પોર્ટ પણ લેન્ડ કર્યું. આ ઉડાનમાં 25 કિલો ચિઠ્ઠીઓ હતી. અહીંથી ભારતમાં પેસેન્જર ફ્લાઈટની શરુઆત થઈ અને પહેલી કંપની બની ટાટા એર લાઈન્સ.

ટાટા એરલાઇન્સે 1933માં 1.60 લાખ માઇલ ઉડાન ભરી હતી. 1939માં બીજા વિશ્વ યુદ્ધ શરુ થવાને કારણે કંપની પર સંકટના વાદળો છવાયા.

ઉડાન: આઝાદી બાદ ભારત સરકારે ખરીદ્યું
બીજા વિશ્વયુદ્ધના અંત બાદ ટાટા એરલાઇન્સ 29 જુલાઈ, 1946ના રોજ પબ્લિક કંપની બની હતી અને તેનું નામ બદલીને એર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. 1947માં આઝાદી બાદ સરકારે એર ઇન્ડિયામાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

ત્યારબાદ 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને દેશની તમામ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કર્યું. હવે એર ઇન્ડિયા સંપૂર્ણ સરકારી કંપની બની ગઈ હતી.

1960માં બોઇંગ 707-420 એર ક્રાફ્ટને તેના કાફલામાં સામેલ કરવાની પ્રથમ એરલાઇન બની હતી. થોડા જ વર્ષોમાં એર ઇન્ડિયા વિશ્વની પ્રથમ ઓલ-જેટ એરલાઇન બની ગઈ. વિશ્વના ઘણા ભાગોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ શરૂ થઈ ચૂકી હતી.

ભારતીય પહેરવેશ સાડીમાં એર ઈન્ડિયાની પૂરી ક્રૂ
ભારતીય પહેરવેશ સાડીમાં એર ઈન્ડિયાની પૂરી ક્રૂ

લોગો અને માસ્કોટ: મહારાજાવાળી ફીંલિગ
એર ઈન્ડિયાનો શરુઆતી લોગો જેઆરડી ટાટાએ જાતે પસંદ કર્યો હતો. તે ધનુષ્યનું નિશાન હતું, જે કોણાર્કના એક ગોળામાં ધનુષ્ય ચલાવતા દેખાઈ રહ્યા હતાં. શરુઆતથી જ તેની થીમ લાલ અને સફેદ રહી છે. 2007માં તેનો લોગો બદલી નાખવામાં આવ્યો. તેને લાગ રંગના ઉડતા હંસ જેવું રાખવામાં આવ્યું હતું, જેમાં કોણાર્ક ચક્ર લાગ્યું હતું.

એર ઈન્ડિયાનો માસ્કોટ મહારાજા છે. તેને 1946માં કંપનીના કોમર્શિયલ ડાયરેક્ટર બોબી કૂકા અને આર્ટિસ્ટ જે વોસ્ટર થોમ્પસને મળીને બનાવ્યો હતો. તેના લુકમાં એક દેશીપણું દેખાઈ આવે છે. 2015માં તેનો મેકઓવર કરવામાં આવ્યો અને તેને વધુ યુવા બનાવામાં આવ્યો. ધોતી પાઘડી સાથે જીન્સ અને સૂટ પણ પહેરાવવામાં આવ્યો.

રણનીતિ: 'ટ્રુલી ઈન્ડિયન' બ્રાન્ડ ઈમેજ પર ફોકસ રાખવામાં આવ્યું
એર ઈન્ડિયાએ શરુઆતના દિવસોમાં 'ટ્રુલી ઈન્ડિયન' (સંપૂર્ણપણે ભારતીય) વાળી ઈમેજ બનાવવા પર ફોકસ કર્યું. 1947માં છાપેલી એક ન્યૂઝપેપર જાહેરાતની લાઈન હતી કે જો તમે આઝાદીનો જશ્ન મનાવવા યોગ્ય સમયે પહોંચવા માગતા હોવ તો 140 રુપિયાની ટિકિટ ખરીદો. બાદના વર્ષોમાં એક્ટર જીનત અમાન અને એક્ટર બિલ ફોક્સ પણ જાહેરાતોમાં આવવા લાગ્યાં, જેનાથી લોકોને આકર્ષી શકાય. એર હોસ્ટેસને પારંપરિક ભારતીય સાડીમાં બ્રાન્ડ કરવામાં આવી. એર ઈન્ડિયાની આ ઈમેજ આજે પણ જારી છે. જોકે વર્તમાન સ્થિતિમાં આ રણનીતીના કારણે કંપનીને નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

એર ઈન્ડિયાની જૂની જાહેરાત, જેમાં એક્ટ્રેસ જીનત અમાનને ફિચર કરવામાં આવી. લખ્યું હતું કે- ભારત છોડ્યા બાદ પણ ભારત તમારી સાથે રહે છે
એર ઈન્ડિયાની જૂની જાહેરાત, જેમાં એક્ટ્રેસ જીનત અમાનને ફિચર કરવામાં આવી. લખ્યું હતું કે- ભારત છોડ્યા બાદ પણ ભારત તમારી સાથે રહે છે

ડાઉનફોલ: 2007ના મર્જરે સ્થિતિ બગાડી
2007માં સરકારે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એર લાઈન્સને મર્જર કરી દીધી. મર્જરના પાછળ સરકારે પેટ્રોલની કિંમત, પ્રાઈવેટ એર લાઈનની પ્રતિસ્પર્ધાને કારણ બતાવ્યું હતું. જોકે 2000થી લઈને 2006 સુધી એર ઈન્ડિયા નફો કમાતી હતી, પરંતુ મર્જર પછી સ્થિતિ બગડી. કંપનીની કમાણી ઘટતી ગઈ અને દેવુ સતત વધતુ ગયું. કંપની પર 31 માર્ચ 2019 સુધી 60 હજાર કરોડથી પણ વધુનું દેવુ હતું.

એર ઈન્ડિયાની માત્ર મહિલાઓની ક્રૂ ટીમે આ વર્ષે સેન ફ્રાન્સિકોથી બેંગ્લોરની ઉડાન ભરીને રેકોર્ડ નોંધાવ્યો છે
એર ઈન્ડિયાની માત્ર મહિલાઓની ક્રૂ ટીમે આ વર્ષે સેન ફ્રાન્સિકોથી બેંગ્લોરની ઉડાન ભરીને રેકોર્ડ નોંધાવ્યો છે

એર ઈન્ડિયા વેચવાનો ત્રીજો પ્રયત્ન
એર ઈન્ડિયા વેચવાનો પહેલો પ્રયત્ન વર્ષ 2000માં વાજપેયી સરકારમાં થયો હતો. ત્યાર બાદ 2018માં બીજો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળી. છેવટે સરકારે 2020માં એર ઈન્ડિયાનો 100% ભાગ વેચવાનો નિર્ણય લીધો. 15 સપ્ટેમ્બર 2021 સુધી ટાટા અને સ્પાઈસજેટે આને ખરીદવા માટે બોલી લગાવી.

અન્ય સમાચારો પણ છે...