• Gujarati News
  • Dvb original
  • Ahmedabadi Youths Create Application To Solve Questions Including Cricketers' Scores, 95 Lakh Players From Home And Abroad Join, Earning Rs 3.5 Crore Annually

આજની પોઝિટિવ સ્ટોરી:અમદાવાદીએ તૈયાર કરેલી એપ આજે વિશ્વભરના ક્રિકેટરોમાં લોકપ્રિય બની, 75 દેશના 95 લાખ ખેલાડીઓ જોડાયા, વાર્ષિક 3.5 કરોડની કમાણી

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: હિરેન પારેખ
  • 2016માં શરૂ કરેલી એપ્લિકેશનને વિશ્વમાં અપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે
  • ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટથી શરૂ થયેલી સફર 75 દેશમાં પહોંચી

દેશ-વિદેશમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા ખૂબ જ બહોળી સંખ્યા છે. ક્રિકેટ જોવા માટે તો યુવાધન હંમેશા ટીવી સામે બેસી રહેવા પણ તૈયાર હોય છે. ટી-20ના ફોર્મેટ બાદ ક્રિકેટને લઈને યુવાનોમાં વધારે જોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના યુવાનોએ ક્રિકહિરોઝ નામની એપ બનાવી છે. જેમાં ક્રિકહિરોઝમાં રજીસ્ટ્રેશન અને મેચ સ્કોરિંગ ફ્રી છે, પરંતુ જો પ્લેયર પોતાની મેચને લાઈવ સ્ટ્રિમ કરવા માંગે છે, તો તેઓએ એક મેચના 199 રૂપિયા આપવાના રહે છે. સાથે જ એપના અન્ય એડવાન્સ ફિચરને યુઝ કરવા માટે પ્લેયર ક્રિકહિરોઝની પ્રો મેમ્બરશીપ પણ લઈ શકે છે. હાલની તારીખમાં એપ સાથે વિશ્વભરમાંથી 95 લાખ પ્લેયર જોડાયેલા છે જેમાંથી 90 ટકા પ્લેયર ઈન્ડિયન છે. તેમજ 15 લાખથી વધુ મેચને સ્કોર કરાયો છે. સાથે જ 90 હજારથી વધુ ટુર્નામેન્ટ આ પ્લેટફોર્મ પર સ્કોર થઈ છે. આ એપ 70થી 75 દેશમાં યુઝ થઈ રહી છે.જેથી આગામી વર્ષ 2022માં કંપનીને 3.5 કરોડની આવક થવાની ધારણા છે.

એપમાં પ્લેયર પોતાની મેચને લાઈવ સ્ટ્રિમ કરી શકે છે.
એપમાં પ્લેયર પોતાની મેચને લાઈવ સ્ટ્રિમ કરી શકે છે.

નવા પ્રોજેક્ટ માટે કંપની છોડી દીધી
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી કમ્યુટર એન્જિનિયરીંગ કરનાર અભિષેક દેસાઈએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, એન્જિનિયરીંગ પૂર્ણ કર્યા બાદ પોતાના મિત્રો સાથે મળીને 2004માં GDCORP નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં તેઓ દેશ-વિદેશના બિઝનેસનમેન માટે એપ ડેવલોપ કરતા હતા. કંપની સારી ચાલી રહી હતી. પરંતુ પોતાના માટે જ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે અમે 2007માં પેટપૂજા નામની એક એપ્લિકેશન બનાવી હતી.જેમા અમદાવાદીઓ 100થી વધુ રેસ્ટૉરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરી શકતા હતા. પરંતુ માત્ર એકાદ વર્ષમાં જ એપ્લિકેશન બંધ કરી ફરી GDCORPને જ સમય અપાવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ 2016માં અમે મિત્રોએ સાથે મળીને એક નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું નક્કી કર્યું. પરંતુ આ વખતે અમે વિચાર્યું કે, જો કઈ નવું કરવું છે, તો કોઈ એક વ્યક્તિએ ફૂલ ટાઈમ એ પ્રોજેક્ટ પર જ કામ કરવાનું રહેશે. એટલે મેં Digicorp છોડી સંપૂર્ણ સમય નવા પ્રોજેક્ટ પર આપવાનો શરૂ કર્યો.

90 હજારથી વધુ ટુર્નામેન્ટ આ પ્લેટફોર્મ પર સ્કોર થઈ છે
90 હજારથી વધુ ટુર્નામેન્ટ આ પ્લેટફોર્મ પર સ્કોર થઈ છે

ચાની કિટલી પરથી આવ્યો વિચાર
Digicorp છોડ્યા બાદ મેં નવા પ્રોજેક્ટ વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે એક દિવસ હું ચાની કિટલી પર બેઠો હતો. તે જ સમયે પાસેના ગ્રાઉન્ડ પર ક્રિકેટર રમી રહેલા કેટલાક યુવાનો ચા પીવા માટે આવ્યા અને ક્રિકેટના સ્કોર, હાર-જીત, બેટિંગ સહિતની ચર્ચાઓ કરવા લાગ્યા હતા. પરંતુ આ ચર્ચા ડેટા વગરની હતી. એટલે કે, આ તમામ મેચો પેપર પર જ સ્કોર થતી હોય છે. જોકે, સ્કોર થયા બાદ પછી કોઈ આ સીટને ફરી જોતું પણ નથી. તો એના પરથી મને આઈડિયા આવ્યો કે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવા જેવો છે. ત્યારબાદ મેં માર્કેટમાં ક્રિકેટને લખતી એપ્લિકેશનમાં અમારી મેચોને સ્કોર કરવાનો ટ્રાય કર્યો પરંતુ એક પણ એપ્લિકેશનમાં મને પોતે પણ મજા આવી નહીં. કારણે મોટાભાગની એપ યુઝ કરવી ઘણી અઘરી હતી. સાથે જ અમારે જે જોઈ તે એપમાં મળતું ન હતું.

ક્રિક હિરોઝની અલગ જ કંપની શરૂ કરી અને 2016માં અમે એપ્લિકેશન ડેવલોપ કરવાનું શરૂ કર્યું હતું.
ક્રિક હિરોઝની અલગ જ કંપની શરૂ કરી અને 2016માં અમે એપ્લિકેશન ડેવલોપ કરવાનું શરૂ કર્યું હતું.

પરિવાર-મિત્રોના સપોર્ટથી 2016માં શરૂ કરી એપ
મેં અમદાવાદમાં સર્વે પણ કર્યો. શહેરના GMDC, ગણેશ હાઉસિંગ સહિતના અલગ-અલગ ગ્રાઉન્ડમાં હું ગયો અને ત્યાંના ક્રિકેટર્સને મળ્યો, સ્કોરર્સને મળ્યો. ત્યારે મેં જોયું કે, 70 ટકા મેચો પેપર પર સ્કોર થાય છે ખરી, પરંતુ મેચ પત્યા બાદ તેના પર કોઈ ધ્યાન આપતું નથી. એટલે કે, સ્કોરર મહેનત કરે છે. પરંતુ એ ડેટા કોઈના કામમાં આવતો નથી. ત્યારે મને વિચાર આવ્યો કે, આ માત્ર મારો જ નહીં અનેક ક્રિકેટર્સનો પ્રોબ્લેમ છે. જો હું આવા ક્રિકેટર્સ માટે કોઈ એવી એપ બનાવી આપું જેમા તેઓની જરૂરિયાતની સમગ્ર વસ્તુઓ મળી રહે તો કાલે ઉઠીને આ એપ દ્વારા કમાણી પણ કરી શકાશે. ત્યારબાદ આ બિઝનેસના પ્લાનને મેં મારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કર્યો. પરિવાર અને મારા મિત્ર મીત શાહ કે, જે ક્રિક હિરોઝમાં મારો કો-ફાઉન્ડર છે, તેમના સપોર્ટથી અમે ક્રિક હિરોઝની અલગ જ કંપની શરૂ કરી અને 2016માં અમે એપ્લિકેશન ડેવલોપ કરવાનું શરૂ કર્યું.

ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝરને પણ ધ્યાનમાં લઈને એપમાં કેટલાક ફેરફાર કરાયા છે.
ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝરને પણ ધ્યાનમાં લઈને એપમાં કેટલાક ફેરફાર કરાયા છે.

GUની ટુર્નામેન્ટથી ક્રિકહિરોઝની શરૂઆત થઈ
ઓક્ટોબર 2016માં અમે ક્રિકહિરોઝનું પહેલું વર્ઝન લોન્ચ કર્યું. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટ હતી. જે ગુજરાતની લગભગ 50 કોલેજો વચ્ચે રમાઈ રહી હતી. આ ટુર્નામેન્ટનું અમને સ્કોરિંગ કરવાનો ચાન્સ મળ્યો. ત્યારે અમે અમારા એપ્લિકેશનના પહેલા વર્ઝનથી આખી ટુર્નામેન્ટ સ્કોર કરી હતી. ત્યારબાદ અમને જાણ થઈ કે માત્ર શનિ-રવિની મેચો જ નહીં પરંતુ ટુર્નામેન્ટ મેચોનું પણ એટલું જ મોટું માર્કેટ છે. ત્યારબાદ અમે ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝરને પણ ધ્યાનમાં લઈને એપમાં કેટલાક ફેરફાર કર્યા. જેમા ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝર પોતાની યુર્નામેન્ટ રજીસ્ટ્રેશન કરી શકે અને પોતે જ મેચ સ્કોર કરી શકે.

દેશની સાથે વિદેશના ક્રિકેટ એસોસિએશન પર એપ સાથે જોડાયેલા છે.
દેશની સાથે વિદેશના ક્રિકેટ એસોસિએશન પર એપ સાથે જોડાયેલા છે.

ICCના 25-30 ક્રિકેટ એસોસિએશન એપ સાથે જોડાયેલા છે
મીત શાહે સપ્ટેમ્બર 2016માં ક્રિકહિરોઝ જોઈન્ટ કર્યું. તેઓ પોતે પણ જીસીએના પ્લેયર રહી ચુક્યા છે અને ગુજરાત માટે અંડર-17, અંડર-23 ગુજરાતની ટીમમાં રહ્યાં છે. મીત શાહની મદદથી જ ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજની પહેલી ટુર્નામેન્ટ મળી હતી. ધીરે-ધીરે પ્લેયર અને ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝર દ્વારા જ એપ પોપ્યુલર થવા લાગી. ત્યારબાદ ક્રિકેટ એસોસિએશનને પણ અપ્રોચ કરવાનું શરૂ કર્યું. કારણ કે લોકો પણ પેપર પર જ સ્કોર કરતા હતા. હાલમાં એપ સાથે 24 સ્ટેટ ક્રિકેટ એસોસિએશન જોડાયેલા છે. તેમજ દેશના 100 જેટલા જિલ્લા કક્ષાના ક્રિકેટર એસોસિએશન પણ જોડાયેલા છે. સાથે જ આઈસીસીના 25-30 ક્રિકેટ એસોસિએશન ક્રિકહિરોઝ સાથે જોડાયેલા છે. દેશની સાથે વિદેશના ક્રિકેટ એસોસિએશન જેમ કે, શ્રીલંકા, અફઘાનિસ્તાન, આક્રિકા, યુરોપ, અમેરિકા એમ કરીને આઈસીસીના પણ ઘણા બઘા મેમ્બર્સ ક્રિકહિરોઝ સાથે ઓફિશિયલી જોડાયેલા છે.

ક્રિકહિરોઝમાં જોઈન્ટ થયા બાદ પ્લેયરની તમામ મેચનો ડેટા સ્ટોર રહે છે
ક્રિકહિરોઝમાં જોઈન્ટ થયા બાદ પ્લેયરની તમામ મેચનો ડેટા સ્ટોર રહે છે

ક્રિકહિરોઝનો આ રીતે ઉપયોગ થાય છે
ક્રિકહિરોઝમાં જોઈન્ટ થવા માટે પ્લેયરે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. લોગ-ઈન થયા બાદ તમે જ્યારે પણ મેચ બનાવો તો તેનું સ્કોરિંગ શરૂ કરી શકો છો. તમારી આખી મેચનું લાઈન સ્કોરિંગ શરૂ થઈ જશે. એટલે કે દુનિયાનો કોઈપણ વ્યક્તિ તમારો સ્કોર જોઈ શકશે. સાથે જ તમારી પોતાની ક્રિકેટર તરીકેની એક પ્રોફાઈલ બનવાની શરૂ થઈ જશે. એટલે કે તમારી અત્યાર સુધીની મેચોમાં તમે કેટલા રન કર્યા, તમારી કેટલી સ્ટ્રાઈક રેટ છે, કેટલી એવરેજ છે, આવા હજારો ડેટા પોઈન્ટ છે જે તમને ઓટોમેટિક મળતા રહેશે. આનાથી પ્લેયર પોતાની ગેમને વધારે ઈમ્પ્રુવ કરી શકશે.

ક્રિકહિરોઝમાં રજીસ્ટ્રેશન અને મેચ સ્કોરિંગ ફ્રી છે
ક્રિકહિરોઝમાં રજીસ્ટ્રેશન અને મેચ સ્કોરિંગ ફ્રી છે

કોઈપણ વર્ષની મેચ જોઈ શકાશે
ક્રિકહિરોઝમાં જોઈન્ટ થયા બાદ પ્લેયરની તમામ મેચનો ડેટા સ્ટોર રહે છે. એટલે કે, તે 5 વર્ષ બાદ પણ પોતાની જુની મેચના ડેટા મેળવી શકે છે. ઉદાહરણ તરીકે, પ્લેયરે 2016માં કઈ તારીખે કઈ મેચ રમી, કેટલા રન કર્યા, કેવી રીતે આઉટ થયો વગેરે ડિટેલ વર્ષો બાદ પણ એક ક્લિક પર જોઈ શકે છે. આનાથી પ્લેયર જાણી શકશે કે, દર વર્ષે તેની ગેમમાં કેટલો ફરક પડી રહ્યો છે. સાથે જ બે વર્ષ પહેલા લાઈવ સ્ક્રિમિંગનું પણ ફિચર એડ કર્યું છે. એટલે કે પ્લેયર પોતાની મેચ માત્ર મોબાઈલના કેમેરા દ્વારા લાઈવ કરી શકે છે. દેશ-વિદેશના લોકો પણ લાઈવ મેચને જોઈ શકે છે. લાઈવ સ્ક્રિમિંગમાં પ્લેયરના દરેક બોલનો અલગ-અલગ વીડિયો ઓટોમેટિકલી બની જાય છે. એટલે કે પ્લયર મેચની હાઈલાઈટ પણ જોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...