તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Abstract Art Pieces Of Well Known Artists From Gujarat And India Will Be Exhibit At Adani Group Managed Ahmedabad International Airport

એરપોર્ટ પર આર્ટ:ગુજરાત અને દેશ વિદેશના જાણીતા આર્ટિસ્ટ્સના રૂ. 20,000થી લઈને 15 લાખ સુધીના એબ્સ્ટ્રેક્ટ આર્ટપીસ જોવા મળશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલા આર્ટપીસ. - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલા આર્ટપીસ.
  • એરપોર્ટ પર આવતા મુસાફરો આ આર્ટપીસ ખરીદી પણ શકશે
  • આર્ટ લોન્જ માટે આર્ટ ક્યુરેટર સંજના શાહ અને અદાણી વચ્ચે જોડાણ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને મુસાફરો માટે વધુ આકર્ષિત બનાવવા માટે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડે મુંબઈની ટાઓ આર્ટ ગેલેરી સાથે જોડાણ કરી અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આર્ટ લોન્જની શરૂઆત કરી છે. આ લોન્જમાં ગુજરાત સહિતના દેશના જાણીતા 6 એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટના આર્ટપીસને મૂકવામાં આવ્યા છે. હવાઈ મુસાફરી માટે આવતા જતાં લોકો ન માત્ર આ આર્ટપીસને જોઈ શકશે પણ તેઓ તેને ખરીદી પણ શકે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પાસે આ લોન્જ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલું આર્ટપીસ.
અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલું આર્ટપીસ.

43 એબ્સ્ટ્રેક્ટ આર્ટપીસ મૂકવામાં આવ્યા
ટાઓ આર્ટ ગેલેરીના ક્રિએટિવ ડિરેક્ટર અને ઇન્ડિપેનડેન્ટ ક્યુરેટર સંજના શાહે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટના આર્ટ લોન્જમાં કલ્પના શાહ, રવિ માંડલિક, નાહિદ મર્ચન્ટ, વિપુલ પ્રજાપતિ, વ્યોમ અને મેહુલ રાઠોડના વૂડ, મેટલ અને પેપરથી બનેલા એબ્સ્ટ્રેક્ટ 43 આર્ટ મૂકવામાં આવ્યા છે. આ આર્ટિસ્ટ્સમાંથી 3 આર્ટિસ્ટ ગુજરાતનાં છે જ્યારે અન્ય મુંબઈના છે. જેમ જેમ આર્ટપીસનું સેલ થશે તે પ્રમાણે તેની જગ્યાએ નવા પીસ મૂકવામાં આવશે.

ટાઓ આર્ટ ગેલેરીના ક્રિએટિવ ડિરેક્ટર અને ઇન્ડિપેનડેન્ટ ક્યુરેટર સંજના શાહ.
ટાઓ આર્ટ ગેલેરીના ક્રિએટિવ ડિરેક્ટર અને ઇન્ડિપેનડેન્ટ ક્યુરેટર સંજના શાહ.

આર્ટ જોઈ મુસાફરો રિલેક્સ અનુભવશે
સંજના શાહે જણાવ્યું કે, એરપોર્ટ પર આર્ટ લોન્જ શરૂ કરવા પાછળનો આશય મુસાફરોને રિલેક્સ ફિલ કરાવવાનો છે. મુસાફરી કરનાર વ્યક્તિના મનમાં ઉત્સાહ, થાક, સ્ટ્રેસ સહિતના ભાવ આવતા હોય છે. એબ્સ્ટ્રેક્ટ આર્ટ તેને રિલેટ કરે છે અને તેમના મનમાં પોઝિટિવ એનર્જીનો વધારો કરે છે. કોરોનાને કારણે સ્ટ્રેસની સ્થિતિ વધુ હોય છે તેવામાં ટ્રાવેલ કરનારા લોકોને હળવાશનો અનુભવ કરાવવાના ઇરાદે આ આર્ટ લોન્જ શરૂ કરવામાં આવી છે.

મુસાફરો આર્ટપીસ ખરીદી પણ શકશે
સંજના શાહે કહ્યું કે, મુસાફરો આર્ટ લોન્જની મુલાકાત લે અને તેમને કોઈ આર્ટપીસ ગમે છે તો તેઓ તેની ખરીદી પણ કરી શકે છે. અહી રાખવામાં આવેલા આર્ટની કિમત રૂ. 20,000થી લઈને રૂ. 15 લાખ સુધીની છે. આની કિમત દરેક પ્રકારના વિઝિટર્સને પરવડે તે પ્રકારે રાખવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલું આર્ટપીસ.
અમદાવાદ એરપોર્ટની આર્ટ લોન્જમાં રાખવામાં આવેલું આર્ટપીસ.

અન્ય એરપોર્ટ માટે અદાણી સાથે ટાઈ અપ થશે
અદાણી ગ્રુપ અત્યારે અમદાવાદ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી, લખનૌ અને થિરુવનંતપુરમ એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન સાંભળે છે. હાલમાં અમદાવાદ એરપોર્ટમાં આર્ટ લોન્જ શરૂ કરવા ટાઓ આર્ટ ગેલેરીએ જોડાણ કર્યું છે. આ લોન્જ 3 મહિના માટે રાખવામાં આવશે અને ત્યારબાદ લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે તેને આગળ વધારવામાં આવશે. ટાઓ આર્ટ ગેલેરી અન્ય એરપોર્ટ પર આર્ટ લોન્જ શરૂ કરવા માટે અદાણી સાથે ટાઇઅપ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...