તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Ahmedabad based Tech Startup Petpooja Collects More Than 17 Lakh Voice Samples To Create An Audio Menu

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકનોલોજી:અમદાવાદના ટેક સ્ટાર્ટઅપ પેટપૂજાએ ઓડિયો મેનુ બનાવવા દેશભરમાંથી 17 લાખથી વધુ વોઇસ સેમ્પલ ભેગાં કર્યાં

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • અલગ અલગ રાજ્યોમાંથી વોઇસ સેમ્પલ લેવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો
  • ફાસ્ટફૂડ પાર્લર, કાફેમાં બોલીને ઓર્ડર કરી શકાય એવું ડિવાઇસ બનાવ્યું

રેસ્ટોરાંને મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી અને મેનુ મેનેજમેન્ટ સહિતની સર્વિસ આપતા અમદાવાદના ટેકનોલોજી સ્ટાર્ટઅપ પેટપૂજાએ ઓર્ડર અને બિલિંગની પ્રોસેસને ઝડપી બનાવવા માટે એક વોઇસ ઓર્ડરિંગ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ માટે કંપનીએ વીતેલાં ત્રણ વર્ષમાં દેશનાં 28 રાજયોમાંથી 17 લાખથી વધુ લોકો પાસેથી વિવિધ વાનગીઓનાં નામ બોલાવી અને તેમનાં વોઇસ સેમ્પલ લીધાં હતાં. આ તમામ વૉઇસને ક્લીન કરી એક ડિવાઇસમાં લોડ કરવામાં આવ્યા છે, જેથી ગ્રાહક બોલીને સીધો જ ઓર્ડર કરી શકે.

ડાબેથી પેટપૂજાના સ્થાપકો અપૂર્વ પટેલ, પાર્થિવ પટેલ અને શૈવલ દેસાઈ.
ડાબેથી પેટપૂજાના સ્થાપકો અપૂર્વ પટેલ, પાર્થિવ પટેલ અને શૈવલ દેસાઈ.

આને કારણે ઓર્ડર ટાઈમિંગ ઘટશે
પેટપૂજાના કો-ફાઉન્ડર પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે રેસ્ટોરાંમાં આપણે જે ખાવું હોય એ પસંદ કરવું અને પછી એ ઓર્ડર કરવો એ એક પ્રોસેસ છે, જેમાં લગભગ 10-15 મિનિટ જેવો સમય લાગે છે. કાફે કે ફાસ્ટફૂડ પાર્લરમાં તો એનાથી પણ વધારે સમય લાગે છે. વોઇસ ઓર્ડરિંગ ડિવાઇસના કારણે આ સમય ઘટી જશે. ઉપરાંત આ મશીનમાં એકવાર ઓર્ડર આવશે એટલે તેનું બિલ પણ બની જશે અને શેફ પાસે ઓર્ડર પણ જતો રહે છે, એટલે આ આખી પ્રોસેસ એકસાથે થશે, જેને કારણે ગ્રાહક તેમજ સંચાલકો માટે પણ ઘણું સરળ થઈ જશે.

સેમ્પલ કલેક્શન અને ક્લિનિંગમાં ત્રણ વર્ષ લાગ્યાં
આ પ્રોજેક્ટ હેન્ડલ કરનાર પેટપૂજાના વાઇસ-પ્રેસિડેન્ટ શૈવલ દેસાઇએ જણાવ્યું હતું કે અમે ભારતનાં લગભગ તમામ રાજ્યોમાંથી મહિલા અને પુરુષોનાં 17 લાખથી વધુ વોઇસ સેમ્પલ લીધાં હતાં. આ વોઇસને કલેક્ટ કરવામાં અને ક્લીન કરવામાં અમને આશરે 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અમુક વાનગીઓ કોમન હતી, જ્યારે અમુકનાં નામ પ્રદેશ પ્રમાણે બદલાતાં હોય છે. આ રીતે અમારી પાસે લગભગ 25 લાખથી વધુ વિવિધ પ્રકારની વાનગીઓનાં નામ બોલાયાં છે.

ઇ-મેલ પર લિન્ક મોકલી ઓનલાઈન વોઇસ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
ઇ-મેલ પર લિન્ક મોકલી ઓનલાઈન વોઇસ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

પાઈલોટ પ્રોજેક્ટ અમદાવાદથી શરૂ થશે
શૈવલ દેસાઇ જણાવે છે કે આ ડિવાઇસ માટે પાઈલોટ પ્રોજેક્ટ અમે અમદાવાદથી શરૂ કરીશું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાં આવેલા રાધિકા કાફેમાં ટૂંક સમયમાં આ વોઇસ ઓર્ડરિંગ મશીન લગાડવામાં આવશે. અત્યારે અમારું ફોકસ ફાસ્ટફૂડ પાર્લર અને કાફેટેરિયાને છે, કેમ કે આ પ્રોડક્ટ તેમના માટે વધારે અનુકૂળ છે.

રેસ્ટોરાં માટે વેઇટર કોલિંગ ડિવાઇસ પણ બનાવ્યું
પેટપૂજાના સહ-સ્થાપક અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકો અવારનવાર વેઇટરને બોલાવે છે. પાણી પીવાનું હોય કે ઓર્ડર કરવાનો હોય તેમજ બિલ બનાવવા માટે પણ ગ્રાહકો વેઇટરને બોલાવતા હોય છે. સૌની બોલાવવાની પોતાની રીત હોય છે અને ક્યારેક એવું પણ બને કે વધારે ભીડ હોય તો કોઈ એટેન્ડ કરી પણ ના શકે. આ માટે અમે વેઇટર કોલિંગ ડિવાઇસ બનાવ્યું છે, જે એકદમ કોમ્પેક્ટ છે અને ટેબલ પર રાખી શકાય છે. ગ્રાહક બટન દબાવે અને તેના સિગ્નલ મેનેજર, બિલ કાઉન્ટર અને વેઇટર પાસે જાય છે, જે ફ્રી હોય તે ગ્રાહકને એન્ટેન્ડ કરે છે.

વેઇટરને બોલાવવા માટે બનવાયેલું ડિવાઇસ.
વેઇટરને બોલાવવા માટે બનવાયેલું ડિવાઇસ.

પેટપૂજાનું 25000થી વધુ રેસ્ટોરાં સાથે જોડાણ
પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે અમે લગભગ એક દાયકાથી હોટાલ અને રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા છીએ. તેમને પડતી મુશ્કેલીઓ અને તેમની જરૂરિયાતોને અમે સમજી શકીએ છીએ અને એટલે જ આવાં ડિવાઇસ બનાવ્યાં છે. હાલમાં અમદાવાદ, મુંબઈ, પુણે, દિલ્હી, બેંગલુરુ સહિતનાં શહેરોમાં QSRs, કલાઉડ કિચન્સ, ફૂડકોર્ટસ, કાફે, બાર્સ, બેકરીઝ વગેરે 25,000થી વધુ ખાણીપીણીના એકમો અમારી સાથે જોડાયેલા છે. પેટપૂજા રેસ્ટોરાંની રિપોર્ટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ સહિતની બિલિંગ, કિચન ઓર્ડર, ટોકન, ઈન્વેન્ટરી, સ્ટોક અને કાચા માલ, રિસીપ્ટસ, મેનુ, તમામ મહત્ત્વની કામગીરીઓ સંભાળે છે.

રેસ્ટોરાંમાં સર્વિસ માટે રોબોટ પણ બનાવ્યો છે
પેટપૂજાએ 2020માં અમદાવાદની એક રેસ્ટોરાં માટે એક રોબોટ પણ બનાવ્યો છે. આ રોબોટ ગ્રાહકોએ કરેલા ઓર્ડરને તેના ટેબલ સુધી પહોંચાડે છે. પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે અમને આવા બીજા પણ ઓર્ડર મળી રહ્યા છે અને અમે એના પર કામ કરી રહ્યા છીએ. વેઇટર કોલિંગ ડિવાઇસની અત્યારે ઘણી ડિમાન્ડ આવી છે અને અત્યારસુધીમાં 600થી વધારે ડિવાઇસ માટે ઓર્ડર પણ મળ્યા છે. જોકે અમે ટેક્નોલોજી કંપની છીએ એટલે હાર્ડવેરની બાબતમાં થોડા ધીમા ચાલીએ છીએ.

ઉડાને રૂ. 40 કરોડનું રોકાણ કર્યું છે
રિટેલર્સ સાથે સંકડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉડાને 2020માં અમદાવાદના સ્ટાર્ટઅપ પેટપૂજામાં રૂ. 40 કરોડ જેવું રોકન કરેલું છે. કંપની અત્યારસુધી સોફ્ટવેર સર્વિસીઝ પર કામ કરતી હતી, પણ હવે સાથે સાથે ડિવાઇસ પર પણ કામ કરે છે. આ માટે આવનારા દિવસોમાં કંપની બજારમાંથી વધુ ભંડોળ એકઠું કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો