અમરાવતી હત્યાંકાડની તપાસ:આરોપી ઈરફાન ભગવો લહેરાવી ચાલતો હતો, કોવિડ સમયે NGO ખોલ્યું; પોલીસ સાથે પણ સારા સંબંધો

3 મહિનો પહેલાલેખક: આશીષ રાય

ઉદયપુરે ટકોર કર્યા પછી મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા અંગે NIA તપાસ કરી રહી છે. આ ઘટનામાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા (ISIS)ની પણ સંડોવણી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ દરમિયાન ભાસ્કરે મુખ્ય આરોપી ઈરફાન સાથે સંકળાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ એકઠી કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે તે એક NGO ચલાવતો હતો અને પોલીસ સાથે પણ તેના સારા સંબંધો હતા. તેથી તેણે કરેલા આ કૃત્ય પર કોઈને શંકા ગઈ નહોતી.

અમને ઇરફાનની એક તસવીર મળી છે, જેમાં તે ભગલો ઝંડો લઈને જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં તેના NGO સાથે સંકળાયેલા લોકો નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને સન્માનિત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારપછી અન્ય એક તસવીરમાં તે પોલીસ ઓફિસર્સને બુકે આપી રહ્યો છે. એટલું જ નહીં, ઈરફાન તરફથી અમરાવતીની નિર્દળીય સાંસદ નવનીત રાણાના પક્ષમાં વોટ માગવાનો પણ સબૂત મળ્યો છે. જાણો હત્યાકાંડ પહેલા ઇરફાનની તસવીર કેવી હતી....

કોવિડ સમયે રહેબર નામથી NGO શરૂ કર્યું
કોરોના દરમિયાન ઈરફાને જરૂરિયાતમંદોની મદદ માટે રહેબર નામની NGO શરૂ કરી હતી. રહેબરની સંસ્થાપક ટીમમાંથી એક અબ્દુલ્લા ખાન કહે છે કે લોકો કોરોનામાં મરી રહ્યા હતા, પરંતુ તેમના પરિવારના સભ્યો મૃતદેહને સ્પર્શ કરી રહ્યા નહોતા. અમારી સંસ્થા આવા લોકોના અંતિમ સંસ્કાર કરતી હતી. અમે લોકોને દવાઓ અને ઓક્સિજન પણ આપ્યા હતા.

ક્યારેય હિંદી-મુસ્લિમનો ઉલ્લેખ પણ ન કર્યો
અબ્દુલ્લાએ જણાવ્યું કે લોકોની મદદ કરતા સમયે ઈરફાન પણ સાથે રહેતો હતો અને સહાય કરતો હતો. ક્યારેય શંકા નહોતી થઈ કે આ ઈરફાન આવું કરશે. વળી ઈરફાને ક્યારેય નૂપુર શર્મા અને ઉમેશ કોલ્હેને લઈને કઈ વાત કરી હતી? એના પર અબ્દુલ્લાએ કહ્યું કે તેણે મીટિંગમાં ક્યારેય હિંદુ-મુસ્લિમનો ઉલ્લેખ કર્યો નથી.

NGOમા 150-180 લોકો જોડાયા હતા, એક્ટિવ માત્ર 10
ફંડિગના સવાલ પર અબ્દુલ્લાએ કહ્યું કે અમારી સંસ્થાનું કોઈ બેન્ક અકાઉન્ટ નથી. અમે અત્યારસુધી જે કંઈપણ મદદ કરી છે તે લોકો પાસેથી માંગીને કરી છે. સ્થાનિકોએ અમારી સંસ્થા માટે રૂપિયા, દવા, કપડા અને જરૂરી સામાન એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. વિદેશોથી રૂપિયા મળવાની વાત ખોટી છે. આ સંસ્થા સાથે 150થી 180 લોકો જોડાયેલા હતા, પરંતુ એક્ટિવ માત્ર 9થી 10 લોકો હતા.

NGOનું કામ જોઈ પોલીસને શંકા ન થઈ
પોલીસકર્મી સાથે ઈરફાનની તસવીર અંગે અબ્દુલ્લાએ કહ્યું કે અમે લોકો જ્યારે પણ ઈદનો કાર્યક્રમ રાખીએ છીએ ત્યારે પોલીસવાળાને બોલાવીએ છીએ. આની સાથે નવા પોલીસ ઈન્સપેક્ટરનું અમે સન્માન પણ કરતા આવ્યા છીએ.

ઈરફાનની NGO નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. અહીંના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર પુંડલિક મેશ્રામે જણાવ્યું કે કોવિડમાં આ NGOએ હજારો લોકોની મદદ કરી હતી. આની સાથે જ NGOના લોકો સમાજમાં થતા ઝઘડાને પણ શાંત કરી દેતા હતા. આવી છબી હોવાથી પોલીસને શંકા જ નહોતી થઈ.

વિવાદ પછી રહેબર હેલ્પલાઈન બંધ થઈ
અમરાવતી હત્યાકાંડ પછી આ સંસ્થાને બંધ કરી દેવામાં આવી છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે જે લોકો આવી ઘટનાને અંજામ આપે છે, તેમનો સાથ અમે ન આપી શકીએ. અમે આને બંધ કરી દીધી છે અને આગળ આવું કામ નહીં કરીએ. વધુમાં તેણે જણાવ્યું કે મને તો ઈરફાને જબરદસ્તી આનો ભાગ બનાવ્યો હતો.

ત્રીજા પ્રયત્ને ઘટનાને અંજામ આપ્યો
આરોપિઓએ પહેલા કોલ્હેને 19 જૂને મારવાની તૈયારી કરી હતી, પરંતુ મુખ્ય આરોપી ઈરફાન શેખ રહીમ ડરી ગયો અને હત્યાકાંડને તે દિવસે અંજામ આપ્યો નહોતો. ત્યારપછી 20 જૂન પછી ફરીથી આરોપિઓએ હત્યાનું પ્લાનિંગ કર્યુ, પરંતુ ઉમેશને ઘરેથી ફોન આવ્યો હતો અને તે હત્યારાઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઘરે પરત ફર્યો હતો. આનાથી આરોપિઓની નીતિ પર પાણી ફરી વળ્યું હતું.

છેવટે 21 જૂને યોજનાબદ્ધ તરીકે ઉમેશ કોલ્હેની હત્યા કરી દેવામાં આી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે હત્યારાઓ કોલ્હેનું માથું શરીરથી અલગ કરવા માગતા હતા પરંતુ તેમની પાછળ આવી રહેલા પુત્ર અને વહુને ચિસો પાડતા જોઈ તેઓ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...