તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Ahmedabadi Artist's 'creation From Scratch', Idea Of Suicide But Decided To Give It A Chance And Opened An Art Studio, Making Tattoos Earns Rs 7 Lakh A Year

આજની પોઝિટિવ સ્ટોરી:અમદાવાદી આર્ટિસ્ટનું ‘શૂન્યમાંથી સર્જન’, સુસાઇડનો વિચાર આવ્યો, પણ એક ચાન્સ આપવાનું નક્કી કરી આર્ટ સ્ટુડિયો ખોલ્યો, ટેટૂ બનાવી વર્ષે 7 લાખ કમાય છે

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: વિવેક ચુડાસમા
કલાની સાધનાથી યુવક આજે સારી જિંદગી જીવવાની સાથે સારીએવી કમાણી પણ કરી રહ્યો છે.
  • આર્ટિસ્ટ બનવાના સ્વપ્નને પૂરું કરવા ધોરણ 10ના વેકેશનથી જ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’, આ કહેવતને અમદાવાદના એક આર્ટિસ્ટે સાર્થક કરી છે. પોતાની કલાથી લોકોને સત્ય-શિવ અને સુંદરતાની અનુભૂતિ કરાવતા ક્લાકાર જિંદગીના અનેક તકડા-છાંયા જોઈને આગળ આવ્યો છે. એક સમયે આપઘાતના વિચારોથી ઘેરાયેલા આ ક્લાકારે જિંદગીને એક ચાન્સ આપવાનું નક્કી કરીને કલાની સાધનાની અલખ જગાવી અને‘શૂન્યમાંથી સર્જન’ શરૂ કર્યું, જેમાં અનેક ઉતાર-ચઢાવ પછી અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં રહેતા જિજ્ઞેશ ફુમકિયાએ ટેટૂ આર્ટિસ્ટમાં અવ્વલ કહી શકાય એવી જગ્યા હાંસલ કરી છે. પોતાને ‘કાલ્પનિક કલાકાર’ તરીકે ઓળખાવતો જિજ્ઞેશ આજે આર્ટ સ્ટુડિયોનો માલિક છે અને વર્ષેદહાડે પોતાની કલાના જોરે 7 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

એમ્બ્રોઇડરીના કારખાનામાં રોલ પોલિશ કરવાની જોબ કર્યા બાદ ટેટૂ આર્ટિસ્ટ બન્યો.
એમ્બ્રોઇડરીના કારખાનામાં રોલ પોલિશ કરવાની જોબ કર્યા બાદ ટેટૂ આર્ટિસ્ટ બન્યો.

નાનપણથી કામ કરી પગ પર ઊભો રહ્યો
અગાઉ જિજ્ઞેશના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, એટલે તેમણે પોતાના આર્ટિસ્ટ બનવાના સ્વપ્નને પૂરું કરવા ધોરણ 10ના વેકેશનથી જ કામ કરવાની શરૂઆત કરવી પડી હતી. જિજ્ઞેશ પોતે જ ભણવાનો ખર્ચ ઉપાડી પરિવારને રાહત આપવા માગતો હતો, તેથી એક એમ્બ્રોઈડરીના કારખાનામાં રોલ પોલિશ કરવાનું કામ કરતો હતો, જેમાંથી થતી થોડીઘણી આવકથી પોકેટમની અને ભણવાનો ખર્ચ નીકળી જતો હતો. આમ, કિશોરાવસ્થામાં જ તેને પોતાના પગ પર ઊભા રહેતા શીખવાની ફરજ પડી હતી.

જીવન ટૂંકાવવા કરતાં જીવી લેવાના ધ્યેયથી પોતાનું ગમતું કામ કરી સફળતા મેળવી.
જીવન ટૂંકાવવા કરતાં જીવી લેવાના ધ્યેયથી પોતાનું ગમતું કામ કરી સફળતા મેળવી.

આપઘાતનો વિચાર છોડી આગળ વધ્યો
જિજ્ઞેશ ડિપ્લોમાના ત્રીજા સેમેસ્ટમાં ડિટેઇન થાય છે અને ત્યારે મનથી ભાંગી જાય છે. આગળ શું કરવું એના વિચારો તેમને હેરાન કરી મૂકે છે. અંતે, એકવાર તો સુસાઇડનો પણ વિચાર કરી લે છે, પરંતુ હજુ એક ચાન્સ લેવાનું વિચારે છે અને શાંત મનથી પરિસ્થિતિ સામે લડવાનો વિચારી કરી પોતાને જે ગમતું હતું એ કામ કરવાનું નક્કી કરે છે. બીજી તરફ ભણવાનું પણ પૂરું કરવાનું નક્કી કરી લે છે. વર્ષ 2013માં ડિટેઇન થયા બાદ 6 મહિના તેઓ એમ્બ્રોઈડરીના કારખાનામાં રોલ પોલિશ કરવાની જોબ કરે છે, જેમાંથી થોડીઘણી આવક તો થાય છે, પણ એ ટેટૂનાં સાધનો લાવવા જેટલી પૂરતી નથી હોતી. ત્યારે કારખાનાના માલિક તેમના પેશનથી પ્રભાવિત થઈને તેમને ટેટૂ બનાવવા માટે ઉપયોગી થોડાં સાધનો લાવવા આર્થિક મદદ કરે છે અને ત્યારથી શરૂ થાય છે જિજ્ઞેશની ‘ટેટૂ આર્ટિસ્ટ’ બનવાની સફર.

વર્ષ 2013માં જિજ્ઞેશ ઘરેથી જ ટેટૂ આર્ટિસ્ટ તરીકે પ્રોફેશનલ વર્કની શરૂઆત કરી હતી.
વર્ષ 2013માં જિજ્ઞેશ ઘરેથી જ ટેટૂ આર્ટિસ્ટ તરીકે પ્રોફેશનલ વર્કની શરૂઆત કરી હતી.

હાર્યા પછી પણ હિંમત બરકરાર હતી રાખી
વર્ષ 2013માં જિજ્ઞેશ ઘરેથી જ ટેટૂ આર્ટિસ્ટ તરીકે પ્રોફેશનલ વર્કની શરૂઆત કરે છે. ત્યાર બાદ ધીમે ધીમે સોશિયલ મીડિયામાંથી અને પોતાના અનુભવથી શીખતા જાય છે. તેઓ ટેટૂ આર્ટિસ્ટને લગતી જુદી-જુદી સ્કિલ ડેવલપ કરે છે. ત્યારે શરૂઆતના વર્ષમાં તેમની વાર્ષિક આવક 85 હજાર જેટલી થાય છે. ત્યાર બાદ તેઓ પોતાની એક મિત્ર સાથે મળીને સ્ટુડિયો ચાલુ કરે છે, પરંતુ અમુક અગમ્ય કારણોસર એ સ્ટુડિયો માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ બંધ કરવો પડે છે, જેમાં તેમને નુકસાન ગયું હોવા છતાં જિજ્ઞેશ હિંમત રાખીને ઘરેથી વર્ક તો ચાલુ જ રાખે છે. આખરે ખરાબ સમયના અંત પછી વર્ષ 2019માં તેઓ પોતાના સ્વતંત્ર સ્ટુડિયો ‘કબીરા ટેટૂ એન્ડ પિઅર્સિંગ - ધ સ્ટુડિયો ઓફ આર્ટ’ સ્થાપે છે. સતત ત્રણ વર્ષથી ચાલતા આ સ્ટુડિયોમાં તેમણે અનેક સફળતાનાં શિખરો સર કર્યા છે અને હાલમાં તેમની વાર્ષિક આવક 7 લાખ જેટલી થઈ ગઈ છે.

ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ, ઓકેશનલ ડેકોરેશન્સ અને ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ પણ કરે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ, ઓકેશનલ ડેકોરેશન્સ અને ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ પણ કરે છે.

આર્ટિસ્ટ બનવા નોકરી છોડી
જિજ્ઞેશ તેમના એજ્યુકેશન વિશે જણાવતાં કહે છે, પ્રાથમિક શિક્ષણ તેમણે વિદ્યાનગર હાઇસ્કૂલમાંથી લીધું. ત્યાર બાદ ધોરણ 10 પછી ગાંધીનગરની ગવર્નમેન્ટ પોલિટેક્નિકમાંથી ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ બ્રાન્ચમાં એડમિશન લીધું અને એ જ બ્રાન્ચમાં એલ.જે. ઇન્સ્ટિટ્યૂટમાંથી ડીગ્રી લીધી છે. એન્જિનિયરિંગ કર્યા પછી જિજ્ઞેશને જોબ કરવી નહોતી, પરંતુ ફેમિલી પ્રેશરને કારણે તેઓ ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ ચાલુ કરે છે, પણ ત્યાં તેમનું મન લાગતું નથી અને 25મા દિવસે જ ત્યાંથી રિઝાઇન કરી દે છે. ડીગ્રી પૂરી કર્યા બાદ બે રસ્તા હતા. ફેમિલી જોબ કરવાનું કહેતી હતી, પણ મન ટેટૂ આર્ટિસ્ટ બનવા માટે કહેતું હતું. ત્યારે તેઓ મનની વાત માને છે. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે ‘ભલે એમાંથી મને થોડું મળે તોપણ સૌથી વધારે ખુશી ત્યાંથી મળવાની હતી, સંતોષ ત્યાંથી મળવાનો હતો.’

ઉતાર-ચઢાવ પછી જિજ્ઞેશ આજે સ્ટુડિયોમાં ટેટૂ કરે છે.
ઉતાર-ચઢાવ પછી જિજ્ઞેશ આજે સ્ટુડિયોમાં ટેટૂ કરે છે.

ટેટૂ આર્ટિસ્ટ તરીકે કલાને ઉજાગર કરે છે
હાલમાં જિજ્ઞેશભાઈ ટેટૂ, બોડી પિઅર્સિંગ અને લેસરથી ટેટૂ રિમૂવ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ, ઓકેશનલ ડેકોરેશન્સ અને ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ પણ કરે છે. જિજ્ઞેશભાઈ ડ્રોઇંગ, સ્કેચિંગની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ આપે છે. હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ 4 સ્ટુડન્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. જિજ્ઞેશભાઈ આજના યંગસ્ટર્સને સંદેશ આપતાં કહે છે કે ‘પોતાની અંદર રહેલી દરેક કલાને બહાર લાવવી જોઈએ. અંદરના અવાજને, અંદરની આત્માને સાંભળો. એનાથી જ આગળ આવી શકાશે.’

નવરાત્રિમાં પોતાની જાતે તૈયાર કરેલા ડ્રેસ સહિતના ઈનામો પણ જીત્યા છે.
નવરાત્રિમાં પોતાની જાતે તૈયાર કરેલા ડ્રેસ સહિતના ઈનામો પણ જીત્યા છે.

કઈ-કઈ ઉપલબ્ધિઓ મેળવી છે?
જિજ્ઞેશે અનેક ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. વર્ષ 2014માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલનું હસ્તકલાનું લાઇસન્સ લીધું હતું. ત્યાર બાદ ડીગ્રી દરમિયાન તેમણે ક્રિએટિવ આર્ટ વર્ક માટે જીટીયુ તરફથી સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જિજ્ઞેશ ગરબા રમવાના પણ એટલા જ શોખીન છે. નવરાત્રિમાં વર્ષ 2018 અને 2019 એમ બંને વર્ષે તેમને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ (મેલ) કેટેગરીનો ખિતાબ પણ મેળવ્યો હતો, જેમાં તેમણે જાતે 28 કિલોનો ટ્રેડિશનલ ડ્રેસ ડિઝાઇન કર્યો હતો! ત્યાર બાદ કોરોના વોરિયર તરીકે ભૂમિકા અદા કરવા બદલ તેમને ટ્રૂ-કોલર તરફથી ‘કોરોના વોરિયર ટ્રૂ હીરો’નો ઇલ્કાબ પણ મળ્યો છે.

લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોની સેવા પણ કરી હતી.
લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોની સેવા પણ કરી હતી.

જિજ્ઞેશ સોશિયલ વર્કર પણ છે
ઇલિક્ઝિયર ફાઉન્ડેશનની મદદથી સોશિયલ વર્ક પણ કરે છે. તેમણે કોરોના પેન્ડેમિકની શરૂઆતથી ફૂડ ડિસ્ટ્રિબ્યુશન, રાશન કિટ, ફૂડ પેકેટ, મેડિકલ કિટ, ઓક્સિજન સિલિન્ડર સહિતની મદદ કરી છે. અત્યારસુધી તેમણે સાડાપાંચથી 6 હજાર જેટલી રાશન કિટ લોકોને પહોંચાડી હતી. આ ઉપરાંત લોકોમાં કોરોના પ્રત્યે લોકો જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અને જે-તે જગ્યાએ જઈ લોકોને સમજણ આપી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં લોકોને સાચી માહિતી પૂરી પાડી હતી. જિજ્ઞેશ અમદાવાદના લાયન્સ લિઓ ક્લબમાં વાઇસ- પ્રેસિડેન્ટ છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં છે. આ ક્લબે લોકડાઉન વખતે લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને પોતાની વ્યવસ્થાએ લોહી મોકલી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...