• Gujarati News
  • Dvb original
  • After Revealing The Names Of Accomplices Beaten By The Police, When He Fled Egypt, Bin Laden Made Him His Doctor.

અલ-જવાહિરીનું રહસ્યમયભર્યું જીવન:પોલીસના મારથી સાથીઓનાં નામ જણાવી દીધા હતા, જ્યારે તે ઇજિપ્તમાંથી ભાગ્યો ત્યારે બિન લાદેને તેને પોતાનો ડૉક્ટર બનાવ્યો હતો

12 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

અયમાન અલ-જવાહિરી. શ્રીમંત ઇજિપ્તીયન પરિવારમાં જન્મ્યો હતો, મેડિકલનો અભ્યાસ કર્યા પછી જેહાદી બન્યો, બિન લાદેનના મૃત્યુ પછી અલ-કાયદાની કમાન સંભાળી, અને 71 વર્ષની વયે કાબુલમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો.

અલ-જવાહિરીની સમગ્ર જીવન આ ચાર લીટીઓ સુધી સીમિત રહ્યું છે. તેના જીવનમાંથી રહસ્ય, કપટ, ષડયંત્ર અને હિંસાના સ્તરો ખુલવા લાગે છે. ભાસ્કર એક્સપ્લેનરમાં અમે તમારા માટે અલ-જવાહિરીની સંપૂર્ણ કહાની લાવ્યા છીએ...

ઓસામા બિન લાદેન સાથે અલ-જવાહિરીનો 2001નો ફોટોગ્રાફ. સફેદ પાઘડી, કાળી-સફેદ ઘટાદાર દાઢી અને માથા પર ઘા ના નિશાન સાથે અલ-જવાહિરીને આતંકવાદી સંગઠન અલ કાયદા પાછળ મગજ હોવાનું માનવામાં આવતું હતું
ઓસામા બિન લાદેન સાથે અલ-જવાહિરીનો 2001નો ફોટોગ્રાફ. સફેદ પાઘડી, કાળી-સફેદ ઘટાદાર દાઢી અને માથા પર ઘા ના નિશાન સાથે અલ-જવાહિરીને આતંકવાદી સંગઠન અલ કાયદા પાછળ મગજ હોવાનું માનવામાં આવતું હતું

ઇજિપ્તના એક શ્રીમંત પરિવારમાં જન્મ
અયમાન મુહમ્મદ રબી અલ-જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ કાયરો, ઇજિપ્તમાં થયો હતો. તેના પિતા પ્રોફેસર હતા, કાકા એક હજાર વર્ષ જૂની અલ-અઝહર યુનિવર્સિટીના ગ્રાન્ડ ઇમામ હતા. ઝવાહિરીના દાદા કાયરો યુનિવર્સિટીના પ્રમુખ અને રિયાધમાં કિંગ સાઉદ યુનિવર્સિટીના સ્થાપક અને ડિરેક્ટર હતા.

અલ-જવાહિરી ભણવામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો. બાળપણથી જ તેણે ઇસ્લામિક સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. તે ઇસ્લામિક ચિંતક સૈયદ કુ્ત્બના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. કુત્બ દુનિયાને માત્ર બે આંખોથી જોતો હતો - અલ્લાહને માનનારા કે કાફિર (તેઓ નરમ મુસ્લિમોને પણ કાફિર માનતો હતો.) 1966માં કુત્બને ફાંસી આપવામાં આવી હતી.

એક તરફ મેડિકલનો અભ્યાસ, બીજી બાજુ અનેડર ગ્રાઉન્ડ મિલિટન્ટ સેલ
1966માં, અલ-જવાહિરીએ એક આતંકવાદી સેલ બનાવ્યો જેનો હેતુ ઇજિપ્તમાં બિનસાંપ્રદાયિક સરકારને બદલવાનો અને ઇસ્લામિક સરકારની રચના કરવાનો હતો. તે સમયે જવાહિરી માત્ર 15 વર્ષનો હતો. શરૂઆતમાં પાંચ સભ્યોથી શરૂ થયેલું આ જૂથ 1974 સુધીમાં વધીને 40 સભ્યો સુધી પહોંચ્યું હતુ.

અલ-જવાહિરી એક તરફ કાયરો યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરતો હતો અને બીજી તરફ આતંકવાદી જૂથ પણ ચલાવતો હતો. 1974માં સ્નાતક થયા બાદ તેમણે ત્રણ વર્ષ આર્મીમાં સેવા આપી હતી. 1978માં સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.

પત્ની અજ્જા કટ્ટરતામાં જવાહિરી કરતાં એક ડગલું આગળ હતી
લોરેન્સ રાઈટના પુસ્તક 'ધ લૂમિંગ ટાવર: અલ-કાયદા એન્ડ ધ રોડ ટુ 9/11' અનુસાર, અજ્જા ખૂબ જ ધાર્મિક યુવતી હતી. જે બુરખો પહેરીને આખી રાત કુરાન વાંચતી હતી. બંનેની મુલાકાત પરિવારો દ્વારા થઈ હતી, પરંતુ જવાહિરીએ લગ્નના દિવસે જ પહેલીવાર અજ્જાનો ચહેરો જોયો હતો. અજ્જાના કહેવાથી લગ્નમાં ન તો સંગીત હતું કે ન તો ફોટોગ્રાફી.

અજ્જાની કટ્ટરતા 2001ની એક ઘટના પરથી સમજી શકાય છે. ઑક્ટોબર 2001માં, અમેરિકાના હુમલામાં ઘાયલ થયેલ અજ્જા કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. તેણે મદદ લેવાની ના પાડી અને કાટમાળમાંથી બહાર આવી, જેથી બચાવકર્તા તેનો ચહેરો ન જોઈ શકે. અહેવાલો અનુસાર, અજ્જા અને જવાહિરીને ચાર પુત્રીઓ અને એક પુત્ર હતો.

પોલીસમા મારથી સાથીઓના નામ જણાવી દીધા હતા
હવે પાછા અલ જવાહિરીની કહાની પર. 1981માં અલ-જવાહિરીની ઇજિપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અનવર સાદાતની હત્યાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીએ જવાહિરીને તમાચો માર્યો તો જવાહિરીએ પણ વળતો જવાબ આપ્યો અને તેને થપ્પડ મારી દીધી હતી. જો કે, બાદમાં તે પોલીસના માર સામે ભાંગી પડ્યો હતો અને તેના સાથીઓના નામ જણાવી દીધા હતા.

ધ ન્યૂ યોર્કરના એક અહેવાલ મુજબ, અલ-જવાહિરીને તેની ટીમના સાથીઓ સાથે દગો કરવા બદલ ખૂબ જ પસ્તાવો હતો. તેથી 1984માં જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે ઈજીપ્ત છોડી દીધું. આ પછી તે સાઉદી અરેબિયા અને પેશાવર પહોંચી ગયો. અહીં તે ઓસામા બિન લાદેનનો પર્સનલ ડોક્ટર બન્યો. આ પછી આખી દુનિયાએ તેના સાહસની કહાની જોઈ.

શું અમેરિકામાં 9/11ના હુમલા પાછળ અલ-જવાહિરી જ માસ્ટર માઈન્ડ હતો?

  • 11 સપ્ટેમ્બર, 2001ના રોજ 19 આતંકવાદીઓએ ચાર કોમર્શિયલ પ્લેન હાઇજેક કર્યા હતા. આ પૈકીના બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર્સ સાથે અથડાવવામાં આવ્યા હતા. જ્યારે, ત્રીજું વિમાન પેન્ટાગોન પર ક્રેશ થયું હતુ. આ હુમલામાં 93 દેશોના 2,977 લોકો માર્યા ગયા હતા. આ હુમલો આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા કરવામાં આવ્યો હતો.
  • બિન લાદેનને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, યુએસ CIA અને FBIનાં અધિકારીઓનું કહેવું છે કે તે અલ-જવાહિરી હતો, જેને બિન લાદેનના મગજનુ મગજ હોવાનું કહેવાય છે. અલ-જવાહિરી તમામ હુમલા માટે જવાબદાર હતો અને તેની દેખરેખ કરતો હતો.
  • 2004માં એક હાર્ડ ડિસ્કે સાબિત કર્યું હતું કે 9/11ના હુમલા પહેલા અલ-જવાહિરી અલ-કાયદાની નિર્ણય લેવાની પ્રક્રિયાના કેન્દ્રમાં હતો. તે લાદેન અને ટોચના કમાન્ડરો વચ્ચે માહિતીની આપ-લે કરતો હતો. અલ-જવાહિરી ઇરાક અને પાકિસ્તાનમાં અલ-કાયદાના નેતા સાથે સંબંધો જાળવવામાં પણ સામેલ હતો.

બીજા કેટલાક મોટા હુમલા, જેની પાછળ અલકાયદાનો હાથ હતો...

1993માં સોમાલિયામાં અમેરિકન સૈનિકોની હત્યા પાછળ અલ જવાહિરીનો હાથ હોવાનું માનવામાં આવે છે. 4 ઓક્ટોબર 1993નો દિવસ હતો. સોમાલિયામાં અલ કાયદા સાથે જોડાયેલા અમેરિકન રેન્જર્સ અને મિલિશિયા વચ્ચે ભીષણ યુદ્ધ થયું.આ દરમિયાન, મિલિશિયા લીડર જનરલ આઈદીદના લડવૈયાઓએ રાજધાની મોગાદિશુમાં બે અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. જેમાં 18 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

7 ઓગસ્ટ, 1998ના રોજ નૈરોબી, કેન્યા અને દાર એસ સલામ, તાંઝાનિયામાં યુએસ દૂતાવાસની સામે એક સાથે વિસ્ફોટો કરાવવા પાછળ જવાહિરી જ માસ્ટર માઈન્ડ હતો આ હુમલામાં 12 અમેરિકનો સહિત 224 લોકો માર્યા ગયા હતા.
7 ઓગસ્ટ, 1998ના રોજ નૈરોબી, કેન્યા અને દાર એસ સલામ, તાંઝાનિયામાં યુએસ દૂતાવાસની સામે એક સાથે વિસ્ફોટો કરાવવા પાછળ જવાહિરી જ માસ્ટર માઈન્ડ હતો આ હુમલામાં 12 અમેરિકનો સહિત 224 લોકો માર્યા ગયા હતા.
વર્ષ 2000માં, અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ યમનના અદન બંદર પર વિસ્ફોટકોથી ભરેલી નૌકા લઈ જઈ રહેલા અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ કોલ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 યુએસ જવાનો માર્યા ગયા હતા.

2005ના લંડન બોમ્બ ધડાકા પાછળ પણ જવાહિરીનો હાથ હોવાનું માનવામાં આવે છે. જેમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જવાહિરી બ્રિટનને ઈસ્લામનો સૌથી મોટો દુશ્મન કહેતો હતો.
2005ના લંડન બોમ્બ ધડાકા પાછળ પણ જવાહિરીનો હાથ હોવાનું માનવામાં આવે છે. જેમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જવાહિરી બ્રિટનને ઈસ્લામનો સૌથી મોટો દુશ્મન કહેતો હતો.

બાઈડને કહ્યું- શોધીને ખાત્મો કર્યો, ઓપરેશન સફળ થયું
અલ-જવાહિરીની હત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું- 'અમે જવાહિરીને શોધીને મોતને ઘાટ ઉતાર્યો છે અમે અમેરિકા અને અહીના લોકો માટે કોઈ ખતરો છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલો ચાલુ રાખીશું.

બાઈડેને પહોલા ટ્વીટ પણ કર્યુ હતુ, શનિવારે મારા નિર્દેશ પર અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલનાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં અલકાયદાનો આકા અયમાન અલ જવાહિરી માર્યો ગયો છે. ન્યાય થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...