• Gujarati News
  • Dvb original
  • After Rajkot MLA's Letter Bomb, Plaintiffs' Scandal Erupts, Police Handed Over Over Rs 46 Crore Land Deal

મન્ડે મેગા સ્ટોરી:રાજકોટના MLAના લેટરબોમ્બ બાદ ફરિયાદીઓનો રાફડો ફાટ્યો, 46 કરોડથી વધુની જમીનના સોદામાં પોલીસનો હવાલો

રાજકોટ6 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • 50માંથી 13 અરજદારે દિવ્ય ભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવી, ગોવિંદ પટેલે પોલીસ પીડિત પ્રજાને આપી હિંમત
  • સૂચિત સોસાયટીઓ ખાલી કરવા ક્રાઈમ બ્રાન્ચે હવાલા લીધા, પૂર્વ CMનું નામ પણ કેટલાક મામલામાં ઊછળ્યું

હજી ગત 5 ફેબ્રુઆરીએ જ રાજકોટ દક્ષિણના MLA ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનરની કમિશનબાજીનો લેટરબોમ્બ ફોડ્યો હતો. આ વાતને હજી અઠવાડિયું પણ નથી થયું ત્યાં આ લેટરબોમ્બ રીતસરના વિવાદના જ્વાળામુખીમાં પલટાઈ ગયો છે. આ પત્રમાં એક વેપારીના સલવાયેલા રૂ. 15 કરોડ અપાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂ. 75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરાયો હતો. આને પગલે 7 દિવસમાં જ એક પછી એક ફરિયાદી સામે આવ્યા, રાજકોટના CP સામે ફરિયાદોનો રાફડો ફાટ્યો હતો. અત્યારસુધીમાં સામે આવેલા 50માંથી 13 અરજદારે દિવ્ય ભાસ્કર સમક્ષ આપવીતી ઠાલવી છે. આમની ફરિયાદ છે કે અત્યારસુધીમાં રૂ. 46 કરોડથી વધુની જમીનના સોદામાં પોલીસે હવાલો લીધો છે.

આ રહી પોલીસથી પીડિત લોકોની વ્યથા...