તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:જર્મનીમાં પિત્ઝા ડિલિવરી કરી રહેલા અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રીએ કહ્યું- નોકરીની શોધમાં જર્મની આવ્યો, અહીંની ભાષા વિશે જાણકારી ન હોવાથી નોકરી ન મળી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ જર્મનીમાં પિત્ઝા ડિલિવર કરી રહેલા અફઘાનિસ્તાનના નેતા સૈયદ શાહ સાદાતની આ તસવીરો તમે જોઈ જ હશે. તેઓ 9 મહિના પહેલા અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ ગની સરકારમાં મંત્રી હતા. સાદાત પાસે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બે ડિગ્રીઓ છે. તેમણે 22 વર્ષ સુધી દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં કામ કર્યુ છે. હવે જર્મનીમાં ફરી કામની શોધ માટે ભટકી રહ્યા છે. સાદાતની આ તસવીર જ્યારે સામે આવી ત્યારે દરેક હેરાન રહી ગયા. કેટલાકને તો તેમની આ સ્થિતિ જોઈને ખૂબ દુ:ખ થયું, તો કેટલાકને તેમની પ્રામાણિકતાના વખાણ કર્યા.

સાદાતની આ કહાની દુનિયામાં સૌથી પહેલા જર્મન જર્નલિસ્ટ જોસા માનિયા શ્લેગલ લઈને આવ્યા. હકીકતમાં શ્લેગલને તેઓ જર્મનીમાં પિત્ઝા ડિલિવરી કરતા જોવા મળ્યા. જ્યારે સૈયદ સાદાતે તેમને જણાવ્યું કે તેઓ અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી છે તો તેમને વિશ્વાસ ના થયો. આગળના કેટલાક દિવસો સુધી શ્લેગલે તેમના દસ્તાવેજોની તપાસ કરી અને પછી તેમની કહાની પબ્લિશ કરી.

નવેમ્બર 2020માં અફઘાનિસ્તાન છોડ્યા પહેલા સુધી તેઓ સૂચના વિભાગના કાર્યકારી મંત્રી હતા. આશરે 8 મહિના અફઘાનિસ્તાન સરકારમાં મંત્રી રહ્યા અને પછી જર્મની જતા રહ્યા. અફઘાનિસ્તાન પર તાલિબાની કબ્જા પછી મોટી સંખ્યામાં અફઘાન લોકો દેશ છોડી રહ્યા હતા તેમાં ડોક્ટર, એન્જીનીયર, જર્નલિસ્ટ, માનવાધિકાર કાર્યકર્તા, રાજનીતિક કાર્યકર્તા અને મોટા લોકો પણ સામેલ હતાં.

સૈયદ સાદાતની કહાની અફઘાનિસ્તાનના શરણાર્થી સંકટને વધારે ઉંડી કરે છે. ભાસ્કરે ઘણી મહેનત કરીને તેમને શોધ્યા અને તેમની સાથે વાતચીત કરી. તેમના સુધી પહોંચવા આશરે 18 કલાક થયા. રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યે તેમની સાથે વાત થઈ શકી. તેઓ થોડું ઓછુ બોલનારા લાગ્યા. ચાલો જાણીએ તેમની સાથે કરેલી વાતચીત...

પશ્ન; આજે સમગ્ર દુનિયા તમારા વિશે વાંચી રહી છે, તમે શું કહેવા માંગશો?
જવાબ:
સમગ્ર દુનિયા મારા વિશે વાંચી રહી છે ત્યારે મારો એક સંદેશ છે કે જ્યારે કોઈ મંત્રી હોય અથવા સરકારમાં કોઈ ઉંચા હોદ્દા પર હોય ત્યારે તેમને પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરવું જોઈએ અને જ્યારે કામ પતી જાય ત્યારે ફરીથી એક સામાન્ય નાગરિક બની જવું જોઈએ.

પશ્ન: તમે પહેલા મંત્રી હતા, હવે તમે પિત્ઝા ડિલિવર કરી રહ્યા છો, કેટલાક લોકોને તમારી આ સ્થિતિ પર દયા આવી રહી છે તો તેવા લોકોને તમે શું કહેવા માંગશો?
જવાબ
: કમનસીબે એશિયામાં જ્યારે કોઈ વ્યક્તિ ઉચ્ચા હોદ્દા પર પહોંચી જાય છે ત્યારે સામાન્ય કામ નથી કરી શકતા, આ ખોટું છે. જો કોઈ વ્યક્તિ મોટા હોદ્દા પરથી હટ્યા પછી નાનું કામ કરેતો એમા કોઈ નવાઈની વાત નથી સમાજને આનો સ્વિકાર કરવો જોઈએ.

પશ્ન: તમારા વિશે જણાવો, તમે અફઘાનિસ્તાનના ક્યા વિસ્તારના છો અને શિક્ષણ ક્યાં મેળવ્યું?
જવાબ:
હું અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતથી છું. મારા જિલ્લાનું નામ દર-એ-નૂર છે, જે જલાલાબાદ પાસે છે. હું 1988માં બ્રિટન ગયો હતો. મેં ઓક્સફોર્ડથી એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી. મેં બે માસ્ટર ડિગ્રી લીધી છે. એક સેટેલાઈટ એન્ડ રેડિયો એન્જિનિયરિંગમાં અને બીજી મોબાઈલ એન્ડ વાયરલેસ કોમ્યૂનિકેશન માં. આ ડિગ્રી મેં યૂનિવર્સિટીના કામ્પ્યૂટર સાઈન્સ વિભાગથી મેળવી હતી.

પશ્ન: તમે દુનિયાની સૌથી ચર્ચિત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો તો તમારુ કરીયર પણ શાનદાર રહ્યું હશે?
જવાબ: મારી પહેલી નોકરી નોર્ટન નેટવર્ક સાથે હતી. ત્યારબાદ મેં અલ્કાટેલ લ્યુસેન સાથે કામ કર્યું. પછી મેં ઘણી મોટી મોબાઇલ એન્ડ નેટવર્ક કંપનીઓમાં કામ કર્યું. મેં મોટોરોલામાં પણ કામ કર્યું હતું, જ્યોર્જિયા ટેલિકોમ, બ્રિટિશ ટેલિકોમ, બીટી-સ્પેન, ટેલિફોનિકા, સ્પેનિશ ટેલિકોમ, સ્વિસકોમ અને સાઉદી અરેબિયામાં અરામકોમાં પણ કામ કર્યું હતું. મેં આ કામના સંદર્ભમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, ઇટાલી, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, દુબઈ, અફઘાનિસ્તાન અને અન્ય ઘણા દેશોની મુલાકાત લીધી હતી.

સવાલ: નોકરીઓ કરતા-કરતા તમે મંત્રી કેવી રીતે બન્યા?
જવાબ: હું સાઉદી ટેલિકોમ કંપની STC અને અફઘાનિસ્તાનમાં અફઘાન વાયરલેસમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (અતરા)માં જોડાયો. મારા કાર્ય અને અનુભવના આધારે મને અફઘાનિસ્તાનના સંચાર મંત્રાલયમાં સલાહકાર બનાવવામાં આવ્યો હતો. અહીં ફરીથી હું નાયબ પ્રધાન અને પછી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર બન્યો. મને ટેલિકોમ કંપનીઓમાં કામ કરવાનો 22 વર્ષનો અનુભવ હતો, જે મંત્રી પદ પર રહીને ખૂબ ઉપયોગી સાબિત થયો. મેં અફઘાનિસ્તાનમાં મોબાઇલ નેટવર્કને મજબૂત બનાવ્યા.

પ્રશ્ન: તમે સરકારમાં મંત્રી હતા તો પછી પદ કેમ છોડ્યુ, જર્મની કેમ આવવું પડ્યુ?
જવાબ: પછીથી મેં અફઘાનિસ્તાનની સ્થિતિ અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટીમ સાથેના મતભેદોના લીધે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો. સરકારને રાજીનામું આપીને હું જર્મની આવી ગયો.

પશ્ન: તમે પિત્ઝા ડિલિવરી કેવી રીતે કરવા લાગ્યા, શું તમે બીજુ કોઈ કામ કરવાનો પ્રયત્ન કર્યો?
જવાબ: હું 2020ના અંતમાં જર્મની પહોંચ્યો હતો. હું અહીં IT ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યો હતો. જ્યારે મેં જર્મનીમાં નોકરી માટે અરજીઓ મોકલી ત્યારે મોટાભાગની કંપનીઓએ જર્મન ભાષાની માંગ કરી હતી. હું જર્મન ભાષાને જાણતો નથી. જ્યારે મને ક્યાંય નોકરી મળી ન હતી, ત્યારે મેં લેફ્રાન્ડોમાં ડિલિવરી સર્વિસમાં કામ કરવાનું શરૂ કર્યું. હું આ નોકરીમાંથી મારી ટ્યુશન ફી માટે પૈસા બચાવવા માટે સક્ષમ છું. હું જર્મન શીખવા માંગુ છું અને ટેલિકોમ ક્ષેત્રમાં પાછા ફરવા માંગુ છું અને જર્મનીની ટેલિકોમ કંપનીમાં કામ કરવા માંગુ છું. હું આશા રાખું છું કે મને જર્મન ટેલિકોમમાં નોકરી મળશે. જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં સુધી હું લેફ્રાન્ડોમાં ડિલિવરી સર્વિસ કરવાનું ચાલુ રાખીશ.

પશ્ન: પોતાની જિંદગીના આ તબક્કા વિશે તમે શું કહેશો?
જવાબ: મને લાગે છે કે સામાન્ય માણસના પોતાના અનુભવો હોય છે. જીવનનો અર્થ જ અનુભવ. મેં હાઇ ક્લાસ જીવનનો અનુભવ કર્યો છે, હું મિડલ ક્લાસમાં રહ્યો છું અને હવે હું લોઅર ક્લાસમાં રહું છું. હું મારા વર્તમાન જીવનનો આનંદ માણી રહ્યો છું. મેં જીવનનું ખૂબ જ ઊંચું ધોરણ પણ જીવ્યું છે અને હવે હું પણ ખૂબ જ સરળ જીવન જીવી રહ્યો છું. સાચું કહું તો, હું મારા જીવનનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો છું.

પશ્ન: મોટા ભાગના લોકો એવું કહી રહ્યા છે કે એક ભૂતપૂર્વ મંત્રીને પિત્ઝા ડિલિવર કરવા પડી રહ્યા છે. લોકો તમારી સ્થિતિને અફઘાનિસ્તાનની સ્થિતિ સાથે સરખામણી કરી રહ્યા છે?
જવાબ: મને નથી લાગતું કે આ કામને કરવામાં કાઈ પણ ખોટું છે. હું દુનિયાને એ સંદેશ આપવા માંગુ છુ કે આનાથી કોઈ ફરક પડતો નથી કે તમે કેટલી મોટી નોકરી કરો છો. તમે સામાન્ય વ્યક્તિની રીતે રહી શકો છો અને તેનો ગર્વ પણ લઈ શકો છો.

જિંદગીના દરેક તબક્કાની મજા લેવી જોઈએ. લોકો અને તેમના પર શાસન કરનારા નેતાઓ વચ્ચો બાધાઓ હોવી ના જોઈએ. તેમનું જીવન એક જેવુ હોવુ જોઈએ.

પ્રશ્ન: અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર તમે શું કહેશો?
જવાબ: અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ સામે દુનિયાએ આંખ આડા કાન ન કરવા જોઈએ, કારણ કે તે ફરીથી સમગ્ર વિશ્વ માટે સમસ્યા નું ક્ષેત્ર બની શકે છે. દુનિયાએ તાલિબાન સાથે મળીને કામ કરવું જોઈએ. તાલિબાનને વિશ્વની જરૂર છે અને વિશ્વને સાથે મળીને કામ કરવા માટે શાંત અફઘાનિસ્તાન અને તાલિબાનની જરૂર છે. જો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દેશો તાલિબાન સાથે મળીને કામ કરશે તો અફઘાનિસ્તાન આર્થિક રીતે સ્થિર રહેશે. જો તાલિબાન દુનિયાને સહકાર આપશે તો તેને ભંડોળ પણ મળશે.

પ્રશ્ન: શું તમને લાગે છે કે તાલિબાન અફઘાનિસ્તાનને સંભાળી શકશે?
જવાબ: તાલિબાને નિશ્ચિત કરવું પડશે કે અફઘાનિસ્તાનનો ઊપયોગ આતંકી પ્રવૃતિમાં ન કરે. તાલિબાને દુનિયા સાથે સારા સંબંધ રાખવા પડશે ખાસ કરીને પાડોશી દેશો. હવે શાસન તાલિબાન પાસે છે તો દેશોએ તેને સહયોગ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...