• Gujarati News
  • Dvb original
  • After 1.15 Pm, Two Horrifying Sounds Were Heard Simultaneously, The Guards Whistled After Seeing The Blood soaked Corpses, Gozari Recounted The Events Of The Night.

12મા માળેથી કૂદનાર પોલીસ પરિવારની એ 5 મિનિટ:રાત્રે 1.15 પછી વારાફરતી બે ભયાનક અવાજ સંભળાયા, લોહીથી લથબથ લાશો જોઈ ગાર્ડે સિસોટીઓ વગાડી, ફ્લેટવાસીએ જણાવ્યો ગોઝારી રાતનો ઘટનાક્રમ

3 મહિનો પહેલા

પોલીસ પરિવારનો સામૂહિક આપઘાત
ઘરસંસારના ક્લેશમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પોતાની ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12 માં માળેથી ઝંપલાવી મોત વહાલું કર્યું. પોલીસકર્મીના આપઘાતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ મૃતક પોલીસકર્મીએ પરિવારજનો અને પોલીસ મિત્રોને કરેલા મેસેજ વાંચી સહુ કોઈની આંખ ભીની થઇ ગઇ છે. મેસેજમાં ગ્રેડ પેની વાત કરી અને આઈપીએસ અધિકારીઓના પૈસા ખાવાના લીધે પગાર ન વધતા હોવાની વાત પણ કરી છે.

પરિવાર વિખેરાઈ ગયો
ગોતામાં આવેલા દિયા હાઇટ્સમાં 1201 નંબરના મકાનમાં રહેતો હસતો-રમતો પરિવાર ગત મોડી રાત્રે વિખેરાઈ ગયો. કારણ માત્ર એટલું હતું કે, પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પરિવારે આત્મહત્યા કરવી પડી. જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે તેમની પત્ની રિદ્ધિબહેન યાદવ અને બાળકી આકાંક્ષાને સાથે રાખી પડતું મૂક્યું હતું. આત્મહત્યા અંગે સોલા પોલીસે તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી નાનો-મોટો ખટરાગ ચાલતો હોવાનું સામે આવ્યું છે.

આપઘાતનું કારણ જાણી શકાયું નથી
પોલીસકર્મીએ પરિવાર સાથે કરેલી આત્મહત્યા બાદ ઘણા તર્ક-વિતર્કો સામે આવતા હતા. કુલદીપસિંહનાં બહેન અને બનેવીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરાર કઇ બાબતે છે તે સામે નથી આવી. જોકે, પરિવારનું કહેવું છે કે, પોલીસકર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું. જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે, પોલીસકર્મીના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કે કેમ. કુલદીપસિંહએ ગઈકાલે આપઘાત કરતા પહેલાં પરિવારજનો અને પોલીસ મિત્રોને મેસેજ પણ કર્યા હતા. જેમાં વસ્ત્રાપુર પીઆઇ ખાંભલાથી માંડી સાથી કર્મીઓ સાથે થયેલી હસીમજાક મેસેજમાં પોસ્ટ કરી હતી.