તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Being Treated In The Hospital, Even Shopping In The Market, Before 100 Used To Come, Now Only 4 5; Before Buying Jeans, Now Scarves

કાબુલથી મહિલાઓ પર રિપોર્ટ:હોસ્પિટલમાં સારવાર કરાવી રહી છે, બજારમાં શોપિંગ પણ, પહેલા 100 આવતી હતી, હવે 4-5 જ; પહેલા જીન્સ ખરીદતી હતી, હવે માત્ર સ્કાર્ફ

કાબુલ22 દિવસ પહેલાલેખક: કાબુલીવાલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનથી કાબુલીવાલાની આ ત્રીજી અને અંતિમ કહાની છે. કાબુલના રસ્તા પર 21 ઓગસ્ટથી ફરી સામાન્ય લોકો ફરવા લાગ્યા હતા. જોકે એક તફાવત હતો. કોઈ પણ જગ્યાએ જાવ તે દુકાન, મોલ, લોકલ માર્કેટ કે પછી બસ સ્ટેશન હોય જ્યાં જોવો ત્યાં પુરુષો જ દેખાતા હતા. તે પણ કુર્તા-પાયાજામા અને સદરો પહેરીને.

મહિલાઓ નહોતી દેખાતી. દસ મિનિટ અને ઘણી વખત તો તેનાથી પણ વધુ સમય સુધી ચારે તરફ નજર દોડાવીએ તો કોઈ મહિલા દેખાતી નહોતી. પહેલા જે જગ્યાએ 500 જેટલી મહિલાઓ ફરતી દેખાતી હતી, ત્યાં હવે મુશ્કેલથી ચારથી પાંચ મહિલાઓ જોવા મળે છે. આ તાલિબાનીની અસર હતી. આજે તેની કહાની ગલી-ગલીથી...

જીન્સ નહિ હવે સ્કાર્ફ ખરીદી રહી છે કાબુલની મહિલાઓ
22 ઓગસ્ટ, દિવસ રવિવારે, બપોરે 1 વાગ્યે, કાબુલના જાણીતા મોલ ગુલબાર સેન્ટરની અંદર અન્ડર ગારમેન્ટ્સની દુકાન લગાવીને બેઠેલા એક દુકાનદારે જણાવ્યું કે હાલ બે દિવસમાં 25-30 મહિલાઓ આવી.

પહેલા શનિવાર-રવિવારે 500 જેટલી મહિલાઓ આવી હતી. તેમાંથી એક પણ મહિલાએ જીન્સ ન માંગ્યું, મોટાભાગની મહિલા સ્કાર્ફ અને લોન્ગ સૂટ જોયા. તેમની પાસે હાલ જીન્સનું સારુ એવું કલેક્શન બચ્યું છે, તેમણે તેને શોમાં પણ મુક્યું છે, જોકે મહિલાઓ ખરીદી રહી નથી.

લોકલ માર્કેટમાં શોપિંગ કરતી જોવા મળી, જોકે છુટી-છવાઈ
રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ, કાબુલની લોકલ મંડીના ગેટ પર અમે કાર લગાવીને ઉભા હતા. લગભગ 1 કલાક સુધી ફરવા પર અમને 20થી વધુ મહિલાઓ જોવા ન મળી. મહિલાઓ 2 કે 3ના ગ્રુપમાં હતી. જે મહિલાઓ નજીકથી પસાર થઈ તે કોઈક વાત પર હસી રહી હતી. મોબાઈલ કેમેરો જોતા જ તે ચહેરો છુપાવવા લાગી.

શોપિંગ પછી બસ સ્ટોપ પર આવવા-જવાના સાધનો શોધતી રહી
રવિવારે સાંજે લગભગ 5.15 વાગ્યે, કાબુલના મિરવાસ મદાન બસ સ્ટોપ પર 12-15 મહિલાઓ ઉભી છે. તેમના હાથમાં પોલીબેગ અને બીજો સામાન છે. હાલ બસ પહેલા જેવી ચાલતી નથી. જે ટેક્સી ચાલી રહી છે, તેમાં આવવા-જવાથી મહિલાઓ ખચકાઈ રહી છે.

આ કારણે તે સ્ટોપ પર તે આમતેમ ભટકી રહી છે. કેટલીક મહિલાઓની સાથે બાળકો પણ છે, કેટલીક મહિલાઓ એકલી છે. કેટલીક મહિલાઓની સાથે પુરુષ પણ છે. કેટલીક મહિલાઓ ઘરે જવા માટે ચાલતી જ નીકળી ગઈ છે.

સરકારી હોસ્પિટલમાં દવા કરાવવા આવી, તક મળી તો બેડશીટનો ભાવ પણ પુછવા લાગી
23 ઓગસ્ટ, દિવસ સોમવાર, સવારે 11 કલાક, કાબુલની સરકારી અહમદ શાહ બાબા હોસ્પિટલ. અહીં પહેલા જેવી જ સ્થિતિ છે. હોસ્પિટલનો મોટો ગેટ બંધ છે. જોકે તેની નજીક આવેલા નાના ગેટને ખાોલવામાં આવ્યો છે. તેમાં પુરુષ, બાળકો અને સૌથી વધુ મહિલાઓ દેખાઈ રહી છે.

કેટલીક મહિલાઓ ગેટની બહાર જ ખભા પર બેડશીટ વેચી રહેલા ફેરીઓ પાસેથી ચાદર લઈને ક્વોલિટી ચેક કરી રહી છે અને ભાવ કરાવી રહી છે. કેટલીક મહિલાઓએ મોઢા પર બુરખો પહેર્યો નથી. તેમણે સર્જિકલ માસ્ક પહેરેલું રાખ્યું છે. એક સાઈકલવાળો આઈસ્ક્રીમ વેચી રહ્યો છે, જોકે કોઈ મહિલા આઈસ્ક્રીમ ખાવવામાં રસ દાખવી રહી નથી.

હોસ્પિટલમાં દાખલ થયા પછીથી બાળકો, યુવા, વૃદ્ધ દરેક ઉંમરના લોકો જોવા મળે છે. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું નથી. સ્ત્રી રોગવાળા ભાગમાં સૌથી વધુ ભીડ જોવા મળે છે. લોકો પોત-પોતાના કામમાં વ્યસ્ત દેખાય છે. એક વ્યક્તિએ એટલું જ કહ્યું કે સરકારી હોસ્પિટલમાં સારવાર સસ્તી હોવાના કારણે આજે પણ ભીડ દેખાઈ રહી છે.

સોમવારે સાંજે જ પ્રાઈવેટ હોસ્પિટલ અલ-અક્સાનો સીન તેનાથી અલગ છે. ત્યાં દાખલ થતા જ કેમેરો બંધ કરવામાં આવ્યો. એક-બે દર્દી જ જોવા મળ્યા. તેમાં કોઈ મહિલા ન હતી.

(આ તમામ વાત કાબુલીવાલાએ ભાસ્કરના જનાર્દન પાંડેયને જણાવી છે.)

અહીં અમે કાબુલીવાલાની સફર પુરી કરીએ છીએ. તમે નીચેની લીન્ક પર ક્લિક કરીને કહાનીનો પ્રથમ અને બીજો પાર્ટ વાંચી શકો છો. https://www.divyabhaskar.co.in/dvb-original/news/kabul-sikh-gurudwara-dainik-bhaskar-ground-report-after-afghanistan-capital-captured-by-taliban-128855818.html

https://www.divyabhaskar.co.in/dvb-original/news/when-the-mall-hotel-and-local-market-reopened-after-7-days-there-was-a-rush-for-shopping-people-were-seen-eating-ice-cream-at-the-bus-stop-128852187.html

અન્ય સમાચારો પણ છે...