ભાસ્કર ઓપિનિયનસમ્મેદ શિખર:આટલો વિરોધ અને જનાક્રોશ બાદ છેવટે સરકારે ઝુકવું પડ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર શું હોય છે? જેને લોકો ચૂંટીને મોકલે, કદાચ તેમની જ લાગણીઓ સાથે સંકોચ વિના રમત રમનારી સંસ્થાનું નામ સરકાર છે. હાલના કેટલાક વર્ષોમાં સરકારો જે પ્રકારે કામ કરી રહી છે, તેને જોઈને તો આવું જ લાગે છે. સમ્મેદ શિખરનો વિવાદ તેનું તાજેતરનું ઉદાહરણ છે. સમગ્ર મામલો પવિત્ર સ્થળ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવું અને જૈન સમાજના વિરોધ બાદ પ્રવાસ સ્થળવાળો આદેશ પરત લેવાનો છે.

પહેલા લોકો સમજી રહ્યા હતા કે, આ બધુ હાલની ઝારખંડ સરકારે કર્યું છે. પરંતુ પછીથી ખબર પડી કે, આ આદેશ તો ઝારખંડની પાછલી ભાજપ સરકારના સમયે જ જાહેર કરી દેવામાં આવ્યો હતો. હાલની રાજ્ય સરકારે તેમાં ધાર્મિક શબ્દને વધું જોડી દીધો. વધુ ઉંડા ઉતરતા જાણવા મળ્યું કે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પણ આ મામલે આદેશ આપી રાખ્યા હતા.

જો કે હજી સુધી લોકો આ બધા માટે ફક્ત ઝારખંડ સરકારને જવાબદાર માની રહ્યા હતા, ત્યાં સુધી કેન્દ્ર સરકાર અને તેનું પર્યાવરણ મંત્રાલય મૌન ધારણ કરીને બેઠું હતું. મામલો સામે આવ્યો તો તમામ અચાનક હરકતમાં આવી ગયા. ઝારખંડ સરકાર પણ, કેન્દ્ર સરકાર પણ અને પર્યાવરણ મંત્રાલય પણ. એક જ દિવસમાં મામલો ઉકેલાય ગયો. પ્રવાસન સ્થળવાળો આદેશ પરત થઈ ગયો અને શાંત જૈન સમાજનો વિરોધ પણ.

સવાલ એ ઉઠે છે કે, જનાક્રોશ વગર આ સરકારો કેમ યોગ્ય નિર્ણયો લઈ નથી રહી. જો સરકારોએ કોઈ જનતા સાથે જોડાયેલા નિર્ણયો લેવા જ હોય, ખાસ કરીને એ જેમાં વિવાદ થવાની આશંકા હોય, તેની પર સંબંધિત લોકો પાસેથી અભિપ્રાય કેમ લેવામાં આવતા નથી? સર્વે કેમ કરાવવામાં આવતો નથી? બધાની પસંદથી કામ કરવામાં આખરે સમસ્યા શું છે?

બની શકે છે કે આ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગે પણ કામ તો સારી રીતના થાય અને પછી આ પ્રકારના આંદોલનો કે વિરોધ પ્રદર્શનો કરવાની જરૂર તો ન પડે! પછી વાર પણ કેટલી લાગશે? ઓછામાં ઓછી એટલી તો નહીં જેટલી સરકારી ઓફિસોમાં અટકેલી ફાઈલોને લાગે છે. ચક્કર લગાવતા લગાવતા લોકોના ચંપલ ઘસાઈ જાય છે, પરંતુ ફાઈલો આગળ નથી વધતી. કેટલીકવાર તો એક ઉંમર વટાવી ગયા બાદ પણ લોકોના મુદ્દા, મામલા કે સમસ્યાઓનું નિદાન નથી થઈ શકતું.

કુલ મળીને, મોડું થાય તો થાય, પણ અંધેર ન હોવું જોઈએ. ખેર, કંઈ પણ થાય, સરકારોએ એક પ્રકારે તેમની ભૂલો માની લીધી છે અને હવે સમ્મેદશિખરનો મામલો ઉકેલાય ગયો છે. પરંતુ આ વચ્ચે એક જૈન મુનિએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, આ એક એતિહાસિક અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. તેની ભરપાઈ ન તો કોઈ સરકાર કરી શકે અને ન કોઈ અન્ય. સરકારો તો આની જવાબદારીઓથી પણ બચી નીકળશે. કેમને લોકોની લાગણીઓ સાથે તેમને કોઈ લેવાદેવા નથી હોતા.

અન્ય સમાચારો પણ છે...