ભાસ્કર એક્સક્લૂસિવશ્રદ્ધા હત્યા કેસની તપાસ 11 પુરાવા પર ટકી:હત્યાનું હથિયાર અને લાશનું માથું નહીં મળે તોપણ આફતાબને ફાંસી થશે

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • આફતાબે હજુ પણ પોલીસને જણાવ્યું નથી કે તેણે શ્રદ્ધાની લાશનું માથું ક્યાં ફેંક્યું હતું

18 મેના રોજ શ્રદ્ધા વોકરનું ગળું દબાવીને હત્યા કર્યા પછી આફતાબ પૂનાવાલાએ આગામી 10 કલાક સુધી બાથરૂમમાં તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ 35 ટુકડાને સારી રીતે ધોઈને પોલિથીનમાં ભરીને ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. ઝોમેટો પરથી ફૂડ મગાવ્યું, ખાવાનું ખાધું, બિયર પીધી અને Netflix જોઈને સૂઈ ગયો હતો.

એવા પણ આરોપ છે કે આફતાબ 18 દિવસ સુધી મહેરૌલીના જંગલમાં ટુકડા ફેંકતો રહ્યો. શ્રદ્ધાનો ફોન ફેંકી દીધો, પોતાનો ફોન OLX પર વેચી દીધો હતો. ફ્લેટમાં લોહીના ડાઘા એવા કેમિકલથી સાફ કરી નાખ્યા હતા, જેથી કોઈ પુરાવા ન મળે. મુંબઈ પોલીસને પણ તપાસમાં ગોથે ચઢાવી દીધી હતી.

જે વ્યક્તિએ આટલી તૈયારી કરી હતી તેણે ક્યારેય વિચાર્યું ન હોય કે તે પકડાઈ જશે. હવે તે પકડાઈ ગયો છે, પરંતુ સવાલો ઊઠી રહ્યા છે કે ન તો હત્યાનું હથિયાર મળ્યું કે ન તો શ્રદ્ધાની લાશનું માથું. જો આફતાબ તેની કબૂલાતથી પલટી જશે તો શું થશે?

આના જવાબમાં યુપીના પૂર્વ DGP વિક્રમ સિંહનું કહેવું છે કે આફતાબ પોતે ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરીને ગયો છે. જો તે વિચારે છે કે બોડીના ટુકડા કરીને તેને ગુમ કરી નાખવાથી અને હત્યાના હથિયારને છુપાવવાથી તે બચી જશે, તો તે તેની ભૂલ છે. તેની સામે એવા પુરાવા છે કે તેને ફાંસીના માંચડે લઈ જઈ શકાય છે.

શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસે આફતાબની કોર્ટમાંથી વધુ 5 દિવસની કસ્ટડી મેળવી છે. જોકે પોલીસને 10 દિવસની કસ્ટડી જોઈતી હતી. દિલ્હી પોલીસ પુરાવા એકત્ર કરવા આફતાબને ઉત્તરાખંડ અને હિમાચલ પણ લઈ જશે. જ્યારે પોલીસે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની મંજૂરી પણ મેળવી લીધી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને અત્યારસુધીમાં શ્રદ્ધા હત્યા કેસ સાથે સંબંધિત 11 મહત્ત્વના પુરાવા અને સાક્ષીઓ મળ્યાં છે. હત્યાનું હથિયાર કે લાશનું માથું હજુ સુધી મળ્યું નથી.

ગુરુવારે આરોપી આફતાબને મહેરૌલીના એ જ ફ્લેટમાં લાવવામાં આવ્યો, જ્યાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. પોલીસની સાથે ફોરેન્સિક ટીમ પણ પહોંચી અને આ ટીમના અગ્રણી સંજીવ ગુપ્તા હતા. ફોરેન્સિક ટીમે ફ્લેટના દરેક ખૂણેથી પુરાવા એકત્ર કરવામાં કલાકો વિતાવ્યા હતા. ગુનાના સ્થળે, ટીમને રસોડામાં માત્ર એક જ જગ્યાએ લોહીનાં નિશાન જોવા મળ્યાં હતાં.

પોલીસ પાસે 5 મહત્ત્વના સાક્ષી છે...

1. લક્ષ્મણ નાદર (શ્રદ્ધાના મિત્ર)
લક્ષ્મણ શ્રદ્ધાનો નજીકનો મિત્ર હતો, જેની સાથે તે વાત કરતી હતી. જૂનમાં જ્યારે શ્રદ્ધાનો ફોન વાગ્યો ત્યારે તેણે આ વિશે શ્રદ્ધાના પિતા વિકાસને જણાવ્યું હતું. લક્ષ્મણની માહિતી પછી પિતાની શંકા વધુ મજબૂત થઈ, ત્યાર બાદ જ તેણે મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી. શ્રદ્ધાએ લક્ષ્મણને કહ્યું હતું કે તેના અને આફતાબના સંબંધો સારા નથી.
2. રાજેન્દ્ર કુમાર (મકાનમાલિક)
શ્રદ્ધા અને આફતાબ મુંબઈથી દિલ્હીમાં સ્થાયી થયાં અને મહેરૌલી પહાડી વિસ્તારમાં બે રૂમનું મકાન લીધું. તેનું ભાડું 9,000 રૂપિયા હતું. મકાનમાલિક રાજેન્દ્ર કુમારે જ પોલીસને જણાવ્યું હતું કે આફતાબના આવ્યા બાદ પાણીનું બિલ વધુ આવવા લાગ્યું છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે લોહી સાફ કરવાનું કામ લીધું હતું અને મૃતદેહના ટુકડા કરવાનો અવાજ બહાર ન જાય એ માટે પાણીનો નળ ચાલુ રાખ્યો હતો.

3. ડૉ. અનિલ સિંહ (જેમણે આફતાબના ઘાની સારવાર કરી હતી)
ડૉ.અનિલ સિંહે પોલીસને જણાવ્યું હતું કે આફતાબ મે મહિનામાં તેમના ક્લિનિકમાં આવ્યો હતો. તેના હાથ પર કાપેલા ઘા હતા. પછી તેમણે તેની સારવાર કરી હતી. ડૉ.અનિલને એવું કંઈ લાગ્યું નહીં, જેના કારણે તેમને ત્યારે શંકા થઈ હશે.

4. સુદીપ (જેની દુકાનમાંથી આફતાબે છરી ખરીદી હતી)
સુદીપની દિલ્હીના મહેરૌલી છતરપુર વિસ્તારમાં ઘર અને રસોડાના સામાનની દુકાન છે. આફતાબે આ દુકાનમાંથી ધારદાર હથિયારો ખરીદ્યા હતા. સ્ટોરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, એના ફૂટેજ પણ જોવામાં આવી રહ્યો છે.

5. તિલક રાજ (જેની પાસેથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું)
તિલકરાજના કહેવા પ્રમાણે, આફતાબ 19 મેના રોજ તેની ઈલેક્ટ્રોનિક્સની દુકાને આવ્યો હતો. તેણે LGનું 260 લિટરનું ડબલ ડોર ફ્રિજ લીધું હતું. આફતાબે કહ્યું કે તેને એક મોટા ફ્રિજની જરૂર છે, જેમાં વધુ જગ્યા હોય. જોકે તેણે સામાન્ય ગ્રાહકની જેમ વર્તન કર્યું હતું.

હજારો કેસ એવા છે, જેમાં મૃતદેહ ન મળ્યો તોપણ ગુનેગારને સજા થઈ
પૂર્વ ડીજીપી વિક્રમ સિંહના મતે દિલ્હી પોલીસની ફોરેન્સિક અને વૈજ્ઞાનિક તપાસની ક્ષમતા ઘણી સારી છે. આફતાબ જેવો ચાલાક આરોપીના દિલ્હી પોલીસે વધુ લાંબા રિમાન્ડ લેવા જોઈએ. આફતાબે પોતાની બધી ચતુરાઈ બતાવી અને લાગ્યું કે જો હત્યાનું હથિયાર અને લાશ ન મળે તો તે બચી જશે, પરંતુ આવા હજારો કિસ્સાઓ છે, જેમાં હત્યાના હથિયાર અને લાશ મળ્યા વિના પણ ગુનેગારને સજા મળી છે.

આફતાબની હત્યાની પૂર્વ તૈયારીઓ અને પછી હત્યા બાદ છુપાવવા માટે તેણે જે કંઈ કર્યું એ પુરાવા જ તેને ફાંસીના માંચડે લઈ જશે. કોઈપણ હત્યા કેસમાં પણ 6 પ્રકારના પુરાવા અને સાક્ષીઓ હોય છે, પ્રત્યક્ષદર્શીઓ સિવાય પોલીસ પાસે બધું જ હોય ​​છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા કહે છે, હત્યાના બે પ્રકારના કેસ હોય છે. પ્રથમ જેમાં પ્રત્યક્ષદર્શીઓ છે અને બીજું જેમાં કોઈ સાક્ષી નથી, પરંતુ સંજોગોવશાત્ પુરાવા હોય છે. આવા પુરાવા પોલીસને હત્યા પહેલાંના દિવસો દરમિયાન મૃતદેહનો નિકાલ ન થાય ત્યાં સુધીની એક્ટિવિટીને જોઈને ભેગા કરવાના હોય છે.

આ કેસની તપાસની માત્ર શરૂઆત છે. પોલીસ પાસે ચાર્જશીટ દાખલ કરવામાં લાંબો સમય છે. હાલમાં પોલીસે માત્ર આફતાબની પૂછપરછ કરી છે અને મૂળભૂત હકીકતો પર ફોરેન્સિક તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

પાંડવનગર અને ત્રિલોકપુરીમાં મળી આવેલાં માનવ અંગો શંકાના દાયરામાં
આફતાબે હજુ પણ પોલીસને જણાવ્યું નથી કે તેણે શ્રદ્ધાની લાશનું માથું ક્યાં ફેંક્યું હતું. હવે 18 મે પછી જ્યાં પોલીસ દિલ્હી-NCRમાં છે તે એવા કેસોની પણ તપાસ કરી રહી છે જ્યાં માનવ અંગો વિચ્છેદ કરવામાં આવ્યાં હતાં. પોલીસને હાલમાં જૂનમાં પાંડવનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોકપુરીમાં માનવ શબ મળી આવ્યું હતું, એના વિશે તપાસ કરી રહી છે અહીં માથા, હાથ અને પગનો એક ભાગ ખાલી પ્લોટમાંથી મળ્યો હતો.

જૂનમાં આ ટુકડાઓ એક અઠવાડિયામાં ત્રણ વખત એક જ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. પોલીસે તેનું DNA પ્રોફાઇલિંગ કર્યું હતું. એના DNA હવે મહેરૌલીમાંથી મળેલા ટુકડાઓ સાથે અને શ્રદ્ધાના પિતાની સાથે મેચ કરવામાં આવશે.

દારૂ પીને શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે કહ્યું છે કે તે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓથી કોઈ રીતે છુટકારો મેળવવા માગતો હતો. તેણે તેનો મનપસંદ ટીવી શો 'ડેક્સ્ટર'માંથી શબને છુપાવવાની યોજના બનાવી હતી. તે દારૂ પીતો હતો, પછી તેના મોં પર કપડું બાંધતો હતો અથવા ગંધથી બચવા માટે માસ્ક પહેરતો હતો. આ કરતી વખતે તે ઘણી વખત રડ્યો હતો, પરંતુ ધરપકડ થવાના ડરથી તેણે મૃતદેહોના ટુકડા કરીને તેને ઠેકાણે પાડ્યા હતા.

શ્રદ્ધા કેસના અન્યસમાચાર પણ વાંચો...

આફતાબે 10 કલાક સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કર્યા:જ્યારે થાકી ગયો પછી ખાધું, બીયર પીધી; બાદમાં નેટફ્લિક્સ જોઈને આરામથી સૂઈ ગયો હતો

શ્રદ્ધા વોકર હત્યાકેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આફતાબનાં જુઠ્ઠાણાં સતત સામે આવી રહ્યા છે. તેણે એટલી હદે હત્યા કરી છે કે આ હત્યાને કોર્ટમાં સાબિત કરવી પોલીસ માટે મોટો પડકાર છે. પોલીસના કહેવા પ્રમાણે, તેને શ્રદ્ધાની હત્યા કરવાનો અફસોસ નથી. તે લોકઅપમાં શાંતિથી સૂઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...