ગ્રાઉન્ડ રિપોર્ટઅનીશ છરી મારતો રહ્યો, ASI શંભુ 'બેટાજી' કહીને રોકતા રહ્યા:આરોપીની માતાએ કહ્યું- નશાએ બરબાદ કર્યા, મીડિયાએ તેને મુસ્લિમ ગણાવ્યો

નવી દિલ્હી15 દિવસ પહેલાલેખક: પુનમ કૌશલ
  • હુમલો કરનાર યુવકને પણ ASI દીકરો કહીને બોલાવી રહ્યા હતા

4 જાન્યુઆરીની સાંજના લગભગ 4:30 વાગ્યા હતા. માયાપુરી માર્કેટમાં એક વૃદ્ધ પોલીસ 20-21 વર્ષના યુવકને હાથ પકડીને લઈ જઈ રહ્યા હતા. તેઓ વારંવાર કહેતા હતા- 'દીકરા, આ બધું કરવું સારી વાત નથી.' પણ પેલા યુવકના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.

જ્યારે પોલીસકર્મીનું ધ્યાન હટ્યું ત્યારે યુવકે છુપી રીતે પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી. વૃદ્ધ પોલીસકર્મીનું ધ્યાન જાય તે પહેલા જ યુવકે તેમને કમરના ભાગે છરી મારી દીધી તે આટલેથી ન અટક્યો નહીં અને ગળા અને પેટ પર પણ ઉપરાછાપરી છરીના ઘા માર્યા. પોલીસવાળા અંકલ પોતાને બચાવી શક્યા ન હતા

આ વાત કહેનાર રૂખસાર માયાપુરીના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એ જ રોડ પર એક દુકાન બનાવે છે, જ્યાં અનીશ રાજ નામના છોકરાએ દિલ્હી પોલીસના ASI શંભુદયાલની જાહેરમાં હત્યા કરી હતી. આ સ્થળ માયાપુરી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર છે.

આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ સવાલ કર્યો કે શું ઘટનાસ્થળે જ 20-30 લોકો હતા. શંભુને કેમ કોઈએ ન બચાવ્યો? છેવટે, તે યુવક કોણ છે જેણે પોલીસકર્મીને જાહેરમાં છરી વડે રહેસી નાંખ્યો?

આ સવાલોના જવાબ શોધવા હું માયાપુરી પહોંચી. અહીંથી રેલ્વે લાઈન પસાર થાય છે, જેની સામે ઝૂંપડપટ્ટી છે. પોલીસકર્મીની હત્યા કરનાર યુવકનો પરિવાર આ ઝૂંપડપટ્ટીમાં જ રહે છે.

આ કેસમાં વધુ બે બાબતો સામે આવી છે. કેટલાક સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે અનીશ મુસ્લિમ છે, પરંતુ દિલ્હી પોલીસે તેને ખોટું કહ્યું છે. અનીશનો પરિવારે પણ કહ્યું કે તેઓ હિન્દુ છે. બીજું, અનીશ ડ્રગ્સ લેતો હતો. તેની કોલોનીમાં ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. છોકરીઓ સ્કૂટીથી સ્મેક સપ્લાય કરી રહી છે.

અનીશ તેને છરી મારી રહ્યો હતો, અમે તેને બચાવવા માગતા હતા પણ ડરી ગયા હતા
આ કહાની આ વસાહતથી શરૂ થઈ. તેના પહેલા પાત્રનું નામ વંદના છે. અનીશે 4 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે વંદનાના પતિનો મોબાઈલ અને પૈસા પડાવી લીધા હતા. વંદના કહે છે- 'લૂંટ થયાના અડધા કલાક પછી મેં જોયું કે લૂંટારો નજીકના પાટા પર બેઠો હતો. હું પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને જાણ કરી. ASI શંભુદયાલ ચા પી રહ્યા હતા. ચાનો અડધો ભરેલો કપ ત્યાં જ રાખ્યો અને તેઓ મારી સાથે આવ્યા હતા.

શંભુદયાલ એકલા હતા. વસાહતમાં પહોંચતા જ અનીશ રાજ બેઠેલો જોવા મળ્યો. શંભુદયાલે તેને પકડી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા. જ્યારે તેઓ ઝૂંપડપટ્ટી ક્રોસ કરીને રોડ પર આવ્યા ત્યારે અનીશે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યાં 50 થી વધુ લોકો હતા, પરંતુ તેમને બચાવી શક્યા ન હતા.

આટલું કહેતાં વંદના ચૂપ થઈ ગઈ. પછી તે કહે છે- લોકો લાકડીઓ અને દંડા લઈને આવ્યા, પરંતુ છરી જોઈને ડરી ગયા. શંભુદયાલ બહુ સારા પોલીસમેન હતા,તેઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.

વંદનાની આગળની કહાની એવી છે કે શંભુને ચાકુ માર્યા બાદ અનીશ ભાગી ગયો અને નજીકની ફેક્ટરીમાં ઘુસી ગયો. ત્યાં તેણે એક મજૂરને બંધક બનાવી લીધો હતો. પોલીસને ધમકાવવા માટે મજુરના ગળા પર છરી રાખી હતી. ઘણી મહેનત બાદ પોલીસ ટીમે તેને ઝડપી લીધો હતો.

ભીડમાં મોટાભાગે બાળકો હતા, તેમને બચાવવાનો પ્રયાસ કર્યો
CCTV ફૂટેજ જોઈને લાગે છે કે આટલા લોકોની સામે વૃદ્ધ પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેને બચાવવા કોઈ કેમ ન આવ્યું? તેનો જવાબ ઝૂંપડપટ્ટીમાં જ રહેતી રૂખસારે જણાવ્યો- 'આ કહેવું ખોટું છે કે અમને બચાવવા કોઈ આવ્યું નથી. વીડિયોમાં દેખાતા મોટાભાગના લોકો બાળકો છે.મારા પતિ પણ અનીશની પાછળ દોડ્યા હતા.જ્યાં સુધી હું પહોંચી, ત્યાં સુધીમાં શંભુદયાલને છરી મારીને અનિશ ભાગી ગયો હતો. તેમના શરીરમાંથી ખુબ જ લોહી વહી રહ્યું હતુ. મેં એક ચાદર તેમની કમર પર બાંધી દીધી હતી, જેથી વહેતા લોહીને અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. મારા પતિ તેમને હાસ્પિટલ લઈને ગયા હતા.

'શંભુદયાલ બધાને દીકરો કહેતા, અનીશને પણ સમજાવી રહ્યા હતા'
ASI શંભુદયાલ વિશે જાણવા માટે હું માયાપુરી પોલીસ સ્ટેશન પહોંચી. શંભુદયાલ જે ખુરશી પર બેસતા હતા તે ખુરશી હવે ખાલી છે. તેમના સાથીઓ ત્યાં મળ્યા. એકે કહ્યું- 'હું કેમેરા સામે બોલીશ નહીં, મારું નામ પણ ના આપશો. ના પાડવામાં આવી છે. હું તેમની સાથે સાત મહિના કામ કરતો હતો. તે દિવસે તે મહિલા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે તે તરત જ ચા પીધા વિના તેની સાથે ગયા હતા. તેમના પર હુમલો કરનાર યુવકને પણ તેને દીકરો કહીને બોલાવી રહ્યા હતા.

શંભુદયાલની બાજુમાં બેઠેલા તેમના સાથીઓ કહે છે - આવા સારાં માણસ સાથે આવું થશે તે ક્યારેય વિચાર્યું ન હતું. પોલીસ સ્ટેશનમાં શંભુજીનું વિશેષ માન હતું. તેમના ગયા પછી એવું લાગે છે કે અમારા ગાર્ડિયન ચાલ્યા ગયા છે.

આ ઘટનાને નજરે જોનારે જણાવ્યું કે જ્યારે શંભુ અનીશને લઈ જઈ રહ્યા હતા ત્યારે પણ તેઓ તેમને સમજાવી રહ્યા હતા કે આવા કામ કેમ કરે છે. તેઓને તેનો કોઈ ખ્યાલ નહોતો કે તે પાછળથી હુમલો કરી દેશે.

અનીશની માતાએ કહ્યું- સ્મેક તેને બરબાદ કરી દીધો
20 વર્ષનો અનીશ રાજ ડ્રગ્સનો નશો કરતો હતો. ભૂતકાળમાં પણ તે સ્નેચિંગ કરી ચુક્યો હતો. અનીશના પિતા શાકભાજીની લારી ચલાવે છે અને તેની માતા ઘરોમાં સાફ-સફાઈનું કામ કરે છે. એક ભાઈ છે જે મજૂરી કરે છે. બધા લોકો ઝૂંપડપટ્ટીમાં જ રહે છે, અંદર એક બેડ રહે, માત્ર એટલી જ જગ્યા છે. જ્યારે અમે અહીં અંદર પહોંચ્યા તો રડવાનો અવાજ આવ્યો. અનીશની માતા સુંદરી રડી રહ્યા હતા.

તેમણે પૂછ્યા વિના કહ્યું - 'મને સમજાતું નથી, મારા પુત્રએ આ કેવી રીતે કર્યું. એક સારાં માણસને મારી નાખ્યો. તેણે અમને ક્યાંયનાં છોડ્યા નથી. મેં સમજાવી-સમજાવીને થાકી ગઈ. હું કામ કરીને રુપિયા લાવતી હતી, તે રુપિયા પણ લઈ લેતો હતો. હું તેને સમજાવતી હતી કે અમે જેમ-તેમ કરીને મજુરી કરીને ખવડાવી રહ્યા છીએ, કંઈ ખોટા કામ ન કર. તેણે જે કર્યું છે તેને તે ભોગવી રહ્યો છે.

સુંદરી કહે છે- 'પહેલાં તે આવો બિલકુલ ન હતો, પરંતુ દોઢ વર્ષ પહેલાં તેને નશો કરવાની આદત પડી ગઈ હતી. આ નશાએ તેને બરબાદ કરી નાખ્યો.

ટ્રેક પર રહેતા અનેક લોકોએ જણાવ્યું કે તે દિવસે પણ અનીશ સ્નેચિંગ કરવાના ઈરાદે ગયો હતો. તેને નશો કરવા માટે પૈસાની જરૂર હતી. તેણે છરી બતાવીને પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જડ્યું નહીં.

અનીશ રાજ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતો. રીલ્સ પોસ્ટ કરતો હતો. તેની ફેસબુક પ્રોફાઈલની કવર ઈમેજમાં પિસ્તોલની તસવીર છે.
અનીશ રાજ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતો. રીલ્સ પોસ્ટ કરતો હતો. તેની ફેસબુક પ્રોફાઈલની કવર ઈમેજમાં પિસ્તોલની તસવીર છે.

ભાઈએ કહ્યું- ઝુપડપટ્ટીમાં ડ્રગ્સ સરળતાથી મળી જાય છે, એક છોકરી ડિલિવરી કરવા આવે છે
અનીશનો નાનો ભાઈ અનિલ કહે છે- 'મારો ભાઈ એક-બે વર્ષથી ડ્રગ્સનો નશો કરતો હતો. તેથી જ તે આ પ્રકારનું વર્તન કરતો હતો. સરળતાથી ડ્રગ્સ મળી જતું હતુ. એક ફોન કરવા પર 25 વર્ષની યુવતી ડ્રગ્સ આપીને જતી રહેતી હતી. સ્કૂટી પર તેની સાથે એક છોકરો પણ હોય છે. છોકરી 300 રૂપિયામાં સ્મેક આપી જતી હતી
અનીશની માતા સુંદરી પણ કહે છે- 'મેં તે છોકરી અને તેના એક સાથીને ઘણી વખત સ્કૂટી પર સ્મેક લાવતા જોયા છે. તે અહીં આવતાની સાથે જ નશો કરતા લોકોની ભીડ લાગે છે. તે થોડીવારમાં માલ વેચીને જતી રહે છે.

નજરે જોનારે એમ પણ જણાવ્યું કે હુમલા સમયે અનિશ રાજ નશામાં હતો. જો કે પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. મેં આસપાસના લોકો સાથે વાત કરી તેમણે ડ્રગ્સ વેચાવાની ફરિયાદ કરી હતી.

શંભુદયાલને બચાવવાનો પ્રયાસ કરનાર રૂખસાર પણ કહે છે- 'હું 12 વર્ષ પહેલા અહીં રહેવા આવી હતી. ત્યારે આ ટાઉનશીપ ખૂબ સારી હતી. હવે અહીં બધી ખરાબ કામ ચાલે છે. નાના બાળકો પણ ડ્રગ્સ લેતા હોય છે. જ્યારે હું ઝુપડપટ્ટીમાંથી બહાર નીકળી ત્યારે લોકોએ મને 5 જગ્યાઓ જણાવી જ્યાં ગાંજો વેચાય છે. એક જગ્યાએ 12 વર્ષની છોકરી ગાંજો વેચતી જોવા મળી, પરંતુ મને જોઈને તેણે કહ્યું- કોઈ માલ નથી, પુરો થઈ ગયો છે. હવે નહીં મળે.

મીડિયાએ ભાઈને મુસ્લિમ જણાવ્યો, અમે હિન્દુ છીએ
આ ઘટના બાદ કેટલાક સમાચારોમાં અનીશ રાજનું નામ મોહમ્મદ અનીશ જણાવાયું છે. તેને જેહાદી પણ કહેવામાં આવ્યો છે. આ બાબતે અનીશનો નાનો ભાઈ કહે છે કે, મીડિયામાં જણાવાઈ રહ્યું હતુ કે મારો ભાઈ મુસલમાન છે, તે મુસલમાન નહીં, હિન્દુ છે. જાણવા માળી રહ્યું છે કે હિન્દુ- મુસ્લિમો વચ્ચે ઝઘડો કરાવવામાં આવી શકે છે.

શંભુદયાલ 30 વર્ષથી દિલ્હી પોલીસમાં હતા, 3 વર્ષ બાદ નિવૃત્ત થવાના હતા
57 વર્ષના શંભુદયાલ દિલ્હીનાં મધુ વિહાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી હતા અને 1993માં કોન્સ્ટેબલ તરીકે દિલ્હી પોલીસમાં ભરતી થયા હતા.
પરિવારમાં પત્ની સંજના સિવાય બે દીકરીઓ ગાયત્રી-પ્રિયંકા અને દીકરો દીપક છે. તેમના અંતિમ સંસ્કાર રાજસ્થાનમાં કરવામાં આવ્યા છે.
પરિવાર હજુ પણ ત્યાં જ છે. પુત્ર દીપકે મારી સાથે ફોન પર વાત કરી હતી. કહ્યું કે ત્યાં ઘણા લોકો હતા, જો તેઓ ઇચ્છ્યું હોત તો પિતાને બચાવી શકાયા હોત.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે શંભુદયાલના પરિવારને 1 કરોડ રૂપિયાનું સન્માન વેતન આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...