તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાર્ટઅપ:મેક ઇન ઇન્ડિયાથી પ્રેરાઈને ગુજરાતી યુવાને પાણીની બચત માટે ડિવાઇસ વિકસાવ્યું, ઓવરફ્લોથી દર મહિને થતો 25 લાખ લીટર પાણીનો બગાડ રોકાશે

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
 • કૉપી લિંક
 • ગુજરાતમાં એક અંદાજ મુજબ, ઓવરફ્લોના કારણે એટલું પાણી વેડફાય છે કે તેનાંથી 8 લાખ લોકોની એક દિવસની જરૂરિયાત પૂરી થઈ શકે
 • સોલર પેનલ બેઝ્ડ ડિવાઇસની મદદથી સરળતાથી ટાંકીમાં ભરાતા પાણીનું નિયંત્રણ કરી શકાય છે, જેથી લાપરવાહીને કારણે થતો વેડફાટ અટકે છે

ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા 48 વર્ષીય દેવેન છેડા નામના સ્ટાર્ટઅપે જાહેર સ્થાનો પર રહેલી પાણીની ટાંકી ભરાઇ જતાં, પાણીનો બગાડ અટકાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સમાધાનની શોધ કરી છે. સ્માર્ટ વોટર મેનેજમેન્ટ નામના પ્રોજેક્ટથી પાણીની ટાંકીને નિયંત્રિત કરવા માટેના યંત્રની શોધ કરી છે, જેના વડે મોટા પ્રમાણમાં થતા પાણીના બગાડને અટકાવી શકાય છે, સાથે જ કેટલી માત્રામાં પાણીનું વિતરણ થયું એ અંગે પણ જાણકારી મેળવી શકાય છે.

ટાંકી છલકાઈ જવાથી થતા પાણીના વેડફાટ અંગે કમનસીબે કોઈ સંશોધનો કે અભ્યાસ ન થયાં હોવાથી એના ચોક્કસ આંકડા પ્રાપ્ય નથી, પરંતુ જળસંવર્ધન નિષ્ણાતોના ડિવાઇસનું સંશોધન કરનાર સ્ટાર્ટઅપના અંદાજ મુજબ પ્રતિ વર્ષ 25 લાખ લિટર જેટલું પાણી ટાંકી છલકાઈ જવાથી વેડફાય છે. આટલું પાણી આશરે 8 લાખ લોકોની એક દિવસની જરૂરિયાત પૂરી પાડી શકે. આ ડિવાઈસની સૌથી મોટી ઉપયોગિતા એ છે કે એની મદદથી આવો તદ્દન બિનજરૂરી અને માત્ર લાપરવાહીને કારણે થતો બગાડ રોકી શકાય છે.

જે સમસ્યામાંથી પસાર થયા, એના પર સંશોધન કર્યું, ઉકેલ લાવ્યા
દેવેન છેડા મૂળ કચ્છના રહેવાસી છે. પોતાના જિલ્લામાં પાણીની તંગીનો અહેસાસ હોવાથી એનો બગાડ કેમ અટકાવી શકાય એ દિશામાં વિચાર્યું અને નવેમ્બર, 2018માં સ્માર્ટ વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. તેમણે પાણીના વેડફાટ થતો અટકાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સંશોધન કરતા ડિવાઇસની શોધ કરી છે. IOT(ઇન્ટરનેટ ઓન થિંગ્સ)સ્માર્ટ વોટર મેનેજમેન્ટ પદ્ધતિ થકી પાણીની ટાંકીનું નિયંત્રણ કરી શકાય છે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા આ સ્ટાર્ટઅપને પ્રારંભિત તબક્કે 5 લાખનું ફંડિગ પણ કરવામાં આવ્યું છે.

ઓવરહેડ પાણીની ટાંકીનું નિયંત્રણ મોટો પડકાર
રાજ્યભરમાં 162 જેટલી પાલિકા અને 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, જ્યાં ઓવરહેડ પાણીની ટાંકીઓ કાર્યરત છે. કેટલીકવાર પાણીની ટાંકી ભરાઈ ગયા પછી છલકાઈ જવાને કારણે પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થતો હોય છે. અમરેલીમાં હાલ આ પ્રોજેક્ટ હેઠળ IOT(ઇન્ટરનેટ ઓન થિંગ્સ) સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાં સારાં પરિણામ પણ મળ્યાં છે. કમનસીબી એ છે કે આ રીતે પાણીનો કેટલો વેડફાટ થાય છે એના વિશે કોઈ અભ્યાસ થયો ન હોવાથી સ્પષ્ટ આંકડાઓ ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારના જલ શક્તિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના સહયોગથી નીતિ આયોગે ઓગસ્ટ, 2019માં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, રિપોર્ટ મુજબ દેશમાં પાણીની તંગીને લગતા આંકડાઓ મળી શકતાં નથી, જેને કારણે પાણી વ્યવસ્થાપનને લગતી બાબતોની સમસ્યાના નિરાકરણ માટે પડકાર છે.

શું છે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ ?

 • આ ડિવાઇસની શોધ કરનાર દેવેન છેડાએ ખાનગી યુનિવર્સિટીમાં ઇન્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનરિંગના સેમેસ્ટર-4માં અભ્યાસ કરતા ધૈર્ય શાહની મદદથી એક ડિવાઇસ તૈયાર કર્યું છે, જેમાં મેક ઇન ઇન્ડિયાની તર્જ પર આ સિસ્ટમ વિકસાવી છે.
 • ડિવાઇસને પાણીની ટાંકી પર લગાવવામાં આવે છે.
 • ટાંકી પર લાગેલા ડિવાઇસ સોલરથી સંચાલિત છે, સોલરની સાથે-સાથે બેકઅપ માટે એક બેટરી પણ મૂકવામાં આવી છે.
 • ડિવાઇસની સાથે એક સેન્સર સાથે જોડેલો કેબલ પાણીના તળિયા સુધી મોકલવામાં આવે છે, આ સેન્સર પાણીના લેવલ અંગે સચોટ માહિતી ડિવાઇસ સુધી મોકલે છે, જે બાદમાં વોટર પમ્પિંગ સ્ટેશનમાં મૂકેલા ડિસ્પેલ પર પણ દર્શાવાય છે.
 • ગમે તે સ્થળેથી પાણીની ટાંકીનું ઓટોમેટિક નિયંત્રણ થઈ શકે છે.
 • પાણીની ટાંકી પર લાગેલાડિ વાઇસ મોબાઇલ એપ્લિકેશનથી જોડાયેલું હશે, એટલે કે ટાંકીમાં રહેલા પાણીના લેવલની માહિતી જે-તે જવાબદાર વ્યક્તિ દર એક કલાક સુધી ટેક્સ્ટ મેસેજ અને મોબાઇલ એપ્લિકેશન મારફત જાણી શકશે.
 • આ સિસ્ટમ થકી ટાંકીમાં પાણી ભરવાની માત્રા પણ નિશ્ચિત કરી શકાશે, એટલે કે પાણી કેટલા લેવલ સુધી ભરવું છે એની માત્રા નક્કી કરી શકાશે.
 • નક્કી કરેલી માત્રા મુજબ લિટર કે કેપેસિટીની ટકાવારી મુજબ પાણી ભરાશે કે તરત જવાબદાર વ્યક્તિને અલર્ટ મળશે અને હુટર વાગશે. એ સાથે પાણીનો સપ્લાઇ બંધ કરી શકાશે.
 • સિસ્ટમની મોબાઇલ એપ્લિકેશનમાં એક મહિનાથી લઇને એક વર્ષ સુધીનો ડેટા સચવાઇ શકે છે.
 • આ સિસ્ટમમાં ઓટોમેટિક પાણીનો પ્રવાહ બંધ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, સાથે સાથે પમ્પિંગ સેન્ટર પર રહેલા ઓપરેટર પણ અલર્ટ મળતાં જ પાણીનો પ્રવાહ બંધ કરી શકે છે.
 • આ સિસ્ટમની મોટી ખાસિયત એ છે કે કોઇપણ વ્યક્તિ એની પ્રાથમિક કક્ષાની તાલીમ મેળવીને સંચાલન કરી શકે છે.

હાલ ટાંકીના નિયંત્રણની શું સ્થિતિ છે?
હાલ અમદાવાદ સહિત અન્ય કેટલાંક મહાનગરોમાં પાણીની ટાંકીના નિયંત્રણ માટે સ્કાડા સિસ્ટમ લાગુ છે, જે સ્માર્ટ વોટર મેનેજમેન્ટની માફક જ કામ કરે છે. જોકે એ ખૂબ ખર્ચાળ છે. જ્યારે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હાલની સિસ્ટમ કરતાં 10 ગણી ઓછી કિંમતે તૈયાર થઇ જતી હોવાનો દાવો આ ડિવાઇસનું સંશોધન કરનાર તરફથી કરવામાં આવી રહ્યો છે. નાનાં શહેરો અથવા ગામડાંમાં ઓવરહેડ પાણીની ટાંકીઓ પર 90 લાખથી લઇ 2 કરોડના ખર્ચે આ સિસ્ટમ ઈન્સ્ટોલ કરી શકાય છે. સ્કાડા સિસ્ટમ માટે કંટ્રોલ રૂમની જરૂર પડે છે, જ્યારે સ્માર્ટ વોટર મેનેજમેન્ટમાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થાનેથી તેનું સંચાલન કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે મહાનગરો સિવાય પાલિકા અને ગામડાંની ટાંકીમાં 60થી 70 ટકા ટાંકીનું સંચાલન મેન્યુઅલી થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો