તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્ક 360 ડિગ્રી:દરેક વિવાદ બાદ એપનું દેશી વર્ઝન આવ્યું, ઇન્ડિયા હેડ્સના રાજીનામાં પણ પડ્યાં

નવી દિલ્હી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્વિટર વિરુદ્ધ સરકાર કેમ કે અભિવ્યક્તિની આઝાદીનું કારણ ધરીને ટ્વિટરે સરકારી આદેશ માનવાનો ઇનકાર કર્યો હતો
 • આ અગાઉ ફેસબુકના પબ્લિક પોલિસી હેડ પણ રાજીનામું આપી ચૂક્યા છે

ખેડૂત આંદોલનમાં 26 જાન્યુ.એ લાલ કિલ્લામાં થયેલી હિંસા બાદ કેન્દ્ર સરકાર અને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર વચ્ચે વિવાદ વકર્યો છે. વિવાદિત હેશટેગ પર પ્રતિબંધ અને વિવાદિત ટ્વીટ હટાવવા વારંવાર અનુરોધ છતાં ટ્વિટરે આનાકાની કરી તો સરકારે ટ્વિટર પર પ્રતિબંધ લાદવા સુધીની ચેતવણી આપી દીધી. જોકે, ગુરુવારે ટ્વિટરે વિવાદથી બચવા સરકારે જણાવેલા પૈકી 97% ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધા. જોકે, સરકાર માત્ર આટલાથી સંતુષ્ટ નથી જણાતી.

આ અંગે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતના બંધારણનું કોઇ સ્થાન ન હોય એ નહીં ચાલે. વિવાદ વચ્ચે 7 ફેબ્રુ.એ ટ્વિટરનાં પબ્લિક પોલિસી હેડ મહિમા કૌલે રાજીનામું આપી દીધું. તેને પણ સરકાર-ટ્વિટર વચ્ચેના વિવાદ સાથે જોડીને જોવાઇ રહ્યું છે. આ અગાઉ ફેસબુક ઇન્ડિયાની પોલિસી હેડ અંખી દાસે પણ ગત ઓક્ટો.માં રાજીનામું આપ્યું હતું. તેમની સામે ફેસબુક પર નફરત ફેલાવતા કન્ટેન્ટ પર રોક લગાવવા મામલે કથિત પક્ષપાતનો આરોપ હતો. દરમિયાન, ટ્વિટરનો સ્વદેશી વિકલ્પ એવી કૂ ઍપ હાલ ચર્ચામાં છે.

કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ અને રવિશંકર પ્રસાદ, મ.પ્ર.ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે તથા આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ સહિત ઘણી હસ્તીઓ કૂ ઍપ પર આવી ચૂકી છે. ખાસ વાત એ છે કે વિદેશી સોશિયલ મીડિયા કંપની સાથે વિવાદ બાદ દેશમાં તેનું દેશી વર્ઝન લૉન્ચ કરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. ચીન સાથે વિવાદ બાદ ચાઇનીઝ ઍપ્સના દેશી વર્ઝન લૉન્ચ કરાયા હતા. ટિકટૉક, પબ-જી અને વૉટ્સઍપના પણ દેશી વર્ઝન આવી ચૂક્યા છે.

5 પોઇન્ટથી સમજો સરકાર-ટ્વિટર વચ્ચે વિવાદ અને કોણ છે સ્વદેશી વિકલ્પ

1. કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો સંપૂર્ણ વિવાદ શું છે?
ભારત સરકારે ટ્વિટરને 1178 ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કહ્યું. ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે 4 ફેબ્રુઆરીએ ટ્વિટર એકાઉન્ટની યાદી જાહેર કરી. તેને સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની સમર્થક કે પાકિસ્તાન સમર્થિત ગણાવ્યા. 9 ફેબ્રુઆરીએ ટ્વિટરે તેના સત્તાવાર બ્લૉગમાં કહ્યું કે કંપનીએ 500થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે જે સ્પેમની કેટેગરીમાં આવતા હતા. પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો હતો. કંપનીએ સેંકડો એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ખાસ કરીને તેમની વિરુદ્ધ જે હિંસા, દુર્વ્યવહાર અને ધમકીઓથી ભરેલા હતા.

2. સરકારને કેવી ટ્વિટ અને ટ્વિટર એકાઉન્ટ સામે વાંધો
ખેડૂત આંદોલનમાં હેશટેગ #ModiplanningFarmerGenocide(ખેડૂતોના નરસંહારની યોજના બનાવતી મોદી સરકાર) સામે સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્વિટરને આ હેશટેગ પર ટ્વિટ કરનારા 250થી વધુ વેબ એડ્રેસને પ્રતિબંધિત કરવા કહેવાયું હતું. ટ્વિટરે કારવાં મેગેઝિનના એકાઉન્ટ પર બેન મૂક્યો છે. સાથે જ ટ્રેક્ટર2ટ્વિટર, ખેડૂત એકતા મોરચાના એકાઉન્ટ સહિત સીપીએમના મોહમ્મદ સલીમ, પત્રકાર સંદીપ ચૌધરી, આપ નેતા જરનૈલ સિંહ અને આરતી, લેખક સંયુક્તા બાસુ, મોહમ્મદ આસિફ ખાન વગેરેના એકાઉન્ટ સામેલ હતા.

3. ટ્વિટર જેને ફ્રીડમ ઓફ સ્પીચ કહે છે, તે શું છે?

ટ્વિટરની પોલિસીમાં લખ્યું છે કે, ટ્વિટરનું મિશન તમામ વિચારો અને માહિતીને ક્રિએટ કરવાનો અને તેને મુશ્કેલી વિના રજૂ કરવાનું પ્લેટફોર્મ આપવાનો છે. સ્વતંત્ર અભિવ્યક્તિ મૂળભૂત અધિકાર છે. તમામનો પોતાનો અવાજ છે અને બધાને તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આપણી ભૂમિકા જાહેર વાર્તાલાપની સેવા આપવાનો છે, જેના માટે જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રતિનિધિત્વની જરૂરિયાત છે. અમે ઘૃણા, પૂર્વગ્રહો કે અસહિષ્ણુતાથી પ્રેરિત દુર્વ્યવહારનો મુકાબલો કરવા પ્રતિબદ્ધ છીએ. ખાસ કરીને એવો દુર્વ્યવહાર, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના હક કચડવાનો પ્રયાસ કરે છે.

4. ટ્વિટરનો વિકલ્પ KOO ચર્ચામાં છે, શું છે આ એપ

KOO (કૂ) એપ ટ્વિટર જેવી જ માઈક્રોબ્લોગિંગ સાઈટ છે. તે માર્ચ 2020માં લૉન્ચ કરાઈ હતી. તેને બેંગલુરુની બોમ્બીનેટ ટેક્નોલોજીસ પ્રા.લિ.એ બનાવી હતી. આ એપ ભારતના જ અપરામેયા રાધાકૃષ્ણન અને મયંક બિદવક્તાએ ડિઝાઈન કરી છે. આ એપ અત્યાર સુધી 32 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ અઠવાડિયે કૂએ પોતાની સિરીઝ એ ફંડિંગ હેઠળ રૂ. 30 કરોડ ભેગા કર્યા છે. આ ફંડિંગ ઈન્ફોસિસના મોહનદાસ પાઈની 3one4 કેપિટલ તરફથી કરાયું છે. આ પહેલા કૂને એક્સલ પાર્ટનર્સ, કાલરી કેપિટલ, બ્લૂમ વેન્ચર્સ અને ડ્રીમ ઈનક્યુબેટર પાસેથી પણ ફંડિંગ મળી ચૂક્યું છે.

વિદેશી એપ દેશી એપ {વૉટ્સએપ સેન્ડેસ {ટિકટોક ચિનગારી, મિત્રો {પબ-જી ફૌજી {ટ્વિટર કૂ {બ્યુટીપ્લસ ઈન્ડિયન સેલ્ફી કેમેરા {કેમ સ્કેનર કાગજ સ્કેનર ચીન સાથે ગલવાન ઘાટીમાં ઘર્ષણ પછી સરકારે 224 ચાઈનીઝ એપ પ્રતિબંધિત કરી હતી. ત્યાર પછી આ એપના વિકલ્પ તરીકે અનેક દેશી એપ બજારમાં આવી. આ દરમિયાન કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત હેઠળ અભિયાન ચલાવીને દેશના યુવાનોને દેશીએપ બનાવવા પ્રેરિત કર્યા, જે હેઠળ આજે આશરે દરેક જાણીતી વિદેશી સોશિયલ મીડિયા એપનું દેશી વર્ઝન આવી ચૂક્યું છે.​​​​​​​

ટ્વિટરનો તર્ક - કેન્દ્ર સરકારે જે આધારે એકાઉન્ટ બંધ કરવા કહ્યું છે તે ભારતીય કાયદાને અનુરૂપ નથી.​​​​​​​

સરકારે કહ્યું - આ એકાઉન્ટ્સથી આંદોલન સંબંધિત ખોટી અને ભ્રામક માહિતીઓ ફેલાવાઈ રહી છે. તે રાષ્ટ્રવિરોધી છે.​​​​​​​

26 જાન્યુ.ની ઘટના પર ટ્વિટરે લખ્યું- નિષ્પક્ષ કાર્યવાહી કરી છે કારણ કે, ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.​​​​​​​

PMનો ઉલ્લેખ- ગયા વર્ષે ‘મન કી બાત’માં મોદીએ કહ્યું કે, કૂ પર માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો-ઓડિયો થકી વાત રજૂ કરી શકીએ છીએ.​​​​​​​અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો