અલ આદેલના હાથમાં જઈ શકે છે અલ-કાયદા:અમેરિકા પરના 9/11નો હુમલો કરવાની વિરુદ્ધ હતો, બ્લેક હોક ડાઉને ફેલાવ્યો હતો તેનો ડર

15 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ / અનુરાગ આનંદ

2 મે 2011: અમેરિકાએ વિશ્વના સૌથી ખતરનાક આતંકી અને અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાટમાં ઠાર કર્યો હતો.

અલ-કાયદા પ્રમુખ બન્યા- અયમાન અલ જવાહિરી

31 જુલાઈ 2022: અમેરિકાએ અલ-કાયદા પ્રમુખ અયમાન અલ જવાહિરીને કાબુલમાં મિસાઈલ હુમલામાં ઠાર કર્યો.

અલ-કાયદા પ્રમુખ-કોણ?
વોશિંગ્ટન ડીસીની થિન્ક ટેન્ક મિડલ ઈસ્ટ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ અલ-કાયદા પ્રમુખ બનવાની રેસમાં સૌથી આગળ સૈફ અલ આદેલ છે. આજે એક્સપ્લેનરમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આદેલ કઈ રીતે લાદેન અને જવાહિરી જેવો જ ખૂનખાર છે...

ઈજિપ્તનો તે કર્નલ ખેતરમાં આતંકીઓને વિસ્ફોટક બનાવવાની ટ્રેનિંગ આપતો હતો
અલ-કાયદાના એક્સપ્લોસિવ એક્સપર્ટ સૈફ અલ આદેલનો જન્મ 1960ના દાયકાની શરૂઆતમાં ઈજિપ્તમાં થયો હતો. તેનું મૂળ નામ મોહમ્મદ સલાહ અલ-દીન જૈદાન છે. જોકે સૈફ અલ અદેલના નામની પાછળ પણ એક કહાની છે. સૈફ અલ અદેલનો અર્થ છે સ્વોર્ડ ઓફ જસ્ટિસ એટલે કે ન્યાયની તલવાર. આ કારણે તેણે પોતાનું નામ બદલ્યું.

અલ-કાયદાનો એક્સપ્લોસિવ એક્સપર્ટ, અમેરિકાનો દુશ્મન
4 ઓક્ટોબર 1993નો દિવસ હતો. અમેરિકાના રેન્જર્સ અને સોમાલિયામાં અલ-કાયદા સાથે જોડાયેલા મલેશિયાની વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. આ દરમિયાન મલેશિયાના લીડર જનરલ આઈદિદના ફાઈટર્સે રાજધાની મોગાદિશુમાં અમેરિકાના હેલિકોપ્ટરને તોડી પાડ્યા.

અમેરિકામાં 9/11ના હુમલા માટે આદેલે લાદેનને ના પાડી હતી
અમેરિકામાં 9/11ના હુમલા પહેલા સૈફ અલ આદેલ કંધાર શહેરના રક્ષાપ્રમુખ હતો. આદેલે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાનો વિરોધ કર્યો હતો. હુમલાના 2 મહિના પહેલાં આદેલે બિન લાદેનને આમ ન કરવાની સલાહ આપી હતી.

આદેલ સિવાય અલ-કાયદાના પ્રમુખ બનવાની રેસમાં સામેલ વધુ 3 આતંકી વિશે જાણીએ...

પ્રથમઃ અલ જવાહિરીનો જમાઈ અબ્દ અલ રહમાન અલ મધરેબી
આ લિસ્ટમાં વધુ એક આતંકી અબ્દ અલ રહમાન અલ મધરેબીનું નામ આગળ ચાલી રહ્યું છે. અમેરિકાની રક્ષા એજન્સીના જણાવ્યા મુજબ, મધરેબી માત્ર અલ કાયદાના સિનિયર મેમ્બર છે એવું નથી, તે એક ખતરનાક વ્યક્તિ પણ છે. મધરેબી હાલ ઈરાનમાં અલ-કાયદાના પ્રમુખ નેતા છે.

બીજાઃ અલ શબાબના નેતા અહમદ દિરિએ
અલ-કાયદાના ચીફ બનવાની રેસમાં ત્રીજું નામ અહમદ દિરિએનું બહાર આવી રહ્યું છે. અહમદ દિરિએને અબુ ઉબૈદાહના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉબૈદાહ સોમાલિયાના ઈસ્લામિક ગ્રુપ અલ-શબાબનો પણ સભ્ય રહી ચૂક્યો છે. અમેરિકાની રક્ષા એજન્સીએ એપ્રિલ 2015માં તેનું નામ વિશ્વના ટોપ ખતરનાક આતંકીઓના લિસ્ટમાં સામેલ કર્યું છે. એટલું જ નહિ, અમેરિકાની સરકારે તેના વિશે માહિતી આપનારને 47 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવાની પણ જાહેરાત કરી છે.

ત્રીજીઃ યાજીબ મેબરાક પર 54 કરોડનું ઈનામ
અલ્જિરિયાઈ આતંકી યજીદ મેબરકનો જન્મ 1969માં થયો હતો. યજીદને અબુ ઉબૈદા યુસુફ અલ-અન્નાબીના નામથી પણ ઓળખવામાં આવે છે. અલ્જિરિયાઈ ઈસ્લામિક આતંકી સમૂહ અલ-કાયદા ઈસ્લામિક માધરેબી એટલે કે AQIMના તે 2020થી પ્રમુખ છે. અમેરિકાએ આતંકી યજીદ મેબરાક પર 54 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. યજીબ જવાહિરીનો નજીકની વ્યક્તિ હોવાનું કહેવાઈ રહ્યું છે.

હવે વાત અલ-કાયદાની થઈ રહી છે, આ કારણે એની રચનાથી લઈને અત્યારસુધીની હિસ્ટ્રીને જાણીએ...

1986માં સોવિયત રશિયાની સેનાની વિરુદ્ધ યુદ્ધ માટે અલ-કાયદાની રચના થઈ
આ 1980નો સમય હતો. એક વર્ષ પહેલાં જ 1979માં સોવિયત રશિયાની સેનાએ અફઘાનિસ્તાન સરકારની તરફથી અફઘાન મુજાહિદીનની વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી. 9 વર્ષ ચાલેલા આ યુદ્ધમાં સોવિયત રશિયાની સેના અફઘાનિસ્તાનની સૈય્યદ મોહમ્મદ નજીબુલ્લાહના નેતૃત્વવાળી કમ્યુનિસ્ટ સરકારને બચાવવા માટે લડી રહી હતી.

પબ્લિક ઈન્ટિગ્રિટી ડોટ ઓઆરજીના જણાવ્યા મુજબ, અમેરિકા આ યુદ્ધમાં અફઘાન મુજાહિદીનોને સમર્થ કરી રહ્યું હતું. આ દરમિયાન 1986માં આતંકવાદી ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લા આઝમે આ આતંકી સંગઠનની શરૂઆત કરી હતી. પછીથી જ્યારે સોવિયત રશિયાએ તેની સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત લઈ લીધી તો લોકશાહી સરકારની સ્થાપના કરવાના નામ પર અમેરિકાની સેનાએ અહીં એન્ટ્રી લીધી.

તે પછી અલ-કાયદાએ એક પછી એક ઘણા હુમલાઓ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો પર કર્યા. એને કારણે નાટો, યુરોપીય સંઘ, અમેરિકા, બ્રિટન, ભારત, રશિયા અને ઘણા દેશોએ તેને આતંકવાદી ગ્રુપ જાહેર કર્યું.

અન્ય સમાચારો પણ છે...