મોટો સોદો:અદાણી ગ્રીન એનર્જીએ રૂ. 26,000 કરોડમાં જાપાનની SB એનર્જી ખરીદી, આ ભારતની રિન્યુએબલ્સ ક્ષેત્રની સૌથી મોટી ડીલ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અદાણી હાઉસની તસવીર - Divya Bhaskar
અદાણી હાઉસની તસવીર
  • આ ડીલથી અદાણીની સંચાલન હેઠળની ક્ષમતામાં 46%નો વધારો થયો

અદાણી ગ્રૂપની સોલર પાવર ડેવલપર કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) જાપાન સ્થિત સોફ્ટબેંક ગ્રુપ અને ભારતી ગ્રુપ વચ્ચેનું 80:20નું સંયુક્ત સાહસની SB એનર્જી હોલ્ડીંગ્ઝ લિમિટેડને રૂ. 26,000 કરોડ (3.5 અબજ ડોલર)માં હસ્તગત કરી છે. આ સોદો ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરનો સૌથી મોટું હસ્તાંતરણ બન્યું છે. ગયા સપ્તાહે જ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે તેમનું ગ્રુપ આગામી 10 વર્ષમાં રિન્યુએબલ એનર્જીના નિર્માણમાં 20 અબજ ડોલરનું મૂડી રોકાણ કરશે.

આ સોદો અદાણીને રિન્યુએબલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાની નજીક લઈ જશે
AGELના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈને જણાવ્યું કે આ સોદો અમને રિન્યુએબલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાની નજીક લઈ જશે. SB એનર્જી ઈન્ડિયા સાથેના આ સોદાથી હાઈક્વોલિટી, જંગી, યુટિલિટી સ્કીલની એસેટસના ઉમેરો થશે અને AGELનો કાર્બન ન્યુટ્રલ ભાવિ તરફ આગળ વધવાના પ્રયાસોનો ઈરાદો દેખાઈ રહ્યો છે. અમારો રિન્યુએબલ એનર્જીનો પાયો નવા ઉદ્યોગોની ઇકો સિસ્ટમ વિવિધ ક્ષેત્રોમાં રોજગાર નિર્માણનું ઉદ્દીપક બની રહેશે તેવી અપેક્ષા છે.

SB એનર્જીનું ભારતના 5 રાજ્યોમાં નેટવર્ક
SB એનર્જી ઈન્ડિયા તેના સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ માટે ભારતના 4 રાજ્યોમાં 5 GW ની રિન્યુએબલ એસેટ્સ, 2,554 MWની નિર્માણ હેઠળની એસેટસ અને 700 MWની નિર્માણને આરે રહેલી એસેટસનો સમાવેશ થાય છે. સોલાર ક્ષમતામાં 84% પોર્ટફોલિયો (4,180 MW), વિન્ડ-સોલાર હાઈબ્રીડ ક્ષમતા 9% (450 MW) અને વિન્ડ ક્ષમતા 7% (324 MW)નો સમાવેશ થાય છે. આ ક્ષમતા 15 પ્રોજેક્ટસમાં વહેંચાયેલી છે અને સરેરાશ પ્રોજેક્ટસ સાઈઝ 330 MW છે. આ પોર્ટફોલિયોની ગણના ભારતમાં સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતા રિન્યુએબલ પોર્ટફોલિયોમાં થાય છે.

AGELના કાઉન્ટરપાર્ટી મિક્સમાં ચાર ગણી વૃધ્ધિ
આ મૂલ્યવૃધ્ધિ કરતા હસ્તાંતરણથી AGELનો ઓપરેશનલ પોર્ટફોલિયો 5.4 GW અને તેનો ઓવરઓલ પોર્ટફોલિયો 19.8 GW થયો છે. તેનાથી AGELના કાઉન્ટરપાર્ટી મિક્સમાં ચાર ગણી વૃધ્ધિ થઈ છે. એકંદર પોર્ટફોલિયો 19.8 GW થતાં 87 ટકા સોવરીન રેટેડ કાઉન્ટરપાર્ટીઝનો પુનરોચ્ચાર થયો છે. કંપની વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતા સિધ્ધાંતો જેવા કે UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, અને સાયન્સ બેઝડ ટાર્ગેટસ ઈનિશ્યેટીવ સાથે GRI સ્ટાન્ડર્ડઝ, CDP ડિસ્કલોઝર અને TCFD ભલામણોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...